________________
તા. ૧૫-૧-૪૦
પ્રબુદ્ધ જૈન
સહેલું લાગતું હતું. બાહ્ય શાંતિ અને હૃદયની શાંતિ એક થઈ ગયાં. હૃદયની પ્રસન્નતાએ જ જાણે આકાશના અરીસામાં
વ્યકત થવા માટે ચંદ્રનું રૂપ ધારણ કર્યું હતું. એટલે તે વખતનો ચંદ્ર જોઈ આનંદ થશે. અને પેલી ચાંદીની લીટી જેવી જમુના–એ તે ધ્યાનમગ્ન થઈને ચાંદરણું પીતી જતી
હતી.
“થંભ્યા જમુનાના નીર.” યોગશાસ્ત્રના એક સવાલ છે : સમાધિમાં પહોંચ્યા પછી માણસ ફરી દેહબુધ્ધિ ઉપર શી રીતે ઊતરે છે ? મારા મનમાં પણ આ મિનારા પર પ્રશ્ન ઊઠે કે અહીંના આ શાંત અદ્વૈતમાંથી શી રીતે સ્મરણ જાગ્યું કે અહીંથી અમારે વખતસર પાછા જવું છે. ત્યારે શું આ કુદરત સાથેને અદ્વૈત બધું માયારૂપ છે અને સ્ટેશન પર જઈ પકડવાની ટ્રેન જયપુરની ગાડી સત્યરૂપ છે? કે જેથી આ બધો અદૈતાનંદ વિખેરી નાખી અમે પહેલાં પગથિયાં રાજીખુશીથી ઊતરવા તૈયાર થયા.
નીચે ઊતરીને તાજમહાલની એક પ્રદક્ષિણા કરી. જેમ જેમ પ્રદક્ષિણા કરતા ગયા તેમ તેમ તાજના મુખ્ય ઘૂમટમાં અમાવાસ્યા, અષ્ટમિ અને પૂર્ણિમાં દેખાવા લાગ્યા અને પાર મિનારા તે એની મેળે આ ચાર પ્રકાર બતાવતા હતા. અમે જે કિનારા પર થઢયા હતા એના પર પાંદરણાનું ઝાપટું જોરથી પડતું હોવાથી ત્યાં પૂર્ણિમા હતી. એ અમારે માટે પૂર્ણિમા બની હતી, આગ્નિ ખૂણાનો મિનારો એ જ કારણે અમાસ બની હતી. વાયવ્ય ખૂણો અછમિની શોભા બતાવતી હતી. જ્યારે ઈશાન ખૂણાને મિનારો તાજ પાછળ ઢંકાઈ ગયો હતો.
અમે ઉત્તર તરફ જઈ જમુનાનું દર્શન કર્યું. ત્યાંથી પૂર્વ તરફ વળ્યા. ત્યાં તાજના એક ગોખલામાં ઊભો રહી પૂર્વ તરફના પ્રાર્થનામંદિરના શિખર ઉપર મેં પાંદ આણે. એ બાજુની મસ્જિદ સેનાની બની ગઈ હતી. એ કાળી મસ્જિદના શિખર ઉપર ગોળ ચંદ્ર અને એ ચાંદના પેટમાં શિખરની સળીમાં પરોવાયેલ ગળે એટલે તે સુંદર લાગતો હતો કે આંખને એ ઉજાણીમાંથી ઉઠાડવાની હિંમત ચાલતી નહોતી. જરાક આગળ જઈને જોયું તે માથા ઉપરથી અભિજિત અમી વર્ષે છે. વધતા જતા ચાંદરણને લીધે આખો તાજ એવો તે ઉઠાવદાર દેખાતો હતું કે જાણે હમણાં મેગલ વંશની આખી તવારિખ બોલી બતાવશે.
તાજના એ ધોળા એટલા ઉપરથી અમો નીચે ઊતર્યા. ઉપર હતા ત્યાંસુધી કળાની મસ્તીમાં હતા. એટલા નીચે આવ્યા અને પ્રદક્ષિણ કરવા માંડી એટલે મસ્તી ઊતરી અને અંતર વધવાથી મનમાં મસ્તીને ઠેકાણે ભકિતએ પ્રવેશ કર્યો. અહીંથી મિનારાઓ વધારે ગંભીર દેખાવા લાગ્યા. હવે એ અમારા ન રહ્યા પણ ગંધર્વસૃષ્ટિમાં જઈને પહોંચ્યા. નીચેથી પ્રદક્ષિણા કરતાં હવે તે કશું જોવાની તાકાત ન રહી. આખો ધરાઈ હતી. હયું છલ ભરાયું હતું. ભેજું વિચારોની ભીડને કારણે નકકર બન્યું હતું. અને પગ પીધેલા માણસ જેવા જેમતેમ પડતા હતા. એ શરીરનો થાક નહોતો પણ સૌંદર્યપાનને એ કેફ હતો.
પણ શું આ બધી અસર કેવળ સૌંદર્યસૃષ્ટિની હતી ? ને, એમાં મુખ્ય ભાગ તો ભાવનાસૃષ્ટિને હસે, આજે એ તાજ પાછળ કેવળ શાહજહાન અને એ મુમતાઝ નથી પણ મોગલકાલિન ભારતવર્ષનો આદર્શ છે. પ્રાચીન કારીગરીના
પ્રતિનિધિ હિદ શિક્ષિઓ અહીં કામ કરતા હતા. બગદાદ અને ઇસ્તમ્બુલની કારીગરીને લઈ આવેલા ત્યાંના વણઝારા પણ અહીં હતા અને કોણ જાણે દિલ્લીના વૈભવથી આકર્ષાઈને આવેલા કાણુ કયા દેશને હતો અને કોણ કયા દેશને નહોતે. દરેકની બોલી જુદી, દરેકના સુખદુઃખ જુદા, દરેકની અનુભૂતિ અને અભિરૂષિ પણ જુદાં છતાંય એ બધાને અહીં અપૂર્વ અને સુભગ સંગમ થયો હતો. જે જાતની હદયની એકતા ભારતવર્ષ માટે આપણે ઈચ્છીએ છીએ અને જે એક્તામાંથી આપણે દુનિયાની સર્વોત્તમ સેવા કરવાની મહેચ્છા સેવીએ છીએ તે અલૌકિક એકતા આ કલામહોત્સવના વાતાવરણમાં એક વખતે સિધ્ધ થયેલી હતી અને આ જીવો પુરાવો અમારી નજર આગળ ઊભો હતો.
સીડીને કરે અથવા હાથની લાકડી જેમ જેમ વપરાય તેમ તેમ તેની સુંવાળપ વધે છે. દરેક જણના હાથની પ્રસનતા એના પર જેમ જેમ ફરતી જાય છે તેમ તેમ એનું તેજ વધે છે એ અનુભવ સાર્વત્રિક છે. આ તાજમહાલ ઉપર પણ અનેક જમાનાના અસંખ્ય પ્રેક્ષકોએ આવી આવીને આ તાજ ઉપર પોતાની આંખો ફેરવી છે અને એના ઉપર પિત પિતાની ભાવનાના પૂર ચઢાવ્યા છે અને એનું ગૌરવ અને એની તાજગી વધારતા ગયા છે.
જે આવે છે તે પિતાના જીવનાનુભવનું ભાથું લઈને અહીં આવે છે અને એ અનુભવ જેટલો ઊંડે હોય તેટલા પ્રમાણમાં આ કળાવિલાસનો અર્થ કરે છે. જાણે કોઈ આચાર્ય આવાણી ઉપર પોતાના પ્રસ્થાનનું ભાષ્ય કરે છે.
નિર્મળ અરીસામાં જેમ માણસને પોતાનું પ્રતિબિંબ - દેખાય છે અને એ અરીસાના પારામાં જે ગુલાબી રંગ હોય તો પોતાની મુખમુદ્રા પણ જેમ કમળ ખીલે છે તેવી જ રીતે દરેક માણસ આ ક્લાકૃતિમાં પિતાનાં હૃદયનું ઉત્કૃષ્ટ પ્રતિબિંબ દેખી શકે છે. હૃદય જેટલું સમૃદ્ધ હશે તેટલું અહીંનું પ્રતિબિંબ ઊંડું હશે.
એટલે અહીં જે અનુભવાય છે તે આત્મદર્શનનો જ આનંદ, આત્મપરિચયનું સમાધાન અને આત્મવિકાસની અમરતા.
ખરેખર આ કળાકૃતિ મૃત્યુંજયની માત્રા છે; અમર પ્રેમનું લાવણ્ય છે: यत्रतोयेषु लोलेषु चन्द्रमाः साधुनृत्यति
કાકા કાલેલકર
ભવ્યતાનું દર્શન નિકેલસ રીકનાં ચિત્રાનું પ્રદર્શન આન્તરરાષ્ટ્રિ જેની ખ્યાતિ છે અને જે છેલ્લાં પંદર સત્તાર વર્ષથી હિમાલયમાં નિવાસ કરી રહેલ છે તે સુપ્રસિદ્ધ ચિત્રકાર નિકોલસ રોરીકનાં ચિત્રોનું પ્રદર્શન આજકાલ મુંબઇના ટાઉન હોલમાં રજૂ થયેલું છે. આ ચિત્રો કેવળ પાર્થિવ દોનાં સ્થૂળ આલેખન નથી પણ ભવ્યતા અને અનન્તાને મૂર્ત સ્વરૂપ આપતાં દિવ્ય દર્શને છે. આ ચિત્રો અને તેના નિર્માતા મહર્ષિ ચિત્રકાર વિશે વધારે વિગતે હવે પછીના અંકમાં આપવામાં આવશે. આ ચિત્રો નજરે નિહાળવાની તક ન ચૂકવા “પ્રબુદ્ધ જૈન”ને વાચકોને ખાસ આગ્રહ કરવામાં આવે છે.