SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ પ્રબુદ્ધ જૈન તા. ૩૦-૧૧-K સમય ધર્મ (પૃષ્ટ ૧૪૧ થી ચાલુ) માર્ગદર્શક બની શકે છે. એવી વ્યકિત પછી ગમે તે ધર્મની કે કોમની હોય છતાં બધાને માર્ગ બતાવવા તત્પર હોય છે. પણ આપણે ધર્મની બાબતમાં કોઈ પણ વ્યકિતના પુસ્તક પર જ્યાં સુધી આપણા ધર્મની મહોર ન હોય ત્યાં સુધી તે ન ખરીદ- વાને આગ્રહ રાખીએ છીએ. સત્યને બદલે મત-પથને જ સર્વ કંઈ માની બેરીએ છીએ. સારા માલને બદલે પ્રતિષ્ઠા પાત્ર દુકાનનો જ આગ્રહ રાખીએ છીએ. કોઈ દુકાને સારો માલ ન હોય તે આપણે જ્યાંથી સારો માલ મળે ત્યાંથી જ ખરીદીએ છીએ. પણ ગમે તેવો માલ લઈ લેતા નથી. પણ ધર્મની બાબતમાં તે આપણે આપણા ધર્મની મહોરને સંપૂર્ણ આગ્રહ રાખીએ છીએ. કઈ પરધર્મના સત્પુરૂષ પાસે સત્ય સમજવાથી કંઈ આપણો ધર્મ જ નથી રહેતું. ઉલટું સ્વધર્મને આપણે વિશેષ સમજતા બનીએ છીએ. જો સ્વધર્મને જ સત્યને બદલે આગ્રહ રાખવામાં આવ્યું હોત તે બ્રાહ્મણ કુળમાં જન્મેલા જૈન ગણન ધરે બની જ ન શકત. એ મહાન આત્માઓ તો સત્યના પુજારી હતા, મત-પથના વાડાના નહિ. જ્યારે એક બાળક અણસમજુ હોય છે ત્યારે તેના માબાપ સૂચના કરે છે કે અમુક દુકાનેથી જ માલ લાવજે; કારણ કે દુકાનદાર એમને પરિચિત છે એટલે બાળકને સારો માલ મળશે. પણ જ્યારે બાળક ઉમ્મરલાયક બને છે ત્યારે તેને માત્ર માલ લાવવાની જ સૂચના કરે છે, દુકાનની નહિ. દરેક વ્યક્તિના માનસનું બંધારણ જુદી જાતનું હોય છે. કઈને કઈ ગમે છે તે કોઈને કંઈ. જેને જે વસ્તુમાં રસ હોય તે દ્વારા જ એનો વિકાસ સાધી શકાય છે. કેઈને ભજન કરવામાં આનંદ આવતું હોય તે કોઈને જ્ઞાનચર્ચામાં, તે કોઈને એકાંતમાં મૌનપણે આત્મમંથન કરવામાં આનંદ જણાતો હોય. સૌ પિતાના ઇચ્છિત માર્ગે ચાલી પિતાનું કલ્યાણ કરી શકે છે. તેને માટે એ આગ્રહ ન હોવું જોઈએ કે અમુક ક્રિયાઓ જ કરવી જોઈએ. એ આગ્રહ માત્ર મત–પથના મમત્વ સિવાય કંઈ નથી. અમારા બાપ-દાદાઓ ગાડામાં મુસાફરી કરતાં માટે અમારે પણ ટ્રેન, મેટર કે એરોપ્લેનની સગવડ હોવા છતાં ગાડામાં જવું એવો આગ્રહ રાખનારા આપણને મુખે જણાય છે, તેમ અમુક જાતના જ ક્રિયાકાંડે કરવા, અમુક વ્યક્તિઓને જ ગુરૂ માનવી એ પણ નરી જડતા છે; એમાં વિવેક નથી. સમયાનુસાર એ રીવાજોમાં પણ ઉદારતા દાખલ કરી એમાં નવીન તત્વ ઉમેરી સદા એકધારું આકર્ષણ કાયમ રાખવું એ રીવાજોના ચાલકનું કામ છે. પિતાને ત્યાં સર્વોત્તમ વસ્તુઓ મળતી હોય ત્યારે કઈ બહાર લેવા નથી જતા. શાથી આજને બુદ્ધિમાન વર્ગ ધાર્મિક બાબતમાં રસ નથી લેતો ? બુદ્ધિની કસોટીએ ચડાવ્યા સિવાય કઈ પણ વસ્તુને બુદ્ધિમાન વર્ગ સ્વીકારતા નથી. પરાણે લાદેલું સત્ય સ્વીકારવા એ તૈયાર નથી. મિથ્યાત્વને બઉ સાચા સત્યશોધકને રોકતું નથી. એ પિતાને જોઈતી વસ્તુ જ્યાંથી મળે ત્યાંથી મેળવી લે છે. એમને જોઈતી વસ્તુ ઘરઆંગણે મળતી હોય તે શા માટે એ બહાર લેવા જાય ? ' જે સમયે જે કાર્ય ઉચિત હોય તે જ સૌ કરે છે. વિવાહપ્રસંગે તેને લગતી ક્રિયાઓ થાય છે અને મરણ પ્રસંગે તેને ૩. એક વખત જ્યારે આ દેશ ધનધાન્યથી સમૃદ્ધ હતો, સૌ કોઈ ખાધે પીધે સુખી હતા, જૈનેની સંખ્યા વિશાળ હતી ત્યારે તે સમયે ધર્મ ભાવનાવાળા શ્રીમતા તે સમયના કળાના વિકાસના નમુનારૂપ મંદિર બંધાવી પોતાના ધર્મપ્રેમનું સ્મારક રચતા. પણ આજે જ્યારે જ્યાંથી ભવિષ્યની જન પ્રજા તૈયાર થવાની છે એ શાળાઓ અને સંસ્થાઓના ચાલકે પૈસા માટે દેડાડ કરતા હય, અનેક યુવાનો જ્યારે પૈસાને અભાવે કેળવણી લેતાં અટકી પડતા હોય, જ્યારે આવતી કાલે શું ખાશું તેની ફિકરમાં અનેક શોષાતા હતા, જ્યારે દિન પ્રતિદિન જનોની વસ્તીમાં ઘટાડે થતા હોય ત્યારે નવાં નવાં મંદિર અને તીર્થસ્થાને બંધાવવા એ વિચારવિહીનતા જ કહેવાય. ઘરમાં રહેનારા તે થોડા હોય તેને માટે કોઈ વિશાળ ગૃહો બંધાવે એ કેટલું હાસ્યજનક લાગે. સૌ કોઈ એમજ કહે કે આ બધું કોને માટે કરે છે ? આજે જ્યારે અનેક સ્થળે અનેક મંદિરે માત્ર જનોની વસ્તીને અભાવે પગારદાર માણસેદ્રારાજ નિભાવાય છે, ત્યાં નવાં મંદિરની જરૂર કોઈને જણાય ખરી ? નવાં મંદિર બાંધતાં પહેલાં તે આપણે ભગવાન મહાવીરને સંદેશ જગતને ખુણે ખુણે પહોંચાડી નવા જેને બનાવવા જોઈએ. અને પછી જ એ વધતી જતી સંખ્યા માટે નવીન મંદિર બાંધવા જરૂર વ્યાજબી ગણાય. અત્યારે કેળવણીની સંસ્થાના સંચાલકે કઈ શ્રીમતુની પાસેથી પૈસા લેવા એને પોતાની સંસ્થા જોવા લઈ આવે છે. એ શ્રીમતને રીઝવવા વિધાથીઓ પાસેથી પ્રયોગો કરાવે છે. વિદ્યાર્થીઓ સમજે છે કે અમુક શેને માટે આ મેળાવડો ગોડવવામાં આવ્યું છે. એમના પ્રયોગથી ખુશ થઈ શેશ્રી પ્રમુખપદેથી સંસ્થાને થોડી ઘણી મદદ કરે છે. આ કેટલું દુ:ખદ છે ? પૈસાને ખાતર કેટલી ખુશામત? અને તે પણ શિક્ષણને માટે ? વિધાર્થીઓના કુમળા માનસપર પૈસાની ભારે અનિષ્ટ અસર સદાને માટે રહી જાય છે. કશી પણ લાલચથી ન આકર્ષાતા, પિતાના વ્યક્તિત્વને અડગ રાખનાર આદર્શ જ બનવાને બદલે એ દીન માનસના બની જાય છે. શ્રીમંતાઈ અને સત્તા આગળ એમના શીર ઝુકી પડે છે. એટલે ધીર-વીર અને ગંભીર યુવાને બનવાને બદલે શ્રીમંતાઈ અને સત્તાથી અંજાઈ જતા નિમાંહ્ય છોકરા બની જાય છે. જન–પ્રજાને માનસમાંથી વીરત્વ કેબ નાબુદ થતું જાય છે? એને આપણે કદી વિચાર કરતા નથી, બધી વાત નાખતીથી કરી નાખનારું માનસ આપણામાં કયાંથી આવે છે એ વિશે આપણે કદી ખ્યાલ પણ કરતા નથી. વિજયી યોદ્ધા જેવો અણનમ આજને જન કેમ જણાતું નથી ? મંદિરે બાંધવાથી કે સંઘ કાઢવાથી ધર્મના સિધ્ધાંતને પ્રચાર કે પ્રભાવ વધતા નથી. આપણો ધર્મ સર્વશ્રેષ્ઠ અને સંપૂર્ણ હોવાને આજે આપણે દાવો કરીએ છીએ. પણ એ શ્રેષ્ઠત્વ આપણે બીજાઓને જણાવવા કદી પ્રયત્ન કર્યો છે? આજે જૈન ધર્મને જગતનો સર્વ સાધારણુ વર્ગ કેટલે ઓળખે છે? એક ઝવેરી પાસે ગમે તેવું અમૂલ્ય રત્ન હોય પણ જ્યાં સુધી એ બજારમાં એ રત્ન બતાવે નહિ ત્યાં સુધી બીજા એની કિસ્મત કેવી રીતે જણે? આપણે ધર્મ ગમે તેટલે ઉન્નત હોવા છતાં જ્યાં સુધી આપણે બીજાઓને એની મહત્તા સમજાવી ન શકીએ ત્યાં સુધી એ ધર્મ ફક્ત આપણા પુરતેજ શ્રેષ્ઠ રહે છે. ભગવાન મહાવીરને સંદેશ જગતને ખુણે ખુણે પહોંચાડવાને બદલે આજે આપણે મંદિર, સા અને તપની ઉજવણીના ચક્રાવામાં ફરી આત્માને અને ધર્મને મહાન ઉત્કર્ષ સાધીએ છીએ એમ માની બેઠા છીએ. વ્યકિતગત કીર્તિ માટે ફાંફાં મારતા કરીએ છીએ ત્યાં ધર્મ ને યાદ આવે ? ભગવાન મહાવીરને કે એમના અપૂર્વ સિદ્ધાંતને જગત ઓળખે કે ન ઓળખે એની સાથે આપણે કશી લેવા દેવા ન હોય તેમ આપણે એમના તરફ ખેદરકાર છીએ. સ્થળે સ્થળે ભગવાન મહાવીરનાં સ્માર રચવાને બદલે પિતાનાં મારકે સરજીએ છીએ. જે સમાજ સમયધર્મને ઓળખવાન કે અનુસરવાને બદલે માત્ર ભૂતકાળની ભવ્યતા પર, રાચ્યા કરે તે કદી કોઈ પણ જાતની પ્રગતિ સાધી શકતા નથી. - સરલા સુમતિચંદ્ર શાહ
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy