________________
તા. ૧૫-૧૨-૪૦
પ્રબુદ્ધ જૈન
સન્ત ફ્રાન્સિસ. (પૃષ્ટ ૧૫૦ થી ચાલુ)
જમાં જ્યાં સુધી અસમાનતા અને અન્યાય છે ત્યાં સુધી, આખા વિસની મજૂરીને અંતે, એ ટક પેટ ભરીને ખાવા જેટલું માણુસને મળી રહેશે એવી ખાતરી ન અપાય. દુનિયાના વિનિમયમાં જ્યાં સુધી અન્યાય રહેલા છે, ત્યાં સુધી આ મુશ્કેલી રહેવાની જ. એ મુશ્કેલી દૂર કરવાનું કામ સંતનુ નથી, પણ સમાજરીણેનું છે. અંગ ભરીને કામ કરે તેને પેટભર ખાવાનુ અને આંખભર ઉંઘવાનું મળવું જ જોઇએ. એમ ન થાય ત્યાં સુધી સાધુએને માટે મજૂરી અને ભિક્ષા બંનેના આશ્રય લેવાના રહેશે. જેમને ધર્મની પડી નથી એવી કેટલીક રખડેલ કામા ભિક્ષા, મજૂરી કારીગરી, ધીરધાર, અને ચેરી, બધાનું એક સામટું પાલન કરે છે એવુ જોવામાં આવે છે. સાધુએ એમાંથી કેવળ એ જ માર્ગોનું અવલંબન કરી શકે છે. એથી બહાર જાય તા ઇશ્વરને ભૂલી જવાય.
સંત ફ્રાન્સિસને ધર્મવચન પ્રમાણે પોતાના જીવનમાં ફેરફાર કરવા હતા; જ્યારે આસપાસના લેાકાને પેાતાને પોષાય એવું જીવન ચલાવવા માટે ધવચનના અર્થમાં ફેરફાર કરવા હતા. સંત ફ્રાન્સિસની નિા ઈશુ ખ્રિસ્તના વન અને આદેશ ઉપર સૌએસા ટકા હતી. શુ ખ્રિસ્તના એકેએક વચનના સીધા સ્પષ્ટ અર્થ લઇ તે પ્રમાણે તે ચાલતે. વ્યવહાર આડે આવે તે વ્યવહારે નમતું આપવુ જોઇએ, નહિ કે સદ્ગુરૂનાં વચને. આ ઉગ્રતા ધર્માધિકારીઓમાં કયાંથી હોય ? એથી એમની સાથે મુશ્કેલીઓ ઉત્પન્ન થતી. પણ સંત ફ્રાન્સિસે પેાતાની પાસે અધિકારી સરખા ન રાખ્યો. એટલું જ નહિ, પણ ધર્માધિકારીઓના દેષો જોવાની પણ એણે ના પાડી. તેથી ધર્મતત્ર સાથે લડવામાં એને પોતાની શક્તિ વાપરવી ન પડી. આત્મશુદ્ધિ, પ્રાણીપ્રેમ, રૂગ્ગસેવા અને રોગનિવારણ, એ જ એનુ મુખ્ય કાર્ય હતું. લેકામાં ઇશ્વરનિષ્ઠા આવી જાય તેા બાકી બધું એની મેળે સરખુ થઇ જશે, એવા એને વિશ્વાસ હતા. અને ઇશ્વરનિષ્ઠા માટે મન અને ઇંદ્રિયા પર વિજય મેળવવા જ તેએ, એટલુ એને સ્પષ્ટ થયું હતું.
આમ ધર્મપ્રચાર કરતાં એણે પોતાના શ્રાવકને જે સૂચનાએ આપી હતી એમાંથી બે સૂચનાની અસર સમાજનું સ્વરૂપ ફેરવવામાં જ થઇ. પોતાના શ્રાવકાએ શસ્ત્રધારણ નહિ કરવુ
એવા એના આદેશ હતા. શ્રાવકોએ પાપ માગે તે ઉપરાંત બીજે કયાંય સાગન ન ખાવા જોઇએ, એવા પણ એના એક આદેશ હતા. સંત ફ્રાન્સિસના જમાનામાં આખા યુરોપમાં સરંજામ પદ્ધતિ (Feudal System) હતી. એમાં દરેક વ્યકિતને કાઇ ને કાઇ સરદાર પ્રત્યે સેગન ખાવા પડતા અને એના વતી વફાદારીથી લડવું પડતું. સત ફ્રાન્સિસે જોયું કે આ સોગનથી સમાજમાં ક્ષુદ્ર સંગઠનો પેદા થાય છે અને નકામા વિચહે ચાલતા રહે છે. સંકુચિત સગનને પરિણામે ધર્મની વ્યાપકતા નષ્ટ થાય છે અને માનવતા ઝાંખી પડે છે.
સંત ફ્રાન્સિસ જેવા ધાર્મિક પુરૂષોની અલૌકિક સમાજસેવા ભેંશ આજના જમાનો પૂછે છે, ‘શું આ બધું કરવા માટે ઇશ્વરનિષ્ઠા અને ઇશ્વરનો સાક્ષાત્કાર જરૂરનાં જ છે?' આને જવાબ હજી ના' માં આપાયા નથી. માનવપ્રાણીએ જ્યાં જ્યાં અલૌકિક સામર્થ્ય બતાવ્યું છે, અલૌકિક નિષ્ઠા બતાવી છે, અડગ શાંતિ અને અખૂટ ધીરજ બતાવી છે, ત્યાં ત્યાં એ
૧૫૭
શ્વરનિષ્ઠાના આધાર ઉપર જ પ્રગટ થવા પામી છે, એ અત્યાર સુધી સર્વકાળનો અને સર્વ દેશના નિરપવાદ અનુભવ છે. સાધુસંતાએ પોતે પોતાના સાક્ષાત્કારને આધારે પેાતાના અનેક અનુયાયીઓને સમાજસેવાના માર્ગમાં દેરવાના પ્રયત્ન કર્યાં છે. પણ અનેક ઠેકાણે અનુભવ થયેા છે કે, પરાયી મૂડી લાંબે સુધી પહોંચતી નથી. પુણ્યસ્થ જ્ઞમિત્કૃતિ પુણ્ય નેઇન્તિ માનવ ! બાળકોને ખાવાને દ્રાક્ષ જોઇએ છે, પણ બારણે એના વેલાનાં મૂળિયાં સહન નથી થતાં.
ર
આજથી બરાબર સાત વરસ ઉપર યુરોપે સંત ફ્રાન્સિસની ૭૦૦ મી પુણ્યતિથિ ઊજવી હતી. એ પ્રસંગે ચારે કાર ફ્રાન્સિસતી વનસાધના અને જીવનકાર્યનું અધ્યયન થયું હતું. એ પ્રસંગે સંત ફ્રાન્સિસ ઉપરના અનેક ગ્રંથ વાંચી એનુ નવનીત મહાદેવભાઇએ નવજીવનના વાચકાને આરેક લેખામાં આપ્યું હતું. જગતના મહાન સત્તા એ કેવળ તે તે ધર્મ કે દેશને વારસા નથી. આપણામાં સાચી ધનિષ્ઠા હાય તે આપણે બધા સંતનુ સગપણ સહેજે જોઇ શકીશું. ફ્રાન્સિસનું ચરિત્ર વાંચી જેમ ભાવનાશીલ ખ્રિસ્તી વધારે સાચા ખ્રિસ્તી અને છે, તે જ પ્રમાણે એ ચિરત્ર વાંચી દરેક સત્ત્વસ્થ હિંદુ વધારે સાચે! હિંદુ બનશે; અને દરેક મુસલમાન પણુ, સુલતાન મલેક–ઉલ-કામિલની પેઠે જ, ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કર્યાં વગર. ફ્રાન્સિસની ધાર્મિકતાની કદર કરી શકશે. મહાદેવભાઇના ભકત હૃદયે આ સંતકથા તારવેલી હાવાથી, એમાં અથથી ઇતિ સુધી ધાર્મિકતાની સુવાસ કાયમ રહેલી છે. સંત ફ્રાન્સિસના ઉપદેશ મહાદેવભાઇના શબ્દોમાં અહીં રજૂ કરી આ સંતવનનુ મનન પૂરૂં કરીએ.
“ સંત ફ્રાન્સિસ ધનને નરકમાં લઈ નારી માયા સમાન માનતા. બીજાના ધનનેા તેને દ્વેષ નહેાતે. સંસારીઓને પણ તે, ધન શ્વરે આપેલી અનામત છે એમ ગણી, બીજાની સેવાર્થે જ વાપરવાની સલાહ આપતા. પણ પોતાને અને પોતાના સધને તે એ ધનની અનામત રાખવાની જવાબદારીમાંથી પણ ઇશ્વરે મુકત કર્યાં છે, એમ તે વારંવાર સમજાવતા.” એનુ પ્રખ્યાત વચન છે. “ સંસારનાં બધાં પ્રદ્યાભને અપરિગ્રહ વૃત્તિ આગળ ટકી જ ન શકે.”
鼎
*
પોતાના શિષ્યાને ઉપદેશ કરતાં એણે કહેલું :
“ ઇશ્વરે આપણને આપણે ઉધ્ધાર કરવા નથી ઉત્પન્ન કર્યો. પણ લાંકાને ઉધ્ધાર કરવા ઉત્પન્ન કર્યો છે. આપણે અભણ છીએ, આપણે નાનકડા નવા છીએ, એવી લાગણીથી હતાશ થશે નહિ.શ્વરનું કાર્ય સૌ કાઇ કરી શકે. આપણે તે લોકોને પશ્ચાતાપ કરી સન્માર્ગે જવાનુ જ કહેવાનું છે, તેમાં શી મેટી વાત છે ? આપણે કાં કાઇને ભારે પડવુ છે? અને આપણું કાઇ ન સાંભળે તે શી હરકત ? એમાં આપણું સાંભળવાપણું છે પણ કયાં ? હું તો ખાતરી આપુ' છું કે આપણને જ્યાં ત્યાં આવકાર મળશે, ઘણા માણસો આપણા ભેગા થશે અને આપણું કુંટું વધશે.”
*
“ સંધમાં દાખલ થનાર દરેકે જાડામાં જાડાં ગરીબમાં ગરીબને મળે એવાં કપડાં પહેરવાં, કારણ ઝીણાં કપડાં તે રાજારજવાડાને શોભે સંધમાં દાખલ થનારે સત્તાની ગંધને પણ પાસે ન આવવા દેવી. જે વધારેમાં વધારે નમ્ર અને