________________
と
પ્રબુદ્ધ જૈન વડે થનાર ભગવાનનો ઉપહાસ જોઇ મનુષ્ય બુદ્ધિની કદર કરીએ છીએ.
સાધુ સનેએ કર્મકાંડનુ મહત્ત્વ એછું કરી ભકત અને ઉપાસનાનું મહત્ત્વ વધાર્યું. ભક્તોમાં એકાંત ઉપાસના પશુ થાય છે અને સામુદાયિક પૂજા પણ થાય છે. આ પ્રમાણે સાધુ સતાએ આપણને મદિરાના નવા ઉપયેગ શીખવ્યું. તેમણે બતાવ્યું કે મંદિરમાં પૂજાની વિધિ ભલે હાય, રાજ વૈભવની શાભા ભલે વધે પણ મંદિરમાં જન સમુદાયને એકઠા કરી ભગવાનનાં ગુણુગાન કરવાં અને નીતિ, સદાચાર તથા ભક્તિનો ઉપદેશ કરવા એજ મંદિરની મુખ્ય પ્રવૃત્તિ હોવી જોઇએ. બધા આવે, હળી મળીને રહા, એક બીજાને વાદ કરા અને રાજમાર્ગ ચાલા, આ જ તેના સંદેશા હતા, સ, કમકાંડ અને શૅાભાકાંડ ગૌણ થયા, અને બિનકાંડ દ્વારા ધર્મ પ્રચારને કાંડ વધવા લાગ્યા. પરમાત્માના બધાં બાળકો પ્રેમથી એકત્ર થાય અને પ્રેમપૂર્વક બધા સાથે હળી મળી પર માવયન્ત' ઉન્નતિને માર્ગે ચાલે !
मच्चिता मद्गतप्राणा बोधयन्तः परस्परम् । कथयन्ता मां नित्यं तुष्यन्ति च रमन्ति च ॥ આ જ સંતાનો માર્ગ.
નિર્માન~માહ સાધુસતા પાસે ઉચ્ચ-- નીચભાવને સ્થાન જ કર્યાંથી હોય ? બધાં પરમાત્માના બાળકો, બધાં સરખા અને બધા ભાઇ ભાઇ. વૈશ્ય તુકારામે ગાયું છે—આન્દી જ્ઞાતીને પ્રાળા,આમને સોચરે મુસદ્ધમાન, ' ‘ અમે જાતે બ્રાહ્મણ છીએ અને મુસલમાનો અમારાં સગાં છે ! આવા સતાના ઘરમાં દરેકનું સ્વાગત પ્રેમથી થઇ શકે છે. જેને સત્પુરૂષના ઉપદેશની જરૂર રહી નથી તેઓ મંદિરે ન જાય. પરમાત્માનું નામ લેવામાં જેને આસ્થા છે તે બધાં મંદિરમાં એકડા બળે. સંતાને આજ કાયદો છે.
મંદિરમાં ત્રણ વિભાગ હોય છે. ગર્ભગ્રહ જ્યાં પૂળ માટે સ્મૃતિ ડ્રાય છે. આના ઉપરજ મંદિરનું શિખર હાય છે. સભા મંડપ-જ્યાં પુરાણ કીર્તન અને ઉપદેશ-પ્રવચન ચાલે છે. આને નાટ્ય મંદિર પણ કહે છે. કારણ કે આજ સ્થળે ભગવલીલાને અભિનય કરવામાં આવે છે. ગર્ભ ગૃહ અને રસભા મંડપ વચ્ચે જે નાની સરખી જગ્યા હોય છે તેને અંતરાળ કહે છે. કર્મકાંડીઓએ ગર્ભગૃહનું બીજ વાવ્યું, ધ્યાન માર્ગીઆએ અંતરાળ પસંદ કર્યું અને ભક્તિમા તથા પુરાણુ પ્રિય લોકગે પોતાના પ્રેમથી સભામડપ ભરી દીધો.
આ પ્રમાણે હિન્દુ ધર્મનું સંપૂર્ણ સ્વરૂપ એક મંદિરમાં સમાયેલુ છે, આમાં જ્ઞાન અને ભકિતના પ્રતિનિધિ સમા સભા મંડપ જ હિન્દુ સમાજનું સાર્વજનિક સ્થાન મનાય છે, ત્યાં સુધી તા માત્ર દર્શન માટેજ નહિ, બલ્કે ધર્મકથા સાંભળવા સંભળાવવા હિંદમાત્ર જઇ શકે છે.
તા. ૨૯-૨-૪૦
કર્મકાંડીઓએ પૂજાવિધિ પોતાના હાથમાં રાખી અને સર્વ સાધારણને માત્ર દર્શનના અધિકારી ફેરવ્યા, તેમાં પણ કેન્દ્રસ બની તર તમ ભાવ જોડી હિન્દુ ધર્મના કાડૅ કકડા કરી નાખ્યાં. મુસલમાનોએ મૃતિએ ભાંગી હિન્દુ સમાજનું અપપાન કર્યું, સંપત્તિ અને કળાના નાશ કર્યો, પણ તેથી હિન્દુ ધર્મને કે' જાતની હાનિ નથી પહેાંચી, પણ આપણા અભિમાની કર્મકાંડી લાકોએ સમાજને ભાંગી છિન્ન ભિન્ન કરી નાંખ્યું, હિન્દુ ધર્મને નુકશાન કર્યું અને ભગવાનના ઇન્કાર કર્યાં શ્રી સુબા જૈન યુવક
આછિન્ન-ભિન્ન સમાજને સંગઠિત અને સંપૂર્ણ બનાવી ધર્મને પ્રતિષ્ઠિત અને મંડિત કરવા એ જ આજે મંદિરાનુ યુગકાય છે. (અપૂર્ણ) કાકા કાલેલકર.
