________________
४
પ્રબુદ્ધ જૈન
:
જૈન બંધુ’ અને મુંબઇ જૈન યુવક સંઘનુ નાણા પ્રકરણ
‘જૈન ” નામનું સાપ્તાહિક પત્ર શ્રી ચીમનલાલ વાડીલાલ શાહના તંત્રી પણા નીચે લગભગ ત્રણ માસથી પ્રગટ થઇ રહ્યુ છે. આ પત્રમાં શ્રી મુંબઈ જૈન યુવક સંધ અને તેના કાર્યકર્તા વિષે ભાતભાતની ટીકા પ્રગટ થઇ રહેલ છે. જૈન બંધુ' નાં આવાં લખાણોના કશા પણ ખુલાસામાં ન ઉતરવું એવી અમારી ખાસ ઇચ્છા હતી. કારણ કે મુંબઇ જૈન યુવક સંઘે જૈન સમાજની જે કાંઈ થોડી વધતી સેવા કરી છે, અને કરે છે તે સુવિદિત છે. તેને ‘જૈન બધુ’ ની આવી સતત નિંદાની કશી દરકાર રાખવાનું કારણ નથી.
પણ આજ કાલ જૈન બંધુ' સામાન્ય ટીકા અને કટાક્ષ ઉપરથી ઉતરીને અમારા સંઘના નાણા પ્રકરણી બાબતે ઉપર કટાક્ષા કરવા લાગ્યું છે. આ બાબત સંઘના કાર્યકર્તાઓની પ્રમાણિકતા અને શુભનિષ્ઠા સાથે સંબંધ ધરાવે છે અને તે બાબતમાં ખુલાસો કરવામાં ન આવે તે લેકમાં વિના કારણ ગેર સમજુતી ફેલાવા પામે.
‘જૈન બધુ’ છેલ્લા બે ત્રણ અામાં શ્રી. મુંબઈ જૈન યુવક સુધના હિસાબ સંબંધે નીચે મુજબ ટીકા કરે છે.
‘અન્ય જાહેર સંસ્થાઅેના હિસા અને વહીવટ જાહેરમાં રજુ થવાની તરફેણ, આગ્રહ અને કાળજી રાખતી આ સંસ્થા પોતાના હીસાથેા રજુ કરવા માટે પોતાનુ મુખપત્ર હેવા છતાં જાહેરમાં પેાતાના હીસાબે અને પેાતાની પ્રવૃતિનુ સરવૈયુ યાને -તાન્ત રજુ કરવાનું કેમ પસંદ કરતી નથી ?'
સંઘનાં સઘળાં નાણા તેના એક મંત્રીને ત્યાંજ રાખવાની પ્રથા પણ રખાઈ હાવાનુ જણાય છે.
બેંકમાં ખાતુ ખેલાવી નાણાં રાખવાની ભલામણ ચા સુચના ઓડીટર તરફથી થયાનું સંભળાય છે, આમ છતાં બધી કમ તાત્કાલિક ભરાઇ છે કે કેમ તે હજુ સુધી જાહેર જનતા જાણતી નથી અને જાહેરમાં આ બાબત ઘણી જ ગેરસમજીતી ફેલાઈ છે.
*જનતામાં ચાલી રહેલી અનેક વાયકા જોતાં સંવત ૧૯૯૪નું આર્થિક સરવૈયુ પણ જાહેરની ાણુમાં રજુ કરી લોકેામાં ફેલાયલી ગેરસમજુતી દૂર કરવી ઠીક થઇ પડશે.
શ્રો. મુંબ જૈન યુવક સંઘની સ્થાપના થઈ ત્યારથી એટલે સ ૧૯૮૫ થી સ. ૧૯૯૨ના આસો વદ અમાસ સુધીના સાલવાર એડીટ થયેલા હીસાબ, સવૈયું તેમ જ વૃતાન્ત સંધના મુખપત્રમાં છપાને પ્રગટ થયેલ છે. તેમજ દશ વર્ષના ઉત્સવ પ્રસંગે કુલ નવ વર્ષનો વૃત્તાંત તથા સ. ૧૯૯૨ સુધીના હિસાબ તથા સરવૈયું ભીન્ન છાપામાં પ્રગટ કરવામાં આવ્યા હતા. ૧૯૯૩-૯૪-૯૫ના એડીટ થયેલા હીસાબ સંધની સામાન્ય સભા દર વર્ષે સર્વાનુમતે પસાર કરતી આવી છે. પણ તે ગાળામાં સંઘનું મુખપત્ર બંધ પડેલું હોવાથી છપાઇને પ્રગટ થઇ શકયો નથી, સ. ૧૯૯૫ નું સરવૈયુ ‘શુધ્ધ જૈન’ ના છેલ્લા અંકમાં જણાવ્યા મુજબ આ અંકમાં પ્રગટ કરવામાં આવ્યું છે. સંધના હિસાબ સંબંધમાં જે કાઈ સભ્યને કે સહાયકને જરા પણ શકા હોય તે સધના ચોપડાઓ સંઘની એપીસમાં બેસીને જોઇ શકે છે અને પેાતાની દરેક શંકાનુ મંત્રી પાસેથી સમાધાન મેળવી શકે છે. આ અમારા હીસાખી સરવૈયા પ્રગટ થયા ન થયા તે વિષેને ખુલાસા છે.
તા. ૧૫-૨-૪૦
બીજી બાબત એકમાં ખાતું ખેલાવવા સંબધે-શ્રી મુળજી
જૈન યુવક સંધ જ્યારથી સ્થપાયા અને પ્રવૃતિમય અન્યો ત્યારથી સંઘની આવક જાવકના આંકડાઓમાં મોટે ભાગે તેાટા જ રહ્યો છે. એથી કેટલીય વખત સુધી એકમાં ખાતુ ખેાલવાની કે કોષાધ્યક્ષ નીમવાની સંધને જરૂર કે ઉપયોગિતા ભાસી જ નહેાતી. સંધની આવક જે કાંઈ એકઠી થતી તે મંત્રીને ત્યાં જમે થતી, ખરચાતી અને દર વર્ષની આખરે કેટલીક વખત કાંને કાંઇ નાની કે મોટી રકમ મંત્રીની સધ પાસે લેણી રહેતી. આ પ્રમાણે સ. ૧૯૯૩ સુધી ચાલ્યું. જ્યારે સંધે આવન— સભ્યો અને મુથ્વીએ સ્વીકારવાનું નકકી કર્યું અને સ. ૧૯૯૪ માં એ દ્વારા સંધને પીક ડીક આવકની શરૂઆત થ ત્યારે સંધની કાર્યવાહક સમિતિએ બેંક એક ઇન્ડીઆમાં ખાતુ ખાલવાના ઠરાવ કર્યાં અને તે મુજબ તુરત જ ખાતું ખાલવામાં આવ્યું. ગલતીથી કે જાણી જોઇને બેંકમાં ખાતુ ખેાલવામાં આવ્યું નહતું અને એડીટરના દબાણને વશ થઈને એકમાં ખાતુ ખેલવુ પડયું એ આક્ષેપક સૂચન તદ્ન પાયાવિનાનુ અને સત્યથી વેગળુ છે.
મુઅણુ જૈન યુવક સંધ ઉપર ચાલુ આક્ષેપો અને આડકતરાં સૂચના કરવાનો જે પત્રને ચાલુ વ્યવસાય થઈ પડયો છે તેની સાથે કાઈ પણ પ્રકારની ચર્ચામાં ઉતરવાના અમારા ઇરાદો નથી પણ જાહેર જનતા નાણાં પ્રકરણી બાબતમાં અમારા વિષે જરાપણ સ ંદેહગ્રસ્ત ન રહે એ આશયથીજ આટલે ખુલાસા બહાર પાડવાની જરૂર જણાઈ છે.
પાનંદ કુંવરજી કાપડીયા પ્રમુખ શ્રી મુંબઇ જૈન યુવક સંઘ,
જૈન સમાજનાં બે દ૨ે
આ પણ સાચું', અને તે પણ સાચું.
1 મારા નસીબ કયાંથી કે મારા મકાનમાં જન ભાગે આવીને વસે” !
સદ્ગત શેઠ દેવકરણ મુળજી સખાવતના ટ્રસ્ટના ટ્રસ્ટીએ સારાં--હવા ઊજાશવાળાં મકાનો ભાડેથી મેળવી જનાને ઓછા ભાડાથી ભાડે આપવા માટે માટુંગા ખાતે શે કરમશી પાંચારીઆગે બંધાવેલી અને પુરૂં ભાડુ આપનારાઓથી ભરાયેલી ચાલી લેવા માટે શ્રી. પાંચારીઆ શેઢ પાસે ગયા અને તે ચાલી ચાલુ ભાડે આપવા વિનંતિ કરી. એ ચાલીનુ માસિક ભાડુ રૂ।. ૪૩', પાંચારીઆ શેને આવતું હતું. પોતાની ચાલીના ઓછા ભાડાથી જૈન કુટુ ને વસાવવા માટે ઉપયોગ થવાનો છે એમ જાણી ઘણીજ પ્રેમાળ લાગણીથી અને પોતાની જગામાં પોતાના સ્વામી ભા વસે એનાથી વધુ સુંદર શું હોઇ શકે એમ સમજી લાગણીથી શ્રી પાંચારીઆ શેફે રૂ।. ૩૦] ત્રણશાના ભાડે આપવાની ઉદારતા દર્શાવી અને ટ્રસ્ટીએએ તે જગા રાખી લીધી. આ ઉપરાંત જે ભાડુતે જગ્યા ખાલી કરતા નહેાતા, એવા પાસેથી ચઢેલું ભાડુ લીધા વિના તેમણે જગ્યા ખાલી કરાવી આપી. આ ચાલીમાં નાના સતાવીશ કુટુને ફકત રૂા. ૧૨૬)ના ભાડાથી વસાવવામાં આવ્યા છે. વળી પાંચારી શેડ પાતે મહીનામાં બે વખત ચાલીમાં આવી ભાડુતોની સુખ સંભાળ રાખે છે અને પોતાની જગામાં પેાતાનાં સ્વજને જ વસ્યાં છે એમ સમજી પોતાને ભાગ્યશાળી માને છે.
૨ અમે તમાને અમારી જગ્યા આપી શકતા નથી.
સુરતના પ્રખ્યાત શેઢ મોતીશાની સખાવતથી શ્રી. ભાયખલાનું જૈન દેરાશર અને જગ્યા જૈન સમાજની માલીકીની બનેલી છે.