SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩૦-૧૧-૪ એક અમીર કન્યા લગભગ ફ્રાન્સિસના જેવાજ સ્વભાવની હતી. કલેરને આત્મા જાગૃત હતા એટલે વિભાવિક પ્રવૃત્તિએ તેને અનુકૂળ ન હતી. આથી તેણે ગૃહત્યાગ કર્યાં અને ફ્રાન્સિસના સધ સાથે સંકળાએલા સ્ત્રીસંધની સ્થાપના કરી. ક્લેરના ગૃહત્યાગ પછી તેની હેંન અને બીજી સ્ત્રીએ પણ આ સંધમાં સામેલ થઇ. આ સ્ત્રીઓ પણ સંધના મુખ્ય નિયમે અને બધારણની મર્યાદામાં રહીને સ્વતંત્ર રીતે કામ કરતી હતી. ફ્રાન્સિસના અંતિમ જીવન પ્રસંગે જ્યારે ફ્રાન્સિસ હતાશ બન્યા હતા ત્યારે તેને આશ્વાસન અને પ્રેરણા આપનાર આ હેંના જ હતી. ધર્મના પ્રચારકોમાં સામાન્યપણે જે દોષ જોવામાં આવે છે તેનાથી ફ્રાન્સિસ પણ પર ન હતા. ખ્રિસ્તી ધર્મ પ્રચાર સર્વત્ર કરવાનો મેહ તેને હતા જ, પોતાના ધર્મ સિવાય બીજા ધર્મો નાસ્તિક છે એ તેની માન્યતા હતી. ધર્મના પ્રચાર કરવાની ઘેલછાના પરિણામે કેટલીયે લડાઇ થવા પામી છે એ શોધવા જવુ પડે તેમ નથી. ફ્રાન્સિસમાં પણ આવી જ ઘેલછા હતી, તે કે તેની કાર્ય પદ્ધતિમાં થોડા ભેદ હતા. અન્ય ધર્મના અનુયાયીઓને હવ્યપલટા યાથી અને પ્રેમથી કરાવવાના સિધ્ધાંતમાં તે માનતા. ફ્રાન્સિસની પ્રેમભાવના અને અહિંસાવૃત્તિ ઘણી જ બળવાન હતી. એમ કહેવાય છે કે તેનામાં અહિંસાના વિકાસ એટલા બધા હતા કે તેના પ્રભાવથી હિંસક પ્રાણીએ પણ તેની સમક્ષ નમ્ર બની જતાં હતાં. ધર્મના પ્રચાર અર્થે જુદા જુદા સ્થળોએ પ્રતિનિધિઓને મોકલવામાં આવ્યા હતા અને ફ્રાન્સિસને પણ એક સુલતાનને સમજાવવાનું કાર્ય સોંપાયું હતું. આ કાર્યમાં તેને સફળતા મળી ન હતી. પ્રબુદ્ધ જૈન આગળ કહેવામાં આવ્યુ છે તેમ ફ્રાન્સિસને સંધ વધત જતા હતા અને એ આખાયે સઘની જવાબદારી તેના એકલાના માથે જ હતી. એક જ વ્યકિતના ઉપર આખા સંધ આધાર રાખતા હોય છે ત્યારે અમુક અંશે તે સધ પાંગળો પણ અને છે અને મૂળ વ્યક્તિની ગેરહાજરીમાં અમુક ત્રુટિઓ આવતી જાય છે. ફ્રાન્સિસના સધ માટે પણ એમ જ બન્યું. જીમના મુસલમાને ઉપદેશ આપવા ફ્રાન્સિસ ગયો ત્યારે તેના સંધમાં શિથિલતા અને સત્તાના માહુ દાખલ થયાં. પાછા ફર્યા પછી જ્યારે ફ્રાન્સિસે સંઘનું વાતાવરણ જોયું ત્યારે તેને ભારે દુ:ખ થયું અને તે હતાશ બની ગયો. ચોતરફ્ અપરિગ્રહના ભંગ થતા જોઇ તેને લાગ્યુ કે મારા સધ મોટા ન થયા હોત તે સારૂં. શું કરવું તેની તેને સૂઝ પડી નહિ. તેની મુંઝવણુ અને વિમાસણ વધતી ગઇ. આ વિભાસણ અને વિચારણાની ગડમથલમાં તેને અવાજ આવ્યો કે બધી જંજાળ છોડી આત્મોધ્ધાર કર. તેને જ્ઞાન થયું કે પવિત્ર ત્ત્વન—તામય વન—એજ તેનુ કાર્યક્ષેત્ર છે. આ અવાજ સાંભળ્યા પછી તે વધારે અને વધારે એકાંત શોધવા લાગ્યા. એક શાન્ત ગુફામાં તેણે વાસ કર્યાં. ઇશુના જીવનમંત્રાનું રટણ કરતાં કરતાં, ઇશુના જેવી જ શારીરિક વેદનાએના અનુભવ કરતાં તેણે ઇશુને સાક્ષાત્કાર કર્યો અને શુભય બન્યો પાતે ફ્રાન્સિસની વેદનાઓ વધતી જતી હતી. આંખનું તેજ જતુ રહ્યું. તેનું દર્દ અસહ્ય બનતું હતું ત્યાં તેને અવાજ આવ્યે કે ‘આ દુઃખને સુખ માન-આ રીતે તુ વધારે અને વધારે મારી નજીક આવે છે એટલે એ દૃષ્ટિએ આ બધાં દુઃખને તુ વિચાર કર.' આ અવાજ પછી જ તેને સાચી શાંતિ સાંપડી. ફ્રાન્સિસના અંતિમ ઉપદેશના સાર એ હતો કે મજુરી મહિમા સમજી જાતમહેનત કરવી અને છતાંયે કાઇ સોગેામાં ( અનુસંધાન પૃષ્ટ ૧૪૮ જુઓ) ૧૪૧ સમય ધર્મ કાળનાં ગતિમાન ચક્ર સાથે માનવ–જીવન પણુ ગતિશીલ રહે છે. સમયના પિરવર્તન સાથે માનવાની રહેણી-કરણી–પાષાક રીતરીવાજો આદિમાં પણ પરિવર્તનનાં પૂર આવ્યા કરે છે. એક સમયે ઉપયેગી ગણાતી વસ્તુ ખીજે સમયે નિરૂપયેગી થઇ પડે છે, એક સમયે અગત્યના ગણાતા રીત રીવાજો ખીજે સમયે નિરર્થક ભાસે છે. દરેક માનવી સમયની સાથે પોતાના જીવનક્રમને સુમેલ સાધતા રહે છે. આપણા વિલા જે જાતની રહેણી-કરણી કે પોષાક રાખતા તેવા જ પોષાક કે રહેણીકરણી રાખવાને આપણે આગ્રહ નથી રાખતા; સમયાનુસાર પચ્છિત ફેરફાર કરી લઇએ છીએ. એકજ જાતના જીવનક્રમથી માનવા કંટાળી જાય છે એટલે હંમેશા નવીનતાને શોધી અપનાવ્યે જાય છે. આપણે ઇચ્છા મુજબ કોઈ પણ પ્રકારની વેષ–ભૂષા ધારણ કરી શકીએ છીએ. અમુક જાતનાં વર્ષો અને અમુક દુકાનેથી જ ખરીદેલાં હાવા જોઇએ એવા કાઇ નિયમ આપણાને બાંધી શકતા નથી. જીવનની સામાન્ય બાબતામાં પચ્છિત ફેરફાર કરવા આપણે સપૂર્ણ સ્વતંત્ર છીએ. દિલ ચાહે તે દેશની રહેણીકરણી અને પાપાક આપણે અપનાવી શકીએ છીએ. માત્ર જેમાં કઇ ફેરફાર– નવીનતા–ઉમેરી ન શકીએ એવી કોઇ વસ્તુ હાય તે આપણા ધાર્મિક રીતરીવાજો છે. ધાર્મિક રીતરીવાજોને નથી સમય-ધર્મ સ્પર્શતા કે નથી એમાં નવીન ઉન્નત-ઉદાર ભાવનાઓ ઉમેરાતી. આપણે ત્યાં ચેમાસામાં પ્રતિવર્ષે મુનિમહારાજને સૂત્રેા વાંચે છે. અનેક જાતની ધાર્મિક ક્રિયા થાય છે. છતાં આપણે જોઇએ છીએ કે એ બધું આપણને સ્પર્ચ્યા વિના જ ચાલ્યુ જાય છે. પચ્ચાસ વર્ષ સુધી સાંભળવા છતાં, ધાર્મિક ક્રિયા કરવા છતાં આપણી વૃત્તિએમાં એ જ કષાયો ભરેલા રહે છે કે જે પચ્ચાસ વર્ષ પૂર્વે હતા. એ જ સંસાર પ્રત્યેની આસક્તિ કાયમ હેાય છે. આપણે કદિ આપણા જીવનને તપાસતા નથી. કારણ જાણુવાની દરકાર પણ કરતા નથી. માત્ર સાંભળવાને ખાતર સાંભળીએ છીએ. અને તે પણ જો પુણ્યનું આકર્ષણું ન હેાત તે સાંભળવા જાત કે નહિ તે શંકાસ્પદ છે. નર્કનો ભય અને સ્વર્ગનું આકર્ષણ રાખવામાં આવ્યું ન હાત તે આપણે ધાર્મિક ક્રિયા કરત કે નહિ એ વિચારવા ચેોગ્ય છે. ઉત્તમ ગ્રંથા સાંભળવા છતાં, અમૂલ્ય શબ્દો શ્રવણુ કરવા છતાં શાથી આપણા હૃદય સોંસરવા નથી ઉતરતા એ શબ્દો અને ગ્રંથા? કોઇ વ્યક્તિ ઘરમાં બેસી કાઈ પર્વતનું વર્ણન કરે કે જેને એણે જોયા નથી. તેવુ એ ગમે તેટલું સુંદર વર્ણન કરે, છતાં સાંભળનારાપર જોતી અસર થતી જ નથી. એના શબ્દો જુસ્સાભર્યાં હોવા છતાં એમાં અનુભવની ઉષ્મા ન હેાવાથી એ શ્રોતાઓનાં હૃદય સુધી પહોંચી શકતા નથી. જ્યારે બીજી વ્યકિત કે તેણે પર્યંતને જોયા છે, ત્યાં વસવાટ કર્યો છે; એ જ્યારે પર્વતનું વર્ણન કરે છે ત્યારે થાડા શન્દેમાં સાંભળનારાને તે વ્યક્તિ પર્વતના આમેહુબ ખ્યાલ આપી શકે છે. તેવી જ રીતે જે સૂત્રો, જે ગ્રંથા એના રચનારાઓએ જે પરમોચ્ચ ભૂમિકા પર બેસીને રચ્યા છે તે ભૂમિકા પર પહેાંચ્યા સિવાય— એ શબ્દોના સ્વયં અનુભવ લીધા સિવાય–એનુ રહસ્ય અન્યના દિલ પર ઉતારવું અશકય છે. અનુભવગમ્ય બે શબ્દો સાંભળનારાને ઘણું ઘણું સમજાવી નાખે છે, જ્યારે છટાભર્યાં શબ્દો સાંભળનારાના હૃદયને ભલે કાન સુધી જ જઇ શકે છે. જેમણે જાતે અનુભવનાં અમી પીધાં છે એવી મહાન વ્યકિતએ જ (અનુસંધાન પૃષ્ટ ૧૪૬ જી)
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy