________________
કિંમત દાઢ આને
વર્ષ અક
: ર :૨૫
- ૧૬
શ્રી સુ’અઇ જૈન ચુવકસ થતુ' પાક્ષિક મુખપત્ર
પ્રબુદ્ધ જૈન
તત્રી : મણિલાલ માકમચંદ શાહ,
મુંબઇ : ૧૫ ડીસેમ્બર ૧૯૪૦ રવિવાર.
સન્ત ફ્રાન્સિસ.
એક મેટા કાપડિયાના દીકરો, રંગીલા લડવૈયા સિપાહી, અંતે બધુ છોડી, પ્રભુને નામે ભિખારી સન્યાસી કેમ ન્યા, અને માણસ કે પશુપક્ષી બધાં પર પ્રેમ કરી, ત્યજાયેલાંને અપનાવી, પતિત સમાજમાં ધર્મતેજ કેમ પાછું આણી શકયો, એની આ ટૂંકી કથા છે. આ ભગવદ્ભક્ત સન્યાસી આપણા દેશને નથી અથવા આપણા ધર્મના નથી એ વસ્તુ તરફ ધ્યાન સરખું જતુ નથી. પૂર્વ શુ અને પશ્ચિમ શું, બધે ધાર્મિકતા તે એક જ વસ્તુ છે. આજે યુરોપતા જીવનપ્રવાહ આપણા તરફના જીવનપ્રવાહથી જુદો પડે છે, એ ઉપરથી એમ માનવાનું કારણ નથી કે હંમેશ એમ જ હતું. યુરોપમાં જે ફેરફાર થયા છે તે આ બસો વર્ષની અંદરના જ છે. તે પહેલાંની યુરેપની ધર્મભાવના અને આપણી ધર્મભાવના વચ્ચે ઘણું સામ્ય હતું. આપણે તે જાણીએ છીએ કે બધા પ્રતિષ્ઠિત ધર્મો એક જ ધાર્મિકતાની જુદી જુદી શાખાઓ છે. કોઈ મહાવૃક્ષની મેટી મેટી શાખાએ ભલે ભિન્ન ભિન્ન દિશાએ જતી દેખાય, પણ એ બધી શાખાઓમાં વનરસ તા એક જ હાય છે; એ બધી શાખાઓ એક જ પ્રકાશની ઉપાસના કરે છે, અને એ બધાનું જીવનકાર્ય પણ એક જ હોય છે. આ સૃષ્ટિની રચના જ એવી છે કે, કાઇ પણ એ વસ્તુમાં અમુક સરખાપણું પણ હૈય છે અને અમુક ભેદ પણ હેાય છે. બેદ તરફ તરત ધ્યાન જાય છે, અનેક વાર ભેદ કરે છે; અને તેથી એ ભેદ જ સત્યરૂપ જણાય છે, એ ભેદ જ વસ્તુનું પરમ રહસ્ય મનાય છે. પણ ખરેખર એવું નથી. આપણને જુદાં પાડનાર તત્ત્વો કરતાં આપણુને એકઠાં આણુનાર—એક બનાવનારતો વધારે સુક્ષ્મ, વધારે સમર્થ, અને વધારે સ્થાયી હાય છે.
મનન.
त्यागः एव हि सर्वेषाम्, मोक्षसाधनमुत्तमम् ।
(આગલા અટેંકમાં સન્ત કાન્તિની જીવનકથા પ્રગટ કરવામાં આવી હતી તેના અનુસધાનમાં નવલન પ્રકાશન મંદિર તરફથી સન્ત ફ્રાન્સિસ' નામની પુસ્તિકાના પાદ્ઘાતરૂપે કાકા સાહન કાલેલકરે લખેલે મનનલેખ ખાસ કરીને જૈન સમાજ માટે અતિ ઉપયેગી વિચાર– સામગ્રીથી ભરેલા હાઇને અહિંસાભાર ઉત્કૃત કરવામાં આવે છે. તી.)
એક જમાનો હતો કે જ્યારે ભિન્નધર્મી લોકો માંહોમાંહે લડતા અને ધર્મને નામે જ ધાર્મિકતાના દ્રોહ કરતા હતા. સમ્રાટની જેમ ઇચ્છા હોય છે કે ચક્રવર્તી તે હું એકલો જ. હાઉં, બધા જ મારી આણુ સ્વીકારે; તેવી જ રીતે દરેક ધર્મસમાજને થતુ કે, પેાતાના જ એના સ્વીકાર કરવા જોઇએ, અને
બધાએ
ધમ
ના
ğeswk
પણ્ સ ઇને
જાને
hni |
Regd. No. B. 4266,
> *
લવાજમ
રૂપિયા ૨
સ્વીકારે તે ઠીક, નહિ તે। જબરદસ્તીથી પણ પેાતાને ધર્મ બધાને ગળે બાંધવા જ જોઈ એ.
બીજા કેટલાક ધર્મસમાજોનું ધર્માભિમાન ખીજી રીતે વ્યક્ત થતુ. ‘અમારા ધર્મ એ અમારા ગરાસ છે. એ ખીજા કાને નહિ આપીએ. અમારા સમાજમાં પારકાને આવવા નહિ દઇએ, અમારા લાભ અમે જ ભોગવીશું.'
આવી રીતે સુગાળવા અને ચેપી એવા બે જાતના ધર્માં દુનિયામાં ફેલાયા. હિંદુ, યાહુદી અને ફારસી, આ ધર્માં એક કોટિના; જ્યારે બૌદ્ધ, ઇસ્લામ અને વિશ્વાસી ધર્મ છ કોટીના છે. સુગાળવા ધર્માં દિગ્વિજય કરવા નીકળતા નથી એ ખરું; પણ એટલા ખાતર દુનિયા સાથે તેમણે સમાધાન કેળવ્યું છે એમ ન કહી શકાય. આ બધા ધર્માં અંદર અંદર આજ સુધી લડયા છે. અંદર અંદર લડીને એમણે અધાર્મિકતાનું જ વાતાવરણ ફેલાવ્યું છે. આજે પ્રસંગ એવા આવ્યો છે કે, બધા ધર્માએ આપસમાંના ભેદ, દ્વેષ અને ડંખ ભૂલી જઇ, આખી દુનિયા ઉપર મહાપૂરની પેઠે ફેલાતી અધાર્મિકતા સાથે, મહાયુદ્ધ ચલાવવુ જોઇએ.
અને એમાં પણ એ વસ્તુ ભૂલ્યે પાલવે એમ નથી પહેલી એ કે, અધાર્મિક ગણાતા પક્ષમાં ઉંડે જોતાં અસંખ્ય લાકે એવા છે કે જેઓ ઉપર ઉપરથી ધર્મવિરોધી લાગે, પણ હૃદયમાં ધાર્મિકતામાં તળ થયેલા હાય છે; કૃત ભાષામાં ક્રક, ખેલવાના અને વર્તવાના પ્રકારના જ "ક્રક. અને ધાર્મિક ગણાતા લાક પણ જો સ્વસ્થપણે આત્મ-પરીક્ષણ કરશે તે જોશે કે, પેાતાના ટાળામાં એવા અસખ્ય લોકો છે કે જે ધાર્મિકતા કેવળ એઢીને જ એઠા છે; અંદરખાનેથી અનેક જાતની ગંદકી અને નાસ્તિકતા જાણ્યે અજાણ્યે સધરી રહ્યા છે. ખરા ધાર્મિક અને ખરા અધામિઁકને જુદા જુદા પાડવા એ લગભગ અશકય છે, કેમ કે દરેક હૃદયમાં એ બન્ને વ્રુત્તિઓછાવત્તા પ્રમાણમાં રહેલી જ છે.
તેથી, બકતાએ અને યાગીએએ, સાધુઓએ અને ઋષિએએ સૂચવ્યું છે કે, પોતપોતાનુ યુદ્ધ પોતાના હૃદયની અંદર જ લડી લેવું. પોતાના હૃદયમાં જો અધાર્મિકતા ઉપર વિજય મેળવ્યા
sue his pas
તા.