________________
પ્રબુદ્ધ જૈન
તા. ૨૯-૨-૪૦
--
---
----
--
---
આપણી સખાવતનો વિચિત્ર રાહ. - જૈન સમાજમાં અનેક કીમતે પિતાના પૈસા સમાજના અનેક ધાર્મિક ખાતાઓમાં ધર્મ સમજી આપે છે અને એ સખાવતથી લાખો રૂપીઆ એકઠા થઈ એકજ જગાએ પડી રહે છે, જેને સમાજને કોઈપણ લાભ મળતો નથી. એકઠી થયેલી એ લાખો રૂપિઆની મુડીમાંથી ભગવાનના નામની શરાફી પેઢીઓ ચલાવી એ રકમમાં ઉમેરો કરવાનાં સાધનો હાથ ધરવામાં આવે છે. સખાવત કરનારે જે ભાવનાથી એ પૈસા આપ્યા હોય તેની ભાવના સફળ થતી નથી. દાખલા તરીકે આપણા મંદિરમાં લાખની રકમ પડી છે; જેને આપણા ટ્રસ્ટીઓ દેવદ્રવ્ય ગણી સમાજના કામમાં વાપરવાને વિરોધ કરે છે. પણ આપણા દેશમાં અનેક પવિત્ર તીર્થો કે જે હાલ હવાલ સ્થિતિમાં મુકાયાં છે તેને જીર્ણોદ્ધાર કરાવવા પાછળ પણ વાપરતાં અચકાય છે. પાસે લાખની રકમ હોવા છતાં તીર્થના: જીર્ણોધ્ધાર માટે જ્યારે માંગણી કરવામાં આવે છે ત્યારે પાંચશે હાર આપી પિવાનું કર્તવ્ય પુરું થયું માને છે અને તીર્થોને જીર્ણોધ્ધાર ઈચછનાર વ્યકિતઓને ફંડ માટે જુદી જુદી જગાએ આથવું પડે છે. આજે કાઠીઆવાડના કેટલાક ભાગોમાં ભીષણ દુષ્કાળ પ્રવર્તી રહ્યો છે. આપણી વદયા મંડળી. જે પશુધન સાચવવા માટે બનતા પ્રયાસ કરે છે તેની પાસે માલુમ પડે છે કે આજની આખી સમાજરચના વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધમાં માલીકીપણાની ભાવના ઉપર જ રચાઈ છે તે જ છે. માલીકી મેળવવા માટે ટકાવવા માટે બીજાનું શેષણ (exploitation) ચાલ્યા જ કરે છે. સમૃધ્ધિવાળા દેશ હોવા છતાં એક બાજુ ત્યાં બેકારી હોય છે, ભૂખમરે હોય છે. બીજી બાજુ પૂરી કિંમત નથી મળતી તે માટે અનાજ, શાકભાજીને નાશ કરવામાં આવે છે. હિંદમાં પણ કયાં આવું નથી બનતું? આ પરિસ્થિતિ' ન બદલી શકીએ ત્યાં સુધી બેસી રહેવું એ અર્થ કોઈ ન કરે. અત્યારે ચાલે છે તેમ જુદા જુદા પ્રશ્નોના ઉકેલ માટે ભલે પ્રયત્નો ચાલ્યા કરે, પણ જે પ્રયત્ન થાય તેનાથી કંઈને અન્યાય ન પહોંચે, તેની બેહાલ હાલત વધુ બેહાલ ન બને, તેની ચીવટ રખાવી જોઈએ; અને આભ ફાટયું હોય ત્યાં થીગડું મારી નથી શકાતું એવા ખ્યાલે નિષ્ક્રિય ન બનતાં આવા કાર્યોમાં ઉંડા ઉતરીને અને સાહસપૂર્વક પરિવર્તન લાવવાના પ્રયત્ન કરીને સફળતા મેળવવા લાગી જવું જોઈએ.
