________________
૧૬૪
શુદ્ધ જૈન
કેળવણીપ્રચાર, બેકારીનિવારણ અને ઐકયપ્રતિષ્ટા, (પૃષ્ઠ ૧૬૧ થી ચાલુ)
આજની પરિસ્થિતિ
હવે હાલની સ્થિતિને વિચાર કરીએ તે માલુમ પડે છે કે આપણા ધણા ખરા વ્યાપારી ખીજાએના હાથમાં ગયા છે અને દિવસે દિવસે આપણી પ્રજાની બેકારી વધતી જાય છે. ગામડાંઓના જે જૈન વ્યાપારી મહાજન અને પ્રતિષ્ઠિત શાહુકાર ગણાતા હતા તે આજે નિર્ધન અને કંગાળ હાલતમાં આવી ગયા છે. ગામડાઓના ધંધા ભાંગી પડયા છે. અને તેથી એકારાની સંખ્યા વધી ગઇ છે. હું વીસથી પચ્ચીશ હજારની વસ્તીવાળા એક ગામના વતની છું અને તાલુકામાં જ મોટે ભાગે મેં વકીલાત કરી છે. ઉપર વર્ણવેલી સ્થિતિ માત્ર કાલ્પનિક નથી પણ મારા અનુભવની છે. દક્ષિણ ખેડુતરાહત કાયદા
દક્ષિણ ખેડુતરાહતના કાયદો જે પહેલાં માત્ર મુંબઈ ઇલાકાના દક્ષિણ વિભાગને જ લાગુ પડતા હતા તે સને ૧૯૦૫ ની સાલથી ઉત્તર વિભાગને લાગુ પાડવામાં આવ્યા છે અને તેથી વ્યાપારીઓને ખૂબ નુકશાન વેઠવુ પડયું છે અને ધીરધારના ધંધો કમી થતા ગયા છે. તેમાં વળી છેલ્લાં દશ વર્ષથી તે અનિયમિત અને ઓછા વરસાદને લીધે ખેતીના પાક ઘણા આછે ઉતરે અને તેથી ખેડુતેાની સ્થિતિ બગડેલ છે અને તેના પરિણામે લેણુદારાની સ્થિતિ પણ ઘણી જ બગડેલી છે. વળી વ્યાપારમાં પણ કંઇ કસ રહ્યો નથી. મેટી મેટી દેશી અને પરદેશી પેઢીએ નાના વ્યાપારીઓને વ્યપાર ભાંગી નાખ્યા છે. આજે અનેક ધંધાઓ પાયમાલ થયા છે અને ખર્ચો ઘટવા જોઇએ તે હાલના જમાનાની અસરના લીધે ઘટી શકયા નથી. આનુ પરિણામ બહુ દુઃખદ આવ્યું છે. નાનાં ગામડાંઓના જન વ્યાપારીએ ભાંગી ગયા છે અને મેટા ગામના વ્યાપારીઓને કાંઇક ધંધો રહ્યો છે તે તેની સાથે જ્યાં ત્યાં સટ્ટો ચાલુ થઇ ગયા છે. આનું પરિણામ વધારે ને વધારે પાયમાલીમાં આવી રહ્યું છે.
જૈન ભાઇઓની વસ્તીને મોટા ભાગ ગરીબ સ્થિતિના છે અને તેમની સ્થિતિ એ જ જૈન સમાજની સ્થિતિની સાચી પારાશીશી છે. અમદાવાદ, સુરત, મુંબઇ કે કલકત્તા જેવા શહેરમાં જે ધનિક જૈને વસે છે તે વસ્તીના પ્રમાણમાં ગણ્યા ગાંઠ્યા છે અને તેમનાથી જનાની સ્થિતિને ખ્યાલ કરવા. તે ભુલભ છે. વળી આજે અશિક્ષિત માફક શિક્ષિત બેકારાની સંખ્યા પણ મેટી છે અને તેમને પ્રશ્ન પણ ભારે મુંઝવનાર છે.
આ બેકારી બીજી કામેામાં પણ વ્યાપેલી છે એ ખરૂ પણ આપણી કેમ એકલી વ્યાપારી કામ. શારીરિક મહેનત મજુરી તરફ આપણું મૂળથી દુર્લક્ષ્ય છે અને આપણી રહેણી કરણી ખીજા કરતાં વધારે ખર્ચાળ છે તેથી આપણી કામના ભા એકારીના વધારે ભાગ થઇ પડયા છે. માટે દેશની સર્વસામાન્ય સ્થિતિ ઉપરાંત આપણી કાભની આ વિશેષ હકીકત બેકારી ટાળવાના બળવત્તર ઉપાયો માંગી રહેલ છે. એકારી નિવારણના ઉપાયે
એકારીનિવારણ માટે કોઇને કોઇ વ્યવહારૂ પગલાં લેવાની જરૂર છે. ફકત રાવા કર્યે કશા સુધારા થવાના નથી. આ દિશાએ જૈન મીલમાલેકા કે મેરી પેઢીવાળાએ અથવા તે એવા લોકો કે જેમના ધંધાઓમાં બીજાઓને રાખવાને અવકાશ હાય
તા. ૩૧-૧૨- o
તેવા જન ગૃહસ્થાનુ લીસ્ટ તૈયાર કરવુ જોઇએ અને તે સર્વના ઉપર બને તેટલા જનાને ગોઠવવાનું દબાણ લાવવુ જોઇએ. ગામ ડામાં ચાલી શકે તેવા તેમજ વિધવા તથા અસહાય બહેને રોકાઇ શકે અને એ પૈસા કમાઇ શકે તેવા ગૃહઉદ્યોગોની સ્થળે સ્થળે સ્થાપના કરવી જોઇએ. આ ઉપરાંત જે બેકાર ભાઇઓને આપણે કામ મેળવી આપી ન શકીએ તેમના જીવનની એલ્બમાં ઓછી જરૂરિયાત-અન્ન અને વસ્ત્ર-પુરા પડે એવા કેઇ પ્રબંધ પણ થવા જોઇએ. બેકારીના પ્રશ્ન ભારે વિકટ છે અને તેને દેશની પરાધીનતા સાથે બહુ ગાઢ સંબંધ છે તેથી તે પ્રશ્નના સંગીત અને સાચા નીકાલ લાવા આજે અશકય છે. એમ છતાં પણ એ દિશાએ બને તેટલી રાહત આપવી એ આપણા સર્વા ધર્મ છે.
દાનની દિશા બદલે
આ કેળવણીપ્રચાર કે બેકારીનિવારણની દિશાએ કરાવેલું કે યેાજના આપણુને બહુ દૂર લઇ જઇ શકે તેમ નથી. તે બન્ને બામતમાં આખરે તે દ્રવ્યની જ જરૂર છે અને તે માટે ધનવાનોએ આગળ આવવાની જરૂર છે, જૈન ધનવાને! પાતાની દાનવૃત્તિ માટે જગમશહુર છે, પણ આજે દાનના પ્રવાહા અદલાવવાની જરૂર છે. હાલની પરિસ્થિતિ ખરાબર ધ્યાનમાં લઇ સભાજનું કલ્યાણ વિશેષ કેમ સધાય અને દાનના સાત ક્ષેત્રા પૈકી કયા ક્ષેત્રને દાનની વિશેષ જરૂરિયાત છે તેને ખ્યાલ કરીને તે ક્ષેત્રામાં દાનના પ્રવાહ વાળવા જરૂરી અને ઉપયોગી છે. આજે જૈન સમાજના અનેક રીતે હાસ થઇ રહ્યો છે. સંખ્યા ઘટતી જાય છે; આર્થિક પરિસ્થિતિ બગડતી જાય છે ! કેળવણીમાં પણ સારી રીતે પછાત છે, એ સમાજ ક્ષીણ થશે તે। ભવ્ય જિના લયાને કોણ સાચવશે ? અને જ્ઞાનભંડારાના કાણુ ઉપયોગ કરશે ? માટે આજે તે અન્ય દાનક્ષેત્રને ગૌણ બનાવીને શ્રાવક અને શ્રાવિકાઓની સ્થિતિ સુધારવા પાછળ જ સર્વ દાન પ્રવાહેાનુ એકીકરણ થવાની જરૂર છે. પારસી પંચાયત ક્રૂડની યેાજના એક નાની સરખી પારસી કામને કેટલી બધી આશીર્વાદરૂપ બનેલ છે. શું આપણે ત્યાં આવુ માટુ' ક્રૂડ ઉભું થઇ ન શકે કે જે કામની કેળવણીની જરૂરિયાતને બરાબર પહેોંચી વળે અને વધતી જતી બેકારીમાં પણ રાહત આપી શકે ? બ્રુની દૃષ્ટિ અને રેડવાળાં દાનવીર સાધભાએને આ બાબતનો યોગ્ય વિચાર કરવા મારી આગ્રહપૂર્વક વિનંતિ છે. આપણી પક્ષાપક્ષી અને મતભેદા
આજે આપણા જૈન સમાજ પક્ષાપક્ષી અને મતભેદોથી છિન્નભિન્ન થઈ રહ્યો છે. વિચારભેદ જો પ્રામાણિક અને તન્દુરરત હાય તા તે વડે સમાજ આગળ વધે છે. પણ આપણા મતભે એકાએક મનભેદ ઉત્પન્ન કરી બેસે છે. આપણામાં અન્ય વિચાર ધરાવનારા માટે સહિષ્ણુતા નથી, ઉદારતા નથી. આપણામાં દીર્ઘદર્શી, પ્રતિભાશાળી, ઉદાર ચિત્ત અને સમાજનું શ્રેય યાને સેવા કરવાની ધગશ અને ચીવટવાળા આગેવાનોની ખામી છે. હું કાઇ પણ પક્ષના માણુસ નથી અને કાઇ પણ પક્ષને દોષ દેવા ઇચ્છતા નથી. ફકત આજની સ્થિતિનું મને લાગે છે તેવુ નિરૂપણ કરવાના મારા ઉદ્દેશ છે. મને લાગે છે કે આપણામાં વાસ્તવિક વિચારણા કરવા માટે જોતુ જ્ઞાન અને મધ્યસ્થ વૃત્તિ નહિ હાવાના કારણે સર્વનો ઉદ્દેશ સમાજનું કલ્યાણ કરવાને હોવા છતાં તે ઉદ્દેશ અસિધ્ધ જ રહે છે. અને જ્યારે બીન્દ સમાજો પેાતાની હસ્તી અને ઉત્કર્ષ માટે સંગઠૂન સાધે છે અને પોતાનું કામ આગળ ચલાવે છે ત્યારે આપણે વિષય ઉપાયના