SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ! ૧૫૬ તે સાંખી લેવાય છે. સરમુખત્યારા ખાટા આર્ક્સના પથ્થરા ઉપર પેાતાની પ્રજાનું સત્યાનાશ કાઢી રહ્યા છે. તે પ્રજા ગભરાટને લીધે સહન કરી લ્યે. પણ આ જાતની હિંસાથી પ્રગતિProgress in Charity–સધાય છે? મનુષ્યેામાં સમભાવ વધે છે? સમાજના અનિષ્ટા શું કાયમ માટે દૂર થાય છે ? અહિં અન્ય પ્રશ્ન ઉપસ્થિત થાય છે. સાધ્ય અને સાધનને સંબંધ-Relation of Means to ends. એક એવી ભ્રમિત વિચારશ્રેણિ હતી કે કાર્ય સારૂં હેાય તેા કારણની મનુષ્ય પરવા કરવી નહિ. અર્થાત્ સાધ્ય શુભ હાય તે તે સાધવા માટે અશુભ સાધનાનો ઉપયોગ મનુષ્ય કે સમાજે કરવા પડે તે તેમાં કશી હરકત નહિ? આ વિનાશાત્મક–હિંસાત્મક–વિચારે અનેક અન નીપજાવ્યાં છે. આપણે પ્રગતિ સાધવી છે, હૃદયની કાભળતા કેળવવી છે, પ્રાણી માત્રને સમાન ટીિ નિહાળવું છે— અને તે બધુ હિંસાના રસ્તે ! ! તે બની જ કેમ શકે? અન્ન તેવો ઓડકાર. ગવાતા અન્નમાંથી સુગધી એડકાર સભવતા નથી,' ' Tit for Tat,” “શયં પ્રતિ શાસ્ત્રમ્ ” આ વાકયોનો હેાળા પ્રચાર કરતાં પહેલાં પ્રગતિવાંચ્છુ વ્યકિતએ ઘણુ વિચારવું રહ્યું, તે શાંતિને પંથ નથી, તે અધોગામી ભાગ છે. અવેગામી છે એટલે સહેલા છે, તેમાં પ્રયત્ન નથી. વીરાની અહિંસામાં પ્રયત્ન છે, સંયમ છે, ધૈર્ય છે, ઉદારતા છે, આધ્યાત્મિક ઉત્કર્ષ છે. કુટુંબમાં, સમાજમાં કે દેશમાં પ્રેમ–સ્વભાવ જેટલું કાયમી તથા સરસ કાર્ય કરે છે, તેટલુ દ્વેષ કે હિંસા કરી શકતાં નથી. * બુદ્ધ જૈન હિંસા હિંસાને ઉત્પન્ન કરે છે. મદ, મોહ, છાઁ કે લેાભથી–આ અનિષ્ટ સાધનાથી –કાએ પોતાની કે સમાજની પ્રગતિ સાધી હોય તેવુ સ્મરણમાં નથી. વિજેતાની હિંસાના ચળકાટ થોડા વખત દેખાય, પણ વીજળીના ઝક્ષુકાની પેઠે તે ચળકાટ ક્ષણિક-અપવી છે. સત્તાનું સુખ થોડા સમય દેખાય, પણ તે સુખાભાસ મૃગજળ જેવા છે, અહિં એક એવી દલીલ કરવામાં આવે છે કે અહિંસાવાદ મનુષ્યસ્વભાવને વીસરી જાય છે. અહિંસાને રસ્તે મનુષ્યને સુધરતાં કે સમજતાં અનિષ્ટને દૂર કરતાં ઘણા સમય લાગશે. હિંસાના એક ધડાકાથી તફાની મનુષ્ય શાંત બનશે અને સામાજિક, રાજકિય કે આર્થિક અનિષ્ટા પળવારમાં નષ્ટ થશે આમ કહેનાર કે ભૂલેા કરે છે-(૧) મનુષ્ય સ્વભાવને અન્યાય. અને (૨) સમગ્ર ઇતિહાસનું અજ્ઞાન. માનવસ્વભાવ પાપી છે અને તે ઠોકર સિવાય સુધરી શકે તેમ નથી-તેમ કહેવુ તે અજુગતું છે. મનુષ્યમાં સત્વ, રજસ્ અને તમ:-એભ ત્રણ તત્ત્વો છે. ત્યારે મનુષ્યને માત્ર તિમિરથી ભરેલ ચીતરવા–તે ઠીક નથી. કેદખાનાંઓના ઇતિહાસ, માનસ શાસ્ત્રીએના અનુભવા કછક જાદુ જ કહે છે. માનવ સ્વભાવ અલે છે અને અહિંસાથી-પ્રેમથી તે મારા માટે બન્ને છે. તા. ૧૫-૧૨ થાય તે પહેલાં—–જો થાય છે તે હિંસાની સાંકળને એક બહુકો તૂટે છે. અસ્તુ. રાજકીય પ્રદેશમાંથી હવે આવીએ સામાજિક ક્ષેત્રમાં સમાજમાં કેટલાય સુધારાની આવશ્યકતા છે તે તેા નિર્વિવાદ છે, હિંદુ સમાજનાં વહેણ ડહેાળાઇ ગયાં છે. સમાજનાં નીર શુદ્ધ બનવાં જોઇએ યુવા ઝડપી સુધારા માટે થનથની રહ્યા હાય તે સહજ છે. યાહામ કરીને પડા, કૃતેહ છે આગે' એ સૂત્ર વીર નર્મદતુ તેમને મંત્ર ભલે હાય. પણ આ ક્ષેત્રમાં જેટલી હિંસા-બળજોરીથશે તેટલી પ્રગતિ વિલખાશે તે વિસરવું ન જોઇએ. અહિંસા-જ્ઞાન-કેળવણી અને પ્રેમપૂર્વક સમજાવટ-ની અસર આ સામાજિક કે ધાર્મિક ક્ષેત્રમાં પણ શુભ અને કાયમી થશે તેમ મારૂં માનવુ છે. એકાદ વ્યકિત Ieonoelast પ્રણા લિકા—ભજક નીકળે, પણ સમસ્ત સમાજ તે વીરની ગતિએ ચાલી શકતા નથી. એ તે ક્લપતરામની માફક સજ્જના, સમજાવો, ધીમે ધીમે સુધારાના સાર” શાંતિથી પ્રેમથી, અહિં સાથી કામ કરવું રહ્યું. ભૂત, વર્તમાન તથા ભાવીની એક સાંકળ છે. ભાવી રચવાનું છે વર્તમાનમાં, પણ ભૂત તે સર્વનો આધાર છે. ભૂતકાળનાં શુભ તત્ત્વો લઈ, વર્તમાનનાં શુભ તત્ત્વા સાથે તેમના સમન્વય કરી શકીએ તે જ ભવ્ય ભાવી રચી શકીએ. સમ ન્વય શું પ્રગતિ નથી? It is progress in understanding. બીજું સાધારણ સમાજ રૂઢિપૂજક હાય છે. સુધારા તેમને સમજાવશે, જ્ઞાન—ન્યાત તેમની આગળ ધરશે, સહિષ્ણુતા રાખશે અહિંસાના રસ્તે જશે, તો જરૂર તે સ્થિતિચુસ્ત સમાજને પોતાની સાથે આગળ લઇ શકશે. તે પ્રતિ છે, વ્યક્તિની અને સમાજની સમભાવની ખીલવણી છે. ખીજી વિપ્લવથી હિંસાથી સર્વે અનિષ્ટા નાશ પામે છે— આમ કહેવુ તે પણ યથાર્થ નથી. ક્રાંસની ક્રાંતિના દાખલેો હ્યા. જેટલી ઉતાવળ, જેટલી હિંસા તેટલી વિશેષ પીડા. તે વિપ્લવ પછી ફ્રાંસને ઘણુ વેઠવું પડયું. લોકોનું અજ્ઞાન. આવેશને ઉભરે, લશ્કરી સત્તા, નેપોલિયનની સરમુખત્યારી, ખુનખાર લડાઇ અને વિગ્રહની અનેક યાતના. Aldous Huxley ખર્ કહેછે કે “The more vioelnce, The less revolution.” હિંસાથી પ્રતિહિંસા જન્મે છે, વહેમ-ક્રોધ વધી જતાં બીજી લડા ની ભૂમિકા તૈયાર થાય છે. આમ હિંસાની પરંપરા શરૂ થાય છે. વિગ્રહ પછી પણ પ્રેમને– અહિંસાનો ઉપયોગ-બહુ મેહુ ન ભારતવર્ષ તે અહિંસાની પાશાળા છે. શ્રી રામ, કૃષ્ણ શંકરાચાર્ય, બુધ્ધ, મહાવીર સ્વામી, વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી કે કવિવર ટાગોરના ભારતવર્ષને પ્રગતિના પાડે પઢાવવાના હોય નહિં ભારતીય સંસ્કૃતિ એટલે સમભાવની સંસ્કૃતિ–સમન્વયની સંસ્કૃતિ. માંદાઓની શુશ્રુષા કરવી, દરે નારાયણાને સહાય કરવી, નિરક્ષરાને અક્ષર જ્ઞાન આપવુ તે અહિંસાનુ ક્ષેત્ર છે. સંયમ, ધૈર્ય, શાંતિ, સત્ય, જ્ઞાન, પ્રેમ તે અહિંસાવાદીના ગુણ છે, અહિંસા શક્તિશાળીની છે. તે વિસરતા નહિં. અહિંસા બાહ્યાચાર નથી; તે તે આત્મિક ગુણ છે. આ પ્રકારની અહિંસાની સાર્થકતા માટે રીચર્ડ ગ્રેગે પેાતાના • The power of non-violence ” નામના પુસ્તકનાં સચોટ લખ્યું છે; મહાત્મા ગાંધીજીએ પોતાના ખ્વનમાં તેમજ દેશમાં અહિંસાની સાર્થકતા સાધી તે આપણે જાણીએ છીએ. જન યુવક આ અહિંસાથી સંસારના અનેક ઝંઝાવાતા પર વિજય મેળવી પ્રતિ-Progress in larity સાથે એજ અભિલાષા.* મનુભાઇ પી. વૈદ્ય. # ઊંચા વહૂની પ પણ વ્યાખ્યાનમાળામાં અપાયેલું વ્યાખ્યાન (પૃષ્ઠ ૧૫૮ થી ચાલુ) કે ઠેસ વાગી જ છે; એટલે વળી તે સીધે માર્ગે ચડી જાય છે. તેથી સત્યની આરાધના એ ભિકત છે, ને ભિકત તે ' શીરતણું સાટું’ છે; અથવા તે હિરના માર્ગ હા તેમાં કાયરતાને સ્થાન નથી. તેમાં હાર જેવુ કઇ છે જ નહિ. એ મરીને જીવવાના મંત્ર છે, આ પ્રસંગે હરિશ્ચંદ્ર, પ્રહલાદ, રામચંદ્ર ઈમામ હુસનસેન, ખ્રિસ્તી સંતા વગેરેના દૃષ્ટાન્તા વિચારી જવાં જોઈએ. આ રટણ સહુ, નાના તેમજ મેટાં સ્ત્રી પુરૂષ ચાલતાં, બેસતાં. ખાતાં પીતાં, રમતાં બધું કરતાં કર્યા જ કરે, તે તે કરતાં કરતાં નિર્દોષ નિદ્રા લેતાં થઇ જાય તે કેવું સારૂ ! એ સત્યરૂપ પરમેશ્વર મારે સારૂ રત્નચિંતામણિ નીવડેલ છે; આપણુ બધાંને સારી નીવડે !!! મહાત્મા ગાંધીજી
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy