________________
૧૬૨
પ્રબુધ જૈન
તા. ૩૧-૧૨-૪ *
सच्चस्स आणाए उवहिए मेहावी मारं तरति । સત્યની આણમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુદ્ધ જૈન
सत्यपूतं वदेद्वाक्यम् ડીસેમ્બર ૩૧
૧૯૪૦ આપણું પાંજરાપળે અને
શૈશાળાઓ. આપણી પાંજરાપોળે અને ગૌશાળાઓની હાલની પરિસ્થિતિની ચર્ચા કરવા માટે અને તેમાં થવા જોઈતા સુધારાઓની વિચારણા કરવા માટે સાબરમતી આશ્રમમાં સ્વામી આનંદના પ્રમુખપણા નીચે નવેંબર માસની ૩૦ મી તારીખે ભિન્ન ભિન્ન સ્થળની પાંજરાપોળ અને ગૌશાળાઓના પ્રતિનિધિઓનું એક સમેલન ભરવામાં આવ્યું હતું. આ સંમેલનના પ્રજાએ એક માસ પહેલાં શ્રી. પાંજરાપોળના વ્યવસ્થાપકો, ટ્રસ્ટીઓ, શુભ ચિન્તકો જોગ એક નિવેદન બહાર પાડયું હતું. આ નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે :- “આપ સૌ જાણે છે કે કાઠિયાવાડ તથા ગુજરાતમાં લાંબા વખતથી પાંજરાપોળે ચાલે છે, જેમાં ખાસ કરીને માંદા અને અશક્ત જાનવરે-ગાયે, વાછડાવાછડી વગેરે–રાખવામાં આવે છે, અને તેવાં જાનવરે ચાલી આવતી રૂઢિ પ્રમાણે પિતાનું આયુષ્ય પૂરું કરે છે. બલકે તેમાંથી એક પણ જાનવર સારૂં થઈ લેકને ઉપયેગી થતુ નથી.
વરસ પહેલાં કદાચ પાંજરાપોળ માટે આ ધરણુ ઉપયોગી હશે; પણ હવે તેમાં સુધારાની ખાસ આવશ્યક્તા જણાય છે. કારણ કે પાંજરાપોળમાં જે ગાય આવે છે તે હવે એટલી ઊતરેલી ઓલાદની આવે છે કે તેઓ દૂધ આપી શક્તી નથી, તેમ જ બીજી કઈ રીતે ખેડુતોને કે પ્રજાને ઉપયોગી થઈ શક્તી નથી. આજે બધી પાંજરાપોળો પિતાની ચરવાની જગ્યામાં ઢોરેને મેકલી તેનું આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી નિભાવે છે. અસલના વખતમાં પાંજરાપોળનાં ઢોરે પાલિતાણા પાસે છાપરિયાળી મોકલવામાં આવતાં હતાં. ત્યાં તેઓ રખડીરઝળી આયુષ્ય પૂરું કરતાં હતાં. ત્યાર બાદ સાયલા દરબાર તેવાં જાનવરે લેતા હતા અને ઉપયોગી જાનવરોનું વેચાણ કરતા. બાકીનાંની હાલત શિી થતી તે જાણવામાં નથી. આવી રીતે કાઠિયાવાડની ગીરની ગાયે જે દશ શેર અધમણ દૂધ કરતી તે એલાદને રફતે રીતે નાશ થઈ ગયે. આવી બળવાન એલાદની ગાયોના નાશથી સારા સાંઢ, વાછડાવાછડી અને બળદો પણ મેળવવાં મુશ્કેલ થઈ ગયાં છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ દૂધ વગરની ગાયને નભાવી શકતા નથી. આથી ઘણી જગ્યાએ ગાયને બદલે ભેંશ આવી ગઈ છે. આમ ગૌધનનો નાશ થતો ગયો અને તે જાય છે. પાંજરાપોળ દર વરસે હજાર રૂપિયા ખર્ચે છે, પણ તેનું તંત્ર જૂની પદ્ધતિથી ચાલતું હોવાથી તેનું પરિણામ સારું આવી શક્યું નથી. હવે વખત તેમાં સુધાર માગે છે. આજે નાશિક પાંજરાપોળ, કંડલા ગૌશાળા, મહુવા પાંજરાપોળ, મુંબઈ પાંજરાપોળ, કાંદીવલી ગૌશાળા તેમ જ મુલુન્દની ગૌશાળામાં આવા સુધારાઓ કરી સારી જાતની ગાયની ઓલાદ કેમ થાય તેમ જ લોકો તેવાં જાનવરે કેમ પાળતા થાય તે માટે પ્રયત્ન
થઈ રહ્યા છે. તે આપ પણ આપની પાંજરાપોળમાં આવા સુધારા કરવા માટે શું ઇચ્છો છો અને તેવા સુધારા છવા છે કે નહિ તે વિષે તમારા અભિપ્રાય જણાવશે.
