________________
૧૫૦
મુદ્દ
તે આખી દુનિયા વતી આપણે ધર્મયુદ્ધ જીત્યું કહેવાય. ભગવાન કે શુ ખ્રિસ્ત જેવાના આ આંતરિક યુધ્ધનાં અદ્ભુત વર્ણના આપણે અહિનેશ વાંચીએ છીએ. પણ એવું યુધ્ધ તે દરેક સત્પુરૂષને લડવું પડયું છે. તુકારામે કહ્યું છે :
रात्री दिवस आह्मां युद्धाचा प्रसंग | जग आणि मन ॥
પ્રબુદ્ધ જૈન
સીવાદી શ્રોન વતી પ્રાઘાત | येऊनियां नित्य नित्य वारूं ॥
સન્ત ફ્રાન્સિસ એવા જ એક લડવયા હતા. જાણે તુકારામને જ એક પૂર્વાવતાર. નાનપણમાં એ ભલે રંગીલા ફાંકડા હાય. પણ એનામાં ગરીમા પ્રત્યે ધ્યા પ્રથમથી જ હતી. શત્રુ મારીને વિજયી થવાની હાંશ એણે ભલે જુવાનીમાં સેવી હાય. પણ જીવનની કૃતત્કૃત્યતા મેળવવા માટે બીજો જ વિજય મેળવવાની જરૂર છે એ એણે તરત જોઇ લીધું
દરેક સાધુને એની ઉપરતને માટે તેખું તેખું કારણ મળે છે. તુકારામની ઉપરતનું કારણ વેઢવા પડેલા દુષ્કાળ હાય. તુલસીદાસને એની અત્યંત વિષયવૃત્તિને મળેલા આધાત એ હાય. સંત ક્રાન્સિસને ધનવાન અને રિદ્રી એ બે વર્ગ વચ્ચેના તફા વતને કારણે ઉપરિત થઇ લાગે છે. રામકૃષ્ણ પરમહંસની પેઠે એણે જોયું કે, ધન અને ધાર્મિકતા એ એના મેળ ખાય નહિ
સંપત્તિ અને ધાર્મિકતાના મેળ કેમ બેસાડવા એ જગજૂના સવાલ છે. કેટલાક કહે છે, સંપત્તિના આત્યંતિક ત્યાગ એ જ આવશ્યક છે.' બીજા કહે છે, ધનમાં દોષ નથી, દેષ તે ધનલાભમાં છે. સમાજના હિતને અર્થે, કેવળ ટ્રસ્ટી તરીકે, ધન રાખો અને વાપરે તે તેમાં કશુ ખાટુ નથી.' એક વાર માંડવાળની શરૂઆત થઇ એટલે એના અનેક પ્રકારો ચાલવાના જ. સંત ફ્રાન્સિસ તે ‘મૂળે આાર: ' એ પદ્ધતિના હિમાયતી હતા. આપણે ત્યાંનું વચન છે :
धर्मार्थ यस्य वित्तेा वरं तस्य निरीहता । प्रक्षालनाद्धि पंकस्य दूरात् श्रस्पर्शनं वरम् ॥ કાદવમાં હાથ ખેળી ધાવા બેસવા કરતાં એને અડીએ જ નહિ તે શું ખોટું? ધનમાં સગવડ ભલે રહેલી હાય, પણ કોઈનું ખરૂં કલ્યાણ કરવાની શક્તિ રહેલી નથી. માટે, ધન વાટે મનુષ્યજાતની સેવા કરવાના લાભ છેડી છે, એના વગર ચલાવતાં શીખવુ જોઈએ અને શિખવાડવું જોઇએ. પસેવાને નામે કે કાજે ધન ભેગું કરી, પોતાની જાતને જોખમમાં ન નખાય. એક અપરિગ્રહ અસખ્ય દોષોને દૂર કરે છે, એમ સતાન્સિસ હંમેશાં કહેતા. ખુદ્દ ભગવાન રાજપાટ, સત્તાસ ંપત્તિ છેડીને ગરીબાઇને વર્યા. ફ્રાન્સિસ અને એના શિષ્યા પણ પોતાનુ ધન ગરીમાને , પેતે ભિક્ષા માગવા નીકળતા, અને કહેતા અમે ગરીબ તેા છીએ, પણ ગરીબી અમને સાલતી નથી. પેલા બિચારાને ગરીબી સાલે છે. અમે તે ઇશ્વરકૃપાથી ગરીબીને વરેલા છીએ. ’ સંત કાન્સિસને જેમ અપરિગ્રહને સાક્ષાત્કાર થયા, તેમ બ્રહ્મચર્યને પણ સ્વાભાવિક રીતે થયો. સંત પ્રાન્સિસને નવું ધર્મતત્ત્વ દુનિયા આગળ રજૂ કરવું ન હતું. જૂનાં અને બધાંનાં જાણીતાં ધર્મતત્ત્વોના ક્રી અમલ કરવા માટે આત્મશુદ્ધિ અને સમાજશુદ્ધિ તેને કરવી હતી. તેથી, એણે તા શુદ્ધ ધાર્મિક જીવન માટે જે જે તત્ત્વાની આવશ્યકતા છે તે તે તત્ત્વને ખૂબ આગ્રહ રાખ્યા. ધર્મના કામમાં મેળશ
તા. ૧૫-૧૨- ch
પેાસાય નહિ. ધર્મ એ વીરાનું લહાણું છે. જબરદસ્ત ધમણ પૂરોશથી ચલાવી : હાય તે। જ ભઠ્ઠીમાં ધોળી ઉષ્ણુતા' ટકાવી શકાય, અને લેઢુ પણ ઓગાળી શકાય, એ તે જાણતા હતા.
અપરિગ્રહ, બ્રહ્મચર્ય, તપના આગ્રહ; એની સાથે વિશ્વપ્રેમ સહેજે આવી જાય છે. ફ્રાન્સિસને પશુપક્ષી, વાઘવરૂ, રાગીદુષ્ટ, બધાં જ વહાલાં હતાં. અભિમાન ટાળવા માટે એણે નત્રતા કેળવવાને ખાસ પ્રયત્ન કર્યો. પાતાના દાષાને જાહેર રીતે એકરાર કરી, જાતને જૈત કરવામાં એણે મા ન રાખી. પણ નમ્રતા ઇરાદાપૂર્વક કેળવવા જતાં અનેક મુશ્કે લી ઉત્પન્ન થાય છે. એણે સા સ્થાપ્યા, પણ એનું મુખીપણું પોતાની પાસે ન રાખ્યું. પરિણામે, જ્યારે સત્થમાં મતભેદ, શિથિલતા અને સડે પેઢાં ત્યારે ફ્રાન્સિસ સારી પેઠે મૂંઝાયા અને અકળાયો. અંતે પ્રભુએ એને નિરાગ્રહના પાઠ ભણાવ્યો ત્યારે જ અને શાંતિ વળી
સંત ફ્રાન્સિસની મોટામાં મેટી શક્તિ એનીશ્વર ઉપરની અનન્ય નિષ્ઠા હતી. ખરે। શ્વરનિષ્ટ માણસ તંત્રના ન સાચવી શકે,-પછી ભલેને તે ધર્મતત્ર જ કાં ને હાય. સંત ફ્રાન્સિસને પેાતાને અધિકારને અડવું ન હતું. પાપની સત્તા વિષે એના મનમાં સદ્ભાવ હતા. સંધ સ્થાપવા જતાં એને પેપની સત્તા સ્વીકારવી પડી. પરિણામે, એના સંઘના પ્રચાર ઝપાટાભેર થયા; પણ એમાં મલિનતા પણ ટૂંક મુદ્દતમાં પેસી ગઈ. સંધ એ માનવી સંસ્થા છે. એમાં બધા માનવી દેષા આવવાના જ, અને સંધસ્થાપન કરતાંની સાથે માનવી—મર્યા દાએ પણ સ્વીકાર્યે જ છૂટકા. જીવન કૃતકૃત્ય કરવુ હાય તે। ધર્મતત્ત્વનું પાલન ઉગ્રપણે કર્યે જ છૂટકા, પણ એટલુ ઉગ્ર પાલન કેટલા કરી શકે છે? સામાન્ય પ્રજા તે, ધર્મવીરેશને પેાતાની નિષ્ઠા અર્પણ કરી, એની પાસેથી સહેલા હળવા ધર્મ યાચે છે. આમાંથી જ શ્રાવક વર્ગ ઉત્પન્ન થાય છે. ભિક્ષુ અને શ્રાવક એવા ભેદ પાડયા વગર છૂટકા રહેતા નથી, જે ધર્મમાં ભિક્ષુની ઉગ્રતા નથી તે ધર્મ સાવ મેળા નીવડે છે. ભિક્ષુના વર્ગ સ્થાપ્યું. એટલે ધર્મતેજ સોળે કળાએ પ્રગટ કર્નારા કેટલાક લોકો ધર્મસમાજમાં પાકવાના. અને જેમ પર્વતના શિખર તળે પહેાળી તળેટી પથરાયેલી હોય છે, તેમ ભિક્ષુ વર્ગની આસપાસ શ્રાવકોના બહેાળા પશુ મેળા વર્ગ રહેવાના જ, એને તરહેાડી ન શકાય. ભિક્ષુગ્મા ધર્મચુસ્ત અને અપરિગ્રહી, અને શ્રાવકો જિજ્ઞાસુ પણ પરિગ્રહી. એટલે, બન્ને વચ્ચે અન્યાન્યાશ્રય જામવાના જ. ભિક્ષુ જો ભિક્ષા પર જ નભે તે એમણે શ્રાવક વર્ગને વધાવ્યે જ છૂટકો; કેમ કે બધા જ ભિક્ષુએ થાય તા ભિક્ષા કયાંથી મળે? પણ તત્ત્વનિષ્ફ ભિક્ષુએ વુ તે જોઇએ જ કે બધા પોતાની પેઠે ભિક્ષુએ જ થાય.
આ મુશ્કેલીના તાત્ત્વિક વિચાર કરતાં સહેજે પ્રતીતિ થાય છે કે, અપરિગ્રહ એ ધર્મતત્ત્વ છે, ભિક્ષા નથી. ભિક્ષા ઉપર નભવાતા ઉપદેશ સાર્વત્રિક ન થઇ શકે. ભિક્ષા ઉપર નભનાર માણસમાં આળસ પેસે છે, માણસ નિસ્તેજ થાય છે, આશિયાળા બને છે, અને અંતે દંભ કેળવે છે, એ ભિક્ષાના દોષ પણ સ્પષ્ટ છે. સંત ફ્રાન્સિસે પોતાના સંધમાં સારા નિયમ રાખ્યો હતા કે, દરેક જણે શારીરિક મજૂરી કરવી જ જોઇએ. મજૂરીને અંતે પેટ પૂરતુ જ મહેનતાણુ સ્વીકારવું, અને તેટલુંયે ન મળે તે ભિક્ષા "માગીને પૂરૂ કરવું, એવે એના નિયમ હતા. સમા(અનુસંધાન પૃષ્ટ ૧૫૭ જુઓ)