________________
૧૧
તા. ૧પ-૩-૪
આપણુ મંદિરો
(ગતાંકથી ચાલુ)
માટે રાખવું જોઈએ ? કેટલાંએ એવાં હિન્દુ મંદિર જરૂર હોઈ શકે છે કે જેમાં ભકિતની ગંભીરતા, પવિત્ર અને શાંત વાતાવરણ હોય, પણ મૂર્તિ કે મૂર્તિપૂજા બિલકુલ ન હોય. એવાં પણું મંદિર હોઈ શકે કે જેમાં કેઈ એક મૂર્તિની સ્થાપના ન કરવામાં આવે, પણ તહેવાર પ્રમાણે ગમે તે ઈષ્ટ મૂર્તિ પૂજાસ્થાને સ્થાપી શકાય.
આવી પૂજાને જેને વિરોધ નથી એવા બધા લોકો આવાં મંદિરમાં પ્રવેશ કરી શકે. મંદિરમાં ધર્મ ચર્ચા, સમાજ ચર્ચા, ઇતિહાસનું અધ્યાપન, બધા ધર્મોનું અધ્યયન વગેરે હોય.
સમાજ અથવા ધર્મને કેન્દ્રસ્થાને સ્થાપી પિતાનું સમગ્ર જીવન સંગતિ કરવા ઇછીએ તે મંદિર દ્વારા આ કાર્ય સારી રીતે થઈ શકે છે. મંદિરની પાઠશાળા, મંદિરનું રૂગ્ણાલય, સાર્વજનિક સ્નાનાગાર, વાંચનાલય, પુસ્તકાલય, નાટયગૃહ, બેંક, પ્રદર્શન વગેરે અનેક સમાજહિતની પ્રવૃત્તિઓ મંદિર સાથે રાખી શકાય છે. આવા મંદિરની વ્યવસ્થા ધર્મનિષ્ટ, ચારિત્રવત્સલ લોકપ્રતિનિધિ દ્વારા જ થવી જોઈએ. પૂજારીનું કામ કોઈ એક જાતના હાથમાં ન હેય, અને મંદિરમાં આવેલું દાન બીજા કોઈ વિલાસના કામમાં વપરાવું ન જોઈએ. મંદિરનું સ્થાન સર્વોચ્ચ સદાચારનું પિપક હેય. મંદિરનું સંગીત ઉચ્ચ સંસ્કારી હોય, કે લાલ જેવું ન હોય. કોઈપણું મંદિર વ્યવસ્થાહીન ન હોય.
આવાં નવાં મંદિરોની ઘણી જરૂર છે. મંદિર-મદના ઝગડાઓને લીધે કંટાળી કેટલા લોકો મંદિર વિરૂદ્ધ થઈ ગયા છે, પણ તેઓ સમાજ હૃદયને ઓળખતા નથી. મંદિર સામાજિક, ધાર્મિક જીવનનું કેન્દ્ર છે. તેણે હિંદુધર્મની ઘણી સેવા કરી છે, અને નવા રૂપે ઘણી સેવા કરશે.
અસ્પૃશ્યો માટે નવા મંદિર બાંધવાની આજકાલ સૂચનાઓ કરવામાં આવે છે. આવા પ્રસંગે કંઈક વિશેષ વિચાર કરવાની જરૂર છે.
દેશમાં જૂનાં મંદિરે એટલાં બધાં છે કે તે બધાની વ્યવસ્થા કરવી હિંદુસમાજ માટે અશકય નહિ તે મુશ્કેલ જરૂર છે. વિધવાઓને પ્રશ્ન જેટલું જટિલ છે તેટલું જ મંદિરને પણ છે. અમે એવા અનેક અનાથ મંદિરે જોયાં છે જે કહેવાય છે તે વિશ્વનાથનાં મંદિરો પણ જેમાં વર્ષો થયાં કોઈએ સાવરણી સરખી યે ફેરવી નથી. માટીની મૂર્તિઓ માટે જે નિયમ છે તેજ નિયમ મંદિર માટે હોવો જોઈએ. જે માટીની મૂર્તિની પૂજા નથી થતી અથવા જે ખંડિત થયેલી છે તેનું દર્શન અશુભ છે, તેને કોઈ તીર્થ અથવા જળાશયમાં પધરાવવી જોઈએ. કેટલાંક એતિહાસિક મંદિરને ઇતિહાસ રક્ષણની દષ્ટિએ ખંડિત જ અવસ્થામાં રાખવા હોય તે તે વાત જુદી છે. પણ સામાન્ય રીતે દરેક મંદિર સારા અખંડ રૂપમાંજ ઉપયોગમાં આવે અથવા વિધિ પ્રમાણે તેનું વિસર્જન થવું જોઈએ. જે આપણે આ પ્રમાણે જૂનાં મદિરની વ્યવસ્થા કરવા માંગતા નથી, તો પછી નવાં મંદિરો બાંધવાનો આપણને અધિકારજ નથી. જેટલાં મંદિર છે તેમનું રક્ષણ અને સેવા કરવાની આપણામાં શકિત હોય અથવા જેટલી શકિન અને ઉોગિતા જણાય તેટલાં જ મંદિર રાખવામાં આવે.
