SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫–૩–૪૦. પ્રબુદ્ધ જૈન અગાઉ આવા જીવનના ઉમેદવાર તે આત્મ કલ્યાણ” નેજ લક્ષ્યમાં રાખીને બહાર પડેલો. પરન્તુ તેને સ્વીકાર કરનારી સંસ્થાના હેતુ દીક્ષાના ઉમેદવારના આત્મકલ્યાણ ઉપરાંત તેના દ્વારા અમુક જાતનું કામ કરાવવાનો પણ હતો. (૧) ઉત્તરાત્તર નાન કંઠસ્થ કરી પ્રજાને પહોંચાડવું. શરૂઆતમાં છાપવાની કળા તા. નહેાતીજ પણ લખવાનું પણ બહુજ ઓછું હતું. શિષ્યો ગુરૂપાસે એસી વર્ષો સુધી પહન કર્યાં કરતાં અને બધુ જ્ઞાન, શાસ્ત્રીયવાતો કસ્થ કરતાં. ‘શ્રુત યુગ’ માં શાસ્ત્રો સૂત્રમાં હતા. જેની ઉપરના ભાષ્ય પણ ગુરૂ મોઢથીજ શિષ્યાને બતાવતા. શાસ્ત્રાના વિભાગે પાડી એકેક શિષ્યને આપવામાં આવતા. સકળ શાસ્ત્ર માટે તે વખતે ઘણા શિષ્યાની જરૂર રહેતી. દેશભરમાં કી વળવા માટે, અન્ય ધર્મીએ સાથે વાદવિવાદ કરવા માટે, સાધુએના ટાળા કરતાં. ઉપરાંત તે વખતનું ગૃહસ્થવન પણ લગભગ ત્યાગી જેવુ ઓછી ઉપાધિવાળુ હોવાથી ત્યાગ અને સંયમ સ્વીકારવા તેને આકરો ન પડતા. લખવાની અને છાપવાની કળા ધીમે ધીમે વધતી ગઇ. અને સાધુઓએ કરવાનું કાર્ય પુસ્તકોએ કરવા માંડયુ. આજે તે એવો સમય આવી ગયા છે કે અતિ અલ્પખર્ચે દરેકે દરેક વિભાગના છપાયલા શાસ્ત્રીય ગ્રંથે પુરતા પ્રમાણમાં મળી શકે તેમ છે. લોકેાની વાંચનની અભિરૂચી જાગી છે એટલે હવે તે સાધુની પાસે બેસી સાંભળવાની વાત ઘર આંગણે વાંચી શકાય છે. જો જ્ઞાન આપવા માટે જ સાધુ વર્ગના ખપ હોય તો તે અપ પૂર્ણ થયા છે. હવે તે માટે સાધુઓની અગાઉ જેટલી જરૂરિયાત નથી! પણ ખરી વસ્તુ એમ નથી. સાધુનું ખરૂં કામ તા “જ્વનના ખરા અખતરા” પ્રજા પાસે બતાવવાને, જાતિ અનુભવથી ધવાના, અને શાસ્ત્ર તથા માનવજ્ઞનનો સમન્વય કરી આપવાને છે. જેમ વૈજ્ઞાનિક ક્ષેત્રમાં અમુક માણસો Specialist નિષ્ણાત હોય છે તેમ સાધુ એ સાંસારિક, ધાર્મિક, અને માનવજીવનની બાબતમાં Specialist જ ખરેખરા કુશળ માણુસા સમજવાના છે. પ્રજાજીવનનો સંપૂર્ણ ખ્યાલ, તેના સંજોગાનુ પૂર્ણ જ્ઞાન, સમયધર્મની જાગતી સમજ અને મહાન પુરૂષોએ આવેલા માર્ગ એ બધાનું જીવતું જાગતું સ્મૃતિ ભુત સ્વરૂપ બનીને પ્રજા પાસે જીવંત સિધ્ધાંત સ્વરૂપ બની જવાનું કાર્ય સાધુનુ છે. વનના પ્રત્યેક સુંદર કાર્યને પ્રજા સાધુ જીવનમાં આરસીની માફક જોઇ શકે. આવી જીવતી આરસી બનવાનું કાર્ય સાધુનુ છે. નમુના વિના નવીન નિશાળિયા કંઇ ન શીખી શકે તેથી જે "સસારીને શીખવવા માગે છે તેમાં Molel પ્રતીક બનવાનું કાર્ય સાધુનું છે. એટલે સાધુના મુખ્ય · કાર્ય એ છે. ં . (૧) જ્ઞાન પ્રજામાં ફેલાતું' સખવું. (૨) ઉન્નત જીવનના પ્રતીક બની પ્રજાને ખરો મૂર્તિમંત આદર્શ પૂરા પાડવા અને તે રીતે સામાન્ય માનવજીવનને ધડવામાં, દોરવામાં, અને યથાસમયે તેનું વહેણ બદલવામાં પુરા સહાયક થવુ, પહેલું કાર્ય છાપવાની કળાએ કરી નાખ્યું. માનવજીવન અને સિધ્ધાંતના સમન્વય કરી વનને વળાક આપવાનુ અને જીવંત પ્રતીક બનવાનું અતિ મહત્વનું કાર્ય સાધુ . સિવાય બીજા કોઈથી થઈ શકે તેમ નથી. આ કામ છાપખાનાની, પ્ ભાષાની કે વાણીની પરનુ છે. એ તે વતા જાગતા માનવીનું કાર્ય છે. આજે જગતને, ડેાળાયેલી દુનિયાને સાધુને આટલા કામ પૂરતા જ ઉપયોગ છે. અને આ ઉપયોગ માટે જ સાધુ પેાતાને વંશવેલો ચાલુ રાખવા માગે છે. આ કામ ન કલ્પી શકાય તેટલું વિકટ છે. અનેકવિધ પૂર્વ તૈયારી માંગે છે. આ કાર્ય વજ્રકાય અને પકવ નિશ્રી ભાણુસાની અપેક્ષા રાખે છે. સમાજ સમગ્ર સામે સંપૂર્ણતાનું પ્રતિક બની શકે તેવા ખત્રીરાલક્ષણા માગે છે. પણ.........આજે આપણે શું જોઇએ છીએ ? ગમે તેને ગમે ત્યારે ગમે તે પ્રકારે આ અતિ ઉચ્ચ, તરીને તારવાના સ્થળ ઉપર બેસાડી દેવામાં આવે છે. કોઇ કોઇ સ્થળે તા . ખરીદીને પણ ! સવારે વાસણ માંજતા માનવી કઇ પણ પ્રકારની પૂર્વ તૈયારી વિના સાંઝે સાધુ બતી નમન ઝીલતા થઇ જાય છે! “ચખલબ-હંગ ભર ટેપર કરતા સરસ્વતી-રિપુ એ પદ સહેલાઇથી પ્રાપ્ત કરી શકે છે. જાનુ તા ઠીક પણ પોતાનું પણ ન સંભાળી શકે તેવા નિર્માલ્ય માણસ આજને 'ગુરૂ' બની ઉચ્ચાસને બિરાજી જાય છે. અનેકના વ્યાજબી કરૂણ રૂદનની દરકાર કર્યાં વિના રડતી; પીડીત દુનિયાના આંસુ ખ્રુવા બહાર પડે છે. નને આવરી રહેલા કાયા ત્યા વિના, બીજાને સંસારની બ્રમજાળ, માયામાંથી છોડાવવા બહાર પડે છે. હજી ઘડી પહેલા અનેક પ્રકારના જુઠાણા અનીતિ અને ભયંકર હિંસા આચરનારને બીજી ધડીએ પંચ મહાવ્રતધારી બનાવી દેવાય છે ત્યાં કહેા તે સિધ્ધાંતનું પ્રતીક કેમ બની શકે ? જીવંત આદર્શ કયા ગુણુ ઉપર થઇ શકે ? તે કાનુ શુ કલ્યાણ કરી શકે ? ઇતિહાસ વાંચતા જણાય છે કે ઠગ, પીંઢારા, ચાંચી કે તેવા પ્રાપીડકા પોતાના વર્ગમાં પ્રવેશવા દૃચ્છનાર પણ દીક્ષાની આકરી કસોટીમાંથી પસાર થાય ત્યાર પછી જ તેને પેાતાનાં સમાવતા, ખુની બહારવટીયા પણ નવીન ઉમેદવારની નાડી અને વન જોતાં, પાછલા કતુ કે વ્હેતાં, તેની દુ:ખ અને વિટંબણા સહવાની તાકાત જોતાં, કણીએ કણીએ કાયા કપાવીને પણ ગુપ્તતા જાળવવાની દૃઢતા જોતા પછીજ તેને સ્વીકાર કરતા, જ્યારે તે. બધા કરતાં અનેક ગણુ કપરૂ’, કસોટીવાળું, અને ખાંડાની ધાર ઉપર ચાલવા જેવુ જગત કલ્યાણું કરનારૂ સાધુત્વ આજે ગમે તેવા તે સ્વીકારી શકે છે, વંશવેલી વધારવાની આ કરૂણ તાલાવેલી અને નિર્માલ્યતા માટે શું કહેવું ? ગ અને પીઢાન જેટલું પણ ડહાપણ શિષ્યઘેલડા સાધુ નથી દાખવતા ! આજુબાજુના ખીજા સોંગાની બાબતમાં નિર્જીવ પુસ્તક પાના ઉપર નિર્ભર રહી પ્રજાને ગમે તે રીતે સમજાવી દેવામાં આવે છે! ચોધાર આંસુએ રડતાં અંપગ અશકત માવિત્રી, ગૃહસ્થાશ્રમમાં પગલા માંડતી મુંગી ગભરૂ પત્ની, નિરાધાર બાળકો અને એવા એવા અનેક કરૂણ દ્રશ્યો કરતાં વધુ વજન શાસ્ત્રના પાનાને આપીને ઉમેદવારની લાયકાત પૂરવાર કરવામાં આવે છે! સાધુઓની આ જાતની ચેલક ઘેલછાએ પ્રાચીન સનાતન. સત્ય માર્ગને ખાધનારી સંસ્થામાં એવી જાતના નિર્માલ્યા, દુષિતા બેગા કરવા માંડયા છે કે થોડા વખતમાં આવી સુંદર સંસ્થાનું ક્લેવર પ્રાણવિહિન થઇ જશે. માત્ર મુડદુંજ રહેશે. આજના સાધુ વર્ગમાંથી ચેતન જતાં ચેતન પૂન્ન કરવાની કે ચેતનના તણખા ઝીલવાની તાકાત પણ કર્યાં બાકી રહી છે. આટલા ઉપરથી તે। જ્ઞાનીઓએ નહિ કહ્યું હાયને કે ધર્મચાળણીએ ચારો ?
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy