________________
તા. ૧૫-૪-૪૦
શબ્દ
આ જ ગુજરાતી લાગતુ અને નાઝીર કોઈ
પર હીટલરશાન નથી રણ એ છે
જ ઉત્તરા ભસતા નું કારણ એ છે પણ અમતિ પક્ષી
' સંહતિવાદ (Fascism) આપણુ છાપાઓમાં “ફેસીઝમ' (અને નાઝીઝમ) શબ્દ ખૂબ વપરાય છે પણ હજી સુધી તેને માટે કોઈ ગુજરાતી શબ્દ ચાલુ થયો નથી. ફેસીઝમ અને નાઝીઝમ વચ્ચે કોઈ ખાસ તફાવત હોય એમ લાગતું નથી એટલે એ ઉભય શબ્દને અંગે એક જ ગુજરાતી શબ્દની ચેજના થાય તે હેગ્ય છે. અંગ્રેજીમાં આ વિષય ઉપર જે કાંઈ વાંચ્યું છે તે ઉપરથી તેમજ હીટલરનું
મારી લડત’ નામનું પુસ્તક વાંચી જવા બાદ એટલું જોઈ શકાયું છે કે મુસલીની અને હીટલર–બન્નેને બહુમતિવાદ (IDemocracy) સતાધી શકયો નથી. એ બન્ને સરમુખત્યારોની પાછળ એમના રાષ્ટ્રોની બહુમતિ (Majority) નથી એવું કઈ હજુ સુધી સાબીત કરી શકાયું નથી. થેડા જ દિવસ ઉપર તેથી જ કદાચ બ્રિટિશ પ્રધાનમંડળના લોર્ડ હેલીફેકસ અને જોન સાઈમન જેવા મુખ્ય સભ્યોને કંઈક-નવીન એકરાર કરવા પડયા છે. લોર્ડ હેલીફેકસ બ્રિટનની સૌથી મહાન ગણાતી એકસફર્ડ વિધાપીઠને કુલપતિ (Chancellor) છે. ઓકસફર્ડના સ્નાતકોને તેણે જણાવ્યું હતું કે બ્રિટનના યુવકે અને જર્મનીના યુવકે વચ્ચે વિચારસરણીને જે ભેદ છે તેને સમન્વય થવો જોઈશે ત્યારબાદ જ જગતમાં શાંતિ સંભવે છે કેમકે જર્મનીને યુવક વિચારસૃષ્ટિમાં નાઝી છે. તેને લોકશાસનમાં માનતા કરે પડશે!
લોર્ડ હેલીફિકસ કરતાં પણ આગળ વધીને સર જોન સાઈમને તો એમ કહેલું કે “જર્મનીના નેતૃવર્ગ અને પ્રજા વચ્ચે જે ભેદ પાડવામાં આવે છે તે મને યથાસ્થિત નથી લાગતો.” આ રીતે બ્રિટિશ મુખ્ય પ્રધાન મી. ચેમ્બરલેનના પિતાના નિવેદનને તેના જ પ્રધાનમંડળને એક અગ્રગણ્ય સભ્ય અસ્વીકાર્ય ' કરાવે છે. મી. ચેમ્બરલેને હંમેશાં કહ્યું છે કે જર્મનીના લોકો
સાથે અમારે.ઝઘડો નથી. અમારે તે હીટલરશાહી સાથે એટલે કે જર્મનીની પ્રજાના નેતાઓ સાથે મતભેદ છે. છતાં જ્યારે મી. ચેમ્બરલેનના જવાબદાર સાથીઓને કબુલ કરવું પડે કે જર્મનીને યુવક હીટલરવાદ પાછળ રહેલ વિચારસરણીને ભક્ત છે એટલું જ નહિ પણ જર્મનીના નેતાઓ અને લોકો વચ્ચે મતભેદ નથી ત્યારે આપણે શું સમજવું ?
