SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૨-૪ બનેલી 'કાન્ફરન્સની સંસ્થા પેતાનું પંદરમું અધિવેશન નિંગાળા ખાતે ભરે છે. આ અધિવેશનની વિશેષતા એ પ્રકારે છે. એક તે આજ સુધીનાં અધિવેશન મેટાં શહેરેમાં જ ભરાતાં. આ અધિવેશન એક ગામડાંની ભાગોળે ભરાય છે. એટલે આગળના ભભકાનુ અને આડંબરનુ પુનરાવર્તન આજે અહિં અશકય બની જાય છે. ખીજું આજ સુધીનાં અધિવેશનેમાં એકાદ અપવાદ સિવાય મોટે ભાગે શ્રીમાન પ્રમુખે ચુંટાતા, તેમનાં ભાષણા ખ'જા કોઇ લખી આપતા અને અધિવેશનનું સંચાલન ઘણુ ખરૂ બાજુએ ખેડેલા મહામંત્રી કરતા. આ અધિવેશન માટે સામાન્ય જનતામાંના અને સાધારણ સ્થિતિના એક ગૃહસ્થને પ્રમુખ તરીકે ચુંટવામાં આવેલ છે. આ પ્રમુખ શ્રીમાન નથી, વિદ્વાન તરીકે પંકાયલા નથી. તેએ એક વ્યવહારદક્ષ અને કાર્યનિષ્ઠ સજ્જન છે. આ એ નવા સંયોગો કોન્ફરન્સને સજ્જ્વ અને પ્રાણવાન બનાવવામાં કેટલા મદદરૂપ બને છે તે જોવાનુ છે, પ્રબુધ્ધ જૈન આ કોન્ફરન્સ એક અવાસ્તવિક બંધારણ ઉપર રચાયલી છે. કોન્ફ્રન્સની મૂળ કલ્પના એવી હતી કે દરેક ગામના અને શહેરના સંધા પ્રતિનિધિએ ચુટીને મોકલે અને તેવા પ્રતિનિધિએની બનેલી કેન્સ જૈન સમાજના વિવિધ પ્રશ્નો ચર્ચે અને પ્રગતિપોષક વિવિધ પ્રવૃત્તિઓ ચલાવે. ગામગામના સંધે અને કેન્સ વચ્ચે આવા સંબંધ ખરેખર સ્થાપિત થઇ શકયા હોત તો આ કોન્ફરન્સ આખા હિંદુસ્થાનના જૈન સમાજની સાચી પ્રતિનિધિ થઇ શકી હાત અને તેનું પ્રભુત્વ અને વર્ચસ્વ સ સંઘસમુદાય ઉપર બહુ જ સારી રીતે સ્થાપિત થઇ શક્યું હાત. ખરેખર એ કલ્પના મુજબ કેન્ફરન્સનું ઘડતર અને વિકાસ થયેલ હાત તા પરિણામો પણ નિઃસ ંદેહ એટલાં જ ભવ્ય આવતુ. પણ એ કલ્પના અને સ્વપ્ન કદિ મૂર્ત સ્વરૂપ પામ્યાં જ નહિ. આજે તે ભાગ્યે જ એવા કોઈ સંધે છે કે જે એકત્ર મળીને પોતાના પ્રતિનિધિએ મોકલી શકે તેમ હેય. વળી જે સંસ્થા તેમ જ સંઘે પણ પ્રતિનિધિએ મોકલવાને આજે હકક ધરાવે છે તેના માથે કોન્ફરન્સના ધરાવેને અમલમાં મૂકવાની કશી જવાબદારી છે જ નહિ. આમ ચુંટણી કરનાર બીનજવાબદાર અને ચુટાયલા પ્રતિનિધિ પણ બીનજવાબદાર. આવા પ્રતિનિધિએની બનેલી કોન્ક્રન્સ સમાજ ઉપર શું પ્રભુત્વ પાડી શકે એ વિચારણીય પ્રશ્ન છે. સધેશ્વમાં આજે એટલા બધા અભેદ્ય વિચારપક્ષેા છે કે તેને કાન્ફરન્સના છત્ર નીચે સંકૃિત કરવા એ આશા આકાશકુસુમવત્ છે. આ કારણને લીધે કેન્ફરન્સનુ આખુ બંધારણ મૌલિક પરિવર્તનની અપેક્ષા રાખે છે અને સધના એકમના સ્થાને સ્થળે સ્થળે કાન્સની સમિતિઓના એકમ ઉભા કરવાં અને તે સમિતિની કેન્ફરન્સ બનાવવી—આવી રચના આવશ્યક છે એટલું જ નહિ પણ વ્યવહાર છે. આમ આ પ્રકારની પુનર્રચનાને જ્યારે હું વ્યવહારૂ કહ્યું છું ત્યારે પ્રશ્ન એવી રીતના ઉપસ્થિત થાય છે કે આવી સિમતિગ્મા સારા પ્રમાણમાં ઉભી થવી શકય છે ખરી ? આના જવાબ નવી રચનાને અનુસરી કાર્ય કરનારા આપણી પાસે છે કે નહિં અને ન હોય તેા ઉભા કરી શકીએ તેમ છે કે નહિ એ પ્રશ્નના ઉત્તર ઉપર વલખે છે, જો જરૂરી કાર્યકર્તા હોય અથવા તેા ઉભા કરી શકાય તેમ હોય તે દરેક અગત્યના ગામ કે શહેરમાં સમિતિએ ઉભી કરવી એમાં મેટી મુશ્કેલી કે અશકયતા જેવુ છે જ નહિ. તેથી આ કેન્યૂરન્સ સામે ખરી રીતે એ પ્રશ્નો આવીને ઉભા રહે છે. મૃતપ્રાય અનેલી અને અવાસ્તવિક બંધારણ રચનામાં ચાયલી કોન્ફરન્સને ૧૫૩ આજની પરિસ્થિતિને અનુરૂપ નવું બંધારણુ આપવુ અને એ બંધારણમાં રહેલી યોજનાને મૂર્ત સ્વરૂપ આપવા માટે યોગ્ય કાર્યકરો મેળવવા. આ બે પ્રશ્નના યોગ્ય નિકાલ ઉપર જ આખી કોન્ફરન્સના અસ્તિત્વના અને ભાવી આયુષ્યને આધાર રહેલો છે. આ વખતે કેળવણી પ્રચાર અને બેકારી નિવારણ–એ એજ પ્રશ્નો ચર્ચવા—આવી મર્યાદા નીચે પ્રસ્તુત અધિવેશન ભરવામાં આવે છે. કેળવણી પ્રચારની દિશાએ તા કેન્ફરન્સની કેળવણી પ્રચારની એક ચેાજના આજે અમલમાં આવી રહી છે. તેને કેમ વધારવી અને વિસ્તારવી એ એક અગત્યના પ્રશ્ન વિચારવાના રહેશે. આ ઉપરાંત જૈન સમાજ હસ્તક ચાલતી શિક્ષણ સંસ્થા, છાત્રાલયા વગેરેન લગતી માહીતીને સંગ્રહ કરવાને હરાવ કરવામાં આવે તેમજ ભિન્નભિન્ન સંસ્થાનું એકીકરણ કરવાની કાઇ યેાજના વિચારવામાં આવે તે તે પણ જરૂર ઉપયોગી થાય. બેકારી સબંધે પણ જૈને હસ્તક ચાલતી અનેક સંસ્થાઓ, પેઢી, ફ્રીસા તેમજ કારખાનાઓમાં જેનેને સારા પ્રમાણમાં કઇ રીતે ગાવી શકાય તે દિશાએ કાઇ વ્યવહારૂ યાના વિચારી શકાય તેા તે જરૂર લાભપ્રદ અને. આ જાતની વિષયમર્યાદા પાછળ કોઇ મતભેદવાળા કે તકરારી પ્રશ્ના આ અધિવેશનમાં ન લાવવા એવા હેતુ રહેલો છે. આવી. વિષય નર્યાદા આ અધિવેશન પૂરતી ચેાગ્ય છે. કારણકે એ સિવાય લાંબા સમયથી ખારએ પડેલું અધિવેશન કાર્ય પાર પાડવાનું અને તે તરફ સંખ્યાબંધ ભાઇ બહેનોને આકર્ષવાનું હાલના સંયાગામાં શકય નહોતુ. પણ આ વિષયમર્યાદા પાછળ અમુક વર્ગની એક પ્રકારની ભીરૂતા પણ છુપાયલી છે. આવી કોન્ફરન્સમાં તકરારી કે મતભેદવાળા વિષયો કે પ્રશ્નો લાવવા જ નહિ કે જેથી પક્ષાપક્ષી થાય. આવી તકરાર કે મતભેદની ભડક સામાન્ય જનતાના પ્રતિનિધિત્વવાળી સંસ્થાને શોભે જ નહિ. જૈન સમાજને સ્પર્શતા સર્વ કાઇ પ્રશ્નોની ખુલ્લા દિલની ચર્ચા અને નિણૅયને આ સંસ્થાની કાર્યવાહીમાં સંપૂર્ણ અવકાશ હોવા જ જોઇએ. દૂધનો દાઝેલે છાશ ઝુંકીને પીએ તેમ સામાજિક ઘર્ષણ કે ખળભળાટથી ખીંધેલા માણુસા મતભેદ અને વિચારભેદથી ભડકીને ભાગે છે. આવી ભડક પ્રગતિની મેટામાં મેટી શત્રુ છે. વિચારોની અથડામણો અને પ્રચલિત રૂઢિઓની સ્વતંત્ર સમાલેાચના સિવાય પ્રગતિની શકયતા છે જ નહિ. આજની વિષયમર્યાદાને કાયમી કરવામાં આવશે તે કાન્ફરન્સ કેવળ પ્રત્યાધાતી સંસ્થા બની જશે એ અધિવેશનમાં ભાગ લેનારા પ્રતિનિધિએ ન ભુલે. એક એવા વિચાર પ્રચલિત થઇ રહ્યો છે કે આજ સુધી કોન્ફરન્સ કેવળ વિચાર પ્રચારક સંસ્થા હતી. હવે કોન્ફરન્સને અમલી કાર્ય કરનારી સંસ્થા બનાવવી જેઈએ. આ એકાન્ત વિચાર ચેોગ્ય નથી. કોન્ફરન્સની પ્રવૃત્તિ દ્વિમુખી હોવી જોઇએ, કેવળ વિચારપ્રચારની પ્રવૃત્તિ કાન્ફરન્સને શબ્દોની સાઠમારીનું સ્થાનક બનાવી દેશે. મતભેદના પ્રશ્નોથી દૂર રહીને કેવળ અમલી કાર્ય કરવાની વૃત્તિ કેૉન્ફરન્સને જડ, સ્થિતિચુસ્ત અને પ્રગતિવિરાધી બનાવી દેશે. સમાજના અને દેશના સમયે સમયે ઉપસ્થિત થતા પ્રશ્નો સંબંધે પોતપાતાના સમાજવર્તુળને સાચી દેારવણી આપવી અને સાથે સાથે કામની સક્રિય પ્રવૃત્તિ વડે બને તેટલી સેવા કરવી-આ બન્ને બાબતો કેન્ફરન્સે સંભાળવાની રહે છે. આવાં કેમી સંમેલને અને પ્રવૃત્તિ રાષ્ટ્રહિતને વિસારી ઈને અથવા તે તેને નુકસાન પહેાંચે એ રીતે કામના કલ્યાણના
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy