SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ $ તા. ૧૫-૩-૪ સામયિક સ્ફુરણ બુદ્ધ જૈન ઉંદર ઉપર ગણપતિ પુરાણ કથાઓમાં દેવા અને તેમનાં વાહનો પરસ્પર પ્રમાણને ધ્યાનમાં રાખીને પાયલાં જોવામાં આવે છે. દાખલા તરીકે વિષ્ણુ અને ગરૂડ, શકર અને વૃષભ પાર્વતી, અને સિંહ, કાર્તિક અને મયૂર ગંગા અને ભગર વગેરે. આની અંદર વાહન વિશાલકાય અને ભવ્ય અને તે ઉપર પ્રતિષ્ઠિત દેવ તનુકાય અને સુંદર, આ કલ્પનામેળમાં ઉંદર અને ગણપતિ અપવાદ રૂપ લાગે છે. કાં નાના સરખા ઉંદર અને કયાં ગજકાય ગણુાંને ? આ બન્નેનો મેળ વિચિત્ર કઢગે। અને તેથી ખરેખર હાસ્યાસ્પદ લાગે છે, થાય. પચીસ પચાસ હજારના સાધારણ રીતે કાઇ પણ સમાજ હિતકારી સંસ્થાનું મકાન જ્યારે બંધાવવામાં આવે છે ત્યારે કાઇ સારા પવિત્ર માણસને હાથે તે સંસ્થાનું ઉદ્ઘાટન કરાવવામાં આવે છે. ઉદ્ઘાટન કરનાર સારા અને પવિત્ર માણસ એટલા માટે પસંદ કરવામાં આવે છે કે તેના આશીર્વાદથી જે ઉદ્દેશપૂર્વક ભકાન આપવામાં આવ્યું હોય છે તે ઉદ્દેશ પાર પડે એવી આપણી સામાન્ય માન્યતા હાય છે. ઉદ્ઘાટન વિધિ એટલા માટે કરવામાં આવે છે કે તે નિમિ-તે સંસ્થાની જનતામાં ઠીક ઠીક જાહેરાત થાય એટલુંજ નહિ પણ સંસ્થાના કુંડમાં એક નિભિ-તે અભિવૃધ્ધિ મકાન પાછળ બસો કે પાંચસા રૂપી આવા ઉદ્ઘાટન કાર્ય પાછળ ખરચાય તેના ઔચિત્ય વિષે કાઇ એમત ધરાવતુ નથી. પણ આજ કાલ કોઇ કોઇ ઠેકાણે જુદા જ પ્રકારનો વ્યવહાર શરૂ થયા લાગે છૅ, ચેડા વખત પહેલાં રાંધણપુર નિવાસી શેઠ રતિલાલ વાડીલાલે રાંધણુપુર ખાતે એક આરોગ્ય ભુવન બંધાવ્યું. એ આરોગ્ય જીવનમાં રૂા. ૧૮૦૦૦) લગભગ ખરચાયા છે. એવી અટકળ બાંધવામાં આવે છે. આ ઉદ્ઘાટન રાંધણુપુરના નવાબ સાહેબને હાથે કરાવવામાં આવ્યું. આ નવાબ સાહેબ બીજા નવા કે રાજા મહારાજાએથી જરા જુદી ભાતના છે એમ માનવાને કશું એ કારણ નથી. આ આરોગ્ય ભુવનનો ઉદ્ઘાટન સમારંભ બહુ જ મેટા પાયા ઉપર કરવામાં આવેલા અને તે પ્રસંગે શે રતિલાલભાઇ, મુંબઇના મોટા જાણીતા શેર દલાલ હાઇને મુંબઇથી મોટા મૅટા શ્રીમાનને નેતરવામાં આવેલા. આ આખા સમારંભમાં વીશ પચ્ચીશ હુન્નર વપરાયા એવી લાકવાતા ચાલે છે. લોકવાતા સાધારણ રીતે અતિશયતાનું અવલબન લે છે . એમ સમજીને આપણે એમ માનીએ કે એ સમારંભ પાછળ વીશ પચ્ચીશ નહિ પણ પંદરેક હજાર તા ખર્ચાયા જ હશે. આમ હોય તો પણ આમાં અને ઉ૬-ગણપતિના પ્રમાણભગમાં જરા પણુ ક્રક દેખાતા નથી. ફરક હોય તો એટલા જ કે ઉત્તર ઉપર મેસનાર . ગણપતિ કેવળ કાલ્પનિક છે જ્યારે આરેાગ્યભુવન જેવા એક સાધારણ મકાન પાછળ થયેલા આવા ગંજાવર ઉદ્ઘાટન ખર્ચ સત્ય હકીકત છે. જેટલી રકમમાંથી મેટી સંસ્થા ઉઘાડી શકાય તે કેવળ ચાર દિવસના ચાંદરણા જેવી મેમાનગતી અને ધાંધલ ધમાલમાં ખરચી નાંખવાનો અર્થ શું? આની પાછળ આપ બડાઈ અને પાતાની વાહવાહ ખેલાવવાની વૃત્તિ સિવાય બીજું શું હાઇ શકે ? દ્રવ્ય એળે જાય અને સમનુ જનતા આપણા ઉપહાસ કરે એ સિવાય આનું બીજું શું પરિણામ હેઈ શકે ? ‘વરધોડે વાણીયા’ ७ એવી ઝુલણજી વાણીયા વિષે પ્રર્યાલત કહેવત છે. દુનિયા સુધરે અને આગળ વધે પણ આપણે શું હતા ત્યાંને ત્યાં જ રહેવાના શકુન્તલા જૈન કન્યાશાળા વળી પાછા ત્યાંના ત્યાં શેઢ કાન્તિલાલ ધરલાલની ઉદાર સખાવત અને તેમણે એકડી કરેલી આર્થિક સહાયાના પરિણામે માંગરોળ જૈન કન્યાશાળા શ્રી. શકુન્તલા જૈન કન્યાશાળામાં પરિણમી છે અને ચેડા સમયમાં સુસંપન્ન ગર્લ્સ હાઇસ્કુલમાં રૂપાન્તર પામશે એવી આશા રાખવામાં આવે છે. આ કન્યાશાળા માટે તાત્કાલિક પ્રશ્ન પોતાનું મકાન બંધાવી લેવાના છે. સરખી જગ્યા અને નકાનના અભાવે હાલ તે ભાડાના મકાનમાં પોતાનુ કાર્ય ચલાવે છે. આ મકાન કયાં બાંધવુ તે પ્રશ્ન હજુ અનિર્ણિત સ્થિતિમાં છે. આ પ્રશ્ન સંબંધે કન્યાશાળાનુ મકાન જૈન જ્યાં વિશેષ પ્રમાણમાં વસતા હોય તેવા ધીચ લતામાં બાંધવું કે જરા દૂર ગણાય એવી ખુલ્લી હવાવાળી છુટી જગ્યામાં બાંધવું એ મે વિકલ્પે ચર્ચાઇ રહ્યા છે. થોડા સમય પહેલાં મકાન માટે ખુલ્લી જગ્યા પસંદ કરવામાં આવશે એમ ધારવામાં આવતું હતું. આજે પાછું મુખ્ય જવાબદાર અધિકારીઓનું ધ્યાન ધીચ લતા તરફ આકર્ષાતું સાંભળવામાં આવ્યું છે. મુબાદેવી પાયધુની જેવા ધીચ લતામાં બંધાયેલી પન્નાલાલ હાઇસ્કુલનો અનુભવ આ પ્રશ્નના નિણૅય કરવા પહેલાં જાણી વિચારી લેવા ઘટે છે. આ હાઇસ્કુલને ક્રિડાંગણ જેવુ કશુ છેજ નહિ. આજે આ હાઇસ્કુલમાં પાંચસોથી સે। વિધાર્થી એ બણે છે. તેના સચાલકા આ હાઇસ્કુલના ગમે તેટલે વિકાસ કરવા ઇચ્છે છતાં આજની સંખ્યાથી વધારે સંખ્યાનો સમાવેશ આ મકાનમાં થઈ શકે તેમ નથી તેમ જ કાઈપણ બાજુએ વિશેષ બાંધકામ પણ શકય નથી. શાળાને જરૂરી શાન્ત વાતાવરણુ અહિં લભ્ય જ નથી. આજે ધીચ લતામાં આવેલી નીશાળા પણ પોતાનાં મકાને બદલે છે અને છુટી જગ્યામાં જાય છે. ગેવાલીયા ટેંક ઉપર આવેલા મહાવીર જૈન વિધાલય સંબંધે પણ શ્રી. મણિલાલ બાલાભાઈ નાણાવટીએ કહેલું કે મારૂં ચાલતુ હાય તે આ આખું વિદ્યાલય વધારે ખુલ્લી જગ્યા ઉપર લઇ જાઉં, ઘેાડા વખત ઉપર વીલેપારલેની હાઇસ્કુલનું નવું મકાન કર્યાં બાંધવુ એ પ્રશ્ન ઉપર આવી જ તકરાર પડેલી. મધ્યવર્તી ધીચ જગ્યા પસંદ કરવી કે જરા દુર પણ વિશાળ જગ્યા પસંદ કરવી. ભાવનગર સામળદાસ કોલેજ "ફેરવવાનો સવાલ ઉભો થયો ત્યારે પણ શહેરીએ . કોલેજને દૂર લઈ જવા સામે ખુબ અણગમો દર્શાવેલા. આજે આ બન્ને સ્થળના લોકોને દૂર પણ વિશાળ અને ખુલ્લી જગ્યાના લાલપુરેપુરા સમજાયા છે. શકુન્તલા કન્યાશાળાના કાર્યવાહકો આ અનુભવ ઉપરથી ધડો લે અને ધીચ લતામાં જગ્યાની પસંદગી કરીને ઉજ્વળ ભાવીની આશા આપતી અને અનેક સ્ત્રી પ્રવૃત્તિની કેન્દ્ર બનવાની શકયતા ધરાવતી સંસ્થાના ભાવીની મર્યાદા બાંધી ન લે એવી આપણે આશા રાખીએ. આવી કન્યાશાળા માટે જે કઈ જગ્યા નક્કી કરવામાં આવે તે એવી અને એટલી હોવી જોઇએ જ્યાં શહેરની ધમાલ ઓછામાં ઓછી હાય, હવા અને પ્રકાશની પુરી છુટ હાય, ક્રિડાંગણ જોડાયેલું હાય, કમ્પાઉન્ડની દીવાલોથી સુરક્ષિતતા હોય અને ભવિષ્યમાં જરૂરિયાત મુજબ . વિશેષ બાંધકામો થઇ શકે એટલી જગ્યાની છુટ અથવા તે સગવડતા હાય. કારણ કે એ કન્યાશાળાના કાર્યવાહકો જરૂર
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy