SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩૦-૧૧-૪o કેટલાક સમાચાર અને નોંધ. છેલ્લુ પખવાડીયુ એટલા બધા બનાવોથી ભરેલું છે કે કયા બનાવની નોંધ લેવી અને કયા અનાવની નોંધ ન લેવી એ સંક્ષિપ્ત મર્યાદાવાળા આ પત્રમાં લખનારને જરા મુંઝવણ ઉત્પન્ન કરે તેવુ છે. બુદ્ધ જૈન યુરોપીય જંગ-યુરેપીય જંગ એનો એ ચાલ્યા કરે છે. પરસ્પર વિમાની આક્રમણા અને જાનમાલની ખુવારી એ હવે સામાન્ય બનાવ અની ગયો છે. શિયાળા શરૂ થવા છતાં વિમાની હીલચાલા હજુ અટકી નથી. ઇટાલીએ ગ્રીસ ઉપર ચઢાઇ તે કરી છે, પણ તેના ગ્રીસ ખરેખર સામને કરી રહેલ હાય અને ઇટાલીને આગળ વધવાને બન્ને પાછું હવુ પડયુ હોય એમ તે બાજુએથી આવતા સમાચારે ઉપરથી લાગે છે. જર્મની હાલ બાલ્કન રાજ્યો ઉપર સર્વત્ર એક હથ્થુ સત્તા જમાવવા પાછળ અને એ રીતે તુર્કીને દબાવીને પોતાને અનુકૂળ બનાવવા પાછળ ખૂબ રોકાયલું હોય એમ જણાય છે. જાપાન ઇન્ડો-ચાઇના ઉપર પોતાની સત્તા વિસ્તારી રહ્યું છે અને સીયામ ઉપર કરડી નજર કરી કહ્યું છે. ઇંગ્લેંડના પ્રતિનિધિ લોર્ડ લાધીઅને ન્યુયોર્ક પડાંચતાં છાપાજોગુ એક એવી મતલબનુ નિવેદન કરેલું જાહેર થયેલું કે ‘બ્રીટનનાં નાણાકીય સાધનોનો અન્ત આવવા શરૂ થઇ ગયો છે. આ નિવેદનમાં પાછળથી સુધારણા કરવામાં આવી હતી પણ તાત્કાલિક આ નિવેદનની ચાલુ બારા ઉપર બહુ માફી અસર થઇ હતી. આજે પાઠે એમાં કાંઇક સુધારા થયા દેખાય છે. દેશમાં સત્યાગ્રહનાં મડાણ–શ્રી. વિનેબા ભાવેની નમ્ર શરૂઆતથી દેશમાં વાણીસ્વાતંત્ર્યના પ્રશ્ન ઉપર સત્યાગ્રહનાં મંડાણ થયેલાં. વિનોબા ભાવેને ત્રણ માસની શિક્ષા થઈ પછી કેટલાય દિવસો સુધી કશુ બનતુ ન લાગ્યું અને બધું કંડુ પડતુ હાય એમ ભાસ્યું. એવામાં પંડિત જવાહિરલાલ નહેરૂને સરકારે પકડયા અને તેમને ચાર વર્ષની સખ્ત મજુરીની સજા ફરમાવી. ત્યાર્થી સત્યાગ્રહના આન્દોલને ભારે મજબુત જોર પકડયુ છે. શ્રી. અચ્યુત પટવર્ધન ગયા; સરદાર વલ્લભભાઈ પટેલ તથા મોરારજી દેસાઇ, બાળા સાહેબ ખેર તથા વાંદરેકર, મણિબહેન પટેલ તેંથા કુસુમબહેન કાનુગા, કમળાબહેન સંઘવી, નિર્મળાબહેન દેસાઇ, દેવયાની દેસાઇ એમ એક પછી એક મેટાં તથા નાનાં પકડાઇ રહ્યાં છે અને કોઇ એમને એમ અનિશ્ચિત મુદત માટે જેલવાસી બન્યા છે તે કોઇ ન્યાયખાતા તરફથી મુફ્તી શિક્ષા પામ્યા છે. મધ્ય પ્રાન્તના મુખ્ય પ્રધાન પંડિત રવિશંકર શુકલ તેમજ સંયુક્ત પ્રાન્તના મુખ્ય પ્રધાન પંડિત ગાવિંદ વલ્લભ પન્ત પણ પરહેજ થયા છે. સહવારે છાપુ આવે છે અને કાઇને કાઇ, નજીકના કે દૂરના, સાધારણ કે અસાધારણ, બહેને અને ભાએને હીંદી સંરક્ષણ. ધારાના બેગ બનેલા વાંચીએ છીએ. આ બધુ શેના માટે ? યુધ્ધના સંબંધમાં પોતાને પ્રમાણિક અભિપ્રાય જાહેરમાં વ્યકત કરવા માટે. આખા ગૃહ મહાત્મા ગાંધીજીની દોરવણી નીચે ચાલી રહ્યો છે. તેમની સૂચના અને આજ્ઞા મુજબ કોઇ લડાઇ વિરૂદ્ધ ભાષણ કરે છે. તા કોઇ આ સંબંધે ચોક્કસ ઘડાયેલા બે ત્રણ વાકચાની ઉદ્ભાષણા કરે છે. જે કાઇ સત્યાગ્રહ શરૂ કરવાનું હોય તે આગળથી જીલ્લા કલેકટરને તૈટીસ આપે છે. કેટલાકને નોટીસમાં જણાવ્યા મુજબ ભાષણ આપવાની કે યુધ્ધ વિરૂદ્ધની ઉદ્ઘોષણા તક મળે છે તે કેટલાકને એ પહેલાં જ પોલીસ એમને એમ પકડે છે. આજે જે કઇએ કેંગ્રેસના નામે માનપાન અને પ્રતિષ્ઠા મેળવી હોય તેને જવાબ અને અહ્લા આપવાની તક ઉભી થઇ છે. તે જવાબ એટલે જ ગૌરવપ્રદ () ૧૪૩ અપાઇ રહ્યો હોય એમ આજે જે કાંઇ બની રહ્યુ છે તે ઉપરથી કાને પણ કબુલ કર્યાં સિવાય ચાલે તેમ નથી. શ્રી. પેાટલાલ શાહુ પણ ગિરફતાર—પૂના મ્યુનીસીપાલીટીના માજી પ્રમુખ, રાષ્ટ્રીય મહાસભાના એક જાણીતા કાર્યકર અને મહારાષ્ટ્રી જૈન સમાજના એક સુવિખ્યાત આગેવાન શ્રી. પોપટલાલ રામચંદ શાહે પણ આ સત્યાગ્રહમાં જોડાયા છે અને યુધ્ધ વિરૂધ્ધ ભાષણ કરવા બદલ એક વર્ષની શિક્ષા પામેલ છે. દેશ ખાતર અવાર નવાર જેલયાત્રા સ્વીકારનાર શ્રી. પોપટલાલ શાહને જૈન સમાજના ધન્યવાદ ધરે છે. શ્રી. સુખ જૈન યુવક સંધના સભ્યો શ્રી મણિલાલ જેમલ શેડ્ અને શ્રી. શાન્તિલાલ હરજીવન શાહ પણ બહુજ થોડા સમયમાં સત્યાગ્રહમાં સામેલ થનાર છે. આઝાદીના જંગમાં કોઇ પણ કાળે જૈન સમાજે સારા કાળા આપ્યા છે અને આ સમયે પણ વાણીસ્વાતંત્ર્યના હકકને હાંસલ કરવામાં પાછી પાની નહિ કરે એવી આશા રાખવામાં આવે છે. વધારાનું સરકારી જેટ-યુરોપીય વિગ્રહના વધતા જતા ખર્ચને પહોંચી વળવા માટે હિંદી ખજાનચીએ વડી ધારાસભામાં ચાર કરોડનું વધારાનું બજેટ રજ્જુ કર્યું હતું. ધારાસભામાં ચુંટાયેલા કૅૉંગ્રેસના સભ્ય! કેટલાય સમયથી ધારાસભાની ચર્ચામાં અને કાર્યવાહીમાં ભાગ લેતા નહેાતા. તેથી એ ધારાસભા પાસે પ્રસ્તુત બજેટ મજુર કરાવવુ સરકાર માટે રમત વાત હતી. પણ કમનસીબે આ વખતે સરકારની ગણુતરી ઉંધી વળી ગઇ, કેંગ્રેસના સભ્યોને આ બજેટની ચર્ચામાં ભાગ લેવાની રાષ્ટ્રીય મહાસભાની કારેબારી સમિતિએ આજ્ઞા કરી. વિરોધ પક્ષના આગેવાન શ્રી. ભુલાભા દેસાઇએ આખી સરકારી રાજનીતિને સ્પષ્ટ અને સત્ય આકારમાં રજુ કરતુ એક ભારે ભવ્ય અને નિડરતાભર્યું ભાષણ કર્યું અને દુનિયાને ચેખ્ખા શબ્દોમાં જણાવી દીધું કે આજે જે ચાલી રહ્યું છે તેમાં પ્રજાના ખીલકુલ સાથ નથી. મેસ્લેમ લીગના સભ્યો શ્રી. ઝીણાની આગેવાની નીચે તટસ્થ રહ્યા એમ છતાં વધારાનું બજેટ બહુમતીએ ઉડી ગયું. રાજકારણની દૃષ્ટિએ આ એક અતિ મહત્વના બનાવ બની ગયા. વાઇસરાય અને હિંદી પ્રધાનનાં ભાષા-ગ્રેજ અરસામાં બન્ને વડી ધારાસભાએંના સંયુકત સંમેલન સમક્ષ નામદાર વાઇસરાયે દીલ્હીમાં અને પાર્લામેન્ટ સમક્ષ હિંદી પ્રધાને લંડનમાં એક ભાષણ કર્યું. વાઇસરોયે પોતાના ભાષણમાં આજના વિગ્રહમાં સરકારને પ્રજા કેટલા સાથ આપી રહી છે અને સરકાર દેશના રક્ષણની તૈયારી સંબંધમાં શું શું કરી રહી છે તેને સવિસ્તર ચિતાર આપ્યા છે અને સાથે સાથે આગેવાન દેશનેતાએ અને રાજકારણી પક્ષે!ના પુરતા સહકારના અભાવે પોતાની કારેઆરી સભાને વિસ્તારવાની અને સલાહકાર મંડળ ઉભું કરવાની યોજના પડતી મુકયાની જાહેરાત કરી છે. હિંદી પ્રધાનના ભાષણમાં એની એજ શાહીવાદી તુમાખી અને વસ્તુસ્થિતિને ગ્રહણ કરવાની—સમજવાની તથા સ્વીકારવાની—રાદાપૂર્વક અનિચ્છા જોવામાં આવે છે. એકતા સાધો. યોગ્યતા મેળવે. હાલ તા લડાઈમાં બને તેટલી મદ્દ કરે. આગળ ઉપર તમે બધા મળજો અને તમારી પરિસ્થિતિને પુરા વિચાર કરી તમને ગમે તેવુ બંધારણ ઘડીને લાવજો. અમારી હિંદુસ્થાનના અનેક સ્થાપિત હા અને પક્ષ પ્રત્યેની જવાબદારીઓને બાધ ન આવે એવું જે કાંઇ હશે તે સ્વીકારવામાં વાંધો નહિ આવે. એકત્ર બની શકતા નથી અતે સ્વરાજ્ય—સંપૂર્ણ સ્વાતંત્ર્ય-માંગા છે આવી ગાંડી વાતેા કાણુ સાંભળવાનું હતું, ?' આ તેમના ભાષ
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy