________________
તા. ૧પ-૨-૩
ગાંધીવાદ અને સમાજવાદ:
: સંસ્કાર અને રેટીનો સમન્વય ધણીવાર માણસે નજીવા અને અલ્પ મતફેરો ખાતર વિરોધી છાવણીઓ ઉભી કરે છે અને પરસ્પર ખંડનમાં પિતાની શક્તિઓ વેડફે છે; અને અન્યના ખંડન ઉપરજ પિતાનું મંડન શક્ય છે, એવી એકાંગી ભ્રમણાને વશ થઈને પિતાના મંડળના ચિત્ર વિચિત્ર કુંડાળા ઉભા કરે છે. આ બ્રમણામક માન્યતાને લીધે પરસ્પર સહકાર અને સમયના તત્વે વિરોધના ત કરતાં કેટલા વધુ છે તે જેવાની તેઓ કદી તક્લીફ લેતા નથી. અત્યાર સુધી ધર્મો અને પથામાં તે આમ ઘણું બન્યું છે, વર્તમાન રાજકારણ અને જાહેર જીવનમાં ગાંધીવાદ અને સમાજવાદ પણ અત્યારે એજ વસ્તુની પુનરાવૃત્તિ કરી રહ્યા છે. પિતાને ગાંધીવાદી અગર સમાજવાદી કહેવરાવતા લેક ગાંધીવાદ અને સમાજવાદમાં પરસ્પર સહકાર, સુમેળ અને સમન્વયની જાણે કોઈ ભૂમિકાજ ન હોય તેમ અરસ્પરસના ખંડનમાં મચી રહ્યા છે, અને એક બીજા પ્રત્યે નિષેધાત્મક વૃત્તિ ધારણ કરીને એકના અભાવ ઉપરજ બીજાનું અસ્તિત્વ ટકી રહેશે એમ માનીને પિતાની પ્રવૃત્તિ ચલાવે છે, અને તેમની મેટા ભાગની શક્તિ પ્રજાને આગળ લઈ જવાને બદલે પરસ્પર ગજશાહ જમાવીને પિતાની સમતુલા સાચવવામાંજ ખર્ચાય છે.
વાસ્તવમાં જોઈએ તે ગાંધીવાદ અને સમાજવાદ એ અરસ્પરસ વિધી ફીલ્સીઓ નથી; પરંતુ બન્નેમાં અરસ્પરસના પુરક તત્વે ઘણા મોટા પ્રમાણમાં છે, અને જે બન્નેના સમન્વયની ભૂમિકા ઉપર પ્રજાજીવનની પ્રગતિ સાધવાનો પ્રયાસ કરવામાં આવે તે દેશ અને દુનિયાને લાભદાયી પરિણામે આવવાની તેમાં શક્યતા છે.
માનવ વનના ધારણ, પોષણ અને વર્ધનના બે મુખ્ય તવે સંસ્કાર અને રોટી છે. સંસ્કાર એટલે અંગ્રેજીમાં જેને culture કહે છે તે અને રોટી એટલે ઐહિક સંપત્તિ. ગાંધીવાદ એ
સંસ્કાર પ્રધાન વિચારશ્રેણિ છે, સમાજવાદ એ રેટી પ્રધાન વિચારશ્રેણિ છે. ગાંધીવાદમાં રોટીને ઇન્કાર નથી, પણ તેને પાયે સંસ્કાર ઉપર રચાય છે. સંસ્કારને કેન્દ્રમાં રાખીને પછી જ તે બીજી બધી વસ્તુઓને ગોઠવે છે. સંસ્કારની જાળવણી અર્થે તે રેણી તે શું પણ જીવનને પણ ના કરી દેવાનો આદેશ આપે છે. આદર્શોની જાળવણી કરતાં કરતાં જેટલી રોટી મળે તેટલીજ તેને કામની છે.
જ્યારે સમાજવાદ એ ટીપ્રધાન વિચારશ્રેણી હોવાથી તેમાં સંસ્કાર ગૌણસ્થાને છે. સમાજવાદમાં સંસ્કારને ઈન્કાર નથી, પરંતુ રેટીની સિદ્ધિ કરતાં કરતાં સંસ્કાર આવી રહેશે એમ તેમાં માનવામાં આવે છે. રેટી ન મળે ત્યાં સુધી સંસ્કાર એ સમાજવાદને મન શ્રીમંત અને મધ્યમવર્ગી ભલેને (બુઝવા) ફુરસદીયે શેખ છે.
ગાંધીવાદ ગરીબી દુર કરવા ચાહે છે; પણ ગરીબાઈ તેને મન ગુન્હો નથી. અહિક સંપત્તિની કંગાલિયત કરતાં માનસિક કંગાલિયત એ ગાંધીવાદની દૃષ્ટિએ વધુ બુરી ચીજ છે. એટલે માનસિક સંસ્કાર સાચવવામાં જે ગરીબાઈને વરવી પડતી હોય તે ગાંધીવાદ તેને વધાવી લે છે, જ્યારે સમાજવાદ માનસિક ગરીબાઈના કારણોમાં સ્થૂલ ગરીબીને ગણાવે છે અને જ્યાં સુધી આમ જનતાની સ્થૂલ ગરીબી દૂર નહિ થાય ત્યાં સુધી માનસિક કંગાલિયત ૫ણ જવાની નથી એમ માનીને સમાજવાદ આગળ ચાલે છે. આથી આ કંગાલીયતને દૂર કરવા માટે બળ, હિંસા કે બીજા ઉપાયે લેવાનું સમાજવાદની દષ્ટિએ ત્યાજ્ય નથી.
ગાંધીવાદ અને સમાજવાદ બન્નોને ઉદ્દેશ માનવસમાજના કલ્યાણનો છે. પણ ગાંધીવાદમાં સંસ્કાર ઉપર વધુ ભાર હોવાથી તે સંસ્કાર સાચવતાં રોટી માટે મથે છે, ત્યારે સમાજવાદની કુચનું પહેલું પગલું રટી અને પછી સંસ્કાર છે. આથી ગાંધીવાદમાં હૃદયપરિવર્તન, સત્ય, અહિંસા, પ્રેમ અને વિશ્વબંધુત્વના સનાતન આદર્શોની શિતળ પરિભાષા જણાય છે. જ્યારે સમાજવાદમાં પીડિત અને શાષિતાના પુણ્યકિપની ભભૂકતી જવાળા વ્યકત થાય છે.
આ દ્રષ્ટિએ વિચાર કરતાં અને અસ્પસના પુરક છે. બન્નેના સમયમાંજ સમાજની પૂર્ણ પ્રગતિ શક્ય છે; કેમકે સંસ્કાર વગરની રોટી એ પશુવન છે, તેમ રેટી વગરના સંસ્કાર એ હવાઈ વન છે, ગાંધીવાદના મૂળભૂત આદર્શોને ગુસ્થાને સ્થાપ્યા વગર સમાજવાદ ગમે તેટલા પ્રયાસ કરે છતાં તેથી માનવ સમાજની પૂર્ણ પ્રગતિ શકય નથી; કેમકે રેટી એ ' જીવનને આદિ અને અંત નથી, ન હોઈ શકે. તેવીજ રીતે સમાજવાદની વૈજ્ઞાનિક વિચારશ્રેણીના જેમ વગર ગાંધીવાદની ગતિ ઘણી ધીમી રહેવાની; અને ગાંધીવાની અપીલ માત્ર ભલોકો પુરતી રહેવાની. આદર્શવાદી ગાંધીવાદને વાસ્તવવાદી સમાજવાદના ઇજકશનની જરૂર છે. તેમ વાસ્તવવાદી સમાજવાદને પ્રેરણા માટે ગાંધીવાદના ઇજકશનની જરૂર છે. અને આ બન્નેના સમન્વય અને સુમિલનની જે નવી ભૂમિકા થાય તેમાં હિંદુ અને દુનિયાના પૂર્ણ વિકાસની ચાવી રહેલી છે.
આપણુ રાજકારણમાં અને જાહેરજીવનમાં ગાંધીવાદીઓની અને સમાજવાદીઓની પરસ્પર વિરોધી ખેંચતાણને સ્થાને બન્નેના સુવર્ણરસંગમની એકતા સ્થપાય તે ?
જગન્નાથ દેસાઈ
હોય જ છે. આત્મપદી. મને વ્યાપાર દુનિયા આગળ મુકવાની ધૃષ્ટતા ઉપનિષત્કાલીન લોકો કરતા હતા. આજના જમાનામાં એવા દસ્તાવેજ જવલ્લે જ મળે છે.
છતાં મારા લેખનું પ્રયોજન નીચે પ્રમાણે આપી શકું.
જીવન માત્ર હિંસા ઉપર નભ્ય છે છતાં જીવનની કૃતાર્થતા અહિંસામાં રહેલી છે. કોઈ એ કાં ન રાખે કે હું પૂર્ણપણે અહિંસક છું. દરેકે પિતાની સમજણ અને શ્રધ્ધા પ્રમાણે હિંસાને ત્યાગ કરતા જવું અને અહિંસા કેળવતા જવી એ જ ધર્મ છે. શાકાહારી બધા સજ્જન હોય અને માંસાહારી દુર્જન હોય છે એવી જે માન્યતા લોકોમાં ફેલાયેલી છે તે ભૂલ ભરેલી છે અને અહિંસાને પ્રચાર કરવામાં અન્તરાયરૂપ છે. જે વૃત્તિથી આપણે ઝાડોની હિંસા દરગુજર કરીએ છીએ એ જ વૃત્તિથી કેટલાક પશુ પક્ષીઓની હિંસા પણ દરગુજર કરે છે. એટલું જ આપણે સમજીએ તે અનુદારતાપી હિંસાવૃત્તિમાંથી બચી જઈએ.”
ઉપરનો લેખ તેમજ નીચેનું અવતરણ– બન્ને આપણા અહિંસાને લગતા રૂઢ વિચારે ઉપર નો પ્રકાશ નાંખે છે. પ્રબુદ્ધ જન’ તે અને માટે કાકાસાહેબનું ખુબ રૂણી છે.
-પરમાનંદ