________________
બુદ્ધ જૈન
C
નિયમ એ નિયમ જ છે અને એમાં જ્યાં સુધી કશે। ફેરફાર ન થાય ત્યાં સુધી તે નિયમ કાઇને એક સરખા બંધન કર્તા છે. સંસ્થાના સંચાલકોએ પ્રત્યેક નિયમની વ્યવહારતાના ચાલુ વિચાર કરતા રહેવુ જોઇએ અને જ્યારે છુટછાટ કે અપવાદ ઉચિત લાગે ત્યાં અને ત્યારે સતિ આપવામાં પુરા ઉદાર રહેવુ જોઇએ. પણ એ સાથે જ્યાં સુધી અમુક નિયમમાં ફેરફાર કરવામાં ન આવે ત્યાં સુધી તેઓએ તે નિયમ વિધાર્થીઓ પાસે પળાવવા માટે ચોકકસ અને સખ્ત બનવુજ રહ્યું. શિસ્ત વિનાની સંસ્થા અનથંકારીજ બને. આ આખી લેખમાળા શિસ્તને ઢીલેા કરાવા માટેની રજુઆત નથી પણ કેટલાક ધાર્મિક નિયમોમાં દેશકાળને યાગ્ય ફેરફારની હિમાયત કરવા પુરતોજ છે. છાત્રાલયના સંચાલકો કે વિધાર્થીએ આ લેખમાળાના કો અનર્થ ન કરે તેટલા પુરતી આટલી સ્પષ્ટતાની જરૂર છે.
આ બધા નિયમો પળાવવામાં આવે છે અને ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે તેના આશય વિધાની ધાર્મિકવૃત્તિ અને તેટલી સુદૃઢ કરવાના છે. આવા નિયમે અને ધાર્મિક શિક્ષણને ધાર્મિકતા સાથે બીલકુલ સંબંધ નથી એમ કહી ન જ શકાય. પણ વિદ્યાર્થીઓમાં કેળવવા ધારેલી ધાર્મિકતાને ખરા સબંધ છાત્રાલયના ચાલુ વાતાવરણ અને સંસ્થાના નિયામક તથા સંચાલકાની ચાલુ જીવનચર્યા. સાથે છે. આ બાબત સૌ કોઇએ ધ્યાનમાં લેવી ઘટે છે. જે ઉપર નહિ હાય તે નીચે ઉતરવાનુ નથી. જેમ કુશીલ પતિએ પતિવ્રતા સતીઓનાં ચરિત્રા વચાવીને પોતાની સ્ત્રીને પાતિવ્રત્ય શિખવવાની આશા સેવે છે તેવી જ રીતે કેટલાંક સંચાલકો પોતાતા જીવનને વ્યસ્થિત અને ધાર્મિક બનાવ્યા સિવાય વિદ્યાર્થી એને આવા પ્રયત્નો વડે ધાર્મિક બનાવવાની આકાંક્ષા રાખે છે પણ એ આશા અને આકાંક્ષા અને વ્યર્થ છે. ખાળકો માબાપ શિખામણ આપે છે તે મુજબ કદિ વર્તતા નથી પણ માબાપ વર્તે છે તેવુજ બાળકોનું માચરણ ઘડાય છે. આવુ જ છાત્રાલયના વિદ્યાર્થી અને તેમના સંસ્થાગત મુરબ્બીઓનુ સમજી લેવુ. આમ હાવાથી વિદ્યાર્થીઓ જોઇએ તેટલા ધાર્મિક અનતા નથી અથવા તે અધાત્મિકતા તરફ ઢળતા દેખાય છે. એમ માલુમ પડે તે તે માટે વિધાર્થી આને દોષ કાઢતા પહેલાં આપણે આપણી જાતનેજ તપાસવી ઘટે છે. ધાર્મિકતા બાહ્ય ક્રિયાના વિષય નો પણ સાક્ષાત્ જ્વન સાથે સંબંધ ધરાવતી વસ્તુ છે. જે