________________
૧૫૨
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૧૨-
सन्चस्स आणाए उवहिए मेहावी मारं तरति । સત્યની આણમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુદ્ધ જૈન
सत्यपूतं वदेद्वाक्यम् ડીસેમ્બર ૧૫
૧૯૪૦ | નિંગાળા અધિવેશન જિન ભવેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સનું પદરમું અધિવેશન કાઠિયાવાડમાં આવેલ નિંગાળા નામના એક નાના સરખા ગામડામાં ચાલુ માસની ૨૫, ૨૬ તથા ૨૭ તારીખના રોજ મળનાર છે. આ કોન્ફરન્સનું પહેલું અધિવેશન જયપુર પાસે આવેલા ફળેધી તીર્થમાં આજથી લગભગ તેત્રીશ વર્ષ પહેલા મળેલું. એટલે આ સંસ્થા પાછળ તેત્રીશ વર્ષ જેટલો લાંબો ઇતિહાસ રહે છે. એક વખત આ સંસ્થાના અધિવેશન પુરા ભભકામાં મળતા અને હજારોની સંખ્યામાં સ્ત્રી પુરૂષે તેમાં હાજરી આપતા. એ પૂર્વકાળની જાહોજલાલી આજે નથી. છેલ્લું અધિવેશન મુંબઈ ખાતે આજથી છ વર્ષ પહેલાં મળેલું. છ વર્ષ જેટલા લાંબા ગાળે હવેનું અધિવેશન મળે છે એ જ કોન્ફરન્સ જેવી સંસ્થાની ઉત્તરોત્તર થતી જતી અવનતિ સૂચવવા માટે પૂરતું છે. આ અવનતિ શા માટે ? આવી ઉપયોગી ગણાતી સંરથા પ્રત્યે જૈન સમાજની આવી ઉદાસીનતા કેમ? " આનાં બે કારણો હોઈ શકે કાં તે ન સમાજ એ રાષ્ટ્ર ભાવનાથી ઓતપ્રેત થઈ ગયો છે કે તેને આવી સાંપ્રદાયિક અને જૈન સમાજના એક વિભાગની સંસ્થામાં હવે રસ રહ્યો નથી. ખરેખર આજ વસ્તુસ્થિતિ હોય તો તે તે જરૂર આવકાર દાયક ગણાય. પણ એ સદ્ભાગ્ય કેવળ વસ્યવૃત્તિ પ્રધાન જેન સમાજનું ક્યાંથી હોય? કોન્ફરન્સની આવી શેચનીય દશા બનવાનાં તે બીજા જ કારણ છે. તે કારણેને એક બાજુએ કોન્ફરન્સની આજ સુધીની નિશ્રેતન કાર્યવાહી સાથે અને બીજી બાજુએ સ્થાપિત હક્કો ધરાવતા વર્ગો-સાધુઓ અને શ્રીમાન-ના
' મેં લેખ લખ્યા પછી જે સાંભળ્યું છે તે પરથી એમ જણાય છે કે શ્રી. અરવિંદ એમ માને છે કે આજે નાઝીવાદ રૂપે જગતમાં મનુષ્ય જાતિ પર ભયંકર અધર્મ ઉત્પન્ન થયો છે. તેને જે રીતે બને તે રીતે નાશ કરવો જ જોઈએ. આ માન્યતાથી પ્રેરાઈને તેમણે સરકારને મદદ કરવાની પોતાની ફરજ માની જણાય છે. વળી જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી, તેઓ લીલાવાદને સ્વીકારે છે, તેઓ આત્યંતિક અહિંસામાં . માનતા નથી.
વિદુર સંત પુરૂષ હતા. પણ ક્ષત્રિય, એટલે લડવૈયા નહોતા. તેમણે શાંતિ સ્થાપવા ઘણા પ્રયત્નો કર્યા. પણ નિષ્ફળ થતાં યાત્રાએ ચાલ્યા ગયા,-એટલે કહે કે ઉદાસીન રહ્યા.
ભીષ્મ કૌરવ-રાજ્યના રક્ષક જેવા હતા. સિંહાસનારૂઢ (de facto) રાજા પ્રત્યે બીન શર્તે વફાદારીમાં તે માનતા હતા તેથી જ્યારે લડાઈને દુર્યોધન રાજાએ નિશ્ચય જ કર્યો, ત્યારે ' તેને જ પડખે ઊભા રહ્યા.--એટલે કહે કે દુ:ખથી પણ રાજાના અન્યાયને ટેકો આપે.
- કૃષ્ણ સ્વતંત્ર હતા, એમને પાંડ તરફ જાય છે જાણી તેમને પક્ષ રાખ્યો. કિશોરલાલ ઘ. મશરૂવાળા.
ઉત્તરોત્તર વધતા જતા વિરોધ સાથે સંબંધ છે. કોન્ફરન્સની જાહોજલાલીને સમય એ હતું કે જ્યારે એ પ્રકારનાં અનેક અન્ય કોમી સંમેલને પણ મોટા આડંબર સાથે મળતાં, તે તે કામના માણસો તે તરફ ખૂબ આકર્ષાતા, શ્રીમાને લાવીને પ્રમુખસ્થાને બેસાડવામાં આવતા અને ઢગલાબંધ ભાષણો થતાં બે પાંચ લાખની સખાવતે જાહેર થતી અને બે કે ત્રણ દિવસને જ જલસ મહાન સંતોષપૂર્વક ખતમ કરીને સૌ કોઈ પિતપતાને ઘેર વિદાય થતું. ત્યાર પછી બીજું અધિવેશન મળે તે દરમિયાન–એક કે બે વર્ષના ગાળામાં–કશો પણ કાર્યક્રમ રાખવામાં આવતે નહિ અથવા તે કદાપિ એ કોઈ કાર્યક્રમ નક્કી કરવામાં આવતો તે તેને કોઈ અમલ કરતું નહિ. વળી પાછું બીજું અધિવેશન મળતું. એનાં જ એ જ પ્રમુખસન્માનનાં સરઘસો અને દબદબાભર્યા જલસાઓ-એની એ જ ભાષણબાજી અને શબ્દોની તકરારે અને પાછળ કશું કાર્ય કે પરિણામ મળે જ નહિ. આવા જલસાઓની પરંપરા લાંબો વખત ચાલી શકે જ નહિ. જેવી દશા અન્ય કોમી સંમેલની થઈ તેવી જ દશા જન શ્વે. મૂ, કોરન્સની થઈ. લોકોને મેહ ઓછો થયે; અધિવેશનમાં ભાગ લેનરાની સંખ્યા ઘટતી ગઈ; ધીમે ધીમે કેન્ફરન્સ એ જાણે કે ચુંબઈની એક જાહેર જન સંસ્થા હોય એ દશા કોન્ફરન્સની થઈ બેઠી.
કોન્ફરન્સની વર્તમાન સ્થિતિ નિપજવાનાં બીજાં પણ કારણો છે. કોન્ફરન્સ તે લોકોની સંસ્થા. તેમાં તે સામાન્યમાં સામાન્ય માણસ પણ ભાગ લઈ શકે અને પિતાનો અવાજ -રજુ કરી શકે. તેમાં કોઈને ગમે અને
દુને ન ગમે એવા અનેક સવાલો આવી શકે; તેમાં આણંદ09. કલ્યાણજી પેઢીને હિસાબ પ્રગટ કરવાનો પ્રશ્ન પણ આવી શકે
અને અયોગ્ય દીક્ષા બંધ કરવાની વાત પણ આવી શકે; વિધવાવિવાહને પ્રશ્ન પણ ચર્ચાય અને દેવદ્રવ્યના સદુપયેગની વાત પણ આવે. આ વાંત સ્થિતિચુસ્ત વર્ગોને–પછી તે પેઢી દર પેઢી સત્તા ભોગવતા આવતા શેઠીઆઓ હોય કે સાધુઓ હેય–આવા વર્ગોને કેમ પરવડે? તેથી તેમણે તો કેન્ફરન્સ સામે
તરફ ઝેરી પ્રચાર વિપુલ પ્રમાણમાં અને સત્ય અસત્યની કશી પણ પવા રાખ્યા સિવાય શરૂ કર્યો અને ગામેગામ અને શહેરે શહેર ઝેર અને વિરોધનાં બીજ રોપી દીધાં. પરિણામે કોન્ફરન્સ જ અનેક સ્થળોએ ઝગડાનું નિમિત્ત બની ગઈ. આ સર્વ વિરોધને કોન્ફરન્સ પુરે સામનો કરી શકી હોત અને પિતાનું સ્વામિત્વ અને જડ સમાજમાં બરોબર સ્થાપિત કરી શકી હોત ને કોન્ફરન્સ સામેના આવા ઉગ્ર વિરોધને પહોંચી વળે અને સમાજમાં અખંડ અને એકધારી સેવા વડે પુરો વિશ્વાસ ઉત્પન્ન કરી શકે એવા કાર્યકર્તાઓ કોન્ફરન્સને મળ્યા હેત , પણ આ બાબતમાં કોન્ફરન્સ આજસુધી દરિદ્ર જ રહી છે. કેન્ફરન્સને આજ સુધી જે કાર્યકર્તાઓ મળ્યા છે તેમની નિષ્ઠા સંબધે કશું કહેવાપણું છેજ નહિ, પણ કમનશીબે તેઓ મોટે ભાગે માત્ર મુંબઈ-- નિવાસીઓ હતા અને અનેક વ્યવસાયો, ઉપાધિઓ અને જવાબદારી ઓથી તેમનું ચાલુ જીવન ભરેલું હતું. એટલે કોન્ફરન્સ ખાતર દિવસના દિવસે કાઢી સ્થળે સ્થળે ભટકે, કેન્ફરન્સને પ્રચાર કરે અને સ્થળ સ્થળના જૈન સમાજને પરિચય સાધીને તેમની અગવડોમાં રાહત આપે અને સુખ સગવડમાં વધારો કરે એ તેમના માટે શક્ય જ નહોતું. પરિણામ આજની કોન્ફરન્સની. નિષ્કિચન અને લગભગ અનુયાયીવિહોણું દશા.
આ તે ભૂતકાળની વાત થઈ. ભૂતકાળને સંભાર્યું કે વર્તમાનને રયે ભવિષ્ય કદિ સુધરવાનું નથી. આવી શણું વિશાણું