________________
તા. ૩૦–૧૧-૪૦
પ્રબુદ્ધ જૈન
૧૪૫
તે વેળા બધીયે અંગ્રેજી શાળાઓનો બહિષ્કાર પિકારાય હતે. એટલે મારે અંગ્રેજી શાળા છોડીને ધરેજ અભ્યાસ કરવાનું હતું. આમ હું ધરમાંજ રહેતી એટલે કુદરતી રીતે જ જવાહરને વધારે વાર જોતી અને મળતી અને તે રીતે મને તેમની વધારે સારી પીછનિ થઈ.
અત્યાર સુધી સુવ્યવસ્થિત અને નિયમિત રીતે ચાલતું જીવન અક્કસ અને સતત પરિવર્તન પામતું બની ગયું હતું. મારા પિતા અને ભાઈ વારંવાર જેલમાં જતા હોવાથી ઘરમાં પણ નિયમિત જીવન એશકય બની ગયું હતું. નિયમિત અભ્યાસ પણ શક્ય નહે. જુદી જુદી જેલોમાં મારા બાપુને તેમજ જવાહરને મળવા માટે હું બાની સાથે જતી. એ મુલાકાતેની હું રાહ જોયા કરતી. પહેલાં પહેલાં તે તેઓને જેલમાં જોવાના વિચારથીજ કમકમાટી ઉપજતી હતી. પછી તે એથી ટેવાતી ગઈ. મારે માટે એ દિવસે સુવર્ણમય હતા. એ સમય દરમિયાન હું જવાહરને પ્રશંસતા શીખી; જવાહર પ્રત્યે મારામાં વીરની પૂજ્યભાવના ઉત્પન્ન થઈ. મારા બાપુ માટે તે મારામાં એ ભાવના હતી જ. પરંતુ જવાહર માટે મને કદી એ વિચાર આવ્યું જ નહોતે. ધીમે ધીમે જવાહર પ્રત્યેના માનમાં ઘણો જ વધારે થતો ગયો અને હું જવાહરની શેખીન બનવા લાગી.
પણ મારા ભાઈને મેં ખરેખરા પિછાન્યા તે ૧૮૨૬માં. મારા ભાભી અને ભત્રીજી સાથે તે જીનેવામાં એક નાના ફલેટમાં રહેતા હતા અને હું તેઓની સાથે રહેવાને ગઈ હતી. થોડી જ જગ્યામાં એકમેકના ગાઢ સંસર્ગમાં રહેવાને પરિણામે અમે મિત્રો અને સાથી બની ગયા. સાથી તરિકે જવાહર ઘણું જ આનંદી છે. હંમેશા ઉત્સાહ અને જોમથી ભરેલા. પરિચારક તરિકે જવાહર ભારે સફળતા પામ્યા છે. તેમનામાં અખૂટ ધૈર્ય છે, અસાધારણ નમ્રતા છે, ખૂબ ખૂબ સમજશકિત છે. માંદા માણસની માવજતમાં આ બધા મહત્ત્વના ગુણોની અનિવાર્ય જરૂર છે. દિવસે સુધી જ નહિં-વર્ષો સુધી તેમણે આ રીતે મારાં ભાભીની
અને માતાની સુશ્રષા કરી છે અને એ દરમિયાન કદિ તેમણે મિજાજ ગુમાવ્યા નથી કે કદિ ધીરજ પણ ખેઇ નથી. - ઘર બહારનાં જીવનને તેમને ભારે શેખ છે. દરેક પ્રકારની રમતગમતને તેમને શોખ છે. શિયાળાની રમતે તે તેમને ખૂબ જ ગમે છે. સ્વીટ્ઝલેંડમાં કલાકો સુધી સ્કેટીંગ કે સ્કાઈગમાં તેઓ સમય ગાળતા.
અને જવાહરમાં એક મોટે દેષ છે. પ્રત્યેક જણ પિતાનું કાર્ય સારી રીતે અને કુશળતાપૂર્વક કરે એમ એ ઇચ્છે છે. પછી એ કાર્ય રમતગમત હોય કે બીજું કાંઇ હોય અને કોઈ વાત શીખવામાં બે વાર લાગે છે તે ચીડાઈ જાય છે. મારા ભાઈની નજરે અકુશળતા એ અક્ષમ્ય અપરાધ છે. તે સખત રીતે કામ લે છે અને તેમાં જરાય છુટછાટ નીભાવી લેતા નથી.
અમે સ્વીટ્ઝર્લેડ હતા તે દરમિયાન મને એક વાર એમને કહે અનુભવ થઈ ગયા હતા. મને સ્કાઈગ શીખવવાની તેમની ઈચ્છા હતી. પરંતુ એ શિક્ષણના પ્રથમ પાઠ શરૂ કરવાને માટે અમે જે દિવસ શરૂ કર્યો તે બહુ સારો ન હતા. છેલ્લા બેએક દિવસથી બરફ બરાબર પડયું ન હતું અને જે બરફ જમીન પર પડયું હતું તે પણ સખત થઈ ગયું હતું; એટલે તેના પરથી લપસી પડાતું હતું. દરેકવાર હું ઉભી થાઉં અને પડી જાઉં– સરકી જાઉં. એમાં થોડે મારો દોષ પણ હતા અને છેડે સરકણી સપાટીને પણ હતા. બે દિવસ પછી પણ મેં ભાગ્યેજ કાંઈ પ્રગતિ કરી હતી. મારા પગ ઘણાંજ અસ્થિર રહ્યા હતાં. થોડાક ડગલાં ચાલતાંજ હું સરી પડતી.
આથી જવાહર છેડાઈ પડયા. તેમણે બધીય ધીરજ ગુમાવી દીધી “જા ! એ વર્ષે પણ તું શીખવાની નથી !” મને પણ એથી ઘણું લાગી આવ્યું. એક સ્વીસ મિત્રને મેં શિખવવા જણાવ્યું અને તેણે એમ કર્યું. હું ઠીક ઠીક પ્રમાણમાં શીખી પણ ગઈ. ત્રણુજ દીવસ પછી, હું સારી રીતે સ્કાંઈગ કરતી હતી. અને તે પણ મારા ભાઈની રોષભરી આગાહી છતાં !
અજાણ્યું પણ કોઈને દુ:ખ દેવાઈ જાય તેથી તેમના કરતાં બીજા કોઈને વધારે પશ્ચાત્તાપ થતો નથી. કોઇને પણ દુઃખ ઉપજાવવું એ તેમના સ્વભાવમાં જ નથી.અને છતાં, તેમણે ઘણોજ સંયમ રાખવા છતાં જવાહરને મિજાજ એ તેમની મોટામાં મોટી નબળાઈ છે.
તેમને સૌથી ઉત્તમ અને સુખદ પરિસ્થિતિમાં જોવા હોય તે તેમને નાનાં બાળકો સાથે જોવા. નાનાં બાળકો તેમને ઘણુજ પ્યારાં છે અને બાળકને પણ જવાહર ઘણાંજ ગમે છે. ગમે તેવા કામમાં રોકાયેલા હોય તે પણ. ઘરમાં જે બાળકો હોય તે તેની સાથે રમવાને સમય જવાહર અવશ્ય કાઢે છે.
જવાહરલાલ ગમે ત્યાં હોય જેલમાં હોય કે જેલ બહાર હોય, હિંદમાં હોય કે હિંદ બહાર હય, કુટુંબની કે મિત્રેની જયતીઓ કે સંવત્સરીઓને તે કદિ ભુલતાં નથી. કેઈએ પણ ધાર્યું ન હોય એવે સમયે સુધ્ધાં તેમને તાર, પત્ર કે ભેટ આવી જ પડયાં હોય.
મેટાભાઈ તરીકે તેમણે કદી મારા પર કે મારાં બહેન પર શાસન કર્યું નથી અમને બન્નેને જવાહર “મેટા ભાઈ.” કરતાં વ્હાલા મિત્ર અને સાથી જ વધારે લાગ્યા છે. તેમના હાલ અને વાત્સલ્ય અમને જવાહર ઘણાજ પ્યારા બન્યા છે અને એટલા જ અમૂલ્ય પણ બન્યા છે. જરૂર પડે ત્યારે અમને સહાય કરવા કે માર્ગ દર્શાવવા જવાહર હમેશાં તત્પર હોય છે એ અમે જાણીએ છીએ.
અમારા પર કે કુટુંબના બીજા કોઈ ઉપર પણ તેમના વિચારો કે સલાહ જબરીથી લાદવાને તેમને સ્વભાવ નથી. પણ સહાય માગી હોય તે તે આપવાને તે સદાય તત્પર રહે છે. ગમે તે વાતમાં તેમને વિશ્વાસ વિના ભયે રાખી શકાશે. પિતે માનવતા સમજે છે એટલે કોઈને પણ સમજવાની કે ક્ષમા આપવાની તે કદિ પણ ના પાડશે નહિ.
તે ચીન જઈ રહ્યા હતા. પ્રત્યેક પળે તેમનું વિમાન તેમને દૂર ને દૂર લઈ જતું હતું. તે સલામત પાછા આવશે કે કેમ ? વગર ઇજાએ તે પાછા આવશેને ? સાહસ અને ભય જ્યાં હોય ત્યાં હમેશા એ શા માટે ઝંપલાવતાં હશે ? મને આશ્ચર્ય થતું. પણ એને જવાબ સ્પષ્ટ જ હતો જે તે એમ ન કરે તે તે અમારે ભાઈ જવાહર જ નહિ.
આખરે એ લાંબા રસ્તાને પણ અંત આવ્યો. અમે આનંદ-ભુવન આવી પહોંચ્યા. તે નિર્જન બની ગયું હતું. અમારું એ જુનું અને વહાલું ઘર હતું. પરંતુ જવાહર વિના તે દીવસે આનંદ ભુવન સુનું હતું.
પ્રવાસ ટુંકાવીને તે પાછા આપણી વચ્ચે આવી પહોંચ્યા છે. ચીન જવાનું તેમનું સ્વપ્ન હતું કારણ કે પ્રાચીન ભૂમિના દર્શન કરવાને તેમને શેખ હતે. એ શેખને કેટલેક અંશે તેઓ પુરો કરી શક્યા છે. એ પણ ઠીક જ થયું. નવી આશ, નવો ઉત્સાહ, અને નિશ્ચય લઈને તે પાછા ફર્યા છે અને આપણી વચ્ચે તે સલામત પાછા આવ્યા છે એ ભારે રાહતની વાત છે. કેણ જાણે કેટલા સમય માટે એ હશે ! એ શાન્ત રહે એ જીવ નથી ! બધાય પ્રકારના ભયને સામને કરવા માટે આપણી પાસેથી કોણ જાણે એ ક્યારે ઉપડી જશે. કેને ખબર ! “જન્મભૂમિના સૌજન્યથી