SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૯.! પ્રબુદ્ધ જૈન સ્વાવલંબનની શક્તિ ઉપર છે એમ આપણે એકમતે કહીએ છીએ, પણ તેને અમલમાં મૂકવા માટે આપણે શું કરીએ છીએ? ખાદી પહે, વાપરો એમ કાઇ કહે કે તરતજ તેમાં તમને રાજકારણના આભાસ થાય છે, રાજકારણ કે સમાજ પ્રશ્નોને અલગ પાડી જ ન શકાય પણ હાલ તે વાદવિવાદનો પ્રશ્ન બન્યા છે, તેમાં ઉંડા ઉતરવાની હાલ જરૂર નથી. દેશની આબાદીના અથવા તે મેકારીના પ્રશ્નનો ઉકેલ દેશના હુન્નર વિકાસમાં અને જેના પાયામાં લોકહિત (Gool of the Community) ને સિધ્ધાન્ત છે તેવી સમાજરચનામાં રહેલા છે. ઔદ્યોગિક પ્લાનીંગનો અર્થજ ગે છે. કે:—“ પ્રજાનુ જીવન ધોરણ ઉંચુ થાય, એને એછામાં ઓછી અમુક સુખ સગવડો અને સારી રીતે જીવનનાં સાધનો મળે. આ એકલા પૈસાના અર્થમાં નથી. પૈસા એ તે આવી સગવડો અને વસ્તુ મેળવવાનું સાધન માત્ર જ છે. રાષ્ટ્રિય આવક આગામી દસેક વર્ષમાં આપણે ખૂબ વધારવી જોઇએ જેથી દરેકને પુરતુ મળી રહે.” સ્વતંત્ર દેશમાં દેશના હુન્નરોને વિકસાવવા માટે કાયદાઓ અને જકાત મારફતે સરક્ષણ મળે છે. આર્થિક સ્થિતિ સુધારવા માટે લેબર કોન્ક્રીપ્શન કરવાની શકિત પણ ત્યાં પડી છે. ત્યાં રાષ્ટ્રહિતના ભાગે વ્યક્તિની વિચિત્રતાઓને પપાળવાની વાત હૈાતી જ નથી, જ્યારે હિંદમાં બ્રીટનની વેપાર નીતિનો ભેગ થયેલી ગુલાભ-પાયમાલ બનેલી આપણી રાષ્ટ્રભૂમિના પ્રશ્નો ઉકેલવા માટે પ્રજાએ સ્વેચ્છાએ વ્હારી લીધેલા નિયમન અને શિસ્તની જરૂર છે. પ્રજાના મનોબળે આપણે આપણી ગુલામી ફગાવી દેવાની છે. લાલચેામાંથી મુકત થવું એ વ્યકિતના પેાતાના હાથમાં છે. કોન્ક્રીપ્શન થાય તે આપણે તેને વશ થઇએ; નહિતર પ્રજાજન તરીકેની ફરજ બજાવવા માટેની મનેવૃત્તિ આપણી ન થાય એ આપણી કેળવણીને લજવે એવી વાત છે. આર્થિક સ્વાવલંબનને માટે સ્ત્રીઞા માની સહાનુભૂતિ માગે છે. સમાજના જુદા જુદા કાર્યોમાં સ્ત્રીઓ ભાગ લઈ શકે તે માટે ઉ-તેજનાથે સગવડ માગે છે. સ્ત્રીસસ્થાઓ સ્ત્રીસંગઠનની પ્રવૃત્તિ તરીકે હુન્નર વિભાગ ચલાવે છે અને સ્ત્રી સભ્યોએ બનાવેલી વસ્તુઓ માટે ખાસ આશ્રય ( patronage) પ્રજા પાસેથી માંગે છે. તેના બદલામાં તે પ્રજાના વિશાળ પ્રશ્નોમાં શો સાથ આપે છે! આમ શ્રી, હિંદના કારીગરો, ખેડૂત વર્ગ પણ પોતાના નિર્વાહને માટે તેમના હુન્નરીના ઉત્પન્ન માટે તમારા આશ્રય (aromage) માંગે છે. કેળવણીથી જેને સારાસારનું ભાન થયું છે તેવા સૌને ખાદી અને સ્વદેશીના મંત્ર મારફતે ડોકી ડોકી તે કહે છે કે: ‘તમારા મેાજશાખમાં તમારી ફેશનમાં તમે પરદેશી વસ્તુની ખરીદી ભારતે પરદેશીના હાથમાં નાણાં ન વેડછી દો. તમારી આ ઉદાસીનતા અમારા હુન્નરને, અમારી કળાને પાયમાલ બનાવે છે, અમને બેકાર બનાવે છે, દરિદ્રતાનાં બધાં અનિષ્ટાના ભાગ બનાવે છે. અમારૂ આર્થિક સ્વાવલંબન ઝુંટવી લઇ તમે આર્થિક સ્વાવલંબન શી રીતે પ્રાપ્ત કરશે!?' આને ઉત્તર આપણે આપવાનો છે, ડરાવા કરીને નિહ પણ તે સમજણ પૂર્વક અમલ કરીને. કારણ એટલું યાદ રાખજો કે આપણાજ સૌના જીવન ટકાવવા માટેનાં સાધનો પેદા કરવામાં હજારાની સખ્યામાં માણસાને રાત દિવસ મહેનત ઉડાવી છે, મજુરી કરી છે, એને બદલો . ચીન્તેની કિંમત આપીને નથી પૂરા અપાતા, નાણાનું મૂલ્ય આખા સમુદાયના કામના પ્રમાણમાં કાંઇ જ નથી. આપણી પાસે દેશ અને સમાજ કરોની આશા રાખે છે, તે પૂરી પાડવા કયારે તૈયાર થશે ? કાયદામાં સુધારા માટે મારચા : ૭ : કાયદાના સુધારા કયાંએ નિડર સામનો કર્યાં વગર કા મેળવી નથી શકયુ. તેમાં વિનતિષ, રાવા કામમાં નથી આવતા. કાયદેસર સમાન હકો પ્રાપ્ત કરવામાં ગેરન્સારી મળતા કાયદાઓની અવગણના કરનાર સ્ત્રીસંસ્થાઓ નહી હાય અને સ્ત્રી સમુદાય નહિ હોય ત્યાં સુધી સફળતા મળવી શકય નથી. યુરોપમાં સ્ત્રીઓએ ધણું સહન કર્યું હિંદમાં એવું સહન કરવાની જરૂર સ્વાને હજી તો નથી પડી. પૂ. ગાંધીજીને કારણે અને રાષ્ટ્રિય મહાસભાને લીધે સ્ત્રીઓને અનેક સમાન હક જાય છે. પણ વધુ મેળવવા માટે સ્ત્રીઓએ જાતેજ પોતાના હક સ્થાપિત કરવા પડશે. કાયદાની રાહ જોયા વગર પોતાના ઘેરથી પણ શરૂઆત કરવી પડશે. જો ખાતા થયેલી સ્ત્રી ધારે તે આજે પેાતાની પુત્રીને મીલ્કતમાં ભાગીદાર બનાવી શકે પણ તેને માટે માતા થયેલી સ્ત્રીને કદાચ થોડી હેરાનગતી ભાગવવી પડે. સુપ્રખ્યાત થયેલી સ્ત્રોતથી સ્ત્રીએ અનેક નિરર્થક વસ્તુઓ મેળવે છે, તે શું પુત્રીને મીલ્કતની અધિકારી ન બનાવી શકે? ઘરકામ, ખળકના જન્મ એ સ્ત્રીને પરાધીન અનાવનાર નહિ, શરમની, નાલાયકની બામત નહી, પણ રાષ્ટ્ર અને સમાજના એક કા તરીકે લેખાય અને તેને માટે સગવડ આપવી એ દેશની, સરકારની અને સમાજની મહેરબાની નહિ પણ ક્રૂરજ ગણાય, અને તે ક્રૂરજ સ્ત્રી ઉપર કોઇ પણ મુસીબત ઉતાર્યો સિવાય તેઓ બજાવે એવું વાતાવરણ પેદા કરવું એ સ્ત્રીઓનાજ હાથમાં છે. વૉ યાજના, વર્ષા યોજના સામે સ્ત્રીના સમાન હકમાં માનનારી કેટલીક “જવાબદાર” સ્ત્રી સંસ્થાઓએ વાંધા ઉડ્ડાવ્યા છે. એ યેાજના જાતીય બેક્ભાવ વગર સ્વાવલંબી નાગરિક તરીકે પ્રજાને તાલીમ આપવા માટે છે. દશ વર્ષ સુધીની ઉંમરનાં બાળકો માટે તે યોજના અત્યારે તે અમલમાં આવી છે. આના અભ્યાસક્રમમાં કન્યાઓને ખાસ સગવડ નથી એવી ફરીયાદને આધારે વિચિત્ર વિરાધના સૂર ઉઠ્યા છે કન્યાનો જન્મ, તેના સાથેના વર્તાવ, તેની કેળવણી, એ બધું દુનિયાના પ્રશ્નોનો સામનો કરવા માટે નહીં પણ સ્ત્રીના જાતીય કાર્યો પાર પાડવાની દ્રષ્ટિએ જ જો હોય તા સ્ત્રીને સમાન સ્થાન અને હક પ્રાપ્ત કરવાની મહત્ત્વાકાંક્ષા સફળ શી રીતે થશે? વર્ધા યેાજના અસ્તિત્વમાં લાવી પૂ. ગાંધીજીએ ભવિષ્યની સ્ત્રીને સમાજમાં એક આઝાદ સ્થાન પ્રાપ્ત કરવાની જે તક આપી છે તે તકને આભાર સાથે અપનાવી લેવી જોગે, નહિ કે તેનો વિરોધ કરવા જોઇએ. વિધવાઓ-ત્યકતાઓ-વેશ્યાઓના પ્રશ્નો. : ૮ :—ત્મકતા અને વિધવાઓનો સવાલ, વેશ્યાના સવાલ, કહેવાતા ગેરકાયદેસર બાળકના પ્રશ્ન એ માત્ર અકુશરૂપી કાયદાએથીજ નહિ ઉકેલી શકાય. આવા પ્રશ્નોના મૂળ કારણામાં ઉતરવાની સમજવાની હિંમતભેર તૈયારી હોવી જોઇએ, પૂર્વ ગ્રંથીઓમાંથી મુકત બની પોતાના અંગત સ્વાર્થોના પ્રશ્ન કારે મુકી વિવિધવાદો (isms) આ ડર રાખ્યા વગર આ અનિષ્ટોના સાચા ઉપાય વિચારવા જ જોઈએ અને સાચી દિશામાં શરૂઆત કરવી જ જોઇએ. ભીખારીઓને પ્રશ્ન ઃ ભીખારી પ્રશ્ન પણ સ્ત્રીસંસ્થાઓએ ઉપાડયા છે. એ સ્થિતિ સંપૂર્ણ નાબુદ થવી ઘટે, પણ ઉપાય શો ? કાયદાના પ્રતિબંધ ? ભિખારીને માટે આશ્રયસ્થાને કે એવી હાલત શાથી પેદા થાય છે તેના મૂળમાં ઉતરવાની જરૂર ! અને એ રીતે વિચારીને તે હાલતને દુર કરવા માટે યોગ્ય પ્રયત્નો હાથમાં ધરવાની જરૂર ? જરા સુખી કુટુંબમાંથી આવતા આપણા જ વિચાર કરીએ. આપણે ઘર છોડવુ પડે, આપણા સર્જાશે એવા બને કે આપણે નિરાધાર બનીએ, તો આપણામાંથી કેટલા એમ કહી શકીએ એમ છીએ કે આપણે નોકરી હુન્નર કરી નિર્વાહ કરીશું ? તે કરવાની ઇચ્છા છતાં આપણામાંથી કેટલાને એ બળશે ? કેટલાની શકિત છે ? ત્યારે આપણે શું કરીશું? આપણે પણ ભિખારીની હાલતમાં નહિ જઈ પડીએ, તે સ્થિતિથી દેવા નહિ જએ તેની શી ખાત્રી ! આ બધા પ્રશ્નોના મૂળમાં જતાં
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy