SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૨-૪૦ 'પ્રબુધ્ધ જૈન ૧૫૫ તે સિદ્ધિ માટે આ લાઈ જતાં પાણીની SSલું પ્રગતિ અને અહિંસા. - મનુષ્ય પરિવર્તનશીલ છે. પરિવર્તિની સંસારમાં કોઈ વસ્તુ સ્થિર છે નહિ -સ્થિર રહી શકે નહિં, પ્રાણી માત્રમાં ગતિ છે. કાં તે તે આગળ જાય છે કે કાં તે પાછળ. “આગળ” કે “પાછળ ની વ્યાખ્યા બાંધવી ધારીએ તેટલી સહેલી નથી. અમુક સ્થિતિ અમુક વ્યકિત કે સંધને પ્રગતિમાન લાગતી હોય ત્યારે તે જ સ્થિતિ અને પ્રત્યાઘાતી જણાતી હોય. બન્નેનાં દૃષ્ટિકોણ જૂદા હોય, બંનેનાં ક્ષેત્ર નિરાળાં હેય, અસ્તુ. પણ એટલું તે નિર્વિવાદ છે કે માનવી કહેવાઈ જતાં પાણીની પેઠે નિશ્ચલ રહી શકતું નથી. નિશ્ચલતા એ અધોગતિનું પહેલું પગથિયું છે. તે પછી પ્રગતિ એટલે શું? તે વિષે સામાન્યતઃ શા મત છે તે આપણે જોઈએ. દુનિયા આગળ વધે છે કે કેમ તે પ્રશ્ન ઉપર પણ ત્રણ ખાસ મતે તરી આવે છે. હિંદુ શાસ્ત્ર પ્રમાણે આ કળિયુગ છે. સત્યયુગ ગયે. તે મત પ્રમાણે દિન પ્રતિદિન માનવ-જાત પાપી, દુષ્ટ, અધમ થતી જાય છે. રામસીતાને સમય–દેને સમયતે સુવર્ણયુગ હતા. બીજો મત ગ્રીક ફિલસુફને. પ્લેટ એમ ભાનતે હતું કે માનવ-જાતની પ્રગતિ હમેશા વર્તુલાકારમાં હોય છે. માનવી પ્રસ્થાન કરે છે, પ્રગતિ સાધે છે, તેની ટચે પહોંચે છે, અને કેઈ અકથ્ય પણ અદમ્ય ભૂલના પરિણામે પ્રગતિ- પદથી ભ્રષ્ટ થઈ અર્ધગતિને પામે છે. આમ તે પરંપરા ચાલ્યા કરે છે આ વિચાર મનુસ્મૃતિમાં આવતા યુગાન્ત પ્રલયકાળ સાથે સામ્ય ધરાવે છે. ગાડાનાં ચક્રની માફક આ ઘટમાળ ચાલી જાય છે. ત્રીજો મત છે આધુનિક વૈજ્ઞાનિકોને. ડાર્વિન વગેરે તત્વચિન્તની શોધથી પ્રેરાઈને આ વિચાર એમ કહે છે કે પ્રગતિ ખાડા-ટેકરાવાળી પણ એક સ્થિર લીટી છે. પહેલાં અંધકાર હતું અને હવે દિવસે-દિવસે વિશ્વ પ્રગતિને પથે વિચરી રહ્યું છે. તેમ તેઓનું કહેવું છે. વચ્ચે અત્યારની ભયંકર લડાઈ જે કોઈ ખાડે આવી જાય, પણ તેથી પ્રગતિના મૂળ તાત્વિક સ્વરૂપને બાધ આવતું નથી તેમ તેઓનું માનવું છે. ગમે તેમ હોય, પણ જ્યારે એટલું નક્કી છે કે મનુષ્ય પરિવર્તનશીલ તેમજ પ્રયત્નશીલ છે તે તેના પ્રયત્નનું ધ્યેય શું? સાંસારિક સુખના વલખાં મારવાં-તે પ્રયત્નની અહિં ગણત્રી થતી નથી. ખાવું, પીવું અને મેજમઝા કરી પતંગિયાની માફક બળી ભરવું-અદ્રશ્ય થઈ જવું તે જીવનનું ધયેય બની શકે નહિં. તે પ્રગતિનું ચિહન નથી. તે વિચાર સાંકડ, છીછરો અને વ્યકિત | ગત છે; જ્યારે જુદા જુદા ધર્મોએ અમુક માર્ગને નિર્દેશ કર્યો છે તે મેક્ષ છે-નિર્વાણ છે. મનુષ્ય પ્રયત્ન કરવાનો-પિતાના ક્ષણિક ઐહિક સુખ માટે નહિ, પણ પારમાર્થિક સુખ-શાંતિ ભાટે. “સંસાર શું સરસો રહે ને મન મારી પાસ” “ To be in the world and yet not of it." સંસારમાં રહીને, પણ તેના કાવાદાવા તથા જુઠાણુથી અલિપ્ત રહીને, પિતાનું મન પ્રભુમાં પરોવવું-આ એક શ્રેય મનાયું. ઠીક છે, પણ મનુષ્ય જે પ્રયત્ન જ કરે હોય અને તે માત્ર પોતાના આત્માના ઉદ્ધાર માટે નહિ પણ સમસ્ત જન- કલ્યાણ માટે, તે તે જનકલ્યાણ શેમાં રહેલું છે? મનુજ-પગતિનાં શાં ચિહ્ન છે? વિશ્વ ઉપર સ્વાતંત્ર્ય, શાન્તિ, સમાનતા અને પ્રેમ વિશેપ ફેલાય તેમાં જ વિશ્વની પ્રગતિ રહેલી છે, તેમાં જ નિયાનું કલ્યાણ છે, મનુજ પ્રયત્નની સાર્થકતા છે. તે તે પ્રગતિ કેમ સાધવી ? અનેક જવાબ છે, અનેક ઓ છે. યુવાને કહેશે કે સમાજની આર્થિક ઘટમાળ ફે. આર્થિક અસમાનતા દૂર થતાં, કેટલાંય અનિષ્ટ આપેઆપ દૂર થશે.-આ એક જવાબ. મુત્સદ્દીઓ કહેશે કે રાજકીય સત્તા મેળવ્યાથી ઉપલી પ્રગતિ સાધી શકાશે. જાણે કે કહેવાતા સ્વતંત્ર દેશમાં કે અન્યત્ર રાજકીય સત્તા હાથમાં લેવાથી આ પૃથ્વી કેમ સ્વર્ગ બની જતી ન હોય? કોઈ લેકશાસનની વાત કરશે તે કોઈ સરમુખત્યાર પધ્ધતિની વાત કરશે. આ પધ્ધતિથી વિશ્વ અત્યારે કેવી પ્રગતિ સાધી રહ્યું છે, તે આપણે બધાં અનુભવીએ છીએ. દયેયની સિદ્ધિ માટે કોઈ જ્ઞાનની આવશ્યક્તા બતાવશે તે કોઈ ભક્તિની. સાચી કેળવણી આપવાથી અજ્ઞાન તિમિર છેદાશે અને જ્ઞાનની મશાલ સાથે મનુષ્ય સાધ્ય તરફ આગેકુચ કરશે. વળી કઈ એમ પણ કહેશે કે અત્યારના ઉલ્કાપાત તથા અનિષ્ટોનું કારણ અત્યારની “પ્રજા'નું ધર્મ તરફ દુર્લક્ષ્ય છે. ધર્મ તરફ લોકેનું વિશેષ ધ્યાન જતાં, પાપે આછાં થશે. આ બધા ઉપાયે અમુક અંશે સાચા છે, અમુક અંશે ખેટા છે. કારણ-કાર્યની સંકલનાથી આપણે પરિચિત છીએ. કારણ વગર કાર્ય સંભવે નહિ. મનુબેના વ્યવહારમાં કોઈ એક જ કારણ હોય તેમ બને નહિ, અનેક કારણોને લીધે અમુક કાર્ય કે પરિસ્થિતિ સંભવે. તે આ રોગ માટે કોઈ એક દવા પૂરતી નથી. માત્ર જ્ઞાનથી કે માત્ર ભકિતથી સર્વદેશીય પ્રગતિ સાધી શકાય નહિં. કેળવણીનું સ્વ૩૫ કે પદ્ધતિ બદલાવવાથી કે આર્થિક અસંગતતા દૂર કર્યાથી સમાજનાં બધાં અનિષ્ટ નાશ પામે તેમ માનવું તે ભૂલભરેલ છે. એક દવાથી સર્વ રોગ નાશ નહિ પામે અસ્તુ. પણ આપણે પ્રગતિ કેને કહીશું? પ્રગતિનું સ્વરૂપ નકકી થતાં તેની પ્રાપ્તિના માર્ગની થોડી ઘણી ઝાંખી આપણને સ્વાભાવિક થશે. પ્રગતિ એટલે વિલાસનાં સાધનની પ્રચુરતા ? શું પ્રગતિ એટલે ઐહિક સુખની પરાકાષ્ટા? પ્રગતિ એટલે આધુનિક શેખેળે ? શું પ્રગતિ એટલે આધિભૌતિક સંપત્તિ? અનેક મનુષ્યો આ યુગને પ્રગતિનો યુગ કહે છે, અને તેમ કહેવાનું મુખ્ય કારણ એ કે ગાડાં ગયાં અને વિમાને આવ્યાં; સાધને વધ્યાં અને અંતર ઘટ્યાં; વિલાસ વધ્યા અને સુખશાંતિ ગયાં ! આધિભૌતિક સાધને સાથે પ્રગતિ જે સાધ્ય છે તેનું આત્મીયત સમજવાથી આ કરૂણ ભૂલ થતી હોય તેમ લાગે છે. વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન. વિશેષ જ્ઞાન-વિશેષ ધખાળા સામે વાંધો કેાઈને હોઈ શકે નહિં. પણ તે સાધને કેવી રીતે વપરાય છે–તે ઉપર તેમની સાર્થકતાને પણ આધાર રહે છેસંસ્કૃતિ દિવસે દિવસે સરળ મટી જઇને, વિશેષ જટિલ બને છે. તે પરત્વે પણ કદાચ વાં ન હોય. પણ સાધનને સાધ્ય તે કેમ મનાય ? સાધ્ય શાંતિ છે, ન્યાય છે, પ્રેમ છે, પ્રગતિ છે. આ શોધખોળેથી તે પ્રગતિ સધાઈ છે? ઈ. સ. ૧૯૧૪-૧૮ ને મહાવિગ્રહ તથા અત્યારનો મહાવિગ્રહ આપણને આંચકે પમાડે છે--વિચારવમળમાં ધકેલે છે. આ સાધને મનુષ્યની શાંતિમાં કેટલે અંશે ઉપયોગી થયાં તે આપણે વિચારવું રહ્યું. પ્રગતિ એટલે સાલની ભવ્યતા નહિં. પ્રગતિ એટલે સાધન તેની વિશાળતા પણ નહિ. પ્રગતિ એટલે સમભાવની ખીલવણી “Real Progress is progress in Charity.” માનવ -બાલકે એક જ પિતાનાં સંતાન છે અને એક બીજા તરફ અનુકંપા, આતા કે આદર વધે-તે જ વાસ્તવિક પ્રગતિ છે. આ પ્રગતિ સાધવામાં જે સાધન-જ્ઞાન, ભકિત કે વિજ્ઞાનની શોધખોળે-ઉપયોગી છે તે સ્વીકાર્ય છે; અન્ય ત્યાજ્ય છે. પણ આવી પ્રગતિને અનુલક્ષીને સમાજ કે વ્યકિત પાપ' કે કુરતા આચરે તે તે નિંદાય છે. પણ કેઇ એક રાજ્યસત્તા અનેક જુમે કરે તે
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy