SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩૧-૧૨-૪૦ માટે થોડા પણ અધિકારી ઉમેદવારો (જેમાં મુખ્યપણે સંસ્કૃત શિક્ષણ લીધેલ પડિતા અને મુખ્યપણે કાલેજનું શિક્ષણ લીધેલ સ્નાતકોને સમાવેશ થાય છે) તે પસંદ કરવા અને તેને વિદ્યાભ્યાસ માટે જરૂરી એવી બધી સગવડ પુરી પાડવી. આ વસ્તુને લગતી વિગતવાર વિચારણા કરી ચેોજના ઘડી કાઢવા તેમ જ તેને અમલમાં મૂકવા અને તે માટે જરૂરી એવી નાણાની જોગવાઇ કરવા વાસ્તે આ કોન્ફરન્સ નીચે લખેલ સભ્યોની એક સમિતિ પેાતાની સંખ્યા ૧૧ મેમ્બર રાખવાની સત્તા સાથે નીમે છે. ૧ શ્રી. હેટાલાલ ત્રિકમલાલ પારેખ-અમદાવાદ૨ શ્રી. મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ મુંબઇ, ૩ શ્રી. કાન્તિલાલ ઇશ્વરલાલ જે. પી.-મુંબઇ. ૪ શ્રી. મેહનલાલ ભગવાનદાસ ઝવેરી મુંબઈ. ૫ શ્રી. મેઘજી સેજપાળ–મુંબઈ સામાન્ય શિક્ષણ વિસ્તાર, પ્રબુદ્ધ જૈન કેળવણીના પ્રશ્નોને અંગે નીચેની બાબતે તરફ આ કેન્ફરન્સ જૈન સમાજનું ખાસ ધ્યાન ખેંચે છે. (૧) પ્રાથમિક શિક્ષણ, આપણા સમાજમાં એક પણ બાળક કે બાલિકા પ્રાથમિક શિક્ષણ પામ્યઃ સિવાય ન રહે એટલું જ નહિ પણ માટી ઉમ્મરના સ્ત્રી- પુરૂષેોમાં પણ કાષ્ટ નિરક્ષર ન હોય એ સ્થિતિને પહેાંચી વળવા માટે ચેરક ચેાજના જેવી કે પ્રૌઢ શિક્ષણના વર્ગો, બાળમંદિરા અને રાત્રિશાળા-થવાની ખાસ જરૂર છે. (૨) ઔદ્યોગિક વૈજ્ઞાનિક અને વ્યાપારી શિક્ષણ, • આજે માત્ર આર્ટસ્ કોલેજમાં વિધાર્થીઓની ભરતી થ રહી છે તેને બદલે હવે ઔદ્યોગિક, વૈજ્ઞાનિક તથા વ્યાપારી કેળવણી ઉપર વધારે ભાર મૂકવાની અને તે દિશા તરફ વિદ્યાર્થી ઓને સારા પ્રમાણમાં વાળવાની ખાસ જરૂર છે એમ આ કૉન્ફરન્સ ઇચ્છે હૈં અને આપણી શિક્ષણ સંસ્થાઓને વાણિજ્યશાળા વહેલામાં વહેલી તકે શરૂ કરવા આગ્રહપૂર્વક વિનંતિ કરે છે. (૩) સ્ત્રી શિક્ષણ, હનુ આપણે સ્ત્રી શિક્ષણમાં પછાત છીએ અને ઉચ્ચ શિક્ષણ લેતી જૈન કન્યાઓની સંખ્યા એછી છે. એ બાબત લક્ષમાં રાખીને જૈન કન્યાઓને આ દિશાએ બને તેટલું પ્રાત્સાહન આપવા જૈન સમાજને અને ખાસ કરીને દરેકે દરેક છાત્રવૃત્તિ આપતા જૈન ડેને ભલામણ કરવામાં આવે છે. (૪) છાત્રાલય.. આજે શિક્ષણ લેતા વિદ્યાથી એની જરૂરિયાતના પ્રમાણમાં છાત્રાલયોની સંખ્યા અને સગવડ ઘણી જ ઓછી છે અને વિદ્યાર્થીનીઓ માટે તે આવા પ્રકારની કશી પણ સગવડ નથી. તા તે દિશાએ હજુ ખૂબ પ્રગતિ કરવાની અને સ્થળે સ્થળે છાત્રાલયો ઉઘાડવાની જરૂરિયાત છે એમ આ કોન્ફરન્સ જાહેર કરે છે અને તાત્કાલિક ગ્રામ જનતાની દૃષ્ટિએ કાએક ગામમાં ગ્રામ છાત્રાલય ઉઘાડવા માટે સંસ્થાઓ અને સમાજને અપીલ કરે છે. (પ) સ્વત ંત્ર શિક્ષણ સંસ્થા આપણી જૈન વ્યાપારી કામને બબ્બેસતી થાય તેવી વ્યાપારી, ધાર્મિક અને ઔદ્યોગિક કેળવણી સારી રીતે થાય તે ૧૬૭ માટે વર્ષોં યાજનાને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર શિક્ષણ સંસ્થાની યોજના આ કોન્ફરન્સ સ્વીકારે છે અને તે મુજબ પ્રયત્ન કરવા દરેક જન ભાઇને ભલામણ કરે છે, અને છાત્રાલયા અને શિક્ષણ સંસ્થા ઉભી કરવામાં અત્યાર સુધી જે જે મુનિવર્યોએ ઉપદેશ દ્વારા અને જે જે બંધુઓએ ધનદારા અને કાર્યારા સહાય આપી છે તેમને આ કોન્ફરન્સ ધન્યવાદ આપે છે અને તેએ પોતાના એ ભાવ ચાલુ રાખે એવી આગ્રહપૂર્ણ વિનંતિ કરે છે. અધ માગથી શિક્ષણના પ્રચાર ૧ આર્ય ભાષાના વિકાસના ઇતિહાસ જાણવા માટે અર્ધમાગવી અગત્યની ભાષા છે. તેમજ ભારતવર્ષનાં આય દશનામાં મહત્વના ગણાતા જૈન દર્શનને સમજવા માટે પણુ અર્ધ ભાગધી એક આવશ્યક ભાષા છે. તેથી જ મુબઇ યુનીવરસીટીએ પેાતાના અભ્યાસક્રમમાં ઉચ્ચમાં ઉચ્ચ વર્ગો સુધી અર્થ નાગધીને દાખલ કરી છે. એ માટે તેમ જ જે જૈન કે અજૈન સંસ્થાએ પોતાના અભ્યાસક્રમમાં અર્ધમાગધી ભાષાને અપનાવી છે તે માટે તે સર્વ પ્રત્યે આ કાન્સ આભારની લાગણી પ્રદર્શિત કરે છે. તેમજ સંયુકત પ્રાંત, બંગાળ અને પંજાબ વગેરે પ્રાંતની યુનીવરસીટીને મુંબઇની યુનીવરસીટીની જેમ અર્ધમાગધીને સ્થાન આપવા ખાસ ભલામણ કરે છે અને જે કેલેજોમાં અર્ધમાગધીના અભ્યાસની વ્યવસ્થા ન હાય ત્યાં ત્યાં તેની વ્યવસ્થા કરવા કોલેજના પ્રીન્સીપાલે ને આ કાન્સ વિનતિ કરે છે. ૨ આપણા જૈન વિદ્યાર્થીઓ દ્વિતીય ભાષા તરીકે અર્ધુંમાગધી લઇને ભણે એમ આ કોન્ફરન્સ ઇચ્છે છે અને જનાના દાનારા ચાલતી હાઇસ્કુલા તેમ જ કોલેજોમાં પણ અર્ધું માગધીને અવસ્ય સ્થાન હાવુ જોઇએ એમ આ કેન્ફરન્સ માને છે. માટે તમામ જૈન દાનવીરને પેાતાના દાનથી ચાલતી હાઇસ્કુલો અને કોલેજોમાં અ માગધીને સ્થાયી સ્થાન આપવા આ કોન્ફરન્સ આગ્રહપૂર્વક ભલામણ કરે છે. ૩ અર્ધમાગધી ભાષાને! બહોળે! ફેલાવા થાય તે માટે આ કેન્ફ્રન્સ જન દાનવીરાને તેમજ જૈન ધર્મની ખીજી માતબર સંસ્થાને વિનંતિ કરે છે કે તેઓએ યોગ્ય સ્કોલરશીપે યેાજવી અને અર્ધમાગધીના અભ્યાસ કરતા જૈન તેમ જ જૈનેતર વિદ્યાર્થીઓને મળે તેવી વ્યવસ્થા કરવી તેમ જ અર્ધમાગધીના વિધાીઁએાને સરળતા પડે તે માટે અભ્યાસક્રમમાં ચાલતાં પુસ્તકા શુદ્ધ અને સસ્તા ભાવે પ્રગટ કરવા આ કારન્સ જૈન સાહિત્યની પ્રકાશન સંસ્થાઓને આગ્રહપૂર્વક ભલામણુ કરે છે. ઉપરના ઠરાવને વેગ આપવા માટે આ કોન્ફરન્સ. સ્થાયી સિમિતને ભલામણ કરે છે. એકારી નીવારણ. એકારી નિવારણને માટે નીચેની બાબતે ઉપર આ ઊન્દ્ રન્સ જૈન સમાજનું ધ્યાન ખેંચે છે.— (1) સ્થાયી સમિતિના આશ્રય નીચે એક એવી બેકારી નિવારણ મધ્યવર્તી સંસ્થા (Central Bureau) ઉભી કરવી, જ્યાં નોકરી રહેવા ઇચ્છનાર અને નોકરી રાખવા ઇચ્છનારની સંપૂર્ણ વિગતવાર નોંધો રાખવામાં આવે અને બન્નેના સહયોગ મેળવી આપવાની ગે વણ કરી આપવામાં આવે.
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy