________________
૧૬૦
પ્રબુધ્ધ જૈન
કેળવણીપ્રચાર, બેકારીનિવારણ અને ઐકયપ્રતિષ્ઠા.
( શ્રી. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ઊન્ફરન્સના નિંગાળા ખાતે તા. ૨૫-૧૨-૪૦ ના રાજ એકત્ર થયેલ અધિવેશનના પ્રમુખ શ્રી. ટાલાલ શ્રીકમલાલ પારેખના ભાષણના ઉપસેગી વિભાગ નીચે આપવામાં આવે છે, તી.) કાન્ફરન્સની ઉત્પત્તિ અને ભૂતકાળ
આ કોન્ફરન્સની ઉત્પત્તિ ઇ. સ. ૧૯૦૨ માં એટલે આજથી ૩૮ વર્ષ પહેલાં થયેલી છે. આ કોન્ફરન્સનું પ્રથમ અધિવેશન મારવાડમાં ળોધી તીર્થ ખાતે આ કાન્ફરન્સના પિતા સમાન લેખાતા શ્રી ગુલાબચંદજી ઢઢ્ઢાની રાહબરી નીચે ભરવામાં આવેલું. ત્યાર બાદ ઉત્તરાત્તર વધારે ને વધારે ભવ્ય અધિવેશન ભિન્ન ભિન્ન સ્થળે ભરાયાં અને તેમાં તે વખતના આગેવાન શેઠીઆએ તેમજ વિદ્વાને સારા પ્રમાણમાં ભાગ લેતા. આ સંસ્થા શરૂઆતનાં વર્ષોમાં સારા પ્રમાણમાં ફાલી પુલી છે અને જૈન સમાજમાં સારૂ સ્થાન મેળવ્યું છે. અધિવેશન પ્રસંગે પ્રતિનિધિ તેમ જ પ્રેક્ષકા સારી સંખ્યામાં હાજર થતા તેમ જ મેટી મેાટી રકમની સખાવતા જાહેર કરવામાં આવતી. આમ એક વખત આ કોન્ફરન્સની સંસ્થાનુ આખા જૈન સમાજ ઉપર સારૂં પ્રભુત્વ હતું અને સમાજને પણ આ સંસ્થા ખૂબ ઉપયોગી સેવા
આપતી.
કોન્ફરન્સની આજની પરિસ્થિતિ
આજે એ સ્થિતિ રહી નથી. આજે કોન્ફરન્સ વિષે લેાકેાના ઉત્સાહ અતિ મન્દ દિસે છે. કેટલાક સ્થળેાએ કોન્ફરન્સના પ્રશ્ન ઉપર પક્ષા પડી ગયા છે. કોન્ફરન્સનાં અધિવેશના બહુ જ લાંબા ગાળે ભરાય છે. આ અધિવેશને ભરવા માટે હુ જ ઓછાં સ્થળા ઉત્સુક જોવામાં આવે છે. આજે મુંબઇની કાર્યવાહી સમિતિ મુંબઈમાં અવાર નવાર મળે છે અને કેન્ફરન્સને જીવતી રાખે છે, તેની ચાલુ પ્રવૃત્તિઓમાં પણ એજ્યુકેશન ખાડ ની ધાર્મિક પરીક્ષા અને કેળવણી પ્રચાર સમિતિ તરફથી કેટ-પારેખ છેાટાલાલ લાંક કેન્દ્રોને કેળવણીના પ્રચાર માટે અપાતી મદદો અને ગ્રાહકોની પુરતી સંખ્યાના અભાવે મોટી ખોટ આપતું ‘ જૈન યુગ ' જેવુ એક સાધારણ પાક્ષિક પત્ર સિવાય બીજું કશું વિશેષ જોવામાં આવતુ નથી. આવી સ્થિતિએ પહેાંચવાના કારણેાની વિગતમાં હું ઉતરવા નથી માંગતા કારણ કે એવી દેખવહેંચણી વિનાકારણની ચર્ચા અને તકરાર ઉભી કરે એવા ભય રહે છે. પણ આજે આ સ્થિતિ છે. હવે આપણે શું કરવુ? આ સંસ્થાને આપણે ચલાવવી છે કે બંધ કરવાની છે? આ સંસ્થામાં સમાજને પ્રગતિના માર્ગે લઈ જવા માટે કશી ઉપયોગીતા રહી છે કે નહિ ? સમાજતે આ સંસ્થાની જરૂર છે કે નહિ ? આ બધા પ્રશ્નોને નીકાલ લાવવા આજે આપણે આટલા લાંબા ગાળે એકત્ર થયા છીએ. કાન્ફરન્સની અનેકવિધ ઉપયેાગીતાએ
ધાર્મિક, સામાજીક અને શિક્ષણ આદિ સંબંધી પ્રશ્નોને વિચાર કરનારી અને તેને જૂની ઢબે અમલમાં મૂકનારી સ્થાનિક સંસ્થા હતી. છતાં નવીન રાજતંત્ર અને નવીન યુગને રિણામે નવેસરથી ઉભા થતા પ્રશ્નો વિચારવા અને સામાન્ય લેકમત કેળવવા તથા જૂની સંસ્થાઓમાં આવસ્યક નવું વિચાર ખળ મેળવવાના હેતુથી કાન્ફરન્સની સ્થાપના થયેલી અને તે જરૂરી
તા. ૩૧-૧૨
યાત હજુ જેવીને તેવી જ છે એટલું જ નહીં પણ વધારે છે. વળી કાન્સની હસ્તી ખીજી રીતે પણ જરૂરી છે. કેમકે તેમાં પ્રાન્ત, જ્ઞાતિ, ભાષા, ગચ્છ અને તેવા બીજા કશા ભેદને અવ-કાશ ન હેાવાથી મૂર્તિ પૂજક માત્ર મળી શકે છે. કાન્સ સિવાય આખા શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજને ગમે તે પ્રશ્ન પરત્વે એકત્ર મળવાની તક આપે એવી કોઇ બીજી સંસ્થા હસ્તીમાં ન હતી અને નથી. કાન્ફરન્સની હસ્તી જૂના તથા નવા બાના જરૂરી મિશ્રણની પ્રતીકરૂપ હાવાથી એના વિષે અનાદર, ઉપેક્ષા કે વિરાધ ધારણ કરવા કોઇપણ જૈનને માટે યોગ્ય નથી. આમ તર્કને આગળ રાખીને વિચારીએ તે સૌકાઇ કબુલ કરશે કે આવડા મોટા જૈન સમાજ અને તેના અનેક અંગત પ્રશ્નો-આવા સમાજના પ્રતિનિધિએ અવારનવાર બળે અને જૈન સમા જને લાગુ પડતા પ્રશ્નોના યોગ્ય વિચાર કરે, તે સંબંધમાં જરૂરી યોજનાઓ ઘડીને તેને અમલ કરે એ જેટલું ઈંટ છે તેટલુ જ આવશ્યક છે.
પણ આટલા તર્ક કે વિચારથી કાઇ સંસ્થા પ્રાણવાન બની શકતી નથી. એ માટે તો એ સંસ્થાના કાર્યને આગળ ધપાવવા માટે સમય તેમ જ શક્તિને પુરા ભાગ આપતા સમાજના વિશ્વાસપાત્ર કાર્યકર્તા જોઇએ. આપણી મેટામાં મેટી ત્રુટિ અહિજ છે. આપણને સ્થાનિક કાર્ય કર્તાએ મળી શકે છે, પણ કાન્ફરન્સને ગામેગામ પ્રચાર કરવા માટે માત્ર એક જ કામને વરેલા કાર્યકર્તાઓને આપણે ત્યાં અભાવ છે. આવા કાર્યકર્તાએ મેળવવાની સભાવના રાખી શકાતી હાય તે આ સંસ્થાને જીવતી રાખવાના અર્થ છે; હિ ત્રીકમલાલ વકીલ તે જે છે તેની તે સ્થિતિમાં આ સંસ્થા ચાલ્યા કરે તેને મારી દૃષ્ટિએ મને હુ અર્થ દેખાતા નથી. કેન્ફરન્સની માત્ર બુદ્ધિથી સ્વીકારાયેલી ઉપયોગીતા એક વસ્તુ છે; તેને ગતિમાન અને પ્રાણવાન કરે તેવા કાર્ય કર્તાએ મેળવવા બીજી જ વસ્તુ છે. આજે આપણે નિંગાળા જેવા એકાન્ત શાન્ત સ્થળે ઘણા લાંબા વખતે એકત્ર થયા છીએ. આજે આપણી સામે કોઇ તકરારી પ્રશ્ન કે વિષય નથી. આ કાન્ફરન્સમાં સૌ કોઇ સરળતાથી ભાગ લઇ શકે તે માટે આ કોન્ફરન્સમાં ચર્ચવાના વિષયોની પણ મર્યાદા બાંધવામાં આવી છે. આજે એકત્ર થયેલા ભાઇ બહેનો કોઇ એક જ પક્ષના કે વર્ગના છે એમ માનવાને કારણ નથી. આજે આપણે સૌ નિખાલસપણે ચર્ચા કરીએ; આજે આપણે સંસ્થાની કંગાલ સ્થિતિ કબુલ કરીએ; આજે આપણા પૂર્વગ્રહને આપણે બાજુએ મુકીએ, આપણે જ્યાંથી ભૂલ્યા ત્યાંથી ફરીને ગણીએ; આપણી શકિત મર્યાદા વિષે પણ આત્મવચના ન કરીએ; આપણી સંસ્થાની જ્વનદોરી લખાવવી કે નહિ અને તેને પ્રાણવાન બનાવવી કે નહિ તેને વિચાર કરીએ. એક બાબતને નિશ્ચય કરીએ કે આજની રગ શીઆ ગાડા જેવી કોન્ફ્રન્સની સંસ્થાના અન્ત આવવા જ જોઇએ. કાં તે બંધ કરીએ: કાં તો ત્વરિત ગતિએ આગળ ચલાવીએ.