________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૩-૪ "
ફરી વખત નિમત્રે અને રાષ્ટ્રના ચિરનિર્મિત ધ્યેયને હાંસલ કરવા તન મન અને ધનના અનર્ગળ ભેગની પ્રજા પાસે માંગણી કરે એ સંભવ લાગે છે, રામગઢની મહાસભા શું કરે છે એ સૌ કઈ ભારે કુતુહળ પૂર્વક જોઈ રહેલ છે." विवेकभ्रष्टानां भवति विनिपातः शतमुख :।
ધ્યાનમાં લે કે આજે કેળવણી પામતી બહેનોની સંખ્યા ખુબ જ વધંતી જાય છે. આજે જેટલી સંખ્યા આ સંસ્થામાં ભણે છે તેથી આવતા દશ વર્ષમાં બમણી અથવા તેથી વધારે કન્યાઓ ભણતી હોવાની જ છે. વિદ્યામંદિર અન્ન ક્ષેત્ર જેવું હોવું જોઈએ. સગવડના અભાવે આવતી કાલે વિશેષ વિધાર્થીઓને લેવાની ના પાડવી પડે એવું કે શિક્ષણસંસ્થાનું મિયાન તેના સંચાલકોને માટે શાભાસ્પદ નહિ ગણાય. મકાન કયાં બાંધવું તેને લગતી અજિની અનિશ્રિત સ્થિતિમાં આટલી સુચનાઓ અસ્થાને નહિ ગણાય એવી આશા છે. મંગળમૃતિ મંગળાબહેનનું પરાગમન
શ્રીમતી મંગળા બહેનનું ઑતાલીશ વર્ષની અકાળ ઉમ્મરે ચાલુ માસની અગીયારમી તારીખે અવસાન થયું. જે પ્રકારની માંદગી અને જીવનવ્યથા છેલ્લાં બે વર્ષથી તેઓ ભોગવી રહ્યા હતા તે વિચારતાં તેમના માટે અવસાન સિવાય દુઃખ નિવૃત્તિને બીજે કશે ઉપાય નહતા. તેમના જવાથી જેન સ્ત્રી સમાજને એક ઉત્તમ કાર્યકર્તાની ખોટ પડી છે. શરીર અત્યંત સુકુમાર હોવા છતાં સમાજસેવાની તેમનામાં ઉત્કૃષ્ટ ભાવના ભરેલી હતી. ચાર દિવસના ચાંદરણા જેવું તેમનું સૌભાગ્ય કંઈ કાળ પહેલાં લુપ્ત થયું હતું. વૈધવ્યને તેમણે પવિત્ર અને સેવાપરાયણ જીવનથી ખુબ શોભાવ્યું હતું. તેમણે જીવન જીવી જાણ્યું હતું અને આવતા મૃત્યુને પુરી પ્રસન્નતાથી વધાવ્યું હતું. તેમની સાદાઈ, સરળતા અને સ્નેહવત્સલતાને લીધે તેઓ અન્ય અનેક શ્રીમાન બહેનોથી જુદા તરી આવતા હતા. જ્યારે મળે ત્યારે તેઓ પ્રસન્ન જ હેય. પ્રેમથી કામ દેવું અને પ્રેમથી કામ લેવું. એ તેમની ખાસીયત હતી. તેમનું આખું જીવન કેવળ કલ્યાણ ભાવ- નાથી અંકિત હતું તેમને પવિત્ર આત્મા ક્યાં હશે ત્યાં શાંતિ જ અનુભવવાને છે અને જગકલ્યાણને પોષવાનો છે. તેમના આદર્શ
તમાંથી અનેક બહેને પ્રેરણા પામે અને તેમના સેવાકાર્યને આગળ વધારે એવી આપણે આશા રાખીએ. રાષ્ટ્ર આઝાદીચુદ્ધના પંથે
આપણા દેશનું રાજકીય વાતાવરણ્ય દિનપ્રતિદિન ગરમ બનતું જણાય છે. જાન્યુઆરીની છવ્વીસમી તારીખે આખા દેશે સ્વાતંત્ર્ય દિન ઉજવ્યું. આ દિવસે રજુ થયેલાં લોકલાગણીનાં ભવ્ય પ્રદર્શને ખરેખર પ્રેત્સાહક અને પ્રેરણાદાયી હતાં. ત્યાર પછી મહાત્મા ગાંધીજી વાઈસરોયને મળ્યા પણ કશું પરિણામ ન આવ્યું. રાષ્ટ્રીય મહાસભા અંગ્રેજ સરકારને હિંદ વિષેનું ધ્યેય સ્પષ્ટ કરવા અને વિગ્રહ પુરો થવા સાથે હિંદમાં સંપૂર્ણ જવાબદાર રાજતંત્ર સ્થાપવાનું વચન આપવા માટે વારંવાર કહી રહી છે સરકાર આ માંગણીને ગોળ ગોળ જવાબ આપે છે અને કોમી એકેયની વાત આગળ ધર્યા કરે છે. આ કેમી અનેજ્ય સરકારની રાજનીતિને કેટલું આભારી છે એ વાત સૌ કઈ જાણે છે. રાષ્ટ્રીય મહાસભાની કારોબારી સમિતિએ તુરતમાં જ ભરાનાર રામગઢ મહાસભા સમક્ષ રજુ કરવાનો ઠરાવ પ્રગટ કર્યો છે. આ હરાવ સરકાર પાસે સંપૂર્ણ સ્વાતંત્ર્યની માંગણી કરે છે અને સરકાર આ માંગણી મંજુર ન કરે તો સવિનય સત્યાગ્રહની લડત ઉપાડવાનું સમસ્ત રાષ્ટ્રને આહાન કરે છે. જેવી રીતે આજથી દશ વર્ષ પહેલાં લાહોરમાં ભરાયલી મહાસભાએ આઝાદી યુદ્ધનું દ્વાર ખુલ્લું કર્યું હતું. તેવી જ રીતે. રામગઢમાં ભરાનારી રાષ્ટ્રીય મહાસભા આઝાદી યુદ્ધને
પરમ પાવની ભાગીરથી સ્વર્ગથી ઉતરી આવતાં શંકરની જેટામાં અટવાઈ ગઈ અને તેમાંથી છુટતાં અનેક પર્વતે જંગલો અને ગામડાંઓ વટાવતી વટાવતી અને અનેક શહેરો અને . ગામડાંઓની ગંદકી ધરતી સંઘરતી આખરે ખારા ' સાંગરમાં મળી ગઈ અને ખારી ખારી બની ગઈ. આ પુરોણસ્થા ઉપથી ઉપય ઉતારીને કવિ ભર્તુહરી કહે છે કે જે કઈ માણસે એકવાર વિવેકભ્રષ્ટ બને છે. તેનું પતન પારવિનાનું થાય છે. આ ઉપનય મુસ્લીમ લીગના પ્રમુખ મહમદ અલી ઝીણાને સંપૂર્ણાશે લાગુ પડે છે. એક વખતને પ્રખર રાષ્ટ્રવાદી ઝીણા આજે એક કેમને આગેવાન થઈ બેઠા છે અને જ્યાં ત્યાં કમીવાદને હુતાસ સળગાવી રહ્યો છે. રાષ્ટ્રીય મહાસભાને એક વખત અગ્રગણ્ય નેતા આજે રાષ્ટ્રીય મહાસભાના ? અને એ રીતે સમસ્ત રાષ્ટ્રના પરમ શત્રુનું કાર્ય કરી રહેલ છે. આમ બનવાનું કારણ શું ? ગાંધીજીના નેતૃત્વ નીચે રાષ્ટ્રીય મહાસભા પરિણામ શૂન્ય બંધારણ વાદમાંથી મુકત બની સીદ્ધી લડતના માર્ગે ચાલી અને ઝીણા જેવા અનેક વિનીતા રાષ્ટ્રીય મહાસભાને પરિત્યાગ કર્યો. સૌથી પ્રથમ રહેવાની અને હવાની એષણાવાળા ઝીણાનો મહત્વાકાંક્ષી આમાં ઘવાયે. રાષ્ટ્રીય મહાસભાને છેડીને મુસ્લીમ લીગમાં પ્રથમ સ્થાન મેળવીને તેને આત્મા સતૈષા. પણ આ સ્થાનાનર સાથે રાષ્ટ્રહિતને સદા પ્રાધાન્ય આપતા ઝીણાએ કેમોહિત અને કેમ ઉત્કર્ષને જ એકાન્ત પ્રાધાન્ય આપવા માંડયું અને તે સાથે વિવેક અને પ્રમાણુ બુદ્ધિ લુપ્ત થવા લાગ્યાં. આપણામાં કહેવત છે કે “વટલી બ્રાહ્મણી તરફડીમાંથી જાય” એને કોમી અર્થ ન વિચારતાં તાવિક અર્થ વિચારીએ તે આવી જ દશા મહમદઅલી ઝીણાની થઈ. ગઈ. આજે તે જે કાંઈ બેલે છે તેમજ લખે છે તેમાં અને આપણા સ્વાતંત્ર્યના પ્રખર વિરોધી કોઈ અગ્રેજમાં કશે જ ફેર દેખાતું નથી. ફેર હોય તે એટલે જ કે આપણે વિરોધી અંગ્રેજ આપણી વિરૂદ્ધ એલી લખીને આપણા જુદા જુદા વર્ગોને ખરી રીતે સમીપ લાવે છે અને એક બનાવે છે. જ્યારે ઝીણા હિંદુ અને મુસલમાન વચ્ચે કમી અન્તર અને છેરવેર વધારે છે અને એકને અન્યથી દૂર લઈ જાય છે. કેમ કે મદિરાથી મર્દોન્મત્ત ઝીણાને આજ સુધી સ્વીકારાયેલી અનેક બાબતે હવે સંમત નથી. સરકારની આપખુદ રાજનીતિ સામે આપણે અને ઝીણું લેકશાસન પધ્ધતિ આજ સુધી માંગતા આવ્યા છીએ; આજે શ્રી. ઝીણા એમ કહે છે કે લોકશાસન પધ્ધતિ હિંદુસ્તાનને બીલકુલ પ્રતિકુળ છે. આપણે કહીએ છીએ કે હિંદુસ્તાન એક દેશ છે તે ઝીણું કહે છે કે હિંદુસ્તાન અનેક દેશોનો એક ખંડ છે. આપણે કહીએ છીએ કે હિંદી પ્રજા એક અને અવિભાજ્ય છે તે ઝીણા કહે છે કે હિંદી પ્રજા હિંદુ અને મુસલમાન બે મેટી અને બીજી અનેક. પ્રજાઓને સમુહ છે. રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રભાષા આ બધાની શ્રો. ઝીણાને આજે કોઈ અજબ સુગ છે. ખાદી અને ગ્રામોદ્યોગની વાતોમાં . ઝીણાને ગાંધીજીની કેવળ બેવકુફી અને મુખ લાગે છે. આ બધું જોઈને આપણને એમ જ પ્રશ્ન થાય છે કે