આપણે એટલું જ અનુમાન કરી શકીએ કે હીટલરને પિતાની માતૃભૂમિની પ્રચંડ બહુમતિને ટેકો છે. ફકત હર હીટલરને અને તેના “ગુરૂ” મુસાલીનીને પિતાના રાષ્ટ્રોમાં માત્ર બહુમતિઓ જ નથી જોઈતી. તેમને તે લઘુમતિઓનું અસ્તિત્વ જ વસમું લાગે છે. બાકી તેમની પાછળ બહુમતિ નથી એવું તે તેમના દુશમને પણ પુરવાર કરી શક્યા નથી.
હા, એટલું છે કે બ્રિટનના આગેવાને હમેશાં લઘુમતિથી સંતોષ માનતા આવ્યા છે. તેઓએ પિતાના રાષ્ટ્રમાં લઘુમતિની હયાતી હમેશાં સાંખી છે. એટલે બ્રિટિશ રાજ્ય અને જર્મન રાષ્ટ્રવાદ વચ્ચે જે કાંઈ તફાવત હોય તે તે સિધ્ધાંત (Principles)ને નથી પણ પ્રમાણ (Proportion)ને છે. મુસલીની કે હીટલરની ફીસ્કીમાં બહુમતિવાદ વિરૂધ્ધ લઘુમતિવાદના એક પ્રકારના ગજ ગ્રાહ ('Tug of War)ને અવકાશ નથી. એવી જાતની ખેંચાખેંચ બ્રિટન, ફ્રાંસ, અમેરિકા જેવા ધનાઢય રાષ્ટ્રને પિવાય. પણ એવો જ શાખ (Lixury) જર્મની, ઇટાલી, જાપાન જેવા દેશેને પરવડે એમ નથી. તેઓ ધનહીન છે એટલે તેઓને અખંડ એકતાની આવશ્યકતા છે. રાષ્ટ્રમાં બુધ્ધિભેદ જાગે એ એમને માટે ભયંકર છે, ઈંગ્લાંડની સંપત્તિ એટલી વિશાળ છે કે ત્યાંની સરકાર બહુમતિથી સંતોષપૂર્વક કારભાર કરી શકે છે
જ્યારે અતિ મર્યાદિત સંપત્તિવાળા દેશને બહુમતિની સામે લઘુમતિ હમેશાં ઘુરક્યા કરતી હોય એવી દયાજનક દિશા (જેનો આપણને હિંદમાં વિશેષ અનુભવ છે. આપણે ત્યાં મહાસભાની બહુમતિ સામે મુસ્લીમ લીગની લઘુમતિના આદેલનને પરિણામે સામ્રાજ્યવાદને કેટલું પિષણ મળી રહ્યું છે તેને હિંદને જીવતે જગત પદાર્થપાઠ મળી રહ્યો છે) પાલવે નહિ તેથી જ હીટલરે જર્મનીની પાર્લામેન્ટ (Reichstag ) ના મકાનમાં દીવાસળી મૂકી દીધી હતી. અત્યારે લડાઈ ચાલે છે છતાં બ્રિટનની પાર્લામેન્ટ નિરાંતે વાતે કરી શકે છે અને મી. ચેમ્બરલેનની બહુમતિ સામે મી. એટલીની લધુમતિને ધરાઈને વરાળ કાઢવાની છુટ છે—બાકી તે ચેમ્બરલેનનું પ્રધાનમંડળ પોતાને જે માર્ગે જવું હોય તે માર્ગે નિર્વિન જઈ શકે છે કેમકે બ્રિટનની થોડી શક્તિ કે થોડી સંપત્તિ આવી ચર્ચામાં વેડફાઈ જાય તો તેવી કરકસર વગર તેને ચાલી શકે એમ છે. પણ જર્મની જેવા સાધનહીન દેશને, પિતાની સઘળી શકિતઓ ખુબ જ કંજુસાઈથી વાપરવાની છે અને તેમાં રીશસ્ટાગમાં જમનીના મુત્સદીઓ વાતો કરવા મંડી પડે તો તેમને આકરૂં પડી જાય એમ છે. તેથી હર હીટલરે તલવારના ઘેરથી પિતાની પાછળ બહુમતિનું બળ છે એવી ખાત્રી પછી લધુમતિને સાફ કરી નાખી છે. હવે આજે જર્મનીમાં જાહેર રીતે હીટલરના કાર્યક્રમમાં વિઘો નાખી શકે એવા લઘુમતિ પક્ષની પ્રવૃત્તિ માટે સ્થાન નથી. ચાલતા યુધે પણ આવે કેઈ. ડર ચેમ્બરલેનને નથી તેનું કારણ એ છે કે હાથીની સ્વારી પાછળ થોડ કુતરા ભસતાં હોય તે તેમાં હાથીની બેટાઈ વધે છે. ઘણી જતી નથી એવો પણ બહુમતિવાદ (Democracy)માં એક શિષ્ટાચાર છે. આ કહેવાતા શિષ્ટાચાર પરત્વ જર્મની અને ઇટાલીએ દુર્લક્ષ કર્યું છે. હાથીને ધીમે ધીમે ચાલવાનું હોય છે. તેની પાછળ કુતરાં ભસ્યા કરે છે તેને ઉશ્કેરાવાનું કારણ નથી હોતું. પણ હાથી સિવાયના અન્ય પ્રાણીઓને તે અવશ્ય કુતરાંના ભસવાથી મુંઝાઈ જવું પડે છે. કુતરાને ભસતાં બંધ કરવાના બે રસ્તા હોય છે. કાંતો રોટલો નીરીને તેમ કરી શકાય અને નહિ તે તેને સામને કરીને. પણ ઘણાખરાં કુતરાં એવા હોય છે કે રોટલે તેમને મંજુર નથી હોતું. તેમને લાકડી જ ગમે છે. જર્મની કાંઈ અહિંસાવાદી દેશ નથી એટલે તેણે લાકડીને ઉપાય લીધો. રોટલો નાખવાને માર્ગ તે તેની પાસે છે જ નહિ કેમકે , તેની પાસે સામ્રાજ્યને અભાવ હોવાથી સંપત્તિને દુષ્કાળ છે. આ ઉપરથી સમજી શકાશે કે સામ્રાજ્યવાદનાં ઉપાસકે બહુમતિથી પિતાનું કામ ચલાવી શકે છે. પણ રાષ્ટ્રવાદના સેવકથી લઘુમતિઓને નાશ કર્યા સિવાય જંપીને બેસી શકાતું નથી. હીટલરને લાગ્યું કે બહુમતિથી પિતે કારભાર નહિ કરી શકે. મહા જર્મની (Greater Germany)નું સ્વપ્ન સિધ્ધ કરવા માટે બહુમતિ નહિ પણ સર્વાનુમતિઈએ.આ સર્વાનુમતિની સ્થાપના કરવા માટે તેણે પશુબળ આશ્રય લીધો છે. પણ તે કાંઈ બ્રહ્મર્ષિ નથી.તે તે રાજર્ષિ છે-ક્ષત્રી છે એટલે સમશેરને આશરો લે તે તેને માટે કોઈ શરમની વાત ન લેખાય. આ સર્વાનુમતિ ગાંધીજી અહિંસાથી રચવા માંગે છે અને અહિંસા વડે ન રચી શકાય તે પિતાનું કામ અધુરૂં ભલે રહી જાય તેની તેમને ફિકર નથી. હીટલરને પિતાનું કામ પડતું મૂકવું ગાંધીજીની માફક ન ગમે એટલે તેણે સર્વાનુમતિની સાધના અર્થે લેહી પણ રેડ્યું છે. આ લોહી રેડીને પણ રાષ્ટ્રમાં એક અવાજ ઉભો કરવાનું શાસ્ત્ર તેનું નામ ફેસીઝમ અથવા નાઝઝમ. આ વાદને અકયવાદ ગણુએ તો તેને માટે એક લેખકે “સંહતિવાદ' શબ્દનો ઉપયોગ કર્યો છે તે એગ્ય લાગે છે. કેમકે સંહીત એટલે એકતા. આમ ફેસીઝમ ઉર્ફ નાઝીવાદ એ બહુમતિવાદને બદલે એકમતિવાદનું શાસન સ્થાપવાની ફીસુરી છે એમ કહી શકાય.
મોહનલાલ રૂપાણી.