________________
તા. ૩૧-૧૨-૪૦
ભાગ બનીને અંદર અંદર પક્ષાપક્ષી અને કલહેા ઉત્પન્ન કરીએ છીએ અને પાછા પડીએ છીએ. આ સ્થિતિ ભારે દુ:ખ ઉપજાવે તેવી છે. આ યુગ સગડૂનના છે. સગડૂત વિનાના સમાજ ગમે તેટલા સુસપન્ન અને સમૃદ્ધ હોય તે પણ આજના તીવ્ર સ્થિતિકલહ સામે ટકી શકતા નથી. આ બાબત ધ્યાનમાં લઇને આપણા પક્ષ ભેદની દીવાલો જમીનદોસ્ત કરીને સર્વ સંમત એવા કોઇ કાર્યક્રમ ઉપર આપણે એકત્ર થવુ એએઇ. શું એ આપણે કરી ન શકીએ ?
પ્રબુદ્ધ જૈન
સમાજમાં ઢેખાતા ત્રણ વર્ષાં
આપણા સભાજના વિચારપક્ષેનો આપણે બારીકાઈથી વિચાર કરીશું તેા આપણને આપણા સમાજ ત્રણ વર્ગમાં વહેંચાયા માલુમ પડશે (૧) સ્થિતિચુસ્ત વર્ગ (૨) ઉદાસીન વ (૩) સુધારક વર્ગ. આ વર્ગોની કાન્ફરન્સ ઉપર પણ બહુ ગંભીર અસર પડી છે. એક બીજા વર્ગ વચ્ચેને અણગમા અને કેટલેક અંશે વિરોધની લાગણીને લીધે અને એકબીજાની ખેંચાતાણીને લીધે આ કાન્ફરન્સની સંસ્થા સમાજને ઉપયોગી તથા જરૂરી સંસ્થા હોવા છતાં સમાજની જોતી સેવા બુજાવી શકી નથી અને આજની શોચનીય સ્થિતિએ પહેાંચેલ છે. આ વસ્તુસ્થિતિ સુધારવા માટે દરેક વર્ષે મારા નમ્ર વિચાર પ્રમાણે કેવી દૃષ્ટિ રાખવી જોઇએ તેની ચર્ચા અહિં અસ્થાને નહિ ગણ્ણાય. કષાય ભાવ અટકાવા
પ્રથમ તા દરેક વર્ષે સમાજના કલ્યાણુને પોતાના લક્ષ્યસ્થાને સ્થાપવુ જોઇએ અને જાહેર પ્રવૃત્તિમાં અંગત રાગદ્વેષને જરા પણ સ્થાન આપવું ન જોઇએ. વળી અન્ય વર્ગની દૃષ્ટિને મધ્યસ્થ ભાવે ખુલ્લા અને ઉદાર મનથી સમજવા પ્રયત્ન કરવા જોઈએ. આમ કરવા છતાં એક વિચાર ઉપર આવી ન શકાય તા એક બીજા માટે ભેદભાવ ઉભો થવા દેવા ન જોો અને જે જે બાબતમાં મળતાપણું હોય તે તે બાબતમાં એકમેક સાથે મળીને કામ કરવાની ટેવ કેળવવી જોઇએ. આમ કરવાથી આપસઆપસમાં પ્રેમ વધે છે અને સમાજની પ્રગતિ સધાય છે. વિચારભેદને અંગે જે કષાયવૃદ્ધિ થાય છે તે અટકાવવાની ખાસ જરૂર છે. સર્વ અનર્થનું મૂળ કપાયાની વૃદ્ધિ છે, તે અટકાવવા માટે મધ્યસ્થ વૃત્તિ, પરમત સહિષ્ણુતા અને ભિન્ન વિચાર ધરાવનાર વ્યક્તિ કે પ્રશ્ન પ્રત્યે આદરભાવ કેળવવાની ખાસ
આવસ્યકતા છે.
સ્થિતિચુસ્ત વર્ગ પ્રત્યે
જુના અને સ્થિતિચુસ્ત ભાઇને મારી એ વિનંતિ કે આપણા શાસ્ત્રમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે વર્તવાનું કહેલ છે તે તેમણે ધ્યાનમાં રાખવુ જોઇએ. વળી સપ્તભંગીમાં ઘું છે તેમ એક જ વસ્તુ જુદી જુદી દૃષ્ટિથી જોતાં જુદી જુદી લાગે છે પણ ખરી રીતે તે વસ્તુ જુદી ાતી નથી પણ તે વસ્તુને જોવાની દૃષ્ટિ જુદી હોય છે. એજ રીતે એક જ પ્રશ્નનુ સ્વરૂપ અને નિરાકરણ ભિન્ન ભિન્ન દૃષ્ટિથી વિચારનાર માટે જુદું જુદું આવે એ સ્વાભાવિક છે એમ તેમણે વિચારતાં અને એ રીતે સમભાવ કેળવતાં શિખવુ જોઇએ અને વિચાર રથી ભડકવાની આદતથી મુકત બનવુ જોઇએ. સુધારક વગ પ્રત્યે
સુધારક ભાઇઓને મારી એ વિનંતિ છે કે તેમણે બહુ ઝડપથી અને મનસ્વી રીતે વિચારા કરવાને બદલે સમ્યક્ પ્રકારે અને શાન્તિથી વિચારો કરવા જોઇએ અને સમાજને હજુ ખૂબ
૧૬૫
તૈયાર કરવાના છે એ લક્ષ્યમાં રાખવુ જોઇએ અને એ રીતે કામ કરવું જોઇએ. . કેવળ વિચારેાથી સમાજને લાભ થતા નથી, પણ તે સાથે કાંઇ કામ પણ થવું જોઇએ. દરેક પ્રશ્નના એકાન્તપણે વિચાર કરવા ન જોઇએ પણ બધી બાજુથી તે વિચારાવા જોઇએ. લાકા બુદ્ધિપૂર્વક વિચાર કરતા થાય એ ઇચ્છવા ચેગ્ય છે પણ લોકેામાં ધર્મશ્રદ્દાની જે જડ છે તેના પાયા હચમચાવી નાંખવાથી લાભ નથી પણ નુકસાન છે એ બાબત ધ્યાનમાં રાખીને વાસ્તવિક સમજ સાથે યોગ્ય ક્રિયાઓ કરીને છાપ પાડવી જોઇએ. ઉદાસીન વર્ગ પ્રત્યે
ઉદાસીનતા સેવનારા ભાઇઓને ઉદાસીનતાને ત્યાગ કરીને, સમાજ સેવાના કાર્યોમાં જોડાવા અને ઉપર જણાવેલ બે વર્ગોની વચ્ચે ઉભા રહીને પોતાની મધ્યસ્થ દૃષ્ટિથી દરેક બાબતનો ઉકેલ લાવીને સમાજનુ નાવ આગળ ચલાવવાને હું આગ્રહ કરૂં છું. સ'ગઝુન અને એકતા એટલે જ કોન્ફરન્સ
ઉપર જણાવેલ સંગઠ્ઠન સાધનારી અને ભિન્ન ભિન્ન પક્ષાનુ સમાધાન કરીને એકત્ર કરવાની અને કાપણું રચનાત્મક કાર્યક્રમમાં જેડવાની શકયતા કોઇ પણ સંસ્થામાં હોય તે કેન્ફરન્સમાં છે. કારણ કે કોન્ફરન્સ કોઇ એક વર્ગની કે કોઈ એક પક્ષની સંસ્થા નથી. તેનુ હમેશનુ વલણ મધ્યસ્થનું છે અને રહેવાનું. મતભેદના વિષયા બહુ જ થોડા છે; સમાજસેવાની ભૂમિકા બહુ વિશાળ છે. જૈનસમાજની શિક્ષણ વિષયક અને આર્થિક પરિસ્થિતિમાં બને તેટલા સુધારા અને પ્રગતિ થવી જ જોઇએ એ વિષે એમત છે જ નહિ. આપણાં મંદિશ અને આપણી ધર્મશાળાઓ–આપણા ઉપાશ્રયો અને આપણા જ્ઞાનભંડારા–આ આપણી સની સર્વસામાન્ય મીલ્કત છે અને તે આપણુ સર્વેએ સાથે મળીને સંભાળવાની છે. છાત્રાલયા ઉભાં કરવાં, શિક્ષણ સંસ્થાએ ખેલવી, ઉદ્યોગાલયો ઉઘાડવાં, શિષ્યવૃત્તિઓ સ્થાપવી, વિધવા બહેને આધાર આપવા, નિરાશ્રિતાને આશ્રય દેવો, એકારાને ઠેકાણે પાડવા—આ બધું કરવામાં કા મતભેદ આડા આવે તેમ છે? ભૂતકાળના પૂર્વગ્રહોને વિસારીને આ બધું વિચારવાને—આપણી વર્તમાન સ્થિતિ સુધારવાને અન્ય કામોની હરેાળમાં આપણું પ્રતિષ્ઠિત સ્થાન જાળવવાને–રાજકારણ તેમજ અન્ય ક્ષેત્રમાં આપણુ પ્રભુત્વ જમાવવાને—આપણે શું એકત્ર થઇ ન શકીએ? આ પ્રશ્નના નિણૅય અહિં હાજર રહેલા પ્રતિનિધિએ જ માત્ર નહિ પણ આખા જૈનસમાજૅ કરવાનો છે. આખા જૈન સમાજનુ' સમેલન
આ પ્રસંગે મારી નજર સામે અનેક ખાતા આવીને ઉભી રહે છે. આ આપણું સમેલન તે જૈન સમાજના માત્ર એક જ વિભાગનું છે. આખા જૈન સમાજનું સમેલન હજુ સુધી શકય બની શક્યું નથી. વળી જ્યારે આપણા એક વિભાગમાં જ પુરૂ સંગન આજે નથી તે ત્રણ પીરકાઓના સંગઠ્ઠનની આશા રાખવી એ જો કે ઇચ્છનીય તેા છે પણ બહુ વ્યવહારૂ લાગતી નથી. આખા સમાજનું સમેલન શકય કરવાને માટે પ્રથમ તે એક વિભાગે ખીજા વિભાગ સાથે ઝઘડા કરતા અટકવુ જોઇએ. અત જે પ્રશ્નોમાં એકત્ર થવામાં ખાસ અડચણા ન હેાય તેમાં એકત્ર થવુ જોઇએ. અને એ રીતે એકત્ર થતાં સારૂ પરિણામ આવવાની આશા રાખી શકાય. સર્વ ફીરકાવાળાઅે સંકુચિત મનેદશામાંથી મુકત થવુ જોઇએ. પણ તેમ થતું નથી એ ભારે ખેદની વાત છે.