SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩૧-૧૨-૪૦ અંધારણના પ્રશ્ન આ વિચાર કરતાં આપણી સંસ્થાના બંધારણ પ્રશ્ન પણ સામે આવીને ઉભા રહેશે. એ બધારણ કાળજીનુ છે. તે બંધારણની આખી રચના સંધને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી છે. આજે કેટલા સંઘેો પોતપોતાના પ્રતિનિધિએ ચુટીને મોકલે છે? વળી આ સંધા કોન્ફરન્સના કરેલા ઠરાવેતે અમલ કરવાને બધાયલા છે ખરા! આ સા રીતસર ચુટીને પ્રતિનિધિએ ન મોકલતા હેાય તે તેમના સ્થાને બીજી કોઇ રચના કરવાની જરૂર છે કે નહિ ? આવી કોઇ નવી રચવા સ્વીકારવામાં આવે તો તેને અમલ કરવા માટે શું અને કેવો પ્રબંધ થઇ શકે તેમ છે? આ કેન્ફ્રન્સના અસ્તિત્વ અને આયુષ્ય સાથે નિકટ સબંધ ધરાવતી આવી અનેક આયતોને આજે આપ સર્વે પ્રતિનિધિએએ નિણૅય કરવાના છે, મારા ભાગે જે કાંઇ જવાબદારી આવશે. તેને પહેાંચી વળવાને હું તૈયાર છું, પણ એક પ્રમુખથી કોઇ સંસ્થા પ્રાણવાન બની શકતી નથી. તે માટે તે આપ સંત પુરા સહકાર જોઇએ. એ આપવા આપ સર્વ તૈયાર છે ? આપ ફેગટની હા પાડે એ હું જરા પણ નથી માંગતા. એ કરતાં આપણી આજની કમન્ગેરી કબુલ કરીએ અને આ સંસ્થાને હાલ તુરત બંધ કરવાનો નિર્ણય કરીએ એ વધારે વા યોગ્ય છે. એવા નિર્ણયથી હું નારાજ નહિ થાઉં. અહિ એકમેકને ખાટા સધિયારો આપીએ અને અહિંથી છુટા પડતાં તમે તમારે ઘેર અને હું મારે ઘેર એ સ્થિતિ કરતાં સસ્થાનું પ્રભાણિક વિસર્જન વધારે આવકારદાયક છે. આવા વિસર્જનથી હું જરા પણ નાખુશ થઇશ એમ આપ ન માની. કારણુ કે એવા વિસર્જનમાંથી પણ ઘણી વાર કોઇ પ્રાણવાન સંસ્થા ઉભી થાય છે એવા મારા અનુભવ છે. કેળવણીના પ્રશ્ન: કેળવણી પ્રચાર સમિાંત આપણા અધિવેશન સમક્ષ ત્રણ બાબતે મુખ્યપણે ચર્ચવાની છે તેમાથી અધારણના પ્રશ્ન આપણે વિચાર્યું. હવે કેળવણી પ્રચારના પ્રશ્ન વિચારીએ આ સબંધમાં કોન્ફરન્સની કાર્યવાહક સિમિત તરફથી એક યોજનાના અમલ થઇ રહ્યો છે અને તે ચે!જનાએ પેાતાના મર્યાદિત પ્રદેશમાં સારૂં અને સ્તુતિપાત્ર કામ કર્યું હોય એમ તેના વૃત્તાન્ત ઉપરથી માલુમ પડે છે. આ યોજના શ્રીમાન કાન્તિલાલ શ્વરલાલની રૂ. ૨૫૦૦૦) ની ઉદાર સખાવત ઉપર ઉભી કરવામાં આવી હતી. આ રકમ હવે લગભગ ખલાસ થવા આવી છે અને તેથી જો વિશેષ સહાયતા ન મળે તેા ચાલુ વર્ષ સાથે એ ચેોજના બંધ કરવી પડે તેમ લાગે છે. જૈન કામના શ્રીમાનાનુ આ બાબૂત તરફ હું ખાસ ધ્યાન ખેંચવાની રજા લઉં . આજે એ કેળવણી પ્રચાર સમિતિ તરથી પચ્ચાસ સ્થાનિક સમિતિએ ઉભી કરવામાં આવી છે. તેમાં પચ્ચીસ સમિતિ પુરા વેગથી કાર્ય કરી રહી છે અને પ્રસ્તુત યોજનાના પુરા લાભ ઉઠાવી રહી છે. આ યેાજનાના વિસ્તાર પાછળ કોન્ફરન્સનો પણ વ્યાપક પ્રચાર સભાયલા છે. શિક્ષણ સસ્થાઓના માહીતીસ'ગ્રહુ પ્રબુદ્ધ જૈન ૧૬૧ કડા પણ પડેલાં છે. આ બધાંની વિગતવાર માહીતી આપતુ પત્રક કોન્ફરન્સ તૈયાર કરાવે એટલું જ નહિ પણ આ બધી સંસ્થાઓને કેન્દ્રિત કરે એવું કેઇ તંત્ર ઉભું કરવામાં આવે તે તેથી કામની બહુ ઉપયોગી સેવા થઇ શકે તેમ છે. આદ્યોગિક શિક્ષણ આ ઉપરાંત કેળવણીની દિશાએ ખીજું ઘણું કરવા યોગ્ય છે અને થઇ શકે તેમ છે. આપણે ત્યાં કેળવણીની અનેક સંસ્થાઓ કામ કરી રહી છે. કેટલીક સંસ્થાએ વિદ્યાર્થીઆને કેવળ રહેવા ખાવાની સગવડ આપે છે, કેટલીક માત્ર શિક્ષણ પ્રદાનનુ કાર્ય કરે છે, જ્યારે એવી પણ કેટલીક માત્ર સંસ્થા છે જે બન્ને કાર્ય કરે છે. આ ઉપરાંત જુદા જુદા ક્ષેત્રમાં ભણુતા વિદ્યાર્થીઓને મદદ આપવા માટે કેટલીક શિષ્યવૃત્તિનાં આપણી સામે ઔદ્યોગિક શિક્ષણના પ્રશ્ન અણુ ઉકેલ્યો પડેલા છે. આપણી કામનો મુખ્ય વ્યવસાય વ્યાપાર છે. આપણી કાનના અનેક શ્રીમાને હસ્તક અનેક કારખાના, મીલા તેમજ ફેકટરીઓ ચાલે છે પણ તે પાછળ આપણી દૃષ્ટિ વ્યાપારની છે. તે કારખાનાઓ ચલાવનાર બીજા જ કાઇ હોય છે. તેમાં મજુરી કરનાર પણ જૈનેતરો હાય છે. એનો અર્થ એ થયો કે ઉધોગ શિક્ષણની બાબતમાં આપણે તદૃન પછાત છીએ. આ બાબત આપણે ખૂબ વિચારવા જેવી છે. કાળ બદલાતા ચાલે છે. વ્યાપારનું સ્થાન ઉદ્યોગ લઇ રહેલ છે અને મેતાનું સ્થાન મજુર લઇ રહેલ છે. વ્યાપારી અને મેતાના જીવનકલહ વધારેને વધારે કષ્ટમય બનતા જાય છે; યંત્રસ ચાલક અને મજુરને ફાટલા સહીસલામત છે. આપણી પ્રજાને હવે ઉદ્યોગ અને હાથમજુરી તરફ વાળવાની ખાસ જરૂર છે. આ દિશાએ વૉયેાજના ખાસ વિચારવા જેવી છે. વહેલું મોડુ દેશના સમગ્ર શિક્ષણને તે દિશા તરફ વળ્યા સિવાય છુટકો નથી. આપણા શ્રીમાને આ ધારણ ઉપર નવી નવી શિક્ષણુ સંસ્થાએ ઉભી કરવાને ઉધુક્ત બને તે જૈન સમાજને તેમજ આખા દેશને કેટલા લાભ થાય ? ધાર્મિક શિક્ષ્ણ ધાર્મિક શિક્ષણ ખાસ આજે છે. તે વિષયમાં જનતાને રસ ઘટતા આપણા અમૂલ્ય ખજાને છે. કેટલાંય વર્ષો કાશીમાં યશે’વિજયજી જૈન સંસ્કૃત પાશાળા કામ કરતી હતી. આજે એવી કોઇ સંસ્થા નથી. પ્રાચીન માગધી તેમજ સંસ્કૃત ભાષા તેમજ સાહિત્યના અયનને ઉત્તેજન આપવાની ખાસ જરૂર છે. અમદાવાદ કે એવા કોઇ મધ્યવર્તી સ્થળે આવી કોઇ સંસ્થા ઉભી થઈ ન શકે ? ખરી કેળવણી કઈ ? શાયનીય સ્થિતિમાં પડેલું જાય છે. ધર્મ સાહિત્ય પહેલાં એક વખત ક્ષેત્રમાં સારૂ અસ્તિત્વ ધરાવતી આ જૈન ધર્મની સંસ્કૃતિનું મૂળ અહિંસા, સંયમ અને તપ છે. આ સંસ્કૃતિને વફાદાર રહેનારી કેળવણી એ જ ખરી કેળવણી છે. તે સિવાય પશ્ચિમની ઉછીની લીધેલી કેળવણી પધ્ધતિથી આપણા કદિ ઉધ્ધાર થવાના નથી. વિવેક વગરના અનુકરણથી મનુષ્યમાં રહેલ સહજ શક્તિનો વિકાસ થતો નથી પણ નાશ થાય છે. આજે કેળવણી અને કળાના નામે આપણી ખાટી હાજતા અને વિલાસિતાનુ પોષણ થાય છે અને તેથી આત્માને અધ:પાત થાય છે. તે કેળવણી કે કળા નથી પણ તેને આભાસ માત્ર છે. બેકારી-આગળની સ્થિતિ આપણી જૈન પ્રજા વ્યાપારી પ્રજા છે. જુના કાળથી માંડીને હિંદુસ્થાનના મોટા વ્યાપાર જતાના હાથમાં હતા. વ્યાપાર અર્થે જૈન વ્યાપારી વહાણા ભરીને પરદેશ જતા અને અઢળક સંપત્તિ આ દેશમાં લઇ આવતા. નાના મોટા ગામામાં વસતી જૈન પ્રજા મેટા ભાગે ખેડુતાને અને ખીજાતે નાણાં ધીરવાનુ કામ કરતી હતી અને મેટા શહેરામાં શરાફેનું કામકાજ કરતી હતી. ( અનુસંધાન પૃષ્ટ ૧૬૪ જીએ)
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy