________________
તા. ૧૫-૩ d
પ્રબુદ્ધ જૈન
પૂર્વ ભૂમિકા વિનાના લીલાતરી ત્યાગ
કૃત્રિમ ધાર્મિકતાનુ ચાલી રહેલું નાટક
સમર્થ જૈન પૂર્વાચાર્યોએ સૌ પહેલાં ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવવાને અને એ રીતે ઘણા લાંબા કાળના મિથ્યાત્વથી લેાકેાને બચાવી લેવાનો-સમ્યક્તી બનાવીને ક્રમે ક્રમે સમ્યક્ ચારિત્રની ભૂમિકા ઉપર લઇ જવાના પ્રયત્ન કર્યો છે. ચોક્કસ પ્રકારના ત્યાગ કરી દેવાથી એ . ભૂમિકા આપેઆપ મળી જાય એમ કહેવાના એમના મુદ્દલ આશય નહોતા. ચિરકાલીન મિથ્યાત્વની છાપો ધોવાના. જેમના હેતુ હાય તેમને ઉતાવળ ન પાલવે. સમજણપૂર્વક, ત્યાગમાર્ગની સીદીનાં પગથીયાંજ સૌ કાઇએ ઓળંગવા જોઇએ.
તો પછી આ લીલેોતરીના ત્યાગ જેવી અતિશયતા કયાંથી આવી ? શ્રી સુરજભાનુ વકીલ એને જવાબ આપે છે :
“જ્યારે ધર્મમાં શિથિલાચાર પ્રવેશ્યા, ઢામાથી રહેવાનો અને અમીર ઉમરાવાની જેમ પાલખીમાં બેસી પેાતાના મેાભે વધારવાની તાલાવેલી આપણા ઉપદેશોમાં દાખલ થઈ ત્યારે બટ્ટારકાએ, પૂજ્યાએ, આચાર્યોએ પણ ભાવશુધ્ધિ કે પરિણામ શુધ્ધિને હરતાળ મારી, ધર્મને નામે ત્યાગ, વિરાગ તે પ્રભાવનાના ભપકભર્યાં જલસા શરૂ કર્યો. જૈન ધર્મની અવનતિ તે ત્રિસથી આરંભાઈ. પિરણામ એ આવ્યુ કે જે દેશમાં એક વિસે કરાડાની સંખ્યામાં જતા હતા ત્યાં માત્ર અગીઆર લાખ રહી ગયા, અને એમનામાં પણ મુખ્યત્વે ત્રણ ભાગ પડી ગયા : ૪ લાખ દિગમ્બર, ૪ લાખ શ્વેતાંબર અને ૩ લાખ સ્થાનકવાસી પાંત્રીસ કરોડની વસતીમાં એક માળા જેટલા જતા રહ્યા છે. એમાંના મોટા ભાગ માત્ર નામથી જ પેાતાને જૈન તરિકે ઓળખાવી રહ્યો છે. કેટલાક તા એવા છે કે જે સિદ્ધાંતોને સમજ્યા વિના એવા પ્રકારની ક્રિયામાં ડૂબ્યા છે કે જે જોઇને લેકા જૈન ધર્મને વગાવે છે.”
જૈન ધર્મનું યથાર્થ સ્વરૂપે સમજાવવાની, પ્રતિષ્ઠિત અને પ્રચારક ગણાતા મુનિ આચાર્યોને પણ હવે જાણે કે કંઇ જ પરવા નથી રહી, તેઓ પોતે ધર્મના મૂળ રહસ્યથી વિમુખ હાય અને તેથી કરીને એવી કોઇ પ્રવૃત્તિ હાથ ધરવાની એમને ચ્છા સરખી પણ ન ઉદ્ભવતી હાય એમ બને. પૂજા અને પ્રતિછાના, સામૈયા અને સત્કારના, વ્યાખ્યાન શ્રવણ અને વદનાના આટ આટલા જલસા રાજ રાજ ગામે-ગામ, શહેરે શહેરમાં ભજવાય છે, પણ પેાતાના અનુયાયીઓમાં, જૈન ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજનારા અને સમજણપૂર્વક ક્રિયાકલાપ કરનારા કેટલા હશે તે વિષે ભાગ્યે જ કોઇ ફીકર કરતુ હશે.
સાભાર સ્વીકાર
અમેને નીચે જણાવેલ પ્રકાશનો અભિપ્રાયાર્થે ભેટ મેકલવામાં આવેલ છે જે માટે પ્રકાશકોના અથવા તેા લેખકને ઉપકાર માનવામાં આવે છે.
શ્રી સિદ્ધપિ લેખક શ્રી. મોતીચંદ ગીરધરલાલ કાપડી પ્રકાશક : શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર, કીમત શ. ૩. સગુણાનુરાગી શ્રી. કપૂરવિજયજી લેખ સંગ્રહ ભાગ ૨ જો. પ્રકાશક : શ્રી કરવિજયજી ‘સ્મારક મંમિતિ. શ્રીમત – . તંત્રી, પ્રબુદ્ધ જૈન
ભકતજનામાં કેટલા કયા પ્રકારની ભાવનાવાળા છે, દાંધર્મ પાળવાની એમનામાં કેટલી બુધ્ધિ તથા શકિત છે, પાપ કે પુણ્યના સ્વરૂપને સમજવાની કેટલી તત્પરતા છે—આવુ બધુ તપાસવાની ગુરૂ દેવને ફુરસદ નથી મળતી તેથી તે તેઓ પહેલે જ ઝપાટે “ કોઈ પણ પ્રકારને ત્યાગ કરવાના ” આગ્રહ કરે છે અને શ્રાવક પણ બીજું કઈં ન સૂઝવાથી તિથિઓમાં લીલોતરીના ત્યાગ કરવાની બાધા લઈ ચાલી નીકળે છે. એ ત્યાગ પૂરેપૂરી રાજીખુશીનેો કે જ્ઞાનપૂર્વકતા નથી હાતા. જકાતના નાકે પહેોંચ્યા પછી ગમે તેમ કરીને દાણ ભરીને છૂટવુ જોએ તેમ માની તે લીલોતરીના ત્યાગની લાંચ આપી માકળા થઇ જાય છે. “લીલોતરીને ત્યાગ” એ જાણે કે એક ચપરાશ છે. ગમે તેના ગળામાં એ પટ્ટો નાખી દેવાથી તે પેાતાને જૈન તરીકે ખુશીથી ઓળખાવી શકે. સરકારી ચપરાશ એના ખરા અધિકારી સિવાય કોઈ પહેરી શકતું નથી અને છતાં પહેરે તે તેને સજા ભાગવવી પડે છે. જૈન ધર્મની ઉપરોક્ત ચપરાશ પહેરનાર, સાચા જનીન હેાય તેા પણ સજામાંથી છટકી શકે છે, પણ એવા ખાટા દેખાવથી ધર્મની બદનામી થાય છે અને તે પોતે દુર્ગતિનું ભાતું બાંધે છે.
'
સૌથી અગત્યની અને મહત્વની વાત તો એજ છે કે લોકોને ધર્મનું સાચું સ્વરૂપ સમજાવી એમને સમ્યક્તી બનાવવા જોઇએ. પછી, શાશ્ત્રામાં ત્યાગને જે ક્રમવિકાસ બતાવ્યા છે તે રસ્તે ધીમે ધીમે ત્યાગની ઉચ્ચ ભૂમિકા ઉપર લઇ જવા જોઇએ. આમાં ત્યાગી તપસ્વીનું કલ્યાણ છે અને જૈન ધર્મની પ્રતિષ્ઠા છે.
ધર્મ સંપ્રદાયના જે સત્તાધિકારીઓ મનાય છે. તેઓ પોતે તા આ સૂચના ઉપર લક્ષ આપે એ સંભવિત નથી લાગતું. પણ હુ' મારા ભેાળા-ભદ્રિક ભાઇઓને કહેવા માગું છું કે કોની છેતરપીડી કે જબરજસ્તીની જાળમાં ભૂલેચૂકે પણ ન સપડાશે. મહાન જૈનાચાર્યોએ શાસ્ત્રમાં જે ત્યાગના માર્ગે પ્રોધ્યા છે તે સમજવાનો અને તેને જ અનુસરવાનો પ્રયત્ન કરો. મોટી પ્રીતિ ખાટી જવા ધર્મની હરરાજી ખેલાવશે. માં!
અહીં કોઇ પૂછશે: “તમે લીલોતરીના ત્યાગ ઉપર આટલો મારા કાં ચલાવી રહ્યા છે? ત્યાગ કરનાર ભલે નિર્દયી, પાપી, ભ્રષ્ટ હાય તો પણ જો તે એક વસ્તુનો ત્યાગ કરતો હોય તો તેમાં ખાટુ શું છે ?” શ્રીયુત સુરજબાનુ એના જવાબમાં કહે છે કે મુનિ ધર્મ એ જન ધર્મનું મોટામાં મોટુ અગ છે. હવે જો કાઇ નાટકીયા એવા મુનિવેષ પહેરી, પોતાના હિંસાના વ્યાપારને, જીઠાણાને, ચારી, વ્યભિચાર અને પરિગ્રહને પણ નિર કુશપણે ચાલવા દે તા શું તે વેધારી જૈન ધર્મની મશ્કરી નથી કરતા ? કાઇ પણ જૈન એ ઉપહાસ ઘડીભર નભાવી લે ખરા ?
લીલેાતરીના ત્યાગનું પણ એ પ્રમાણે ભજવાતું નાટક' ખરી રીતે જૈન ધર્મની ખુલ્લી મશ્કરી જેવુ જ છે, એટલા સારૂ જ મેં એ બનાવટી દંભી ત્યાગ પ્રત્યે માસ અવાજ ઉડાવ્યો છે. એ ત્યાગની રૂઢી બનાવટી અને શાસ્ત્રવિરૂદ્ધ છે. અને મને ઉમેદ છે કે જેને જૈન ધર્મના સિદ્ધાંતા તથા વિધિવિધાનો વિષે થોડી પણ શ્રદ્ધા તથા ભકિત હશે તે આ પ્રકારની આંધળી રૂઢી પ્રત્યે પોતાના ખુલ્લા અણુગમા જાહેર કર્યા વિના નહિ રહે. ભી.