________________
તા. ૨૯-૨
પ્રબુદ્ધ ન
આપણી ધર્મકથા
ધાર્મિક સાહિત્યનાં લક્ષ્યબિંદુ એ હાઇ શકે. સ્વભ પ્રચાર અને માનવીને ઉત્કૃષ્ટ જીવન જીવવાની પ્રેરણા. આજે પ્રચારાય છે તે મધ્યયુગી જૈન સાહિત્યમાં આ એમાનુ એક પણ લક્ષ્યબિંદુ જળવાતું નથી અને તેથી એ પુરાણું સાહિત્ય નિર્જન પગદંડી જેવુ લગભગ નિરૂપયોગી બન્યુ છે.
માનવ સમાજના કલ્યાણની જ્યોત લઇ, જૈન ધર્મ પ્રસર્યાં અને વિકસતી વેળા એના કેટલાક આચાર્યોને ઇતર ધર્માંની હરીફાઇ નહી. એ હરીફાઇના કાળમાં સત્ય વિસરાયું અને યેન કેન પ્રકારે પોતાના ધર્મને ઉંચે તેમજ પુરાણા બતાવવાની, અને ઇતર ધર્મની નબળાઇઓને બહુ જ મોટી કરી બતાવવાની સ્પર્ધા લગભગ દરેક ધર્મના રધરોએ શરૂ કરી. આ વેળાના તમામ ધર્માંના સાહિત્યમાં લગભગ પ્રાથમિક અવદશામાં રહેતા અસસ્કારો પણ પ્રવેશ્યા. એણે સ્થિતિચુસ્તતા અને ધર્માંધતા પ્રસરાવી. પોતાનાં કર્મકાંડનું બહુ મૂલ્ય આંકી બીજાની માન્યતાઓ પ્રત્યે અધમ તિરસ્કાર સેન્યા. પેાતાનાં ટાળામાં નહિ તેને નાસ્તિક અને ધર્મના દુશ્મન માન્યા. પરિણામે મૂળ ભાવના અને સનાતન સત્યા કેવળ ક્રિયાકાંડમાં જ મહત્વ પામી રહ્યા.
બુદ્ધિને કે તર્કને એ વેળા સ્થાન રહ્યું નહિ. જવલ્લેજ અસામાન્યાએ પોતપાતાની રીતે આ કર્મકાંડામાંથી સત્ય તારવીને આત્મ કલ્યાણ સાધ્યુ છતાં લોકપ્રવાહ તા પોતાના કિલ્લા રસી, બુદ્ધિ અને તર્કથી પર એવી શ્રદ્ધાધારે વહ્યા કર્યો.
આ સંજોગામાં સાહિત્યનું કાર્ય શ્રદ્ધા ટકાવવાનું જ શું, કેવળ શ્રદ્દા ટકાવી રાખવા જ પ્રગટતું સાહિત્ય ‘બાળ સાહિત્યથી વધુ વિકસ્યું નહિ. અને ‘બાળ સાહિત્ય’માં ઘડી ઘડી આવતી પરીઓ અને પાંખાળા ઘોડાની માફક આપણી અસંખ્ય જૈન કથાએામાં અગણિત, બુધ્ધિથી અસ્પરૂં એવા ચમત્કારો ભર્યાં પડયા છે.
પૂર્વજોની ભાવિકતા અને આપણું જ સારૂ છે એની શ્રદ્ધા આપણામાં હવે રહી નથી. આપણા કોટ કિલ્લા પુરાણાં નગર કિલ્લાઝ્મની જ્યમ તુટી પડયા છે. આપણા કુંડાળામાંથી બહાર આપણે હવે જાવા માંડયુ છે એટલે બાળ માનસને પ્રિય એવી ચમત્કારી વાતો આપણામાં અસર કરતી નથી એટલું જ નહિ પણ બુધ્ધિને વેળા કવેળા એમાં અસત્ય ભાસે છે. અને એવાં અસત્ય ધાર્મિક ભાવનાને આધાત પહોંચાડે છે,
ધર્માંધતાના ઝેરની અસરથી આપણે મુકત થતા જઈએ છીએ અને આપણા ધર્મ સિવાયના ધર્મમાં રસ ધરાવતા માનવાને નાસ્તિક નહિ કહેવાની વિવેક બુધ્ધિ કેળવાતી જાય છે એટલુંજ નહિ પણ સર્વધર્મ સમભાવની ભાવના પ્રસરતી જાય છે. એટલે ઈનર ધર્મો પ્રત્યે મધ્યયુગમાં કાંઈ સ્પર્ધાને કારણે કહેવાયુ હોય તો પણ એના પુનરોચ્ચાર હવે અનાવશ્યક છે. આપણા વિવેકી સાધુઓ એવી વાત ટાળીને એ પુરાણો વાંચે, વિચારે અને ઉપદેશે એવી આશા છેક જ વ્યાજબી મનાશે.
અધશ્રદ્ધાના ટકાવ જેટલુજ જેને કામ કરવાનું હતું એ કથાઓ કેવળ બાળવાર્તાથી વધુ વિકસી નહિ એમ હું અગાઉ કહી ગયા. બાળકોની બુધ્ધિ વિકસેલી નહિ એટલે હમે એમની આગળ ઘડી ઘડી ઉડતી પરી, ડુંગર જેવડા હાથી, આપણી નાકક વાત કરતા પખીએ અને પશુઓ, ઉડતા ઘેાડા અને
3
સિંહા એવુ કહો તે એમનાં મનરંજન થશે. એવી સરસ વાર્તાના કર્તા પર મુગ્ધ બની એ હમારી પાછળ પાછળ આવશે.
એજ બાળકને વિકસ્યા પછી, એવી વાતો આકશે નહિ અને એવી વાતે પુનઃ હમે કરવાનું જારીજ રાખા તે એ હમને કાં તે જુઠ્ઠા અને કાં તે પાગલ ગણશે. કોઇ અસર નિપજાવવાના લેહનાર્ માન ધટાડવાનાં એ કારણે પૂરાં પાડશે.
જીવનની શરૂઆતની શ્રદ્ધાપૂર્વક અને સાધુ સાચુજ કહે છે એ આસ્થાપૂર્વક માનેલી ધર્મકથા, પ્રાથમિકાવસ્થા વટાવ્યા પછી વધતી જતી બુધ્ધિની કસોટીએ નીરસ અને નિઃસલ લાગે છે. એજ વાતાના પુનરાચ્ચાર ધાર્મિક પ્રત્યાધાત પ્રેરે છે.
પદ્મસેન રાજા, પદ્માવતી રાણી, પદ્મનાભકુંવર અને પદ્મપુરી નગરી આવા સમપ્રાસિક વિશેષ નામેથી શરૂ થતી કથા અને હજારા રથે। અને દશ લાખ ઘેડાઓના ચમત્કારો, આકાશના અભિષેક અને નવરા છંદ્રનું ઘડી ઘડી આચડવું આવી કલ્પનાઓ અને કથાને સત્ય માનતાં નરનાર આજે પણ હશે પણ એમની સંખ્યા બહુ નથી. બાકી રહ્યા તે મોટા સમુદાયને ધર્મ આધવાજ હશે તો આવી કથા ઉપયોગી નિવડશે નહિ હું આજના વિસમી સદીના ગજથી જૂના સાહિત્યને ભાપીને એને ઉપાલંભ કરવા માંગતા નથી. તેમજ એ વેળાની કલ્પના, એ વેળાની સ્થિતિ-સંજોગો પર રચાયલી વાતા આજે પણ આપણી પ્રેરક અને માર્ગદર્શક બની શકે એમ છે એવુ માનનારાઓને આજના આપણા વિકાસને ઉપાલંભ કરવા દેવા માંગતા નથી.
સાહિત્ય એના યુગનું, યુગના સંસ્કારનું પ્રતીક મનાયું છે. વિકસતા જતા વનના મેળ સ્થિતિ સ્થાપક સાહિત્ય સાથે કેન કરીને થઇ શકે તે મ્હને સમજાતું નથી. માનવીના વિકાસની સાથેાસાથ એના સાહિત્ય, અને હેમાંયે જીવન પરત્વે સતત જાગૃતિ શિખવતા ધાર્મિક સાહિત્યે તા વિકસવુંજ જોઇએ, એમ ન થાય તો આજે બની રહ્યું છે. હેબ એ સ્થિર સાહિત્યથી વિકસેલાં માનવાના જીવનની પકડ નિર્બળ બન્યા પછી એ સાહિત્ય જે ધર્મનુ પ્રચારક હશે તે ધર્મના સંસ્કાર અવશેષો દિન પ્રતિ દિન ઓછા થતા જશે.
જતા એમના ધર્મ પ્રચાર અંગે ઘણો ભાગ આપે છે. સાધુ અને સાધ્વીઓનાં આ બધાં ટોળાં જૈન સંસ્કારના પ્રચાર અર્થે છે. કેટલીયે જૈન સંસ્થાઓ પણ આ જ કાર્ય કરી રહી છે, એ સૌએ આ દૃષ્ટિથી આપણું સાહિત્ય આજની જરૂરીયાતો પૂરી પાડવા, આજના વિકાસને ઉ-તેજવા, આત્મ કલ્યાણના માર્ગે દોરવા કેટલું સમૃધ્ધ છે. એ વિચારી લેવાનુ છે.
આજ પહેલાં કેટલાકાએ પુરાણી કથાનાં જીવજંતુ ખખેરી એને નવી ભાષા શૈલી આપી, એવાં પુસ્તકોને નવાં રૂપ રંગ આપી આપણને આપ્યાં છે. પણ કેવળ ભાષાશૈલી બદલવાથી તે એ વાર્તા માત્ર વાંચવા લાયક બને છે. એટલું જ. મધ્યયુગી કલ્પના સંસ્કાર રાપણુની અગત્યની અસર ઉત્પન્ન કરવામાં વિચતજ સફળ બને છે.
એટલે હું તે માગુ છુ કે નવીજ કથા, આજની બાધામાં, આજના અશ્રધ્ધાળુ માનવીને જૈન સંસ્કાર અને ધર્મ માં રસ લેતા કરવા રચાવી જોઇએ. હજારો સાધુ સાધ્વીઓ કેવળ જન અસ્કારના પ્રચારાર્થે પોષાતા હોય, દર પ્રભાતે જૈન સંસ્કાર પ્રચારની હારા સભા (વ્યાખ્યાના) છતાં આપણા કથા સાહિત્યની આ પ્રાથમિક અવસ્થા જૈનોને શૅબારૂપ નથી.. તારાચંદ.