________________
તા. ૧૫–૫-૪૦
सच्चस्स आणाए उवहिए मेहावी भारं तरति । સત્યની આણમાં રહેનાર બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુદ્ધ જૈન
सत्यपूतं वदेद्वाक्यम्
| મે ૧૫
૧૯૪૮
દેવદ્રવ્ય ' માનવજીવનના અભ્યાસીઓ કહે છે કે માણસમાં ગમે તેટલી ત્રુટીઓ હોય છતાં પણ તેનામાં અમુક પ્રમાણમાં “ત્યાગ,”
આપી છૂટવાની વૃત્તિ” અને “પિતાના આનંદમાં બીજાને ભાગી બનાવવાની ભાવના જરૂર હોય છે. લોભીમાં લેભી માણસ પણ આ વાતથી દૂર નથી. માત્ર તેની ભાવનાનું ક્ષેત્ર અને વિસ્તારનાજ ભેદ હોય છે કેઈનું ક્ષેત્ર તેના તદન નજદીકના 'માનવીઓ જેટલું જ, તે કોઈનું કોમ, ગામ કે માનવજાત જેટલું તે કોઈનું પ્રાણીમાત્ર જેટલું વિસ્તારવાળુ હોય છે, આ સુંદર વૃત્તિઓ જ તેને અનેક પ્રકારના કાર્યો કરવા પ્રેરે છે. પોતે કમાય અને બીજા ભેગવે, પિતે ખર્ચે અને બીજા તેમાંથી માણે એવી વૃત્તિ તે આપણે સમાજમાં સર્વત્ર નિરંતર દેખીએ છીએ.
જ ધર્મશાળા બાંધે, બીજા તેને લાભ લે, તેમાં જ ને ‘આનંદ થાય. દવાખાનું ઉઘાડે, અજાણ્યા અજાણ્યા તેને લાભ લે, તેમાં વને આનંદ થાય ૪ ના દિકરા દિકરી પરણે, બીજાઓ લગ્નની મીજબાનીઓ માણે ખર્ચ ને થાય છતાં આનંદ માને ૪ પાંજરાપોળ સ્થાપે, પશુઓ આશરો પામે, તેમાં ૪ ને આનંદ થાય. આ આનંદ તેઓની “અંદરમાં ગુપ્ત રહેલી આપી છૂટવાની વૃત્તિનું, ત્યાગનું, પરિણામ છે. જગત આ વૃતિથીજ આગળ વધ્યું છે અને જીવવા જેવું રહ્યું છે. આ વૃત્તિ ન હોત તો માનવજાત કે વિશ્વ ક્યાં હેત, શું હોત, તે કહેવું જ મુશ્કેલ થાત ! " . માણસની આ વૃતિ લાભ લેનારે, દેનાર, નિકટવર્તી સમાજ તે માનવસમાજ છે એટલે માણસની પ્રથમ દ્રષ્ટિ ત્યાંજ પડે છે. ત્યાંથી જ દ્રષ્ટિની ક્ષિતિજ મર્યાદા લંબાતી જાય છે. શરૂઆતમાં એક માનવીને બીજાને લાભ લેવાને પ્રસંગર ભાગ્યેજ આવતા કારણ કે માનવ જીવનમાં દ્રવ્યને બદલે કાર્ય- વિનિમયની પ્રથા હતી. વૈદ દવા આપે તે ખેડુત તેના બદલામાં * દાણા આપે વણકર વણી આપે તો, ગવલી દુધ આપે, ગુરૂ ભણાવે તે શિષ્ય સેવા આપે ઉપરાંત સૌ સુખી, સતાથી, સાધનવાળા, અને ઓછી જરૂરિયાતવાળા, હતા. વ્યવસ્થા સંપૂર્ણ “સ્વદેશી” એટલે ગામે ગામનું બધી બાબતમાં સંભાળી લે તેવી જાતની હતી. તેથી બીજાના “દાનન” લાભ લેવાની જરૂર જ ભાગ્યેજ ઉપસ્થિત થતી. - જ્યારે “માનવીની આપી છૂટવાની વૃત્તિન” વેગ ઝીલવા કઈ માનવી તૈયાર કે જરૂરિયાતવાળે ન જોયે ત્યારે તેણે પિતાની દ્રષ્ટિ પશુ, પક્ષી વિગેરે મુંગા સમાજ તરફ વાળી. તેના માટે પાંજરાપોળ, ગૌચર, જંગલે, જળાશય, વિગેરે બાંધ્યા. સાહિત્ય તરફ વાળી; નુતન સાહિત્ય સર્જાવ્યું. ધાર્મિક વૃતિપિક મંદીરે, મો, પ્રાર્થનાગૃહ, પાશાળાઓ, વૈદશાળાઓ તરફ દેડાવી. અંતરની ઈચ્છાને સતાથી, હૃદયની આ ભાવનાના ફળે પૃથ્વીની શરૂઆતથી માંડીને આજ સુધી માનવી ખાતે આવ્યા છે. અને હજી પણ ખાશે, આ વૃતિએજ વિશ્વની શીકલ બદલી નાંખી
છે. આજ વૃતિએ જગતને સાધન, સામગ્રી અને સૌંદર્યથી ભર્યું છે. જેમ સમાજ વધુ વ્યવસ્થિત અને સમષ્ટિની દૃષ્ટિવાળો તેમ તેના કાર્યનું જીવન અને ક્ષેત્ર વધુ, ઉપયોગીતા અને પ્રજા ઉપર અસર વધુ. - વ્યકિતગત વેરાતી મર્યાદિત ઉદારતા અલ્પ વી અને સાધારણ ઉપયોગ આપતી. વ્યક્તિગત મહાન આશ્ચયને વેગ ન મળતો, પ્રજા વિશાળ સાધનવાળી સંસ્થાઓ પામી ન શક્તી અને પ્રજાની વ્યકિતગત “આપી છૂટવાની વૃત્તિનું ક્ષેત્ર વિસ્તીર્ણ ન થતું. તેથી જ ડાહ્યા માણસોએ સામુદાયીકપણે “દાન” આપવાની નવી રીત શોધી કાઢી. જેમાં સરકાર વ્યક્તિગત કરવેરાથી અનેક પ્રજાજન પાસેથી ભેગા થયેલા મેટા ભંડોળમાંથી પ્રજા ઉપયોગી ખાતાંઓ ઘણા વિશાળ પ્રમાણમાં “પંચની લાકડી અને એકને બેજ”ની માફક ચલાવી શકે છે તેવી જ પધ્ધતિ પર પ્રજાકીય સામાજીક કાર્યો ધર્માદા નિમિ-તે વ્યકિતગત વેરાતા દાનના પ્રવાહને એકત્રિત કરી વિશાળ પાયા પર ચલાવી શકાય છે. તેથી અનુભવી દીર્ઘદ્રષ્ટિવાળા માનવીએાએ “કજેવી અળખામણી પ્રથાને બદલે “ધર્માદાન” નામ આપી ભંડારને મંદીર કે તેવા જાહેર સ્થળમાં મૂકી એકી સાથે ત્રણ કાર્ય કર્યા છે. એક તે અનેક વ્યકિતઓ પાસેથી નાની નાની રકમમાંથી મેટું ભંડોળ જમા કર્યું. બીજુ મોટા ભડળમાં હિસ્સો આપવા છતાં પણ “માલકી હક”ની સ્વાર્થી અને ડખલગીરી કરનારી આડખીલી દૂર કરી અને ત્રીજું તવંગીરી કે ગરીબીના કારણે ઓછું વધતું આપવાથી થતી અનિષ્ટ હરીફાઈ અટકાવી સૌને “યથાશકિત” આપવાનો આત્મસંતોષ જન્માવ્યો. ધાર્મિક સ્થળામાં આ રીતે “શુભ કામ માટે” જોઈતા નાણાં મેળવવાની પ્રથા શરૂ થઈ.
સામાન્ય બાબતોમાં માણસને જમા થયેલાં નાણાં અને તેની વ્યવસ્થા માટે કાયદાનું રક્ષણ હોય છે. અને આ કાયદાને ડર દુરુપયોગ કરનારને કે કરવાની વૃતિવાળાને જરૂર રહે છે. પણ ધાર્મિક બાબતોને લગતા ફડે માટે કાયદાના રક્ષણને બદલે માણસ જેની મર્યાદા ઉલ્લીનશકે તેવી મર્યાદા બાંધી આપી અને નૈતિક ડર સ્થાપી આપ્યું. “પંચાઉ ધન કાચ પારો સમસમજવું–તેને દુરૂપયોગ કરનારનું બુરું થાય” આવી સામાન્ય જો સમજણ તે છે જ, છતાં પણ તે સમસ્ત ભડળને જ ધાર્મિક નામ આપી દીધું કે જેથી ધર્મપ્રેમ, પાપભીરુતા અને માનેલી અનિષ્ટની ભીતીના કારણે તેને દુરૂપયોગ કરતાં તે અચકાય.
જુદા જુદા સંપ્રદાયોએ આવા ભંડોળને જુદા જુદા નામે આપ્યાં, વૈશ્નવોએ “કૃષ્ણાર્પણ” શિવ માગીએએ “શિવ નિમિત્ત', મુસલમાનોએ “વકફ, પારસીઓએ ધરમખાતાનું ફંડ, ખ્રિસ્તિઓએ “ચેરીટી” અને જેનેએ “દવ દ્રવ્ય” ના નામે આવી રીતે એકઠા થયેલા દ્રવ્યને ઓળખાવ્યું. પ્રજા ધર્મ ઉપરનો શ્રદ્ધાને કારણે અને તેની પાછળ નૈતિક રીતે માનેલી અનેક અનિષ્ટની ભીતીએ અંગત ઉપયોગ કદી ન કરતી સમય પલટાયો આ નીતિની “રક્ષક મર્યાદા નાશ થવા લાગી, વ્યવસ્થાપક અને વડાઓ દુરૂપયોગ કરવા લાગ્યા કઈ કઈ સ્થળે તે તેને અંગત મીલ્કત બનાવવા લાગ્યા, ત્યારથી જ “કાયદાનું રક્ષણ ક્ષેધવાની અને સરકારની દરમિયાનગીરી મેળવવાની વૃતિ પ્રજામાં આવી પરિણામે આપણા ધર્મમંદીરે અને તેની નાણા પ્રકરણીય બાબતે પ્રજાની નીતિ ઉપર નહિ પણ કાયદાની કલમ ઉપર નિર્ભર બની રહી છે. ત્યારથી જ સાચું કામ થવાને બદલે “અહેવાલમાં લખવા જેવું અહેવાલી