સંસ્થાના સંચાલકો ઉચ્ચ ચારિત્રવાળા તેમ જ ભાવનાશાળી હશે તે સંસ્થાના વિધાર્થીઓ ઉપરથી પ્રેરણા પામીને જરૂર ઉજ્જવળ ચારિત્ર અને ઉત્કૃષ્ટ આદર્શવાળા બનશે. એમાં સદેહ છે જ નહિં, જેવી સમાજ તેવા સાધુએ તે માકક જેવા આપણે તેવા આપણા વિદ્યાર્થીઓ. આ ન્યાય અને વર્ગને સરખી રીતે લાગુ પડે છે. આ ઉપરથી જે કા! નિયમ વિદ્યાર્થી પાસે આપણે મનાવવા માંગતા હાઇએ તે નિયમનો અમલ સંચાલકોના વનમાં પણ દૃષ્ટિગોચર થવા બ્લેઇએ. જે હું રાત્રીભોજન કરતા હાઉં, કંદમૂળ ખાતા હાઉ કે રસીગારેટ પીતા હાઉ તા મારી નીચેના વિદ્યાર્થીને તે તે બાબતેના હું કાઇ પણ રીતે નિષેધ કરી ન જ શકું. આજ ન્યાય બીજી બાળામાં પણ અમુક અંશે લાગુ પડે છે. આજના છાત્રાલય સંચાલકો આ બાબતાનો પુરો વિચાર કરીને ઉપદેશ અને આચારની સંપૂર્ણ સંગતિ જળવાય તેવુ અને તેટલું જ નિયમન ધાર્મિક ગણાતી બાબતામાં કરે. એમ અનશેતા અને ત્યારેજ વિધાથીઓ ઉપર સાચી છાપ પડશે અને ખરી ધાર્મિકતાની તેમને વન્ત પ્રેરણા મળશે.
આ મારા વિચારા આપણાં અનેક છાત્રાલયાનાં સંચાલકો સમક્ષ નમ્ર ભાવે હું પરન્તુ કરૂ છું અને તે એ આશયથી અને એવી આશા સાથે કે તે આ બધી બાબતે વિષેના રૂટ
તા. ૧૫-૨-૪
:
:
પતિત કાણુ ?” (૧૦ પાનાથી ચાલુ) તે કયાં જાય છે કાને મળે છે તેની હવે તેને કશી દરકાર નહેાતી. રૂખી વ્યવહારથી રામદાસ શેઠને પરણી હતી. પણ મનથી તેણે માધવ સિવાય કાઈને સબંધ સ્વીકાર્યો નહાતા. માધવ તે રૂખીનેજ દિનરાત ઝંખી રહ્યો હતા.
રૂખી અને માધવ મળ્યાં; મળીને મન હળવાં કર્યું પૂર્વકાળનાં સ્મરણા તાજા થયાં; વર્તમાન પરિસ્થિતિ તે બે ઘડી ભુલી ગયાં; એકમેક ઉન્મત્ત બન્યાં, યૌવને યૌવનને ભાગ ભજવ્યા! અને થનાર થઈ ગયું.
કેટલાક સમય ગયા અને રૂખીને સાસરેથી તેડું આવ્યું. ન જવા માટે રૂખીએ ઘણાં વલખાં માર્યા. પણ માએ તેને પરાણે મેકલી. રૂખીનાં હૃદયમાં ફફડાટ હતા. હુયના ધબકારે માધવ ગુજતા હતા.
રૂખીની તબિયત પાછી લથડતી ચાલી. ડાકટરે રૂખીને તપાસી શેઠને ખબર આપ્યા કે રૂખી સગર્ભા છે. શેની આંખ ચાર થઇ ગઇ. એને મીજાજ ગયો. બુઢ્ઢો ધણી ચારિત્ર્યની વ્યાખ્યા વિચારવા લાગ્યા. રૂખી ભ્રષ્ટ છે. તે તાડુકયા “ચંડાળ મારા ઘરમાંથી નીકળ, તારૂ કાળુ કર, તે શંખણીએ મારા કુળને કલક લગાડયુ” રૂખીને ઘર બહાર કાઢી.
