________________
પ્રબુદ્ધ જૈન
सचस्स आणाए उव्वरिए मेहावी मारं तरति । સત્ય આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુધ્ધ જેન
सत्यपूतं वदेद्वाक्यम्
૧૯૪૦
ફેબ્રુઆરી, ૧૫ કામી છાત્રાલા અને ધાર્મિકતા
(૩).
( ગતાંકથી ચાલુ )
હવે પૂજા, ધાર્મિક શિક્ષણ અને સામાયિક-પ્રતિક્રમણના ફરજિયાતપણાની યોગ્યાયેગ્યતા વિષે વિચાર કરવાનું ઉપસ્થિત થાય છે. આગળ જણાવ્યું તેમ આજના કામી છાત્રાલયા એ પ્રકારના જોવામાં આવે છે. એક તા મેટ્રીક સુધીના એટલે કે માધ્યમિક તેમજ હાઇસ્કુલનાં ધારણામાં ભણુતા વિદ્યાર્થીઓને રહેવા ખાવાની સગવડ આપતાં અને બીજા કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને તે પ્રકારની સગવડ આપતાં છાત્રાલય. હાઇસ્કુલને લગતા છાત્રાલયોમાં વસતા વિધાર્થી કુમળી વયના અને જેમ વાળા તેમ વળે તેવી પ્રકૃતિના હોય છે. તેમના ઉપર અભ્યાસના જો બહુ હોતા નથી. ચારિત્ર્ય ઘડતરનો ખરો કાળ પણ પંદર સોળ વર્ષની ઉમ્મર સુધીના ગણાય છે. જીવનભરની અનેક સારી નરસી દેવાની શરૂઆત તે ઉમ્મર દરમિયાન થાય છે. અને તેથી તેમને નિયમબદ્ધ તેમ જ સારી ટેવાવાળા અનાવવા માટે ઘરમાં તેમ જ આવા છાત્રાલયોમાં તેમની પાસે અનેક બાબતો નિયમરૂપે પળાવવામાં આવે છે, તેમનું વલણ પણ જે વાતાવરણ વચ્ચે તેમને મૂકવામાં આવે અને તેમનું જીવન જે રીતે બાંધી આપવામાં આવે તેને સાધારણ રીતે અનુકુળ બનીને ચાલવાનું ડ્રાય છે. આવાં કારણોને લીધે ધર્મને લગતી જે જે બાબતા ઉપર ખાસ ભાર મુકવામાં આવતા હાય તે બાબતેા આ ઉમ્મરના વિદ્યાર્થીઓ માટે તેમને ખાસ આકરૂ ન પડે તેમજ વિનાકારણ કંટાળો ન આવે તે રીતે આસપાસના સંયોગ) ધ્યાનમાં રાખીને ફરજિયાત બનાવવામાં આવે તેમાં હું વાંધો જોતા નથી. કોઈપણ્ સંપ્રદાયવાળા લોકો પોતાની જ કામ માટે જે છાત્રાલયા ચલાવના હોય તે છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થી એનું ચાલુ જીવન પોત પોતાના સંપ્રદાયની માન્યતા મુજબ ઘડાય એવી આશા તેમ જ અપેક્ષા રાખે તે તેમ કરવાનો તેમને સર્વ પ્રકારે હકક છે. અને તેથી અમુક સાંપ્રદાયિક કે ધાર્મિક શિસ્ત માટેના તેમના આગ્રહ સ્વાભાવિક તેમજ ઉચિત છે.
પણ કાલેજના છાત્રાલયોમાં આખી પરિસ્થિતિ બદલાય છે. વિધાર્થી કાલેજમાં આવતાં સામાજિક તેમજ ધાર્મિક રૂઢિ રીવાજો પ્રત્યે તેનું વલણ એકદમ ફરવા લાગે છે, જે યોગ્ય અને હિતાવહ ગણીને તે સ્વીકારતા અને આચરતા તેનાં ઔચિત્ય અને હિતાવહપણા વિષે તેના મનમાં શંકા ઉર્જાવા લાગે છે. કાલેજ--અભ્યાસના પ્રારંભ સાથે તે એક વિશાળ દુનિયામાં પ્રવેશ કરે છે. ભિન્નભિન્ન સંસ્કૃતિ અને પરસ્પરવિરોધી રીતરીવાજો વચ્ચે ઉછરેલા વિદ્યાર્થી એના ત્યાં તેને ભેટો થાય છે. તેનાં રાકાણ અને આકર્ષણો વધે છે. આ વાતાવરણમાં કશું પણ ફરજિયાત તે સાધારણ રીતે સહી શકતા નથી. તો પછી ઉપર જણાવેલી ધાર્મિક બાબતે તેની ખાસે રિજિયાત પળાવવી કે નહિ એ એક વિચારવા
તા. ૧૫-૨-Yo
જેવા પ્રશ્ન અને છે. પણ આ રીતે તે કોઈ પણુ શિસ્તના નિયમો તેને ગમવાના નથી તે શુ કોઇ પણ નિયમના તેના ઉપર અંકુશ હોવા ન જોઈએ ? જો · આ સ્વીકારીએ ત છાત્રાલયો કેમ ચાલે ? અથવા તે છાત્રાલયો અને હૉટેલમાં પછી ફરક જ શું રહે ? છાત્રાલયના વિચાર પાછળજ નિયમબધ્ધ વિદ્યાર્થી જીવનના ખ્યાલ રહેલા છે. કાવે ત્યારે આવે, ફાવે ત્યારે જાય અને ફાવે તેમ વર્તે એવી છુટ આપનારૂં છાત્રાલય મટીને સ્વચ્છન્દાલય બની જાય. તો પછી જેમ બીજા નિયમાનુ ઔચિત્ય અનેઉપયોગિતા આપણે સ્વીકારીએ તેમ આ ધાર્મિક ગણાતી બાબત વિષે પણ એમ કેમ ન ધારવું ? ધાર્મિક નિયમો જો કેવળ બાહ્ય ક્રિયાના વિષય હેાત તા ધાર્મિક ગણાતી દરેક બાબતની ખાદ્ય લાભ ગેરલાભના વિચાર કરીને આપણે તેની જરૂર મીનજરૂરને નિર્ણય કરી શકત. જેવી રીતે અંગકસરત કે રમતગમતને લગતા નિયમ વિદ્યાર્થી મરથી કે કમરથી પાળે તા પણ તેને ફાયદો જ થાય એમ વિચારી તેવા નિયમને આપણે ક્રૂરજિયાત બનાવવાનું ઉચિત ધારીએ છીએ તેવીજ રીતે આપણે ધાર્મિક બાબતોનો વિચાર કરત. પણ ધાર્મિક બાબતેને ખરી રીતે મન સાથે—દિલ સાથે-જ સીધો સંબંધ છે. જો એમ ન હેાત તે મંદિરના પુન્નરીએ અને ભાડુતી ધાર્મિક શિક્ષકો મોક્ષ માર્ગના સૌથી પહેલા અધિકારી ખની ગયા હેાત. આજનો અનુભવ એવા છે કે કાલેજમાં ભણતા અને કજિયાત ધાર્મિકતાના તંત્રવાળા છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થી સામાન્ય રીતે પૂજા, ધાર્મિક શિક્ષણુ અને સામાયિક પ્રતિક્રમણ પ્રત્યે ખૂબ જ અણુગમા ધરાવતા માલુમ પડે છે; તે જે કાંઇ કરે છે તે વે પકડયા મજુર માફ્ક કરે છે અને ઘણાખરા વિદ્યાર્થીએ આ ત્રણે બાબત વિષે જીંદગીભરનો કંટાળા કેળવીને છાત્રાલય છેડે છે. આમ બનવાનાં અનેક કારણે માલુમ પડે છે. એક ઝીલવા તે। આ વસ્તુને અને રસપૂર્વક આચરવા જેટલી કૉલેજમાં ભણવા આવતા વિદ્યાર્થીની પૂર્વભૂમિકા હેાતી નથી. કૉલેજમાં સામાન્યતઃ અભ્યાસના ખો વધતા જાય છે અને તેમાં રજિયાત કરવી પડતી આ બળતા જાણે કે તેને કિંમતી સમય ચેરી જતી ન હેાય એમ તેને આડખીલી રૂપ ભાસ્યા કરે છે. તેમાં વળી જુના રીઢા થયેલા વિદ્યાર્થી ઓ નવા વિદ્યાર્થીમાં આ દરેક બાબત વિષે શરૂઆતમાં અણગમા ન હેાય તે ઉત્પન્ન કરે છે અને ચાલુ પેોષતા રહે છે. વળી આ વિધાર્થીનું નવા મન્થનાથી વધાવતું માનસ અને કૉલેજનુ વાતાવરણ પણ તેના આ અણગમામાં નિરંતર વધારો કરે છે. આ ઉમ્મરે અને આ પરિસ્થિતિમાં ગમે તેટલી સુંદર અને હિતકારી વસ્તુ તેના ઉપર લાદવામાં આવે તો તેની કદર તે તે કરી શકતા નથી પશુ ઉલટું તે સામે તે જીવનભરની અવમાનતા કેળવે છે. આ બધી બાબતો ધ્યાનમાં લઇને કાલેજને લગતા છાત્રાલયામાં પૂજા, ધાર્મિક શિક્ષણ કે સામાયિક પ્રતિક્રમણ ફરજિયાત મટીને મરજિયાત બનવા જોઇએ. એવા મારાચોક્ક્સ અભિપ્રાય બધાયો છે. હું જો મૂર્તિપૂજાની અગત્ય સ્વીકારતા હાઉ તે ભારે। જે છાત્રાલય સાથે સબંધ હોય તે છાત્રાલય સાથે ૪૩૨ એક સુંદર મંદિર ઉભુ કરૂં અને દરેક વિધાર્થીને ભગવાનની પૂજા કરવા પ્રેરૂ અને વિનવુ. પણ પૂજા જિયાત બનવાના કારણે મૂર્તિપૂજાની વિધાર્થી ઓને હાથે જે વિડંબના થતી હું જાણુ છુ તે ડ ચાલવા ન દઉં. આપી જ રીતે દરેક છાત્રાલયમાં એક સારા આદર્શ ચારિત્રવાળા ધાર્મિક શિક્ષક હાવા જોઇએ અને ધાર્મિક શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રબંધ થવો જોઇએ એ વાત હું