ગઈ સાલ ભયંકર દુષ્કાળને અંગે હજારે ગાયને નાશ થઈ ગયો છે, અને જે થોડી ઘણી ગાય બાકી છે તે પણ જે તેની ઓલાદના સુધારા ઉપર ધ્યાન આપવામાં નહિ આવે તે લેકે પાળી શકશે નહિ. આવી સ્થિતિમાં સમસ્ત ગૌધનને નાશ થશે અને ખેતીવાડી કે જે દેશની ખરી શેલત છે તે સારા બળદને અભાવે વેડફાઈ જશે. આપણાં બાળકો જે ગાયના દૂધથી પુષ્ટ અને તેજસ્વી થાય છે તેની પણ શી સ્થિતિ થશે તે ડાહ્યા માણસોએ વિચારવા જે પ્રશ્ન છે.
આ બધાં કારણોસર આપને આ નિવેદનથી વિનંતિ કરવાની કે, આસો માસમાં અથવા કારતકના પહેલા અઠવાડિયામાં કઈ યોગ્ય ગામમાં પાંજરાપોળ તથા ગૌશાળાના વ્યવસ્થાપનું એક સમેલન બોલાવવા અમે ઇચ્છીએ છીએ
સામાન્ય રીતે આ સંમેલનમાં નીચેની બાબતે હાથ ધરવમાં આવશ:
૧. ગૌઉછેર માટે કેવા પ્રયત્નો કરવા. ૨. સારા સાંઢ રાખવાની જરૂર
૩. પાંજરાપોળ સાથે સારી ઓલાદનાં વાછડીવાંછડી થઈ શકે તે એક ગૌઉછેર વિભાગ રાખ. "
- ૪, પાંજરાપોળ – ગૌશાળા – પાસે લીલો ચારો ઉગાડવા માટે જમીનની આવશ્યક્તા.
૫ ખાતર કરવાની યોજના.
૬, પાંજરાપોળના સહકારથી કાઠિયાવાડની ગૌશાળાઓ માટે એક રઉછેરના નિષ્ણાતની નિમણૂક.
૭. ચારથી પાંચ પાંજરાપોળે વચ્ચે હેરઉછેરના જાણુકારની નિમણૂક, તેમ જ જાનવરના રોગ તેમ જ દવા જાણનાર પશુચિકિત્સકની પસંદગી માટે વિચાર કરે.
૮. પાંજરાપોળ હજાર રૂપિયા ખરચે છે છતાં પણ આંતુંરિક વ્યવસ્થા બરાબર હોતી નથી તે તે કેવી રીતે સારી થઈ શકે તે બાબતની મંત્રણા.
૮, કાઠ્યિાવાડના રાજવીએ પાસે ગોચરની માગણી કરવી તથા તે મેળવવા પ્રયાસ કરે.
૧૦ પાંજરાપોળમાં ચાલતા ઢોર બચાવવાના કામની વિગત મેળવી તેમાં સુધારો કરે.”
આ નિવેદન અને નિમંત્રણને માન આપીને પ્રસ્તુત સંમેલનમાં ૫૪ સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ગોસેવા સંધના મંત્રી અને સાબરમતી આશ્રમ ગૌશાળાના સંચાલક શ્રી. નરહરિભાઈ પરીખ પણ આ સંમેલનમાં હાજર હતા અને તેમણે પિતાના અનુભવ અને જ્ઞાનને સંમેલનને ખૂબ લાભ આપ્યું હતું. સંમેલનના પ્રમુખ સ્વામી આનંદે પિતાના ભાષણમાં ગોપાલનના પ્રશ્નને લગતી સુંદર મીમાંસા કરી હતી અને પિતાની વિલક્ષણ શૈલવડે જુદી જુદી પાંજરાપોળના કાર્યવાહકોને તેમજ દેશી રાજ્યના રાજવીઓને આ મહત્વના કાર્યમાં સાથ આપવા, માટે વિનંતિ કરી હતી. તેમજ આ સંબંધમાં અનેક રચનાત્મક સૂચનાઓ રજુ કરી હતી.
પ્રસ્તુત સંમેલનમાં ઉપરના નિવેદનમાં જણાવેલા બધા મુદ્દાઓ ઉપર સારી રીતે ચર્ચા કરવામાં આવી હતી. ગોપાલનના કાર્યમાં નિષ્ણાત ભાઈઓએ આ વિષયની શાસ્ત્રીય તેમ જ આર્થિક બાજુ રજુ કરી હતી. જ્યારે પાંજરાપોળના વ્યવસ્થાપકોએ એ વસ્તુને સ્વીકાર કરતાં પાંજરાપોળના મૂળ ઉ દશ તથા પ્રચલિન