________________
- પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૨-૪
પછી એની અસર જે થવાની હશે તે ભલે થાઓ. માંસાહારના પક્ષમાં કે વિપક્ષમાં મારે કશી દલીલ કરવી નથી મારે તો મારી લાગણી ઠાલવવી છે.
એક વખત એક ગાડામાં મેટા મેટા લાકડાં ભરીને લોકે. લિઈ જતા હતા. રસ્તાની બન્ને બાજુ મોટાં મેટાં વૃક્ષો નીચેથી માણસને જવાની સગવડ રાખી ઉપર એક બીજાને બાથમાં લેતા હતા અને રસ્તાને તડકામાંથી બચાવતા હતા. મનમાં વિચાર આવ્યું કે આ પ્રેમાળ ઝાડ નીચેના ગાડામાં પિતાનાજ જાત ભાઈઓનાં હાડકાં જોઈ મનમાં શે વિચાર કરતા હશે ? વાંકા ચુંકા કે સીધા લાકડાના કટકા એ ખરું જોતાં ઝાડનાં હાડકાંજ છે. માણસને છાયા કરી આપનાર અને કુલ કુળથી રીઝવનાર ઝાડ ઉપર જ્યારે માણસ કુહાડી ચલાવે છે ત્યારે વનસ્પતિ સૃષ્ટિમાં માણસ વિષે કે અભિપ્રાય બંધાતો હશે? જેમને આપણે પિ મુનિઓ કહીએ છીએ અથવા સંત મહાત્મા તરીકે પૂજીએ છીએ તેમને પણ પરોપકારી ઝાડ ઉપર કુહાડી ચલાવતા જઈ વનસ્પતિઓ કહેતી હશે: “યા તમારા મહામાઓ અને જો એમને દયા ધમ, પહેલાં ન્યાય અને કતજ્ઞતા શીખે પછી બીજી વાત.”
રસ્તાને કાંઠે ઉભા રહેલા વૃક્ષને લાકડાના ગાડા જોઈ શું થતું હશે એને વિચાર કરતાં સ્મરણ થયું કે એ લાકડા ભરવાનાં ગાડાં પણ ના હાડકાનાં જ બનાવેલા છે અને કુહાડીને હાથો પણ લાકડાનાજ હાડકાને બનાવેલ છે.
અંગ્રેજોએ એકવાર બે ભાઈઓને બળવાર તરીકે ફાંસીની સજા આપી અને પ્રથમ એના ભાઈને હાથે બીજા ભાદાને ક્રિાંસી અપાવી એનું વર્ણન વાંચતા હું કેટલું ચીડાય હતો ! - હમણાં જલગાંવથી સુરત આવ્યા તે તાપ્તીવેલી રસ્તે નંદુરબાર, ખાનબારા, સેનગઢ, વ્યારા બધે સ્થળે લાંબા લાંબા સીધા ઈમારતી લાકડા ખડકેલા દેખાય છે. તાપ્તીવેલી રેલ્વેની મુખ્ય આવક આ લાતીઓ દ્વારા જ છે. આ મુલક જંગલી છે અને એની અંદર રહેનારા લોકો પણ જંગલી છે. સુધરેલા લેકે બહારથી આવી આ જંગલ અને જંગલી લોકો બન્નેનો કસ કાઢે છે. બન્નેને નીચે છે અને એમાં આ જંગલી લોકેને હાથેજ જંગલોનો નાશ કરાવે છે. જંગલી લોકોને ખબર નથી પડતી કે જેના ઉપર એમના જીવનને આધાર છે એ જંગલેને નાશ કર્યા પછી એમને નાશ એની મેળે થવાને છે. સવારે જલગાંવથી અમે ઉપડયા અને સાંજે સુરત પહોંચ્યા. રસ્તામાં દરેક ઠેકાણે જંગલના ઝાડના હાડકા પડેલા જોઈ હું એટલે તે ગમગીન થશે કે કેમે કરી મારી સ્વાભાવિક પ્રસન્નતા પાછી આવે જ નહિ. માણસને ઘર બાંધવા છે, કૃનીચર વાપરવું છે, પેટી પઢારા તૈયાર કરવા છે એટલા માટે જંગલના
ક્ષકુળને એ સંહાર કરે છે. એ વૃક્ષોએ માણસ પાસે નહોતી માગી જમીન કે નહોતુ માંગ્યું પાણી. માણસ આંબાવાડીના ફળ તેડે, ખેતીમાં લણણી કરે એ સમજાય એવી વાત છે પણ જંગલમાં, જ્યાં એની કશી મહેનત નથી, ત્યાં જઈને એ સંહાર અને લુટ મચાવે એ કેવું ? એમ મનમાં આવ્યા વગર રહેતું નથી.
જંગલમાં જઈ પિતાને રહેવા માટે માણસ જગા ખાલી કરે એ પણ વખતે સમજાય પણ જંગલથી દૂર શહેરમાં પિતાની મેજ મજા ચલાવવા માટે જંગલમાં ધુરીને જંગલને નાશ કરી પાંદડાં અને ડાલીઓ ત્યાંને ત્યાજ ફેંકી દમ મુખ્ય મુખ્ય
હાડકાં એ શહેરમાં લઈ આવે એ પ્રવૃત્તિ જોઈ માણસના સ્વભાવ વિષે લગભગ નિરાશા જ ઉપજે.
