SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૪-૪ માટે અવિશ્રાંત અસીમ પ્રયત્ન કરી રહેલુ હાય, ગુજરાનના ટુકડા માટે પ્રજા પસીનાથી તરખાળ રહેતી હોય. • “ તીકા નાની મોટી સૌ જીવાતણી, તેમાં વહેતુ એક અખંડિત વહેનજો” પ્રબુદ્ધ જૈન આવી સબળ માન્યતાં હોય. ત્યાં જ એક ખરા મર્દની ભવ્ય ભૂમિ છે. ત્યાં જ તે પૂણ્યાત્માની પિતૃભૂમિ છે. મર્દાના પિતૃખંડ ભૂરા વ્યામ જેટલા વિશાળ અને દયામાતા જેટલા ઉદા-ત છે. જ્યાં એક પણ પ્રભુકાળ ગુલામીમાં કે દુ:ખમાં સબડત હાય તેને ખીજો ભાઇ પોતાના સહાયક હાથ લંબાવી હૈયાની હું આપી રહેલા હાય જ્યાં માનવી પુરાણા ભૈરવૃક્ષને ઉખેડી અનીઝરણા છાંટતા હાય, જ્યાં પરદુ:ખે, પરપતને આંખેાના નીર સુકાતાં ન હોય ત્યાં જ ભાગ્યવંત, સ્વદેશભકત જવાંમર્દની ભૂમિ. પછી તે તે ભલે દુનિયાના ગમે તે ખૂણામાં હોય. કારણ કે મર્દનું ગૃહ વિશાળ વ્યોમ જેટલું વિશાળ અને કુદરત જેટલું ઉદાર હાય છે. X X જ્યાં જ્યાં સામ્યતા છે, પક્ષઘાત કરનાર પક્ષપાત નથી ત્યાં ત્યાં મર્દની વિહાર વાટિકા છે. જ્યાં જ્યાં મનુ સમાજ નિર્દોષ આનંદમાં ગરકાવ છે ત્યાં ત્યાં ધીરવીરના અનંત આત્માના હાસ્ય ભાતના ખેાળામાં ખૂંદતા આળક માફક ઉછળે છે. જ્યાં જ્યાં અન્યાય, અત્યાચાર, અધર્મ, જુલ્મી જહાંગીરી કે નોકરશાહી જોહુકમી પ્રવર્તે ત્યાં ત્યાં. નરકેસરીની સભરભૂમિ છે. ત્યાં ત્યાં તેના સંગ્રામસ્થાન છે ત્યાં ત્યાં તેના મેચા છે, કારણ કે સકળ વિશ્વ માઁનુ પાનાનું છે— ન વિશ્વને થવા માગે છે— પીડિતાની પૃથ્વીપર જેરૂસલેમ સૃજાવી ખરા મ ક્રાઇસ્ટ રૂપે સમસ્ત વિશ્વને આલિંગન આપે છે, ભિન્નભિન્ન વેરાઇ રહેલા રાષ્ટ્રોની પ્રજામાં મક્કા શરીફ વસાવી મહમદ બની એકસપી એકદીલી કરાવી આપે છે. “छिन्दन्ति मम गात्राणि, मुखं तु परिशुष्यते' કચ્યુત થતા માનવીને ખરા મર્દ કૃષ્ણરૂપે વિશ્વના કોઇપણ ભાગમાં નવીન કુરૂક્ષેત્ર નીપજાવી નુતન ગીતા ખાધી– કમ યાગી બનાવે છે. તરવારો વીંઝતા વિનાશ ફેલાવતા, જીવે જીવના સંબંધ ભૂલી તાકાને ચડેલા ખુની ળને ખરા મર્દ “ભગવાન યુધ્ધ કે પ્રભુ મહાવીર” બની તરવારની તરસ છીપાવી આત્માનાં બળ ઉપર મુસ્તાક રહેતા કરી દે છે. હિન્દના ‘ગાંધી' હિન્દની મુકિત માટે અન્ય જનતાને નરેસે કે ભેંસાવાદે, ઇંગ્લાંડને સ ંત એન્ડ્રુસ, પિયરસન, કે “મારા” ફ્રાન્સના રામારેલાં કે રૂશિયાને ટેલ્સટેય રાષ્ટ્રની સ્વાથી ઘેલછામાં જડતામાં કદી સાથ ન જ આપે. જન્મભૂમિના નામે અન્ય રાષ્ટ્રોને કચડાવા ન દે– તેથી જ બર્ક કે પેન, ગાંધી કે બિસાંટ, રામારેલાં કે ટાગોર, ક્રાઇસ્ટ કે કબીર, બુધ્ધ કે મહાવીર્ કોઇ પણ એક દેશના નહિં પણ વિશ્વના છે. X X X જે વિશ્વને ચાહી શકે તેજ દેશને ચાહી કે. સેવી શકે. જે અન્યની માતાને માન આપી શકે તેજ પેાતાની માતાને પુજી શકે. જે વેરના વિષને પી જઇ અમૃત આપી શકે તેજ : સ્વદેશની સેવા કરી શકે. જે જગતની શાન્તિ ચાહી શકે તેજ શાન્તિ પામી શકે. X માતૃભૂમિ માટે મરી ખુટવાના માનવીના અધિકાર, તેને ઉજ્જવલ કરવાના પુત્રનો ધર્મ પણ તેના નામે લોહી વહેવડાવવાના નહિ. જ્યાં જ્યાં સેવાની જરૂર હોય ત્યાં ત્યાં મર્દના મંડાણુ. મર્દની ભૂમિનું ભાપ–તેના પિતૃખડનું માપ–સમાજની નાનકડી વેંતથી નજ કઢાય, સ્વદેશ ભકિતના ઉકાળે પણ ન થાય, વણિક ભેજાથી તેની ભવ્યતા ન જ કલ્પી શકાય કારણ કે પિતૃખંડ । ભૂરા વ્યોમ જેટલા વિશાળ અને માતા જેટલા ઉદાર છે, X X X આજના સંક્રાન્તિ કાળમાં મહાત્મા ગાંધીજી આવેશ સ્વદેશધભક્તિ ખાધે છે. "मित्ति मे सव्व भूएसु वैरं मज्भं न केई, કહી વિશ્વના જીવમાત્રને બાથમાં લેજો. ભારતવર્ષ તેના કેવા જવાબ આપે છે તેની ઉપર તેની સંસ્કૃતિનું માપ છે એટલું પ્રત્યેક હિન્દી ન ભૂલે. વૃજલાલ મેઘાણી સ્થાનકવાસી ફેન્સનુ દશમ અધિવેશન શ્રી અખિલ ભારતવર્ષીય શ્વે. સ્થા. જૈન કોન્ફરન્સનુ આગામી દશમ અધિવેશન મુબઈ મુકામે વૈશાખ માસમાં ભરવાનું જાહેર થયુ છે. ગત નવમું અધિવેશન અજમેર મુકામે ભરાયાને આજે લગભગ આઠ વષઁ થવા આવ્યા, આ આઠ વર્ષની નિદ્રા પછી પણ સ્થાનકવાસી સમાજ જાગૃત થાય અને પોતાની કાન્કરન્સનું અધિવેશન મુંબઈ જેવા અગ્રગણ્ય સ્થળે ભરે એ ઘણુજ ઇચ્છવા યોગ્ય છે. પરંતુ માત્ર મેળારૂપ અધિવેશન ભરી વિખરાઇ જવામાં કશું સમાજનું કોય નથી થવાનુ. કોન્ફરન્સની સ્થાપના થયે આજે પાંત્રીસ પાંત્રીસ વર્ષ થયાં, આ લાંબા અરસામાં કોન્ફરન્સના નવ નવ અધિવેશન ભરાઇ ચૂકયાં છે. આટલા આટલા વર્ષોમાં અને આટલા આટલા અધિવેશન ભરાયા બાદ પણ આજે સમાજ કર્યાં ઉભા છે? . સમાજની પ્રગતિમાં કોન્ફરન્સે કેટલા ભાગ ભજવ્યો છે? સમાજની કઇ કઇ અનિવાર્ય જરૂરિયાત ની પૂર્તિ કેન્ફરન્સ દ્વારા થઇ છે? આ બધા પ્રશ્નો સહજ પૂછાઇ જાય. કૉન્ફરન્સના કાર્યકર્તા પાસે આના શા જવામા છે? ભવિષ્યની કાઇ ચાકસ યોજના કે વિચારણા સિવાય આવા સામાજિક અધિવેશનો માત્ર એ દિવસના મેળાપ બની જાય છે. તેમ ન બનાવતાં સમાજ સમક્ષ સમાજ અને રાષ્ટ્ર વિધાયક કાર્યક્રમ રજુ કરી રચનાત્મક પ્રવૃતિમાં આમ જનતાને રસ ઉત્પન્ન કરી સમાજની પ્રગતિમાં વિઘ્નરૂપ અનેક રીત રીવાજો રૂઢી અને માન્યતાઓ- સામાજીક પ્રવૃત્તિ વગેરેને દૂર કરવાનું મહાન કાર્ય કોન્ફરન્સના આવા જાહર અધિવેશનામાં સુંદર રીતે પાર પાડી શકાય. તેને માટે પૂર્વ વિચારણા અને યોજનાની ખાસ આવકતા છે. - અજમેર અધિવેશન પછીના આ આ વર્ષના ગાળામાં અનેક પ્રકારની વિકટ પરિસ્થિતિમાંથી કોન્ફરન્સનું નાવ પસાર થયું છે. આ અધિવેશન યોજનાર કાર્યકર્તાઓના પ્રયાસેના સળ અને અને કોન્ફરન્સના ઉદ્દેશ, પ્રકૃતિ અને મહત્તામાં વધારો થાય તેવા પરિણામેા નિપજાવી શકવાની શકિત કાર્યકર્તા અને આમ જનતામાં આવે એવી શાસનદેવને પ્રાર્થના છે. શિરીષ જૈન.
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy