________________
Rih{wto &
પ્રબુધ્ધ જૈન
તા. ૧૫-૪-૪૦.
આના આસ્તિક બુદ્ધિથી નિરીક્ષણ કર્યા પછી આ વિષયમાં જે વિચારે સૂઝયા છે તે અહીં રજુ કરવાના વિચાર છે,
2
૨૪
પ્રથમ મંદિરની રચનાના વિચાર કરીએ. આપણાં મંદિરના સામાન્ય રીતે ત્રણ વિભાગ હોય છે. જેમાં મૂર્તિ હોય છે તે ગર્ભગૃહ, જેમાં કથાકીર્તન ચાલે છે તે સભામંડપ, અને આ એને જોડનાર વચલું અતરાલ, મદિર માટુ હોય તે એની આસપાસ માટુ આંગણુ હોય છે. સામે દીપમાળ હોય છે અને એ આંગણાંની ચારે બાજુ એશરી હાય છે. આની બહાર કેટલીક દુકાનો તો હોવાની જ. મંદિરના · સેવકો ’નાં મકાનો પણ પાસે જ કયાંક આંધેલાં હોય છે.
હિંદુ મંદિરમાં મેટામાં મોટી અડચણ એ કે જેટલા લોકો મંદિરનો લાભ લે છે તેમના પ્રમાણમાં મંદિર હમેશાં નાનું જ હાય. મંદિરની બાંધણી મજબુત હોય, એના ઉપર અદ્ભુત કળા રેડેલી હાય, ખાસ ઇટલીથી આણેલા આરસના પથ્થર જડેલા હૈાય, નવી ઢબના જાજરૂમાં જેવી ચળકતી ચીની માંડીની તકતી બેસાડેલી હાય, તેવી તકતી– ૌથી જમીન અને દીવાલા પણ ... શણગારેલી હેાય છતાં મંદિર તા નાનુ જ હાય. પુણ્યના લેાબી દાનશૂરા બધુ પુણ્ય પોતાને જ નામે જમે થાય એ આશાએ એકલાને જ ખરચે મંદિર બાંધે તે આમ જ થવાનું. મંદિર આંધવાનાં મુખ્ય વિચાર સગવડો નથી હોતા. પરલોકમાં પુણ્ય અને આ લોકમાં પ્રીતિ એજ પ્રેરક વૃત્તિઓ હોય છે, એક નગરમાં દસ કે વીસ મંદિર ડ્રાય પણ ાિને આમ સંધાગાર "Town Hallની ગરજ સારે એવુ એક પણ મંદિર ન મળે. હવે પછી આપણે જે નિર્દેશ બાંધીશુ તે નાનાં હોય કે મેટાં પણ ગામના બધા જ લોકા જ્યાં ભેગા થઇ શકે એવું વિસ્તીર્ણ આંગણુ તા એની સાથે હાવુ જ જોઇએ. મંદિરના વૈભવ વધે અને જાહેરજીવન સમૃદ્ધ થાય તે મેટી પરિષદો બેસી શકે એવું ઉધાડુ એમ્ફીથિએટર (રંગસભા) આંધી શકાય. એથીએ ગરજ વધે તેા એના પર છત પણ બંધાય. પણ દરેક મંદિરની આસપાસ વિસ્તીર્ણ અને ખુલ્લી જગા તો હાવી જ જોઇએ. રિચિાડ ઉપરની દુકાનો જેવાં સાંકડા મંદિરા આંધવાથી કશા લાભ નથી.
ખીજું આપણા જુના નિર્દશનાં ગર્ભગૃહા બહુ જ મજબુત, અજવાળાં વગરનાં અને સાંકડા હોય છે. મૂર્તિના રક્ષણ કરતાં મૂર્તિના ધરેણાના રક્ષણનો ખ્યાલ રાખીને જ આ વ્યવસ્થા કરેલી હાય છે. ગગૃહમાં બેસીને મૂર્તિને અભિષેક કરનાર સ્વર્ગના ઉમેદવારને ગર્ભવાસને અનુભવ કરાવવાનો ઉદ્દેશ પણ એમાં હાય તા કાણુ જાણે? મૂર્તિને આમ ગુંગળાવવાથી ભાવિક લોકોને દર્શનની ભારે અગવડ થઇ જાય છે. હવે પછીનાં દિરામાં મૃતિનાં દથી દર્શન થાય એટલા માટે ઉંચા ઓટલા ઉપર તેને ખડી કરવી જોઇએ. મૂર્તિની આસપાસ દીવાલ ને જ હાય, મૂર્તિની કરતે ચાર આઠ કે વધુ થાંબલા ઉપર જ. શિખર ચણેલુ હાય તે તે દેખાય પશુ, સુંદર અને દર્શનેચ્છુ ભકતાને પણ ભારે સગવડ થાય. સ્મૃતિ ઉપર બરાબર અજવાળું પડવાથી ધર્મસ્ય સવ નિહિત શુદ્દાયામ્ કહેવાતા વખત ન આવે. બહુ બહુ તે મૂર્તિની પાછળની બાજુ મૂર્તિને ઢાંકે એટલી દીવાલ ચણી લેવી ભીડ રોકવા ખાતર મૂર્તિની આસપાસ ચાર ફુટ ઉંચાઈનો કઠેરા ભલે હાય. પણ આ વ્યવસ્થામાં ભીડને અવકાશ જ નથી. દરેક જણે આગળ ધસીને પેાતાને હાય મૂર્તિની પૂજા કરવાનો રિવાજ કાઢી નાંખ્યો હાય તા ધસારાનું કશું જ કારણ ન રહે.