કેળવણીની દિશા બદલે
જૈન કામ શ્રીમત તથા સમૃદ્ધિમાન ગણાય છે. કામમાં વકીલો, સોલીસીટરો, એન્જીનીયરા, સેર ક્લા, હીરા-મોતીના વેપારી ઉપરાંત અન્ય ધંધાદારી છે. પણ હજુ ગૃહ ઉદ્યોગો તેમ જ મોટા ઉદ્યોગો તરફ આપણું ધ્યાન જોઇએ તેવુ ખેંચાયુ નથી. ઔદ્યોગિક સોધનની વાત તે બાજુ ઉપર રહી છે.
આજની કેળવણી પાછળ લાખા રૂપીઆ ખર્ચાય છે. કેળવણીનો પ્રશ્ન એક વિચિત્ર કોયડા છે. હાલ અપાતી કેળવણી સમાજ તેમ જ દેશને ખેાજારૂપ છે. જૈન કામ કેળવણી તેમજ ડુન્નર ઉદ્યોગમાં પછાત છે. જૈન પ્રજાના ઉદ્યોગ સાથે ગાઢ સબંધ થાય તે માટે ઉદ્યોગ અને કારીગરીના શિક્ષણને પાષણ તથા ઉત્તેજન મળવુ જોઇએ. આપણે ત્યાં આવી સંસ્થાની સંખ્યા ઘણી ઓછી છે, અને થોડાં શહેરામાં જ્યાં આવુ શિક્ષણ મળી શકે તેમ છે ત્યાં અનેક મુશ્કેલી છે. યોગ્ય દોરવણી અને આર્થિક મદદ વડે આજની જૈન પ્રા ઔદ્યોગિક કેળવણી લેવા પ્રેરાય એવુ કરવાની ખાસ જરૂર છે. આ ઉત્તેજન કે આકર્ષણને અભાવે આજના યુવક મેટ્રીક પસાર કરી કે તરત ભવિષ્યનો વિચાર કર્યા વગર ગમે તે લાઇનનો અભ્યાસ શરૂ કરે છે, અને ઘણા ખરા આસ કૉલેજ તરફ જ ખેંચાયે જાય છે. એવુ માની લેવાનુ કારણ નથી કે માત્ર બુદ્ધિવાન જ કેસેજમાં જોડાય છે. કાલેજમાં જોડાએલ યુવક થોડાં વર્ષોમાં યુનીવર્સીટીની ઉપાધિ મેળવે છે. ત્યારબાદ હવે શુ કરવુ એ પ્રશ્ન દરેકને મુંઝવે છે. આવી શા આપણી કોમના જ યુવકોની માત્ર નથી, પણ બધા યુવકેાની આ સ્થિતિ છે. કુદરતી છુપી શક્તિને વિકાસ મળવાનું રહેતુ નથી, ગમે ત્યાં લાગવગને લાભ લઈ બનને ન રૂચે તેવી નોકરી સ્વીકારવી પડે છે. મનની બધી આશાઓ નષ્ટ થાય છે, ઉત્સાહી હૃદય ઠંડુ પડી જાય તેમાં નવાઈ નથી. “ સુખી ” ગણાતી જૈન શ્ચમમાં પણ એકારીના પ્રશ્ના તીવ્ર છે. દ્રવ્ય જ્યાં છે ત્યાં ઘણું છે અને નથી ત્યાં રેાજના પેટીઆને સવાલ છે. આ પરિસ્થિતિના માટે માટે જવાબદાર કોણ ગણી શકાય ? આ પરિસ્થિતિને અન્ત ક્યારે આવશે ?
મિલ ઉદ્યોગ ઉપરાંત ખન્ન ગૃહ ઉદ્યોગ તેમજ મેટા ઉદ્યોગમાં આપણે ઝંપલાવવુ જોઇએ. ઔદ્યોગિક શિક્ષણ આર્થિક તેમજ રાષ્ટ્રીય રીતે હિતકારી નીવડશે તે વાત ખચિત છે. ઉદ્યોગના પ્રદેશ વધવાથી ગરીબ અથવા તવંગર, ભણેલ તેમજ અભણુને સારા અવકાશ મળશે. મહાસભા તરફથી રાષ્ટ્રીય નિયોજન સમિતિ હાલ ઘણું અગત્યનું કામ કરી રહી છે, જેની ઢારવણીના લાભ જન કેમે તન, મન અને ધનથી પુરે પુરો લેવા જોઇએ. દ્રવ્યની મદદ ઉપરાંત સહકાર, સહાનુભૂતિ અને યેાગ્ય દારવણીની આવશ્યકતા છે. આ ભાતને પુખ્ત વિચાર કરી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ જૈન અગ્રેસરા અને શ્રીમતાએ વિના વિલખે ઘટતુ કરી જૈન કોમની તેમજ દેશની પ્રગતિમાં યોગ્ય ફાળો આપવા જોઇએ, એક જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ માકમચંદ શાહ, ૨૬-૩૦ ધનજી - મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ. ૨
સ્ટ્રીટ, મુંબઇ,