________________
પ્રશુદ્ધ જૈન
દીનબંધુ એન્ડ્રુઝ
નિકટ
દીન એન્ડ્રુઝ ચેડા વિસા પહેલાં પરલોકવાસી થયા. દીનબંધુ માત્ર એક પ્રાન્ત કે એક દેશના વતની નહાતા પણ વિશાળ વસુધાના એક કુટુંબી જન હતા. તે મૂળ ગ્લાડના વતની હતા અને એ રીતે ઇંગ્લાંડ વિષેની તેમને સ્વાભાવિક મમતા હતી પણ જ્યાં જ્યાં દલિત જનતા,વસતી હાય ત્યાં ત્યાં તે નિરન્તર આકર્ષાયલા રહેતા અને હિંદુસ્થાન : તે એમને મન સ્વીકૃત માતૃભૂમિ જેવા બની ગયા હતા. જુદા જુદા સંસ્થાનેમાં વસવાટ કરી રહેલા હિંદીઓના સુખદુઃખના તે વર્તી સાથી હતા. સંસ્થાનવાસી હિંદીઓનાં દુઃખદર્દી અગવડોના કરવા, અભ્યાસ યોગ્ય સ્થાનકે એ રજી કરવી અને તે દુર કરવા માટે જરૂરી હીલચાલેા કરતા રહેવું એ તેમના જીવનનો મુખ્ય વ્યવસાય હતાં. તે સુખ્રીસ્તના પરમ ઉપાસક હતા; ખ્રીસ્તી ધર્મ વિષે તેમને અપૂર્વ શ્રધ્ધા હતી; પણ તેમની ઉપાસના અને શ્રધ્ધા શ્રીલકુલ સાંપ્રદાયિક નહેાતી; તેમની ધાર્મિકતા સંપ્રદાયની વાડાને એળગી ગઇ હતી. તેમનુ આખુ વન ઇસુપ્રીસ્તના આદર્શ ઉપર ઘડાયું હતું. તેમની માનવતા અપાર અને અસીમ .હતી.
આપણા દેશમાં તેમનુ સ્થાન અòડ અને અદ્વિતીય હતું. આપણા દેશની બે મહાન વિભૂતિ-મહાત્મા ગાંધીજી અને કવિવર ટાગાર. ગાંધી અને એન્ડ્રુઝનો સંબંધ એ નિકટમાં નિકટ મિત્રાના હતા. તે સબંધને પ્રારંભ દક્ષિણ આદ્રીકાના પ્રકરણથી થયા હતા, છેલ્લાં છેલ્લાં જ્યારે અવસાનગામી માંદગીના બછાને પડેલા એન્ડ્રુઝને ગાંધીજી જોવા ગયેલા ત્યારે ગાંધીજી જણાવે છે તે મુજબ તેમણે કહેલું કે “ મેહન, સ્વરાજ આવી રહ્યુ છે. અંગ્રેજો અને હિંદી તે નિશ્ચય કરે તે સ્વરાજ બહુ જલ્દીથી લાવી શકે.” આ ઉદ્ગારોમાં એન્ડ્રુઝની ગાંધીજી સાથેની ગાઢ મૈત્રી જેટલી વ્યકત થઇ રહી છે તેટલી જ સ્પષ્ટ રીતે એન્ડ્રુઝની હિંદુસ્થાન માટેની સ્વરાજ ઝંખના પ્રગટ થાય છે.
કવિવર ટાગોરને તે એન્ડ્રુઝ ગુરૂદેવ' જ ગણતા. તેમનુ સર્વ સમર્પણ ટાગોરને જ હતું એમ કહીએ તે જરા પણ અતિશયોકિત નથી, ટાગોરની ‘વિશ્વભારતી’સંસ્થામાં તેઓ જોડાયેલા હતા. ગાંધીજી અને ટાગેાર વચ્ચે તે એક પુલ જેવા હતા. તેમના જવાથી ટાગોરની તા જાણે કે એક પાંખ જ છેદાઇ ગઇ એમ કહેવાય.
સી. એક્. એન્ડ્રુઝની જીવનચર્યા જૈનધમી ઓને અનેક રીતે અનુકરણ યોગ્ય બની શકે તેમ છે. ટચરિતાનાં થવુધૈવ કુટુમ્બલમ્’ અથવા તે ‘મિત્તિ મે “મુત્સુ ધાં મળ્યું ન ચેક એ સૂત્રેાને એમણે પોતાના જીવનમાં મૂર્તિ મન્ત કર્યું હતું. પોતપોતાના ધર્મના ચુસ્ત અનુયાયી રહેવા છતાં વિશાળ માનવતા સાથે કેવું તાદાત્મ્ય સાધી શકાય છે તેનુ સી.એ. એન્ડ્રુઝ અપૂર્વ દૃષ્ટાન્ત છે, આજ કારણે જગતે અને ખાસ કરીને હિંદુસ્થાને તેમને ‘દીનબંધુ’ના નામથી ઓળખ્યા હતા. વિશ્વ બધુ ત્વના જૈનધર્મના આદર્શ જે પ્રીસ્તી આદર્શથી જરાપણ જુદો પડતા નથી તેને અમલમાં મુકે તો દરેક જૈને આવા જ દીનબંધુ' બની શકે. ધર્મ પરાયણ છતાં સોંપ્રદાયિક નહિ, અંગ્રેજ છતાં શાહીવાદી નહિ, માનવ માત્રના પરમ મિત્ર, અનેક દલિતાનાપીડિતાના સહાયક અને ઉદ્ઘારક દીનબધુ, એન્ડ્રુઝ સ્થળે સ્થળે અંવતા અને આજની વિગ્રહ કલુષિત, ભસંરગ્રસ્ત દુનિયાને સુખ, શાન્તિ અને ઉન્નતિના માર્ગે લઈ જા એજન્ટ તેમના પવિત્ર આત્માને શાશ્વત શાન્તિ "ચ્છતાં આપ સર્વેના અન્તરની પ્રાર્થના હા!!! પર્ણાનદ
તા. ૧૫-૪-૪ · i
શ્રી જૈન શ્વે. મૂ. કાન્ફરન્સની અખિલ હિંદ સ્થાયી સમિતિ.
આ સમિતિની એક એપ્રીલ માસની આખરે મળવાની છે. આ સમિતિમાં લગભગ નિષ્ક્રિય વન વતી કેાન્ફરન્સને સજીવ અને સક્રિય કેમ બનાવી શકાય એ પ્રશ્નનો વિચાર થવાના છે. આજે આવી અનેક કામી પરિષદ સંસ્થાએ મૃતપ્રાય દશામાં ડુબેલી છે. આનાં છે કારણા છે. એક તે દરેક કામના કેળવાયલા વર્ગમાંથી મોટા ભાગ કામી પ્રવૃત્તિ વિષે ઉદાસીન અની ગયા છે. આજું રાષ્ટ્રીય આન્દોલનનો વેગ દિનપ્રતિદિન વધારે ને વધારે પ્રબળ બનતા જાય છે, તેની પાસે કામી તંતુડી કાઈ સાંભળતું જ નથી. આજે આવી કામી પ્રવૃત્તિ ષ્ટ છે કે અનિષ્ટ છે તે તેનાં ઉદ્દેશ અને કાર્ય પધ્ધતિ ઉપર આધાર રાખે છે. જે કામની પ્રવૃત્તિના ઉદ્દેશ પેાતાની કામના હકો જાળવવા અને વધારવા પુરતા જ હોય તે કામી પ્રવૃત્તિ સરવાળે ‘ અનિષ્ટ જ અનવાને સભવ રહે છે, કારણ કે કેવળ હક્ક સરક્ષણ તેમજ સંવર્ધનના ખ્યાલો ઉપર રચાયલી કામી પ્રવૃત્તિ માણસને એકદમ સંકુચિત વૃતિના બનાવે છે; કામ કામ વચ્ચે ઘર્ષણની અનેક શકયતા ઉભી કરે છે; કામ કરતાં ઘણા વિશાળ એવા રાષ્ટ્ર કારણ ખાતર પ્રશ્નજનેાએ જે પ્રકારનું સમર્પણ અને આત્મભોગ આપવાની જરૂર હેાય છે તેવુ સમર્પણુ કે આત્મભાગ આપવાની વૃતિને ઉપર જણાવેલી કામી પ્રવૃત્તિ મંદ પાડે છે એટલુ જ નહિ પણ ઘણુ ખરૂ બાધક નીવડે છે.
