________________
ગ્
પ્રબુદ્ધ જૈન
ડા. મેાન્ટીસરી હિંદુસ્થાન ખાતે
ડા. મોન્ટીસરીને હિંદુસ્થાનમાં આવ્યે આજે લગભગ પાંચેક મહીના થવા આવ્યા. તે અહિં આવ્યા બાદ તુરતજ મદ્રાસ ગયા અને ત્યાં તેમણે ત્રણ મહીના બાલ શિક્ષણના વર્ગો ચલાવ્યા આ વર્ગોના સંખ્યાબંધ ભાએ અને બહેનોએ લાભ લીધો. એ વર્ગોનું કામ પુરૂ થયા બાદ તે આ ખાતુ આવ્યા અને અમદાવાદ તેમજ મુંબઈમાં તેમનું ખુબ સ્વાગત સન્માન થયું. બાલ દુનિયા માટે મેડમ મેાન્ટીસરીએ જે ભવ્ય કાર્ય કર્યું છે તે વિચારતાં તેમને જેટલું માન આપવામાં આવે તેટલું ઓછું છે. તેમની બાલવિજ્ઞાનને લગતી શોધો અને નવશિક્ષણ પધ્ધતિના પ્રતાપે આજનુ બાળક માબાપાના અનર્થકારી દમનથી અને શિક્ષકાની સેાટીથી બચી ગયું છે અને સુખ અને સ્વાતંત્ર્યની હવામાં ઉડતું બન્યું છે. ખાલક એક સરખા ચેગડાના ધાટટ્યુટ પામવાને સરજાયલું – ચૈતન્ય અને પ્રેરણા વિનાનું પ્રાણી હવે રહેલી નથી રહ્યુ. માબાપે અને શિક્ષકો બાળકમાં અનેક ગૂઢશકયતાનું દર્શન કરવા લાગ્યા છે અને તેનામાં રહેલી સ્વયંભૂવૃત્તિ અને સ્ફુરણાઓને સન્માનતા શિખ્યા છે. આ રીતે ખાલ દુનિયા ઉપર મેડમ મેાન્ટીસરીને અનહદ' ઉપકાર છે. આ અંકમાં તેમના જીવનની આછી રૂપરેખા આપવામાં આવી છે. સાંભળવા પ્રમાણે ડે. મેાન્ટીસરી હવે હિંદુસ્થાનમાં જ વસવાના છે અને પોતાની શિક્ષણપધ્ધતિના પ્રચાર કરવાના છે. આપણી પ્રજાની બાળકો વિષેની કેવળ અજ્ઞાનભરી દૃષ્ટિને સંસ્કારવામાં તેમને અહિં ચિરનિવાસ ખુબ ઉપયોગી થાય એમ આપણે જરૂર આશા રાખીએ.
તા. ૩૧-૩-૪૦
પાછળ પોતાની શકિત અને બુધ્ધિનો ઉપયોગ ન કરે એવી આપણે જરૂર આશા રાખીએ.
આ પ્રસંગે એક એ બાબત તેમના ધ્યાન ઉપર લાવવામાં આવે તે તે અયોગ્ય નહિ ગણાય. પશ્ચિમના દેશો ધનાઢય છે અને સેવાના બદલામાં દ્રવ્યનું વળતર દેવા લેવામાં મુખ માને છે. એચ. જી. વેલ્સ કે બર્નાર્ડ શા કોઇ પણ સામુદાયિક સ ંમેલન ઉપર સ ંદેશ મોકલવાના પણ પૈસા માંગે છે એ જાણીતી વાત છે. પશુ આ બાબત ભારતીય માનસ સમજી શકતું જ નથી. ભારતીય માનસ નિર્વ્યાજ અને નિઃસ્વાર્થ સેવાને જ પૂજે છે. અનેક પાશ્ચાત્ય વૈજ્ઞાનિક આ ગરીબ દેશને કિંમતી સલાહો આપવા આવે છે અને તેના બદલામાં ઠીક ઠીક દ્રવ્ય અહિંથી લઇ જાય છે, પરિણામે આપણા દેશને ખીન્ન લાભ થાય છે કે નહિ તેની ખબર નથી પણ દેશની ગરીબમાં તે વધારા જ થાય છે. ડેડ. મેન્ટીસરી આપણા દેશની આ પરિસ્થિતિ અને આપણુ આ પ્રકારનું માનસ ખરેખર સમજી લઇને એવી સેવા આપે કે તેમના આગમનને આ દેશની ગરીબ પ્રજા મહાન આશીર્વાદરૂપ લેખે. સાંભળવા મુજબ તેમના કાર્યને મહ્દ કરવા માટે ફેલોશીપ એજ્યુકેશન સેાસાયટી ઉભી થઇ છે અને તેમનાં શિક્ષણ સાધનાનાં કોપીરાઇટ અથવા તે પેટન્ટ મેળવવાની તજવીજ પણુ થવાની છે. કોપીરાઇટ અથવા તે પેટન્ટો પાછળ કાંતા સાધના ની શાસ્ત્રીયતા પુરેપુરી જળવાય એ આશય હાઈ શકે અથવા તે। એ પ્રકારનાં સાધને બીજું કેઇ નિષ્પન્ન કરી ન શકે. અને એ રીતે એ સાધને સારી કમાણીના આવાહક અને એ આશય પણ હેઇ શકે. તે શિક્ષણ સાધનાનાં કોપી રાઇટ કે 'પેટન્ટા મેળવવાને લગતી યેાજના વિચારાઇ રહી હેાય તેા એ યેાજકો બાલશિક્ષણ જે સ્વતઃજ ખુબ ખરચાળ છે અને એ રીતે દેશની આજની પરિસ્થિતિને ખીલકુલ બંધબેસતુ નથી તેને વધારે ને વધારે ખરચાળ બનાવવા
મેડમ મોન્ટીસરીએ અમદાવાદ તેમજ મુબઇ ખાતે આપેલાં વ્યાખ્યાનામાં કોઇ પણ ઠેકાણે સદ્દગત ગિજુભાઈ કે જેણે મેડમ મોન્ટીસરીના નામને આજથી વીશ વર્ષ પહેલાં કચ્છ કાઠિયાવાડ તેમજ ગુજરાતના ધેર ઘેર પહોંચતું કર્યું હતું અને જેણે જીવનની છેલ્લી ઘડી સુધી મેાન્ટીસરી શિક્ષણ પધ્ધતિના પ્રચાર પાછળ પોતાની સર્વ શક્તિ ખરચી નાંખી હતી તેમનું નામ કે નાના સરખા ઉલ્લેખ જોવામાં ન આવે એ ભારે આશ્ચર્યજનક તેમજ દુ:ખદ લાગે છે. કૃતજ્ઞતા માંગી રહી હતી કે સદ્ગત ગિન્નુભાને મેડમ મેન્ટીસરી સ્થળે સ્થળે ખુબ ભાવ ભરી અંજલિ આપે કારણ કે આપણે બધા તે। ગિજુભાઇ દ્વારા જ મેડમ મેાન્ટીસરીને જાણુતા થયા છીએ. તેમણે આજે સબળાવેલી કેટલીએ વાતા ગિજીભાઈ પાસેથી આપણે અનેકવાર સાંભળી છે. શુ પશ્ચિમની સભ્યતા આપણાથી કઈ જુદા પ્રકારની હશે !
*
પરમાનદ
સંઘનુ
મુંબઇ, જૈન યુવક સાજનિક વાંચનાલય અને પુસ્તકાલય
છેલ્લા અંકમાં જણાવ્યા મુજબ સંધના વાંચનાલયને લગતાં સર્વ સાધના લગભગ તૈયાર થઇ ગયાં છે. અને એપ્રીલની પદરમી તારીખથી ઘણુંખરૂ તેને જાહેર ઉપયોગ માટે ખુલ્લું મુક શકાશે એવી અમારી ધારણા છે.
પુસ્તકાલયમાં આજ સુધીમાં જુદા જુદા સભ્યો સહાયકે. તેમ જ શુભેચ્છકો તરફથી નીચેની વિગતે અમને ૬૭૨) પુસ્તકા ભેટ મળી ચુકયાં છે.
૧૯૧
૨૯
૧૬
૫
દર
૧૯
૪
શ્રી મણીલાલ માકમચંદ
શ્રી નાનચંદ શામજી
શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રકાશ હા. શેઠે લલ્લુદ કરમચંદ
શ્રીમતી લીલાવતી દેવીદાસ
શ્રી અંબાલાલ એલ. પરીખ
શ્રી તારાચંદ એલ. કાહારી
શ્રી વાડીલાલ મેાતીલાલ શાહ
શ્રી ચંદુલાલ ટી. શાહ
શ્રી જેઠાલાલ રામજી
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ
પર
1ર1
'',
૪૦
૧પ૨ શ્રી અમીચંદ ખેમચંદ
૩
શ્રો જૈનાચાર્ય. આત્માનંદ જન્મ શતાબ્દિ હા. ચોકસી ર શ્રી મેહનલાલ દીપચંદ ચાકસી.
શ્રી રતીલાલ ભીખાભાઈ
૬૭૨.
વિશેષ પુસ્તકા મેળવવાની તેમજ ખરીદ કરવાની પ્રવૃત્તિ ચાલુ છે. જેણે પોતાનાં કિંમતી પુસ્તકો અમને આપ્યાં છે તેને. અમે ઉપકાર માનીએ છીએ અને આ પુસ્તકાલયમાં બને તેટલી પુરવણી કરવા સભ્યોને તેમજ શુભેચ્છકોને અમે આગ્રહપૂર્વક વિનતિ કરીએ છીએ.
અમીચંદ ખેમચ'દ શાહ. મંત્રી, વાંચનાલય-પુસ્તકાલય સમિતિ
__dk tag> g&@J &