________________
તા. ૩૧-૩-૪ *
કે જ सञ्चस्स आणाए उवछिए मेहावी मारं तरति । સત્યની આણમાં રહેનારી બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રદ
રસપૂતં વાવાનું માર્ચ, ૩૧ ગાંધીવાદ એટલે સ્યાદવાદ
૧૯૪૦
અથવા
જીવતો જાગતો જૈનધર્મ
આજથી આશરે ત્રીશ વર્ષ ઉપર એક વિદ્યાર્થી તરીકે આચાર્ય શ્રી આનંદશંકર ધ્રુવનું “નીતિ શિક્ષણ” નામે પુસ્તક મેં વાંચેલું. તેમાં એ વિદ્વાન પુરૂષે લખેલું છે કે “સ્યાદવાદ એ જગતના તત્વજ્ઞાનમાં જનધર્મને મહાન કાળ છે. સ્યાદવાદ એટલે શું?
સ્યાદવાદની ટુંકામાં ટુંકી વ્યાખ્યા આપવી હોય તે એમ કહી શકાય કે પોતે જે વસ્તુને સાચી માને તે જ એકાંતિક સત્ય (Invariable Truth) એ દાવો ન કરે તેનું નામ સ્યાદવાદ. જે આ વ્યાખ્યા બરાબર હોય તે ગાંધીવાદ એ જેના સ્યાદવાદની અર્વાચીન આવૃત્તિ જ છે એમ અવશ્ય કહી શકાય. જેનોએ પિતાનો ધર્મ જ સાચે અને બીજા ધર્મો બેટા એવો કદાચ કોઈ કાળે સેવ્ય નથી અને તેથી જ તેઓ સ્યાદવાદની શોધ કરી શક્યા છે. જગતમાં એકાંતિક સત્ય જેવું કશું નથી. એક અંગ્રેજ કવિએ તેથી કદાચ ગાયું હશે કે:
'Crime is Christian, When it is really understood.'
અર્થાતું યુગે યુગે ધર્મ અને નીતિની વ્યાખ્યાઓ બદલ્યા કરે છે. રામાવતારને સમયે એક પત્નીવ્રતમાં નીતિની પરાકાષ્ટા કઃપવામાં આવેલી અને મહાભારતના કાળમાં દ્રૌપદીને પત્ની ગણુનારા પાંચ પાંડવે અનીતિમાન નથી ગણાયા. આજે ખાદીમાં
સ્વતંત્રતાની કલ્પના થઈ રહી છે ત્યારે એ ખાદી જ્યારે આપણે - પહેરતા ત્યારે આપણે પરતંત્ર કેમ બન્યા ?
આમ સત્ય એકાંતિક ન હોઈ શકે એ કારણે જ જનોએ સહિષ્ણુતા કેળવી અને તેમાંથી સ્યાદવાદ અથવા અહિંસાવાદને જન્મ થયો ? ગાંધીવાદનું મધ્યબિંદુ પણ આ અહિંસાવાદ જ છે. તેથી ગાંધીવાદ એટલે સ્યાદવાદ એમ માનવામાં અંતરાય ન હોઈ શકે. આ તે સિદ્ધાંતની વાત થઈ પણ વિગતેમાં પણ ગાંધીવાદને જન દર્શનની સાથે ઠીક મેળ મળે છે. દાખલા તરીકે જ્યારે ગાંધીજીએ ૧૯૧૫માં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી ત્યારે તેની પુસ્તિકામાં કેટલીક બાબતો એવી હતી કે એ વખતે પણ ઘણાને લાગ્યું હતું કે ગાંધીવાદ એ જન તત્વજ્ઞાનનું નવું સ્વરૂપ છે. આશ્રમના નિયમમાં લખેલું કે આશ્રમમાં રહેનારે સાંજે સૂર્યાસ્ત પહેલાં જમી લેવું પડશે અને રાત્રે બત્તી વગર ચલાવી લેવું પડશે ! જો દિવસ છતાં વાળુપાણી કરી લે છે અને ઉપાયોમાં દીવાબતીની છુટ હતી નથી એ નિયમો સત્યાગ્રહ આશ્રમના આરંભકાળમાં સ્વીકારવામાં આવ્યા હતા. તે ઉપરાંત જનની અપવાસની પ્રથાને પણ કેટલેક અંશે સત્યાગ્રહના શાસ્ત્રમાં અપનાવવામાં આવી છે.
આમ ગાંધીવાદની સરખામણી જનશાસન સાથે કરતાં ઘણાં ત મળતાં આવે છે. માત્ર એટલું કહી શકાય કે આર્યસમાજ જેમ હિન્દુ ધર્મ સાથે સઘળી રીતે સંમત છે પણું ફક્ત જે. લોકોને પરાણે વટલાવવામાં આવ્યા હોય તેમને પાછા હિન્દુ તરીકે લેવામાં માને છે તેજ પ્રમાણે ગાંધીવાદ જેનોના ધણા ખરા સિધ્ધાંતો અને વિગતે સાથે સંમત હોવા છતાં જેનોની નિષ્ક્રિયતા (Passivity ) માંથી બચવાની બારી ગાંધીવાદે બતાવી છે. અહિંસાવાદીથી આત્મભેગની પધ્ધતિથી પણ આક્રમણ (Aggression) ન દાખવી શકાય એ વહેમને ગાંધીવાદમાં સ્થાન નથી. પ્રસંગ પડયે ગાંધીવાદ પ્રેમબળ વડે આક્રમણકારી થવામાં પણ માને છે. એટલે સંભવ છે કે સ્યાદવાદમાં કાળે કરીને અનાક્રમણનું તત્વ પ્રવેશ પામતાં શિથિલતા આવી ગઈ અને જેનો આત્મરક્ષણની કળા એક સમુહ તરીકે ખોઈ બેઠા તેમાંથી ગાંધીવાદ ઉગરી જવા પામશે. ક્રીશ્રીયન ધર્મમાં એમ શિખવવામાં આવ્યું છે કે તેને કોઈ એક ગાલ ઉપર તમારો લગાવે તે બીજો ગાલ પણ ધરજે એ અહિંસાવાદની પરાકાષ્ટા હોવા છતાં ક્રાઈસ્ટના એ ઉપદેશે કયાંય મૂળ ધાવ્યાં નથી. તેનું કારણું : એ હતું કે કઈસ્ટના ઉપદેશનું પાલન કરવા માટે જે પ્રેમબળ જોઈએ તેવા પ્રેમબળ વા અહિંસાવાદને આચરણમાં મુકતાં નિષ્ક્રિય બની જવાય છે. તેથી ગાંધીવાદે પહેલેથી જ ચેખવટ કરી છે કે અહિંસાવાદમાં આક્રમણને નિષેધ સર્વથા ન હોય શકે. ૧૯૩૦ માં મીઠાની લડત શરૂ થઈ ત્યાં સુધી સૌ એમ માનતા હતા કે સત્યાગ્રહીથી આક્રમણકારી વ્યુહ રચના ન કરી શકાય. બહુ બહુ તો સત્યાગ્રહી આત્મરક્ષણ અર્થે જ બલિદાન આપી શકે. પણું ધરાસણાના અગર ઉપર ચડાઈ કરવાનું પગલું દેખીતી રીતે આક્રમણાત્મક (Offensive)-હતું તેપણું ગાંધીજીએ તેની છુટ આપી હતી. એ ઉપરથી એમ કહી શકાય કે જેના સ્વાદવાદને પરિણામે નિર્જીવતા વ્યાપેલી તે વસ્તુ ગાંધીજીના ધ્યાન બહાર ગઈ નથી અને તેથી તેમણે સત્યાગ્રહમાં ચેક્સ રીતે ધસારે કરવાની રીતને પણ કબુલ રાખી છે. આટલી વાત બાદ કરતાં ગાંધીવાદ અને જૈનવાદ ઘણી ખરી રીતે અમુક હદ સુધી એક છે. અસ્પૃશ્યતાને પ્રશ્ન આવતાં સનાતની હિંદુ આર્યસમાજથી જુદો પડી જાય છે તેમ આક્રમણને પ્રશ્ન આવતાં કદાચ જૂને જનવાદ ગાંધીવાદથી નાખ તરી આવે છે. તેથી જ કદાચ ગાંધીવાદ એ જીવતે જાગતે જૈનવાદ છે. જે તત્વ જૈન દર્શનમાં ખૂટતું હતું તે કદાચ ગાંધીવાદે પુરૂ પાડયું છે. શ્રીમદ્ રાજચ ગાંધીજીને અહિંસાનું છે રહસ્ય સમજાવ્યું તે ક્રાઈસ્ટના લુખા પ્રેમબળ અને જેનોના નિષ્ક્રિય અહિંસાવાદથી કંઈક અંશે
જુદું પડે છે. ગાંધીવાદનું પ્રભવસ્થાન સત્ય છે. એક મહાનદીનું મૂળ જેમ ઘણું નાનું હોય છે પણ તેનું મુખ અત્યંત વિસ્તૃત હોય છે તેમ ગાંધીવાદનું મૂળ સત્ય છે અને તેનું મુખ
અહિંસા છે. ગાંધીજીના જીવનને અભ્યાસ કરતાં જણાય છે કે તેમનું સાધન અહિંસા છે પણ તેમનું સાધ્ય તે સત્ય જ છે. દશ બાર વર્ષની વયે પણ તેમના જીવનમાં સત્યે જે ભાગ ભજવ્યો છે તે ઉપરથી જોઈ શકાય છે કે તેમને સત્યનું દર્શન પ્રથમ થયું છે અને તેમની અહિંસાને ઉદય તે તે સત્યમાંથી થયો છે. જે એમ ન હૈત તે છેક બચપણમાં Kattle શબ્દને બદલે પરીક્ષામાં (Cattle શબ્દ લખતાં શિક્ષકે જે “સૂચના” આપેલી તેનો અમલ તેમણે કર્યો હોત. પણ સત્યને ભંગ તેમને પિષાય એમ નહોતો; ગાંધીવાદ અને જૈનવાદમાં મુખ્ય વસ્તુ ઓ છેઃ જેને અહિંસાને સાધ્ય ગણે છે જ્યારે ગાંધીજીને મન તે માત્ર સાધન