________________
પ્રબુદ્ધ ન
તા. ૧૫-૨-૪' a
જરૂર સ્વીકારૂ. આ ધાર્મિક શિક્ષણનો લાભ લેવા પ્રેરાય તે માટે પારિતાષિકો અને શિષ્યવૃતિનાં આકર્ષણો રાખવામાં આવે તે પણ હુ પસંદ કરૂ પણ આજે કેટલાક ઠેકાણે ધાર્મિક શિક્ષણ કેવળ ડોકટરી ઇન્જકશના ભાક પાય છે. અને તે ન લે તા અથવા તેને લગતી પરીક્ષામાં પસાર ન થાય તે માથે ખરતરપીની તલવાર લટકતી હોય છે એ વસ્તુસ્થિતિ હું સંમત ન કરૂં. આમ કરવામાં આવશે તે કાઇ પૂજા કરશે નહિ કે ધર્મનું કોઈ ભણશે નહિ એ ભય તદ્દન ખાટા છે. પણ સાથે સાથે આજે બધા વિદ્યાર્થીએ નામની પૂજા કરે છે અને વેડે ધર્મનુ બણે છે એ દેખાવ કાયમ નહિ રહે એ સત્ય તે સ્વીકારવુંજ રહ્યું. પસંદગી આજના ચાલુ ભ્રામક દેખાવ અને ખરા દિલથી થોડા વિદ્યાર્થી પૂર્જા કરે અને ધાર્મિક શિક્ષણ પામે એ બે વચ્ચે કરવાની રહે છે. મને લાગે છે કે આ બાબતને મરજિયાત રાખવામાં જ સાચી. ધાર્મિકતા સીંચવાની અને પોષવાની છે. આવી જ રીતે સામાયિક કે પ્રતિક્રમણ લાભકારી તેમ જ ધાર્મિક ઘડતર માટે ઉપયોગી છે એ વિષે એમત હોવા સંભવ નથી પણ આ બાબતમાં મોટી ઉંમરના વિધાર્થીઓ માટે કરજિયાતપણું જરા પણુ ષ્ટ નથી એમ ભારૂં માનવું છે,
ધાર્મિકતાના અંગનાં સમુહ પ્રાર્થનાની પ્રથા વિચારવા જેવી અને દરેક છાત્રાલયોએ અમલમાં મુકવા જેવી છે. સમુહ પ્રાર્થના એટલે સર્વને અનુકુળ કોઇ પણ સમયે સર્વ વિદ્યાર્થી એકત્ર થાય અને થોડા વખત ભજન–સ્તવન–પ્રાર્થનામાં ગાળે. આ પ્રાર્થના સાથે સગીત હંમેશાં જોડાયલુ હોય છે. આવી પ્રાર્થનામાં અનેક સાધુ સંતાનાં રચેલાં પદ્દો ગવાય છે અને તેથી સ્વાભાવિક રીતે આવી પ્રાર્થના સાંપ્રદાયિક સાંકડાપણાથી મુકત હોય છે. આ પ્રથાથી છાત્રાલયનું વાતાવરણ સદા ભાવનામય અને શ્વરપ્રણત રહે છે. અને સાથે સમુહસગીત જેને આપણે ત્યાં લગભગ અભાવ જ વર્તે છે, તેને ખુબ ઉત્તેજન મળે છે.
ધાર્મિક શિક્ષણ કયા પ્રકારનુ અને કેવી રીતે આપવું એ એક સ્વતંત્ર વિષય છે. તેની વિગતવાર ચર્ચા કરતાં આ લેખનાળા બહુ લંબાઇ જાય. આજે જે રીતે અને જે પ્રકારનુ ધાર્મિક શિક્ષણ અપાય છે તેમાં કાલેજમાં ભણતા વિદ્યાર્થીને રસ પડતો નથી એ સર્વ સ્વીકૃત અનુભવ અને અભિપ્રાય છે. આજનું કૉલેજ શિક્ષણ, આસપાસનું વાતાવરણ અને નવા માનસ ઉપર જામેલુ વિજ્ઞાનનું પ્રભુત્વ આ પરિસ્થિતિ વચ્ચે કયા પ્રકારનું ધાર્મિક શિક્ષણ આજના વિધાર્થીમાં રસ ઉપજાવી શકશે એની મને સુઝ પડતી નથી. આમ છતાં પણ ધાર્મિક શિક્ષણ નકામું કે આનજરૂરી છે એમ પણ કેાથી કહી શકાય તેમ છે જ નહિ. આપણું ધર્મ સાહિત્ય વનને ઉન્નતિગામી સંસ્કારો આપનાર અખૂટ સામગ્રીનો અમૂલ્ય ભંડાર છે. આજ સુધી ધડાયલી અને સમર્થન પામેલી આપણી સંસ્કૃતિના સાચા પરિચય પણ આપણા ધર્મસાહિત્ય દ્વારા જ થઈ શકે છે. કોઇ પણ સંસ્કારવાંચ્છુ વિધાર્થી ધર્મ સાહિત્યના પરામર્શથી વંચિત રહી શકે જ નહિં આ રીતે ધાર્મિક શિક્ષણની ખુબજ ઉપયોગિતા છે. એમ આપણે કબુલ કરીએ તે પણ આજના ‘ધર્મ' વિમુખ અથવા તા ખરી રીતે કહીએ તે સ ંપ્રદાય વિમુખ બનના જતા વિદ્યાર્થીમાનસને ધાર્મિક શિક્ષણ કેવી રીતે રાયક બનાવવું એ એક વિકટ પ્રશ્ન બની રહ્યો છે અને તેની કોઇપણ યોજના હજુ સુધી નોંધવા યોગ્ય સફળતાને પામી જાણી નથી. આપણા પ્રસ્તુત પ્રશ્નને અંગે તો અત્યારે અપાતું ધાર્મિક શિક્ષણ કૅમ માથું કંટાળાભર્યું બને એટલુંજ આપણે વિચારવાનુ રહ્યુ. આ દિશાએ ‘પ્રબુધ્ધ જૈન’ ના આગળના અંકમાં માન્યવર શ્રી.
ي
મણિલાલ બાલાભાઈ નાણાવટીએ કેટલીક ઉપયોગી સૂચનાએ કરેલી છે તેથી વિશેષ અહિં કશું ઉમેરવા જેવું રહેતુ નથી. વાંચકાને એ લેખ જોઇ જવા વિજ્ઞપ્તિ છે.
હવે છેવટની બાબત કદમૂળ તેમજ અમુક તિથિએ લીલેાતરી નહિ આપવાને લગતી વિચારવાની રહે છે. આપણી ધાર્મિક રૂઢિ કંદમૂળ નિષેધ તેમજ લીલોતરી પરિત્યાગ ઉપર ખુબ ભાર મુકે છે. આજનું વિજ્ઞાન આ બન્નેની પોષક દ્રવ્યેા તરીકે બહુ મોટી કિંમત આંકે છે. આજના છાત્રાલયો પુરા કૂંડના અભાવે બહુ કરકસરથી ચલાવવામાં આવે છે. આ કરકસરના સૌથી વધારે અમલ વિધાર્થીને અપાતા ભાજન ઉપર કરવામાં આવે છે. વિદ્યાર્થીને અપાતું ભેજન ખુબ સાદું હાવુ જોઇએ એ વિષે બે મત છે જ નહિ. એમ છતાં પણ એ ભાજન પુરૂં પ્રાણપાક અને સ્વાદિષ્ટ હોવું જોઇએ એ બાબત પણ એટલી જ ધ્યાનમાં રાખવાની રહે છે, જે છાત્રાલયનો વિદ્યાર્થી પ્રસાદર હશે તેજ છાત્રાલયનું વાતાવરણ હંમેશાં પ્રસન–શુલ્લ રહેવાનું. પ્રાણપાષક ભાજન તાજી અને લીલી વસ્તુઓની ખુબ અપેક્ષા રાખે છે. સ્વાદિષ્ટ બેજન વિવિધતાની અપેક્ષા રાખે છે. સાધારણ રીતે છાત્રાલયના બાજન માટે સસ્તામાં સસ્તા શાકભાજી ખરીદવામાં આવે છે. જૈન છાત્રાલયમાં કંદમુળ લવાય નહિ; અમુક તિથિએ લીàાતરી રંધાય નહિ. શાકભાજી સસ્તા હોય તે લાવવાના તેથી શાકભાજીની પસંદગી ખુબ મર્યાદિત બની જાય છે અને તે પણ તિથિનિષેધાને લઇને વિધાતે પુરા પ્રમાણમાં મળતા નથી. આજની ભાજન પ્રબંધની આ પરિસ્થિતિ છે. જે પ્રકારના છાત્રાલયોના પ્રશ્ન આપણે મુખ્યતાએ ચર્ચ્યા છે તે પ્રકારના છાત્રાલયોમાં ઉપરના પ્રતિબંધોની બહુ જરૂર કે ઉપયોગિતા મને દેખાતી નથી. આમ છતાં પણ આ જ કારણને અંગે સમાજનો વિરોધ વહારી લેવા જોઇએ એટલા મહત્વની આ બાબત નથી. તેથી જ તિથિનિષેધ હળવાં રાખવામાં આવે તો વિદ્યાર્થીને અપાતુ ભેાજન પરિમિત પસંદગીમાં પણ પુરતુ પ્રાણપાષક અને વૈવિધ્યવાળું બનાવી શકાય તેમ છે. માત્ર આ આખતની છાત્રાલયના નિયામક અને સંચાલકાને પુરી ચીવટ હાવી જોઇએ. અને શાકભાજીની પસદગીમાં કરકસરની દૃષ્ટિ કાંઇક ગૌણ બનવી જોઇએ. કેટલાક ઠેકાણે ખાનપાનની ચીજોમાં ભીન્ન પણ અનેક પ્રતિબંધો પાળવામાં આવે છે. આનુ પરિણામ વિદ્યાર્થીની ગુંગળામણ અને શેષણમાં જ આવે છે. આવા છાત્રાલયના વિધાર્થી ાણે કે સદા ભૂખ્યા જ રહે છે અને જેલના કેદીની માફક નિષિધ્ધ ખાનપાનને જ ઝંખ્યા કરે છે. પરિણામે બહારના સંયમ નીચે અંદરના અસંયમ જ કેળવાય છે અને આ રીતે ધર્મથી જ ધર્મ હણાય છે.
આ લાંબી લેખમાળા પુરી કરૂ તે પહેલાં એક બાબતની સ્પષ્ટતા કરી લઉં. આ લેખમાળામાં આજના ધાર્મિક નિયમંન પરત્વે જે છુટછાટો આપવાને લગતી સૂચનાઓ કરવામાં આવી છે તેનો અર્થ કોઈ એમ ન કરે કે આજે જે છાત્રાલયમાં અમુક નિયમો પાળવાની સરને વિધાર્થી ઓને દાખલ કરવામાં આવે છે તે છાત્રાલયના વિદ્યાર્થીઓ એ નિયમો સબધમાં ફાવે તેવી છુટછાટ લે તો તે છાત્રાલયના નિયાનાએ કે સંચાલકાએ તે સામે આંખ આડા કાન કરવા જોઇએ અને જેમ ચાલે તેસ ચાલવા દેવુ જોઇએ. અમુક નિયમમાં ફેરાર કરવાની સૂચના કરવી, અથવા તે અમુક નિયમના અનુપાલનને અંગે ઉભી થતી અગવડા સંચાલકોના ધ્યાન ઉપર લાવીને તેમાં છુટછાટ મેળવવા માટે હીલચાલ કરવી એ એક બાબત છે અને ચાલુ નિયમને ભરળ પ્રખાણે તેડતા રહેવું એ શ્રીજી બાબત છે.