1
તે પછી આજની કક્ષાએ સર્વ કામી પ્રવૃત્તિ બંધ કરી દેવી એ જ ઈષ્ટ છે? આ બાબત ઈષ્ટ હોય તે પણુ આજના સંચાગામાં શકય નથી, હિંદી, જનતાના ઘણા માંટા ભાગ હજુ કામીવતું,લેની કલ્પના વડેજ સંકળાયેલા છે. કામ કામના કેટલાક એવા અગત પ્રશ્નો હાય છે કે જે સ્વતંત્ર નિર્ણયની અપેક્ષા ધરાવતાં હાય છે, અને જેના અંગે બીજી કામેા સાથે અથડામણુ ઉભા ‘થવા તો કશો સંભવજ હાતા નથી વળી જે કામી વર્તુલા આજે મજબુત મૂળ નાંખી' એમાં છે. તેના રાષ્ટ્ર કારણમાં ઠીક ઠીક' લાભ લઇ શકાય એવી પણ શકયતા છે. જે તૈયારીએ આજે રાષ્ટ્ર સમસ્ત પ્રજાજનો પાસેથી માંગી રહેલ છે, તે દિશાએ પોતપાતાની કામના માણસોને તૈયાર કરવાનુ દરેક કામી સંસ્થાઆ સ્વીકારી લે એટલે કે રાષ્ટ્રીય નવ વિધાનને સ ંપૂર્ણ પણે પોષક અને સમર્થક બનવાનું ધ્યેય કામ કામની પ્રતિનિધિ સંસ્થાએ જો અંગીકાર કરે તેા આજની અનેક કામી સંસ્થાએ રાષ્ટ્રહિતને બાધક બનવાને બદલે ઘણી રીતે સાધક બની શકે એમ છે. દાખલા તરીકે આજનુ રાષ્ટ્રોત્થાન આપણી પાસેથી માંગી રહેલ છે કે આપણામાં કોમી એકતા આવે, અસ્પૃશ્યતા દુર થાય, મઘના બહિષ્કાર થાય, ગૃહઉદ્યોગો બને તેટલુ પાણુ પામે, સ્વદેશીને વધારે ઉત્તેજન મળે, ખાદીના ઉપયોગ ખુબ વધે, બાળલગ્ન જેવી ખાટી અને પ્રાણશોષક બદીઓ દુર થાય, શ્રી વર્ગ સમાન દરજ્જાને પામે, નિરક્ષરતાને સર્વથા નાશ થાય વગેરે આજે આ અંધાં કાર્યો કામ કામના આગેવાને પોત પોતાની કામના માણસે પુરતાં સભાળી લે તે સમગ્ર રાષ્ટ્રકાર્યને કેટલા બધા વેગ મળે ? આવા આશય સાથે સંલગ્ન અનેલી કેામી પ્રવૃતિ આવકારદાયક બની શકે છે. આજે સુતેલી અને કરીને જાગ્રતિ શૈધતી કામી પરિષદો આ નવું દ્રષ્ટિબિંદુ ગ્રહણ કરે અને પોતાની સર્વ પ્રશ્નત્તિને રાષ્ટ્રીય ભાવનાથી રંગી દે અને એ ધારણે જ પોતપોતાના કાર્યક્રમ ઘડે એમ આપણે ઇચ્છીએ.