વિધવા ભાભી સાથે વ્યભિચાર સેવનાર એ રામદાસ શે મહાન પવિત્ર હેાવાના દાવા કરી શકે, જ્યારે ભચારી રૂખી ! દુનીઆની દૃષ્ટિએ પાપિણી અને પતિત કરે છે. સમાજમાં સ્ત્રી જાતિને તે આવા ધેાર અન્યાય સહન કર્યેજ છુટકો છે, જ્યારે પુરૂષ જાતિને કાંઈ સહેવાનું રહેતુજ નથી.
રૂખી ચાલી નીકળી, રડતી કકળતી એ મહામહેનતે સ્ટેશન ઉપર આવી. તેણે માન્યું પિયર જાઈ આસરો મળશે. પણ રૂખીને કયાં ખબર હતી કે પિયરીઆને દીકરી કરતાં સમાજનો ડર વધુ હોય છે.
રૂખીએ બારણુ ડોકયુ, બારણુ ઉઘડયું. માને પગે પડી અને હૃદય હાલળ્યુ. વાત સાંભળતાં જ માગે કહ્યું “રાંડ, કુવા ન મળ્યો તે તારૂં કાળું માં દેખાડવા તુ અહિં આવી!” અને બારણાં બંધ કર્યો.
ભૂખી તરસી રૂખી ચાલી નીકળી, વિચાર આવ્યો, માધવ પાસે જાઉં. પણ પેાતાનાં એ માધવને ક્ત કરવા કરતાં બધા ભાર પોતે લઇ દુનિઆમાંથી ચાલ્યા જવાનું જ તેને વધારે ગમ્યું.
ઘેર અંધારી રાતે કુવાને કાંઠે એડી, ખૂબ ખૂબ રડી, માધવનું સ્મરણ કર્યું અને ઉભી થઇ, માધવ! માધવ! ના પાકાર સાથે રૂખીએ પડતુ મૂકયુ, કુવામાંથી પડો પડયા ‘માધવ ’
હું! હું' ! કરતાં કાઇ દોડતું આવ્યું, પણ તે પહેલાં તે રૂખીએ ઝંપલાવી દીધુ હતું. અંદર પડી રૂખીને બહાર કાઢી પોતાના ખેાળામાં માથું રાખી રૂખીને પંપાળી, રૂખીએ આંખ ઉઘાડી કાણુ ?. . માધવ !' તેનો હાથ પોતાની છાતી ઉપર મૂકી હસતાં મોઢે રૂખીએ વિદાય લીધી. રૂખોના ચહેરા ઉપર પરમ શાન્તિ છવાઇ રહી.
મહન્તની વાત સાંભળી મુસાફરોએ પણ નિઃસાસા નાંખ્યા બીચારી રૂખી ! વેણી બહેન કાપડીઆ, મન્તવ્યો બે ઘડી બાજુએ મૂકે અને વિધાર્થીનું સાચું કલ્યાણ ક્રમ સધાય અને તે સાચે ધાર્મિક ક્રમ અને એ દૃષ્ટિએ આ લેખમાળામાં ચર્ચેલી દરેક બાબતની બધી બાજુએ પુન: ગંભી-રતા પૂર્વક તપાસે અને એ તપાસના પરિણામે આજની રચનામાં જે કાંઇ ફેરફાર કરવા યોગ્ય લાગે તે રાસમાજ ક્ષેાળની કશી પરવા કર્યા સિવાય જાહેરમાં જણાવે અને તે મુજબ અમલ કરે, જો આટલી વિચાર પ્રેરણા આ લેખમાળા ઉત્પન્ન કરી શકશે તે આ લેખો લખવાને મારા શ્રમ સફળ થયે માનીશ. ( સમાસ )
પમાનમ