________________
શું
તા. ૧૫-૩ y
પ્રબુદ્ધ જૈન
આજથી વીશ પચ્ચીશ વર્ષ પહેલાંના ઝીણા અને આજના ઝીણા ખરેખર એક જ છે ? કેવા અજબ કાયાપલટ ?
સદૂગત શ્રી. વિનાયક નદશ'કર મહેતા
આ જાન્યુઆરી માસની સતાવીસમી તારીખે ગુજરાતની એક ગૌરવભૂતિ શ્રી. વિનાયક મહેતાનું પંચાવન.વર્ષની ઉમ્મરે અલ્હાબાદ ખાતે અકાળ અવસાન થયું. શ્રી. વિનાયકભાઇના જીવનના ઘણા ખરા ભાગ સંયુકત પ્રાન્તની સરકારી નોકરીમાં વ્યતીત થયેલા હોવાથી તેમના મેટાભાઈ શ્રી. મનુભાઇ જેટલા શ્રી. વિનાયકભાઇ ગુજરાતને પરિચિત નહાતા; પણ તેમની જીવનકારકીદી કાંઇ ઓછી ઉજ્જવલ નહેાતી. તે સૌથી પહેલાં હિંદુ સીવીલીયન આઇ. સી.એસ.ની પરીક્ષા પસાર કરીને આવેલા ત્યારે મુંબની ગુજરાતી પ્રજાએ તેમનુ ભારે સન્માન કરેલું. તેઓ યુ. પી. સરકારના સૌથી પહેલા ડીરેકટર એફ ઇન્ડસ્ટ્રીઝ હતા. કાશ્મીરના અર્થ સચિવ તરીકે તેમણે ત્રણુ વ કામ કરેલું, બીકાનેરની મુખ્ય દીવાનગીરી પણ તેમણે થોડા સમય ભાગવેલી. યુ. પી. સરકારના ઉત્તરોત્તર અનેક મહત્વના અધિકારો તેમને પ્રાપ્ત થયેલા. અવસાન સમયે તે યુ. પી. ના રેવન્યુ એડના સેક્રેટરી હતા. રાજકારણ ઉપરાંત સાહિત્ય, ઇતિહાસ, તત્વજ્ઞાન વગેરે અનેક વિષયામાં તેમને ખુબ રસ હતા. ગ્રામેાહારની પ્રવૃતિને તેમણે ખુબ વેગ આપ્યા હતા. સંસ્કૃત સાહિત્યના તે પ્રખર અભ્યાસી હતા. તેમનુ સૌજન્ય અને પ્રેમવાત્સલ્ય અનુપમ હતાં. ગુજરાતી સીવીલીયાને તેએ એક પિતા સમાન હતા. તેમના ઉર્ધ્વગમનથી ગુજરાતે એક પનોતા પુત્ર ગુમાવ્યો છે. તેમના પવિત્ર આત્માને આપણે પરમ શાન્તિ પ્રાર્થીએ.
સ્વ. ગિજીભાઇ સ્મારક,
બાલશિક્ષણના આઘદ્રષ્ટા કેળવણીકાર સ્વ. ગિન્નુભાઈને આજે કાણુ નથી. એળખતુ ? તેમનું સ્મરણ કાયમ રહે . અને તેમનું જીવનકાર્ય ચાલુ રહે તે માટે એક વગદાર સમિતિ નિમવામાં આવી છે અને તે સમિતિએ એક વિજ્ઞાપન બહાર પાડયું છે જે અનેક દૈનિક સાપ્તાહિક પત્રામાં પ્રગટ થઇ ચુકેલ છે. આ સમિતિએે ગિન્નુભાઇએ ‘ચેલું નુતન બાલશિક્ષણુ સમગ્ર દેશવ્યાપી કરી શકાય તેવુ સર્વાંગ સુન્દર ખાલશિક્ષણનું મધ્યસ્થ કેન્દ્ર સ્થાપવા માટે ગુજરાત અને બૃહત્ ગુજરાત પાસે એક લાખ રૂપીઆની માંગણી કરી છે. ગિજીભાઇની સેવા અમે બાલશિક્ષણનું મહત્વ વિચારતાં આ માંગણી જરા પણ મટી ન ગણાય. ભાલશિક્ષણમાં રસ ધરાવનાર સજ્જન સન્નારી ફાળામાં બનતી કમ ભરીને ગિન્નુભાઇની અજોડ સેવાની જરૂર કદર કરશે એવી આશા રાખવામાં આવે છે. ભાષાશાસ્રી પ, એચરદાસનાં વ્યાખ્યાને
આ
મુંબઇ યુનીવર્સીટીની શ્રી. ર્ વસનજી માધવજી વ્યા મ્યાનમાળાના આશ્રય નીચે અમદાવાદ જૈન સંઘથી એક વખત બહિષ્કૃત થયેલા-પ્રાકૃત-ભાગધી ભાષાના અજોડ અભ્યાસી પંડિત બેચરદાસે ‘ગુજરાતી ભાષાની ઉત્ક્રાન્તિ' એ વિષય ઉપર થોડા સમય પહેલાં પાંચ વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાનો આપ્યા હતાં. આ સંબંધમાં તા. ૧૮-૨-૪૦ ના અંકમાં જૈન પત્ર જણાવે છે કે
ગે
“ શ્રીયુત બેચરદાસજીએ પ્રાચીન ભાષાનાં ઘડતર અને વિકાસ વિષે ખૂબ અધ્યયન કર્યું છે. બારમા સૈકાથી ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ શરૂ થઈ ત્યારથી માંડી અઢારમા સૈકા સુધી ક્રમવિકાસ એમણે આ પાંચ વ્યાખ્યામાં ખૂબ જ પુરાવા અને અવતરણા સાથે રજુ કર્યો છે. પ્રસંગાપાત એમણે “વ્યાપક પ્રાકૃત ” અને લૌકિક સંસ્કૃતના ભેદ પણ ખેાલી બતાવ્યા છે. સામાન્ય જનને આ વિષયેા નીરસ લાગે, પરંતુ સાહિત્યના કોઇ પણ અભ્યાસીને એ મનેરજક તેમજ મેધક નીવડયા વિના ન રહે. શ્રીયુત કૃષ્ણલાલ મા, ઝવેરા અને શ્રી. મુનશી જેવા ગુજરાતના અગ્રગણ્ય સાક્ષા એ વ્યાખ્યાનોમાં આટલા રસ લે ત્યારે પતિના આવા વિશાળ વાચન અને અધ્યયન માટે કોઇ પણ જૈનને અભિમાન સ્ફુરે એ સ્વાભાવિક છે.
અભિમાન લેવા જેવી બીજી વાત એ છે કે ગુજરાતી ભાષાના વિકાસમાં જૈન સાધુ મુનિએ મજા બધાં કરતાં ઘણો મોટા હિસ્સો છે. એ સઘળું સ્પષ્ટ કરવા જૈન અભ્યાસી જ જોઈએ. પંડિત બેચરદારસજી કહે છે કે સાહિત્યક ગુજરાતીના આદિ વાલ્મીકિ આચાર્ય હેમચંદ્ર જ ગણાવા જોઇએ. અપભ્રંશ જો કે ગુજરાતીની માતા છે પરંતુ વૃદ્ધિ યુગના પ્રાકૃતની પણ અસરો એણે ઝીલી છે. શ્રી હેમચંદ્રાચાર્યના સમયની ગુજરાતીને પંડિતજી “ ઉગતી ગુજરાતી " તરિકે ઓળખાવે છે.
બારમા-તેરમા સૈકા દરમીયાન શ્રી અભયસૂરિજી, વાદીદે વસૂરિજી, આચાર્ય હેમચંદ્રજી, શતાર્થી સામપ્રભ, ધર્મસૂરિ અને વિજયસેનસૂરિની કૃતિઓએ મુખ્ય નામના મેળવી હતી. ચૌદમા અને પંદરમા સૈકામાં પણ શ્રી વિનયચંદ્ર, જિનપદ્મર, તરૂણપ્રભુ, સામસુંદર, માણિકયસુંદર અને હેમહંસની કૃતિઓને અગ્રસ્થાન મળ્યું હતું.
એકદરે ગુજરાતી ભાષાના ઇતિહાસને અંગે આજ સુધીમાં જે કંઈ છુટુવાયુ બહાર આવ્યું છે તેમાં પંડિત ખેચરદાસ દોશીનાં આ વ્યાખ્યાનાથી એક જુદી જ ભાત પડશે. પંડિતજીએ આ વ્યાખ્યાને તૈયાર કરવા માટે જે પરિશ્રમ લીધો છે તેનુ મૂલ્ય થઇ શકે નહિ. ભવિષ્યમાં એમની તરફથી આવાં વધુ વ્યાખ્યાનો ગુજરાતી જનતાને સાંપડે એમ છીએ. ”
પંડિત બેચરદાસને ગુજરાતી સાહિત્યની આવી અપૂર્વ સેવા કરવા બદલ જૈન સમાજનાં હાર્દિક અબિનન્દન અને ધન્ય વાદ ઘટે છે.
કાઠિયાવાડના એ રાજકારણી પુરૂષાનું અવસાન.
કાયિાવાડની ધરતી ઉપર પોતપોતાના સમયમાં જેની હાક વાગતી હતી એવા એ રાજકારણી પુક્ષોનું છેલ્લા બે માસ દરમિયાન અવસાન થયું. એક શેખ મહમદભા; ભીન્ન દાર વીરાવાળા, શેખ મહમદભાઇ એક વખત જુનાગઢના સર્વ સત્તાધીશ દીવાન હતા. ખરી નવાÚ તેમને ઘેર હતી. ક્લિના પાપી નહિ છતાં વિષય વિલાસથી ઘેરાયલું અને દીવાનગીરીના આખુંરના ભાગમાં કામીવાદથી રંગાયેલું તેમનું જીવન હતું. તેમણે વનમાં જેવી ચડતી જોઇ તેવી જ પડતી દશામાંથી પસાર થતા વનને તેમણે ઝેરના પ્યાલાથી ચાલીશ વર્ષની સુકુમાર ઉમ્મરે અન્ત આણ્યો. આ રંગભેરગી વનપર્ટનું ફુલછાબના તંત્રી નીચેના શબ્દોમાં અહુ સુન્દર સિંહાવલોકન કરે છે. :—