________________
૧૫૮
પ્રબુધ જૈન
તા. ૧૫-૧૨-ત્ર છે. દર
અને વધારેમાં વધારે મજૂરી અને સેવા કરે તે મેટામાં મેટે. પિતાને જે જે ધ નિસર્ગ પ્રાપ્ત હોય તે તે ધંધે કરે અને તેમાંથી રોટી મેળવવી. પરસેવો પાડયા વિના મેળવેલી રટી હરામ ગણવી. સેવાને બદલે ભિક્ષા મળે તે પિટપૂરતી ભિક્ષા સ્વીકારવી, પણ છુટીબદામ સરખું દામ ગાંઠે ન બાંધવું. ગર્ધામાં ગર્ભે માણસને, અંત્યજ જેવા ગણતાને, સંસર્ગ કરવો અને તેને આશ્વાસન દેવું. સેવા કરવી તે મંગી કરવી. કેઈની સામે વિરોધની વરાળ સુધ્ધાં ન કાઢવી “ સલામત રહે ' કહીને સેવાર્થે જ્યાં ત્યાં હાજર થવું. અને કોઈ તરછોડે તે શાંતિથી વિદાય લેવી. જ્યાં ત્યાં પ્રભુના આદેશને પ્રચાર કર, પિતાના પાપની કબૂલાત કરવી, અને તેમ કરીને પ્રાયશ્ચિત કરતાં શીખવવું.”
“નમ્રતા કદી ન ભૂલજો, વ્યર્થ વચન ન બેલજે, વ્યર્થ આચરણ ન કરજે. બહાર પ્રવાસ કરતાં છતાં આશ્રમમાં જ રહેતા હો તેમ રહેજો. આ શરીર છે તે આપણે આશ્રમ છે, અને શરીરમાં જે આત્મા છે તે પરિવ્રાજક છે. એ પરિવ્રાજકે સદા પ્રાર્થના કરીને, ઈશ્વરપ્રણિધાનથી, એ આશ્રમને પવિત્ર રાખવો જોઈએ. આત્મા પિતાના આશ્રમમાં શાંતિ ન મેળવે તે બાહ્ય આશ્રમ બાંધીને શાંતિ કયાં પામશું ?”
“મેં મારા હાથે કામ કર્યું છે અને જીવીશ ત્યાં સુધી કરીશ. અને હું ઈચ્છું કે બીજા સૌ ભિક્ષુકો એ હાથમહેનત ન છોડે. જેને કોઈ પ્રમાણિક ધ ન આવડતા હોય તે શીખી લે,–તેમાંથી ધન મેળવવાને નહિ, પણ તેને જોઈને બીજા શીખે તે માટે, બીજા આળસુ ન બને તે માટે. મજૂરી કર્યા છતાં સમાજ મજૂરી ન આપે તે ઈશ્વરના ભંડારમાંથી ભાગી લેજો–ઘેર ઘેર ભિક્ષા માગજો.”
સત્ય. આપણી સંસ્થાનું મૂળ જ સત્યના આગ્રહમાં રહ્યું છે. તેથી સત્યને પહેલું લઉં છું.
“સત્ય” શબ્દ સમાંથી છે. સતું એટલે હોવું. સત્ય તે હતા:પણું. સત્ય સિવાય બીજી કોઈ વસ્તુને હસ્તી જ નથી. પરમેશ્વરનું ખરું નામ જ “સતું એટલે “સત્ય” છે. તેથી પરમેશ્વર “સત્ય” છે એમ કહેવાં કરતાં “સત્ય” એ જ પરમેશ્વર છે એમ કહેવું વધારે એગ્ય છે. આપણું રાજ્યકર્તા વિના, સરદાર વિના ચાલતું નથી. તેથી પરમેશ્વર નામ વધારે પ્રચલિત છે અને રહેવાનું પણ વિચાર કરતાં તે “સતું કે “સત્ય એ જ ખરૂં નામ છે ને એ જ પૂર્ણ અર્થ સૂચવનારૂં છે.
અને જ્યાં સત્ય છે ત્યાં જ્ઞાન-શુધ્ધ જ્ઞાન-છે જ, જ્યાં સત્ય નથી ત્યાં શુધ્ધ જ્ઞાન ન જ સંભવે. તેથી ઈશ્વર નામની સાથે ચિત્ એટલે જ્ઞાન શબ્દ જાય છે. અને જ્યાં સત્ય જ્ઞાન છે ત્યાં આનંદ જ હોય, શેક હોય જ નહિ. અને સત્ય શાશ્વત છે તેથી આનંદ પણ શાશ્વત હેય. આથી જ ઇશ્વરને આપણે “સચ્ચિદાનંદ” નામે ઓળખીએ છીએ.
આ સત્યની આરાધનાને ખાતર જ આપણી હસ્તી. તેને ૪ કારણે આપણી પ્રત્યેક પ્રવૃત્તિ. તેને જ કારણે આપણે પ્રત્યેક શ્વાસોશ્વાસ લઈએ. આમ કરતાં શીખીએ તે આપણને બીજો બધા નિયમે સહેજે હાથ આવે, ને તેમનું પાલન પણ સહેલું થઈ પડે. સત્ય વિના કેઈ પણ નિયમનું શુદ્ધ પાલન અશકય છે.
સામાન્ય રીતે સત્ય એટલે સત્ય બોલવું એટલું જ આપણે સમજીએ છીએ. પણ આપણે વિશાળ અર્થમાં સત્ય શબ્દ લે છે. વિચારમાં, વાણીમાં ને આચારમાં સત્ય એજ સત્ય. આ સત્ય સંપૂર્ણપણે સમજનારને જગતમાં બીજું કંઈ જાણવાપણું નથી રહેતું. કેમકે જ્ઞાન માત્ર તેમાં સમાયેલું છે એમ આપણે ઉપર જોયું. તેમાં જે ન સમાય તે સત્ય નથી, જ્ઞાન નથી: પછી તેમાં ખરો આનંદ તે હોય જ ક્યાંથી ? આ કસોટી વાપરતાં શીખી જઈએ તો આપણને તુરત ખબર પડે કે કઈ પ્રવૃત્તિ કરવા યોગ્ય છે, કઈ ત્યાજ્ય છે; શું જેવા યોગ્ય છે, શું નથી.
પણ સત્ય જે પારસમણિરૂપ છે, જે કામધેનુરૂપ છે ને કેમ જડે? તેને જવાબ ભગવાને આપ્યું છે. અભ્યાસ અને વૈરાગ્યથી. સત્યની જ તાલાવેલી તે અભ્યાસ; તે વિના બીઝ બધી વસ્તુ વિષે આત્યંતિક ઉદાસીનતા તે વૈરાગ્ય, આમ છતાં એકનું સત્ય તે બીજાનું અસત્ય એમ આપણે જોયા કરશું. તેથી ગભરાવાનું કશું કારણ નથી. જ્યાં શુધ્ધ પ્રયત્ન છે ત્યાં નોખાં જણાતાં બધાં સત્ય તે એક જ ઝાડનાં અસંખ્ય નેખાં જણાતાં પાંદડાં સમાન છે. પરમેશ્વર પણ કયાં પ્રત્યેક મનુષ્યને ન નથી જણાત? છતાં તે એક જ છે, એમ આપણે જાણીએ છીએ. પણ સત્ય નામ જ પરમેશ્વરનું છે, તેથી જેને જે સત્ય ભાસે તે પ્રમાણે વર્તે તેમાં દોષ નથી એટલું જ નહિ પણ તેજ કર્તવ્ય છે. પછી તેમ કરવામાં ભૂલ હશે તે પણ સુધરી જવાની છે જ. કેમકે સત્યની શોધની પાછળ તપશ્ચર્યા હોય, એટલે પોતે દુઃખ સહન કરવાનું હોય, તેની પાછળ ભરવાનું છે, એટલે તેમાં સ્વાર્થની તે ગંધ સરખીયે ન હેય. આવી નિસ્વાર્થ શોધ કરતાં આજ લગી કેઈ આડે માગે છેવટ લગી ગયું નથી. આડે જાય
. (અનુસંધાન પૃષ્ટ ૧૫૬ જુઓ)
જેટલી અમલમાં મૂકી હોય તેટલી જ વિદ્યા છે, જેમ ધર્મને ધર્માચાર જ તેની ખરી પ્રાર્થના છે. ભીડને સમયે અને લડતને સમયે જે માણસ પુસ્તકજ્ઞાન ઉપર આધાર રાખશે તે માણસ હાથ ધસવાને છે”.
ભાઈ, હું તે એક પુસ્તકને જાણું છું. તે પુસ્તકમાં જે લખેલું છે તે પ્રમાણે વર્તવાને સહુને કહું છું. તમારે એક | તો ગરીબ કહેવડાવવું છે અને વળી મેટા પંડિત ને રાજા બનીને જગતમાં વિચરવું છે! મને તે એ ઢગલે પુસ્તકો ન જોઈએ—એ માત્ર બાઈબલ હોય છે. પણ મારે શું? તમારે કરવું હોય તેમ કરે. માત્ર મારી રજા ન માંગો”.
હે પ્રભુ! જે અધિકાર આપવો હોય તે એક જ અધિકાર આપ: મનુષ્યની પાસે એક પણ અધિકાર મેળવવાની જરૂર ન રહે એ અધિકાર આપ”
“મને તે ઈશ્વરને જે ગમે તે બહુ ગમે.” . અંતકાળે સંત ફ્રાન્સિસ બોલ્યો :
“હવે મારાં કપડાં ઉતારી લો અને મને ધરતી પર સુવાડે. ઈશ્વર સિવાય મારું કશું જ નથી. મેં મારું કર્તવ્ય કર્યું. ઈશ્વર તમને તમારું બતાવે.”
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
શ્રી મુંબઈ જન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ.
મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