આપણે જોઈએ છીએ કે સમાજને નવાં નવાં મંદિરોની જરૂર છે. કર્મકાંડી સાધકનાં મંદિરમાં પરિવર્તન કરી ભકિતભાગ ઉપાસકોએ અને સાધુ-સંતોએ જેમ નવાં મંદિરો બનાવ્યા તેમ જ સમાજ હિંૌથી સેવને હાથે નવાં મંદિરો રચાવા વાજબી છે. સમાજની જરૂરિયાતમાં જેવું પરિવર્તન થાય છે તેવું જ પરિવર્તન મંદિરની રચના અને વ્યવસ્થામાં પણ થવું જોઈએ.
૧. સૌથી પહેલાં આ વાત થવી જોઈએ કે પૂજાસ્થાન અને પૂજા-મૂર્તિ ગુઢ વદ અંધારામાં હોય છે તેને બદલે મૂર્તિ માટે “વિકૃë બનાવવું જોઈએ. હજારો અને લાખો લોકે એક સાથે દર્શન કરી શકે એવે સ્થળે મૂર્તિ હોવી જોઈએ. - ૨. મૂર્તિને મૂળ ઉપયોગ દર્શન છે. મૂર્તિને સાફ કરવી. શણગારવી એ તે કોઈ પૂજારીનું કામ છે. દરેક ભકતે ઉભા થઈ મૂર્તિને નવરાવવું. ખવડાવવું વગેરે પ્રકારે સાર્વજનિક મંદિર માટે અનિષ્ટ છે. નિત્ય તૃપ્ત પરમાત્માને ભેગ ધરવાની કંઈ જરૂર નથી. નૈવૈધ ધરાવવાથી ધ્યાનમાં કઈ સગવડ થતી નથી. બેશક પત્ર-પુષ્પ, હોમ, ધૂપ-દીપ હોય, સંગીત હય, કળા વિધાન હોય. આ બધું જ્યારે સાત્વિક રૂપે હોય છે ત્યારે પ્રસન્નતા વધારે છે અને ધ્યાન-દર્શનમાં મદદગાર થાય છે. ભોગ અને નૈવેધને લીધે સ્પર્શાસ્પર્શને ઝગડે બહુજ વધી પડે છે. જે બેગ ધરાવલેજ હોય તે લીલો અને સૂકા મેવા અને ગાયનું દૂધ-આટલું જ પસંદ કરવું જોઈએ. મૂર્તિની સેવા છે તે નિરર્થક-તેને મૂળ હેતુ ધ્યાન માટે જ છે. જો આપણે આટલું સમજી જઈએ અને બાળકની જેમ રમત કરવાનું છોડી દઈએ તે મંદિરના બધા ઝગડાઓને નિકાલ આવી જશે.
જે મૂર્તિપૂજા હિન્દુ ધર્મનું આવશ્યક અંગ નથી, તે પછી મંદિરમાં મૂર્તિ પધરાવવી જ જોઈએ એવો આગ્રહ શા
દુઃખ સાથે કહેવું પડે છે કે દક્ષિણ હિન્દનાં કેટલાંક મંદિર, અને તેના નમૂના પ્રમાણે બંધાયેલાં વૃન્દાવનનાં બે ભવ્ય મંદિર બાદ કરીએ તો આપણાં બાકીના મંદિરો ઘણાં જ નાના હોય છે. અને જ્યાં કોઈ એક મંદિરે જરા સરખી પણ લોકપ્રિયતા પ્રાપ્ત કરી કે ત્યાં તરત જ તેની આજુબાજુ પંડાઓનાં ઘર અને બજારની દુકાને આવી વસે છે. ટ્રેનમાં હોઈએ, હેડમાં હોઈએ, ભીડ કરીને બેસવું, ભીડ કરીને વસવું એ આપણે જાતિ સ્વભાવ થઈ પડે છે. નિઃશસ્ત્ર અને અહિંસક હોવાને કારણે આત્મરક્ષણના ખ્યાલથી આપણે ભીડ પસંદ કરી હોય, અથવા શહેરની ભાખે જે આપણા લોકોને સ્વભાવ હોવાને લીધે આપણે ભીડ પસંદ કરી હોય, અથવા કોઈ બીજા કારણે આપણે આ રીત અખ્તયાર કરી હોય, પણ આ વાત તો સાચી જ, આપણે હમેશાં ભીડમાં જ રહીએ છીએ. વ્યકિતના વિકાસ માટે માટે આ ભીડ સારી નથી. એક કામ કરવું હોય તે દશ માણસને પૂછવું, અને આટલું પૂછયા કરવામાં આવે છતાં પણ દૃઢ નિશ્ચય પૂર્વક કટિબધ્ધ ન થવું, એ કાંઈ સારો સ્વભાવ નથી. અને આટલું પૂછવા છતાં પણ આપણે પૂછવાની પ્રથા અથવા રીત બરાબર નકકી તે નથી જ કરી; આનું કારણ પણ આ ભીડ છે. મોટા મોટા મેળાઓમાં જે વ્યવસ્થા હોય છે તે તે સેંકડો વર્ષોના રિવાજમાંથી ઉત્પન્ન થયેલી સ્વયંભૂ વ્યવસ્થા છે. અહિંસક, સહિષ્ણુ અને મળતાવડા સ્વભાવને લીધે આપણે લોકો આટલી અવ્યવસ્થા પચાવી શકીએ છીએ. આ જ કારણે આપણું મંદિરમાં દાન, ભકિત, ધર્મશ્રવણ અને અખંડ જાગરણું હોવા છતાં તેને સાચે ઉપગ આપણે કરી શક્યા નથી. મંદિરમાં ભીડ બહુ હોય છે. પણ તે