મંદિર આગળ દીપમાળ આંધવી હોય તેા એ દીપમાળ - આખા ગામને પહેરેગીરના મિનારા તરીકે કામ આવે એટલી ઉચી હાવી જોઇએ. રાતે ભૂલા પડેલા લોકોને દિશા સૂઝે એટલા માટે એ દીપમાળની ટોચ પર એક મોટા દીવા આખી રાત અળતા રાખવામાં આવે તા કોઇ કોઇ ઠેકાણે તે બહુ જ આવકારલાયક ગણાશે. મંદિરનાં આંગણામાં એક બાજુ ઉપર એક મોટા કુવા હોવા જ જોઇએ, જેની આસપાસ ગામના ઘણા લોકા તેમજ વટેમાર્ગુએ નાહી શકે તેમજ કપડાં ધોઇ શકે અને છતાં ત્યાં કાવ્ કે ગાડ થાય નહિ એવી ગોઠવણુ હોવી જોઇએ. ઘણા લોકો જમવા ભેગા થાય છે, સાંજે ભેગા કરવા જાય છે તેમ નહાવાને પણ ભેગા થાય એવા રિવાજ પાડી શકાય. નદીના ઘાટ ઉપર લોકો ભેગા થાય છે. ખરા પણ એમાં કલબ જેવુ વાતાવરણુ નથી જાતું. મંદિરને જો આપણા જાહેર વનનુ કેન્દ્ર બનાવવુ હોય તે નગરવાસીઓ અથવા ગ્રામવાસીએ અનેક રીતે અને અનેક કારણે મંદિરમાં ભેગા થાય એવા રિવાજ પાડવા જોઇએ.
કાકા કાલેલકર.
સમાજદર્શન
એક જગ્યાએ મહાલયામાં રાશની ઝળાંહળાં જગી રહી છે, ભાત ભાતના ભોજના ચાલે છે, ઉંચામાં ઉંચી જાતના ક્રૂનીયરો શોભી રહ્યાં છે; બીજી જગ્યાએ નોકરી વિના, કામ વિના અને રોટલા વિના હજારો કુટુભા તારાજ થઇ રહ્યાં છે.
સુધારકો પોતાની માન્યતા પ્રમાણે કુટુંબજીવન જીવી રહ્યાં છે આસપાસનો હવા સુધારાથી ભરી રહ્યાં છે બીજી તરફ ફિટચુસ્ત માનવી જ્વલેણુ લેહી પીતા રીવાજ્જેના ભાગ થઇ પડયા છે.
ધર્મ ધુરંધરો ધર્મ આદરી રહ્યાં છે. ધર્મ-જીવન છઠ્ઠી જાણનાર તેા કેટલા હશે પણ ધર્માંધતા સમાજમાં ફુલીફાલી રહી છે. હજારો શિક્ષણ લઇ રહ્યા છે, લાખા ભણે છે પણ અજ્ઞાનતામાં સભડતા કરોડાને હજુ કાણુ પહોંચી શક્યું છે ?
સૌભાગ્યવતી નારી સ્ત્રોશકિત ગણાય છે, સુખદ જીવનના તે લ્હાવા લઇ શકે છે, લાખા વિધવાઓને કોઇ જીવન—નિર્વાહ ભાગ બતાવે છે?
ગ્રંથ રત્નાના ભંડાર ભર્યાં છે, દર વર્ષે હજારો ગ્રંથો છપાઇ રહ્યાં છે પણ વન-સાહિત્ય કર્યાં છે?
લાખા ગગનચુંબી દેશના સુવર્ણ કળશો જૈન ધર્મની જાહેાજલાલી દર્શાવે છે, તેના પૂજા આજે ઘસાતા-ભૂસાતા જાય છે. સેંકડા નાની મેોટી સંસ્થાઓ ખુલતી જાય છે, ચાલી ન ચાલી ત્યાં બંધ પડે છે તેમાં પ્રાણ પૂરનાર કાઇ નથી. રાજખરાજ જમણવારામાં પાંચ પકવાન થયે જાય છે; બીજે સુકા રોટલાના પણ સાંસા છે.
1
લાખો રૂપીયા દિન પ્રતિદિન ધર્મશ્રદ્દાએ ખરચાય છે. નવ– નવાં ધામા ખુલે છે. બધું સમાજના કલ્યાણને નામે, પણ સમાજની પ્રગતિ કે ઉત્કર્ષ કર્યાં દેખાય છે?
સમાજનું દુઃખ દર્દ, સમાજની ગરીબી, સમાજનો બેકારી, સમાજને કુસંપ, સમાજની છિન્ન ભિન્નતા, સમાજના કુરીવાજો કેટલાં ઓછાં થયાં?
આ બધા જટિલ પ્રશ્નોને સંગતિ થઇ કયારે વિચાર કરીશ ? કયારે અમલી કાર્ય આરંભીશું ?
ફુલચંદ હિરચંદ દાશી.