ગ્રામ્ય અને શહેરી સ્ત્રી સમુહમાં આજે ભારે જાગૃતિ છે, કાંઈક કરવાની, જાણવાની, વિકાસ પામવાની તેમની આકાંક્ષા છે. તેને લાભ લઈ યોગ્ય ચીલે વાળવા અને ઉપરની ફરજો બજાવવા કમી, રાજકીય અને આંતરિક મતાન્તરને બાજુએ મૂકી આપણે સૌ અને અખિલ હિંદની સ્ત્રી સંસ્થાઓ એકત્ર થઈએ એ ખુબ જરૂરનું છે.
ઉપસંહાર–આજે યુરોપમાં અને દૂર પૂર્વના દેશોમાં યુધ્ધને દાવાનળ સળગ્યા છે, દુનિયામાં મહાન પરિવર્તને થઈ રહ્યાં છે હિંદનું ભાવી પણ સજઈ રહ્યું છે. ભવિષ્ય કેવું હશે તે કહેવું મુશ્કેલ છે, પણ ભવિષ્યને ઘડવા માટે તેમજ આ પલટાતી દુનિયાની અંધાધુધી શમી જાય ત્યારે રાષ્ટ્રઘડતરની જે જવાબદારીઓ આવી પડે તેમાં સ્ત્રીઓ પૂરે હિસ્સો લઈ શકે તેને માટે આજથી તૈયારી કરીએ, નહિતર સરમુખત્યારી રાજસત્તાવાળા દેશમાં બન્યું છે તેમ આઝાદી માટે લડનારી સ્ત્રીઓને લડાઈ પુરી થયે ઘર બેસવાની ફરજ પાડવામાં આવે !!
મૃદુલાબહેન
લાખો રૂપીઆ છે, એમ છતાં દુષ્કાળ અને બીજા એવા પ્રસંગેએ જાહેર પ્રજા પાસે માંગણી કર્યા કરે છે. મેળવેલી રકમમાંથી બચેલી મુડી હોય છતાં એ મુડી કાયમ રાખી પ્રજા પાસે વધુ રકમની માંગણી કરતી જાહેરાતને શું અર્થ છે એ સમજાતું નથી. પાસેની મુડી ખરચવા પછી વધુની જરૂરીઆત પડે અને અપીલ કરીએ એ વાસ્તવિક છે, પણ આપણે વણીક હાઈ કોઈપણ રીતે મુડીમાં વધારો કરવાની ભાવનાથી ટેવાઈ ગયેલા છીએ. આપણે વણીક દૃષ્ટિથી જ સર્વ કાર્ય કરીએ છીએ.
મા દાખલાઓ એટલા માટે આપ્યા છે કે દેવદ્રવ્યને ઉપયેગ સમાજ ઉપયોગી કામમાં ન થાય એમ માનનારા પણ પિતાના હસ્તકના દેવદ્રવ્યનો ઉપયોગ ઘણી જ સંકુચિત રીતે કરે છે અને ભોળી સમાજને અંધારામાં રાખી મુડીમાં વધારે કરે જાય છે અને પોતે મનસ્વીપણે વહીવટ કર્યું જાય છે.
આપણી સમાજના ગણ્યા ગાંઠયા શ્રીમતિ બાદ કરીએ તો સમાજને મોટો ભાગ મધ્યમ અને કનિષ્ઠ વર્ગને છે. એ વર્ગની આર્થિક સ્થિતિ એટલી દુ:ખદ હોય છે કે તેઓ પિતાના કુટુંબ માટે હવા ઉજાસ અને જગાની કળાશવાળી જગાઓ ભાડે રાખી શકતા નથી. તેમજ બાળકોને પુરતી કેળવણી આપી શકતા નથી. હવા ઉજાસ વિનાની અને ભેજવાળી જગામાં રહેવાથી શારીરિક તંદુરસ્તી પણ ભેગવી શકતા નથી અને નાના મેટા રોગોમાં : સપડાઈ ડાક્તરોની દવામાં કમાણીને માટે ભાગ ખરચી નાંખે છે. આપણે બધા સમાજના એ વર્ગની મુશ્કેલીઓ સારી રીતે જાણીએ છીએ, છતાં આપણે એ પ્રત્યે તદ્દન દુર્લક્ષ્ય કરીએ છીએ. આપણા પ્રત્યે શ્રીમતિની બેદરકારીનું પ્રત્યક્ષ પ્રમાણુ પાલીતાણા ખાતે કેટલાંક જૈન શ્રીમતાએ વસાવવા ધારેલ જેનનગરમાંથી મળી રહે તેમ છે. જે રાજ્યે થોડાં વર્ષો પહેલાં યાત્રીઓ માથે મુંડક વેરે નાંખી સમાજને અનેક જાતની મુશ્કેલીમાં ઉતારી દર વર્ષે સાર્ડ હજારની બાદશાહી રકમ પડાવી લીધી છે એ રાજ્ય પ્રત્યે શી રીતે વિશ્વાસ દાખવી શકીએ એ સમજી શકાતું નથી. આવા રાજ્યની પ્રજા બની લાખો રૂપીઆ ખરચવા આપણે તૈયાર થયા છીએ. એ એક દખદ અને કમનસીબ ઘટના છે. આપણે દેશી રાજ્યમાં લાખોની મીલકત ઉભી કર્યા પછી એ રાજ્યના દબાયા રહેવું જ પડશે. જેટલું એ સત્ય વહેલું સમજાય એટલું સારું છે. આવા શ્રીમતે ધારે અને મન ઉપર લે તો મુંબઈ જેવા શહેરમાં આર્થિક મુશ્કેલી ભોગવતા મધ્યમ અને નીચલા વર્ગના માટે સારા હવા ઉજાશ, જગાની મેકવાશવાળા મકાન બંધાવી તેઓને એ છે ભાડે આપી તેમની મુશ્કેલી દુર કરી શકે તેમ છે. આપણે ઈચ્છીએ કે સમાજના શ્રીમતાનું એ તરફ લક્ષ્ય ખેંચાય, અને સખાવતને કરો એ બાજુ વળે. આવી જ રીતે સમાજનાં બાળકોને શારીરિક વિકાસ વધે એ માટે સ્થળે સ્થળે વ્યાયામશાળાઓ ઉભી કરવાની ખાસ જરૂર છે. આવી એક વ્યાયામશાળા શ્રી મુંબઈ. જેને સ્વયસેવક મંડળ તરફથી ઘણા વર્ષોથી ચાલતી હતી પણ તેમના કમભાગ્યે શ્રી લાલબાગના દેરાસરના ટ્રસ્ટીઓએ આપખુદપણે બંધ કરાવી. આ પ્રકરણ ઠીક ઠીક ચર્ચાયું છે એટલે મારે એ બાબત વધુ લખવાનું રહેતું નથી. સમાજના બાળકનું આરોગ્ય સુંદર અને કસાએલું રહે એ જોવાની આપણા ઉપલા વર્ગની ફરજ છે. બીજી કોમના અગ્રણીઓએ પિતાનાં બાળકો માટે એવી વ્યાયામ• શાળાઓ જુદા જુદા સ્થળોએ ઉઘાડી છે. તે આપણે પણ આપણા શ્રીમંત વર્ગ પાસે એવી આશા સહેજે રાખી શકીએ. સમાજના ઉપયોગી ત પિવાય અને સમાજની હાજતે પુરી પડે એવા પ્રકારની સખાવતે થવાની જરૂર આપણે સૌ પીછાનીએ; એવી સમજ આપણું સર્વમાં આવે એજ પ્રાર્થના.
મણિલાલ મોકમચંદ શાહ