અમે સુરતથી નવસારી ગયા. સ્ટેશન પાસે કોરભાઈના ઘરમાં બે ત્રણ દિવસ રહ્યાં. ત્યાં પાસે જ એક લાકડા વહેરવાનું યંત્ર ચાલતું હતું. યંત્રથી ગેળ કરવત ચાલ્યા કરે અને એના દાંત ઉપર લાકડાના પાટીયાં ચાંપવામાં આવે એટલે એ ભયાનક દાંત લાકડાને વહેરતાં જાય તે વખતે જે અવાજ થાય છે. તે કાળજાને વીંધી નાંખે છે. કરવતનું ગોળ પાનું ચીરતું જાય અને અવાજ કરતું જાય. લાકડાના પાટીયાં ધૂજતા જાય અને વેર રૂપી આંસુ સારતા જાય. ખંભાતમાં શહેર બહાર એ ઘાતકી કર્મ ચાલતું મેં જોયું હતું એટલે નવસારીમાં હવાને વીધીને જ્યારે એ અવાજ કાન પર અથડાય ત્યારે તરત હું સમજી ગયો કે વૃક્ષો ઉપરની એ અંતિમ ક્રિયા અહીં ચાલે છે. અને ફરી હું ગમગીન થઈ ગયો. વેરવાનું કામ અખંડ ચાલતું હતું અને મારું હૈયું રડતું હતું. હું ઈચ્છું છું કે વાંચકો આ વસ્તુ સાચી નહિ માને. એને કેવળ કાવ્ય ક૯૫ના જ સમજે અને કેવળ વર્ણનની શોભા સમક એને કોરે મૂકી દે. પણ વસ્તુ સ્થિતિ એવી નથી. મને ખરેખર એનું દુ:ખ થાય છે. એને ઈલાજ જડતું નથી. મનુષ્ય જાતમાં જીવદયાનો પ્રચાર પણ જ્યાં હજી પૂરતી જડ ઘાલતે નથી ત્યાં વૃક્ષો પ્રત્યેની આ સમવેદના કેણ સમજે ? એટલે અંતરની વેદના અંતરમાંજ શમાવી હું શાંત થાઉ છું.
કાકા સાહેબ કાલેલકર પરિપતિ
ઉપરના લેખ સાથેના પત્રમાં કાકા સાહેબે જણાવેલું કે “આજે હૃદયને સમભાવ' એ એક લેખ મોકલું છું, મારે મન એ યોગ્ય છે પણ ઘણા લોકોને એ ગ્ય ન લાગે. એ લેખ છપાય તે “પ્રબુધ્ધ જન’માં જ છપાય. એ લખીને મેં મારી ડહાપણની પ્રતિષ્ઠામાં ઉમેરે નથી કર્યો, ઘટાડેજ કર્યો હશે.”
આના ઉત્તરમાં મેં જણાવેલું કે આપનો લેખ “પ્રબુધ્ધ જેને માટે સર્વ પ્રકારે ગ્ય છે. અને તેથી આવતા અંકમાં તે જરૂર છપાશે પણ તે લેખ સાથે જૈન ધર્મ જ્યાં જ્યાં હિંસા જુએ છે ત્યાં ત્યાં તે હિંસાનો સ્વીકાર કરતાં જરા પણ અચકાત નથી-તેને હિંસા સ્વીકાર મનુષ્ય પ્રાણીથી માંડીને પૃથ્વીપાણી વાયુ પર્યન્ત પહોંચે છે અને સાથે સાથે જૈન ધર્મની અહિંસા પણ અસાધારણું વ્યાપક અને મૂળસ્પર્ધા છે. તે અહિંસા સચિત સંયમ તેમજ અચિત સંયમ ઉભવ્ય પ્રકારનો સંયમ ઉપદેશે છે કારણ કે અચિત સર્વનું ઉદ્ભવસ્થાન તે આખરે સચિત જ છે-અને એ સાથે હિંસક-અહિંસક માંસાહારી, શાકાહારી અને અણહારી સર્વ જીવો પ્રત્યે સમભાવ મિત્રી રાખવાનું શિખવે છે--આ દૃષ્ટિને કેટલે સુમેળ છે તેને લગતી દિશાસૂચક નેંધ ઉમેરવાની જરૂર લાગે છે.
આ પત્રને કાકાસાહેબે જે ઉત્તર લખે છે. તેનો મુખ્ય ભાગ નીચે મુજબ છે.
“ એ લેખ કોઈ ખાસ ઉદ્દેશ કે. પ્રચારકી હેતુ મનમાં રાખી મેં નથી લખ્યા. અહિંસાના ઉપાસક તરીકે સૃષ્ટિનું નિરીક્ષણ કરતાં જે કંઈ મનમાં આવ્યું તે લખી કાઢ્યું છે. માણસ દુનિયાને ઉદ્દેશીને લખે છે ત્યારે બની શકે તેટલું ડહાપણું એાઢી લે છે પણ જ્યારે આત્મપદી વિચાર ચક ચલાવે છે ત્યારે દરેક માણસ અમુક રીતે ગાંડે અથવા ચક્રમ