________________
તા. ૩૧-૧૨-૪૦
પ્રબુદ્ધજૈન
મજારીની સાચી કિંમત
(મુખપૃષ્ટથી ચાલુ) રૂપિયાથી કિંમત આંકી શકાવાની નથી. મહેનતાણાની કિંમતમાં તમારી ઇચ્છા પ્રમાણે તમે વધઘટ કરી શકે છે. દાખલા તરીકે દશ રૂપિયા. પણ જે તે કિંમતને તમે તમારી કિંમત માનવા માંડે તે તમે તમારી-તમારા મહેનતુ જીવનની કિંમત દશ રૂપિયા જ કરી નાખી. પણ પૂ. ગાંધીજી કહે છે કે તે કિંમત બરાબર નથી. મહેનતાણા તરીકે આપણું આરોગ્ય-કુટુંબીઓનું આરોગ્ય જળવાય અને તે વર્ષ સુધી કામ કરવાની આપણી શકિત ટકી રહે તે માટે જેટલા અન્ન-પાણીની, કપડાંલત્તાની, જ્ઞાનની, ઘરની જરૂર રહે તેટલું મળે તો તે માટે ઈશ્વરને આભાર માને રહ્યો. એટલું નથી મળતું ત્યાંસુધી તે મેળવવા પ્રયત્ન કરે રહ્યો. પણ મહેનતાણું પૂરી કિંમત કદી ચૂકવી શકે જ નહિ એ બરાબર સમજી લેવું જોઈએ. જગતનો કાયદો મહેનત છે, આરામ નથી.
કેટલાક મજૂરી માટે એમ જણાવે છે કે દરેક મજૂરને મોટર જોઈએ, બંગલ જોઈએ, તેમાં બગીચા જોઇએ, માત્ર બે કલાકનું કામ હોવું જોઈએ, પછી રેડિયો જોઈએ, ટેલીફોન જોઈએ વગેરે. આપણે આને વિચાર કરવાનું છે. આ આદર્શ જગતને-સમાજને પાલવશે ખરા ? તે રસ્તે માનવહિત રહેલું છે કે કેમ તે જોવા જેવું છે. આ ખુરશી પર બેઠેલાઓની સાથે તમારી સરખામણી કરે. તેઓ સુખી જણાય છે-તેમના છોકરાઓ કોલેજમાં જાય છે–સીનેમા જુએ છે-કેટલાકને ત્યાં દરેક માટે જુદી મોટર હોય છે. એ રીતે જોતાં તેમનું જીવન સુખવાળું અને વિલાસી છે. પણ સુખ અને વિલાસ એક ચીજ નથી. એવી કલ્પના કરવામાં આવે છે કે બે કલાકના શ્રમથી જોઈતી બધી ચીજો મળે. એક બંધ ઓરડામાં માણસ બેસી રહે. તેમાં એવી ગેહવણ હોય કે તાઢ ને વાય, ગરમી ન લાગે અને ચકખી હવા મળી રહે. બટન દબાવો એટલે ગરમ પાણી, ઠંડુ પાણી આવે, નહાવાને એરડો તૈયાર થાય, ચા આવે, ખાવાનું આવે, સંગીત પણ સંભળાય. (આવા જીવનની કલ્પના કરી) પણ માણસમાં જ્યારે આળસ આવે છે ત્યારે એવું થાય છે કે બટન દબાવતાં પણ આળસ આવે છે. પાસે પડેલી વસ્તુ માટે તેને નકર બેલાવ પડે છે. આ ખુરશી જીવન. મહેનતુ માણસને લાગે કે આ ગુલામી શું? તેને તે તરફ તિરસ્કાર થાય. બટન દબાવ્યું કે ચા આવી, પણ એ ચા બનાવનાર કોઈકે તે હશેને? તેને તે મહેનત કરવી પડી હશેને? સંગીતના રેડિયાનું બટન દબાવ્યું અને ગીત સંભળાયું; પણ પેલે નાકે કોઇને અવાજ કાઢી ગાવું પડતું હશેને? મહેનત સિવાય કશું ચાલતું નથી. જગતને કાયદે મહેનત છે, આરામ નથી. વાવવું તે માણસને જ પડે છે. મહેનત જેવું માણસ માટે રહે જ નહિ એ બને તેમ નથી. એ તે પુરાણના ક૯પવૃક્ષના જેવી વાત થઈ. પણ સુખના આદર્શની એ કલ્પના કેટલી બેટી છે તે પણ તેમાં જણાવ્યું છે. કારણ કે પુરાણકારે સાથે જ કથામાં કહી દીધું કે ત્યાં પહોંચ્યા પછી કુહાડીની ઈચ્છા થઈ આવે છે, અને તે ગરદન પર પડી પ્રાણ કાઢી નાંખે છે. આજના યુરોપના જીવનમાં આ વાત આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. ઇલમ વધાર્યો, વિજ્ઞાનના બળમાં વધારો કર્યો, ઇલમના જોરથી બંબ પેદા કર્યા, વિમાન થયાં. હવે તે એક બીજાને નાશ કરે છે, એ બરબાદીમાં લક્ષાધિપતિઓ સાથે ગરીઓને પણ નાશ થાય છે. એ સ્થિતિમાં મહેનતુ અને વગર મહેનતુના શા હાલ થાય તે વિચારીએ.
ઇશ્વરી બક્ષિસ
જગતમાં જે આફત છે તે અહીં હિંદમાં આવે તે શું થાય ? તમે મહેનત કરનારાઓ ગામડાંઓમાં જઈ ખેતી કરવા મંડી પડશે અને પેટ ભરી શકશે પણ ખુરશીમાં બેસનારાઓનું શું? તેમણે બેંકમાં જમે કરાવ્યા હશે તે નેટનાં કાગળિયાં બીડી વાળવામાં કામ લાગવાનાં નથી. આ કાલ્પનિક વાત નથી. એક શેડ પિતાના કુટુંબીઓ સાથે હરદ્વારની યાત્રાએ ગયેલા. ભેગોગે રસ્તામાં બ્રાહ્મણ રસોઈએ માંદે પડે. સ્ત્રીઓને ચૂલો સળગાવતાં આવડે નહિ. એ બિચારાને છતે પૈસે બીજા પાસે આજીજી કરી ખીચડી પકાવડાવવી પડી. મહેનત ન કરનારની સ્થિતિ આવી ગુલામ જેવી થાય છે. મહેનત કરી જીવવાની તાકાત એ ઇશ્વરી બક્ષિસ છે. એ તમને મળી છે. એ તમારી સાચી કિંમત છે. પરમેશ્વર પાસે આપણી એજ પ્રાર્થના હોઈ શકે. આપણી માંગણી શું હોઈ શકે?
માલિક પાસે પણ આપણી એજ માગણી હોઈ શકે કે તમારી મિલેમાં અમે ઢગલાબંધ કાપડ પેદા કરીએ છીએ અને અમે તેમાં ધસાઈ જઈએ છીએ, તે અમારું જીવન ઘસાઈ ન જાય અને તે વર્ષ સુધી જીવીએ અને મહેનત મજૂરી કરી શકીએ એટલું મહેનતાણું મળે એથી વધારે અમારે જોઇતું નથી અને વધુ ન મળે તે તે મેળવવાની મહેનત કરનારને પરવા નથી. મજૂરની સાચી કિંમત એ તેનું બાહુબળ છે. આળસથી તમારી શકિત જશે-તેથી કેવળ માલિકનું નહિ પણ તમારૂં નુકસાન થશે. ગામડામાં ફુરસદ પુષ્કળ છે પણ લેકે આખો વખત પત્તાં રમે છે, આંકફરકના જુગાર રમે છે અને હાડકાં હરામ થઈ ગયાં છે. મહેનત થતી નથી. આથી શરીરમાં શકિત હોવા છતાં જડતા આવી છે બુદ્ધિ જડ બની ગઈ છે અને સાચી કારીગીરી તેમને સૂઝતી નથી તેથી તેઓ દુઃખી થાય છે. છોકરીઓને ભણાવજો
શ્રી. ખંડુભાઈએ બીજી એક વાત કહી છે તે તરફ તમારું ધ્યાન ખેંચું છું. તમે સ્ત્રીઓ માટે તમારા જેટલું કરતા નથી. છેકરીઓને તમે નિશાળે મોકલતા નથી. છોકરાએ ભણશે અને છોકરીઓ અભણ રહેશે તે તેમનું જોડું સુખી નહિ થાય. તે માટે તમારે ઉજળિયાત લોકોના દુઃખોમાંથી ધડે લેવું જોઈએ. છોકરો કે છોકરી બંનેને ભણાવી ન શકે તે સારી વાત એ છે કે છોકરીને ભણાવે. આ વાતથી તમને આશ્ચર્ય લાગશે, પણ આજ સાચી વાત છે. છોકરી ભણશે તે વગર કહે તે ભાઈભાંડુઓ, પિતાનાં છોકરાં અને ધણીને ભણાવશે અને તેમને જ્ઞાન આપશે. પણ છોકરાથી આ નહિ બને. તમારા સંસારમાં ધણીધણિયાણી બંને સરખાં છે. બંનેમાં સરખી આવડત છે. જ્ઞાન વિનાનાં માણસ આંધળાં ગણાય છે. હવે જે છોકરીને જ્ઞાન રૂપી આંખ આપે તે દેખતી રહી આંધળા ધણીને દરશે. દેખતે ધણી આંધળી સ્ત્રીને મદદ નહિ કરે, તેને મૂકીને બીજી લાવવાને. વિચાર કરશે. દેખતી સ્ત્રીમાં દયા હોય છે. આથી સ્ત્રી જાતિને દેખતી રાખવી એ જરૂરનું છે. એટલે છોકરીઓ અભણ રહેશે એ નહિ ચાલે. અહી હું મજૂર બહેનેને જેતે નથી મિલેમાં તે હજારો કામ કરતી હશે. તેમને તમારે આવી સભાઓમાં લાવવી જોઈએ અને જ્ઞાનને લાભ લેવા દેવો જોઈએ. ગાંધીજીના માગે વ્યાજબી હકો મળશે - શ્રી ખંડુભાઈએ પંચની પ્રથાની વાત કરી છે. પંચની પ્રથા પૂ. ગાંધીજીની ઘણી મહેનત અને માલિકના ડહાપણે