________________
કિંમત દોઢ આને
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
Regd. No. B. +266.
પ્રબુદ્ધ જૈન
I તંત્રી : મણિલાલ મોર્કમચંદ શાહ,
મુંબઈ: ૩૦ નવેમ્બર ૧૯૪૭ શનીવાર.
લવાજમ રૂપિયા ૨
અંક : ૧૪---
* વધી. પિતાથી જ
લાગ્યું. તેના હે
ચારે તેણે
સન્ત ટ્રાન્સિસ.
જીવન. મને લાગે મેરો યાર ફકીરીમેં. જે સુખ પાવે નામ ભજનમેં,
સે સુખ નાહીં અમીરીમેં.—મન. ભલા બુરા સબકો સુનિ લીજે,
કર ગુજરાન ગરીબીમેં–મન. પ્રેમન ગ રમેં રહનિ હમારી,
- ભલી બનિ આઈ સબુરીમેં–મન. હાથમેં કુંડી, બગલમેં સેટા.
ચારે દિસિ જાગીરીમેં–શન. ઈ. સ. બારમી શતાબ્દિના અંતમાં યુરોપનું વાતાવરણ અતિશય, મલીન અને વિકૃત થઈ ગયું હતું. ઈશુના અનુયાયીએને આખે રાહ લગભગ અવળા માર્ગે હતો, એટલું જ નહિ પણ તેના ઉપદેશના પ્રચારક હોવાને દાવો કરનારા પાદરીઓ અને ધર્માધિકારીઓ અનેક પ્રકારના વ્યસનના ભંગ થઈ પડયા હતા. ધર્મ અને નીતિનાં બંધન શિથિલ થયાં હતાં. આવા વિષમ સમયે કેમ જાણે ધર્મના પુનરૂત્થાન માટે દેહ ધાર્યો ન હોય તેમ ક્રાન્સિસે ઇટલીના એક પરગણામાં જન્મ લીધે.
કાન્સિસના પિતાને કાપડની દુકાન હતી અને તેની આર્થિક સ્થિતિ પ્રમાણમાં સારી હોવાના કારણે એ સમયના વિલાસ માણવાની ફન્સિસને પુરી અનુકૂળતા હતી. તેના મિત્રો સ્વચ્છંદી પ્રકૃતિના હોઈ નાચગાનના જલસામાં જીવનનું સર્વસ્વ સમજતા. જે વૃત્તિઓ અને વસ્તુઓમાં જગતના સામાન્ય માણસે સુખ અને શાન્તિ કલ્પે છે તેમાં સાચું સુખ કે સાચી શાન્તિ નથી એવું ભાન મૂળથી જ ફ્રાન્સિસને હતું. તેની આ સમ્યક્ દષ્ટિના કારણે તેને અને તેના મિત્રોને મેળ જામતો નહિ. વિનાશના માર્ગે ઘસડી જતા વિલાસ ફ્રાન્સિસને ખૂચતે. તેની બધી વિચારણ સાચા સુખ-સત્યની સાધના અર્થે હતી એટલે આત્મોન્નતિને બાધક અને ઘાતક જગતની પામર અને પાંગળી પ્રવૃત્તિઓ વિષે તે ઉદાસીન હતા. આ ઉદાસીનતાનું અંતિમ પરિણામ સમય જતાં તેના ગૃહત્યાગમાં અને દરિદ્રસેવાની દીક્ષામાં આવ્યું.
ફ્રાન્સિસના “ હૃદય’ની કટીને પ્રથમ પ્રસંગ તેના વેપારી જીવનમાં ઉભે થયે. ક્રાન્સિસ દુકાને આવેલા ઘરાક સાથે સદે ઉતારવાની ધમાલમાં હતું. આ સમયે ભિક્ષા માગવા આવેલા યાચકને તરછોડવામાં આવ્યું. સ્વાર્થ આગળ પરમાર્થ વૃત્તિને બેગ અપા. સોદાનું કાર્ય સમાપ્ત થયા પછી ફાન્સિસનું લિ
ડંખવા લાગ્યું. દ્રવ્યના લેભે સાચી કમાણી કરવાની તક તેણે જવા દીધી. પિતાથી જે અયોગ્ય વર્તન થવું ન જોઈએ તે થયું તેના માટે તેને દુઃખ થવા લાગ્યું. તેના હૃદયની અશાન્તિએ તે યાચકને ધી કાઢવાની તેને પ્રેરણા આપી અને જ્યારે તેણે તે ભિખારીને શોધી કાઢી થોડી ઘણી આર્થિક સહાય કરી ત્યારે જ તેને શાંતિ વળી. આંગણે આવેલા યાચકને નિરાશ કરે એ મહાન પાતક છે એમ સમજવા છતાં તેની અવગણના થાય એ ફાસિસને મન ભારે અધર્મ હતો.
ગરીબને છૂટથી દાન આપતાં આપતાં તેના હૃદયમાં એક નવી જ ભાવના જન્મી. અનિવાર્ય જરૂરિયાતના પ્રસંગે ભિક્ષા માગવામાં શરમ કે સંકેચ શા માટે ? આ વિચારણાને આચરણમાં ઉતારવા-તેને અનુરૂપ વૃત્તિ કેળવવા માટે ફ્રાન્સિસે એક ભિખારી પાસેથી ચિંથરેહાલ કપડાં ઉછીનાં લઈ ભિખારીઓના ટાળામાં ભળી સહર્ષ ભિક્ષા સ્વીકારેલી. ગરીબીની ગહનતા નહિ સમજવાના કારણે ગરીબ માણસ પોતાની કંગાળ દશા માટે અફસેસ કરે છે અને દુઃખી બને છે; પણ કાન્સિસે સ્વેચ્છાએ ગરીબીને પિતાના જીવનમાં અપનાવી હતી અને એથી જ એને એનું દુઃખ ન હતું. અજ્ઞાનને લીધે ગરીબને ગરીબી ખૂચે છે. ફ્રાન્સિસની વિવેકષ્ટિ જાગૃત હતી અને તેના લીધે ભિક્ષાવૃત્તિમાં તેણે ગૌરવ માન્યું અને જે દિવસે તેણે ભિક્ષા સ્વીકારી તે દિવસને જીવનને અમૂલ્ય અવસર તે ગણી શકશે.
પણ ફાન્સિસની સેવાવૃત્તિ-પ્રેમ ભાવનાની કટ કરનારે કપરે પ્રસંગ તે પછી ઉભો થશે. એક સમયે કાન્સિસ કામ પ્રસંગે બહારગામ જતા હતા. માર્ગમાં તેને રક્તપિત્તના રોગથી પીડાતે એક માણસ મળે. રક્તપિત્તને રેગ એટલે બધે ભયકર અને ચેપી મનાય છે કે તેનું નામ માત્ર સૂગ ઉત્પન્ન કરવા માટે પૂરતું છે, કાન્સિસને પણ કાંઇક લગભગ એવું જ થયું અને એ દરદીની ઉપેક્ષા કરી તે આગળ ચાલવા લાગે; પણ તેના પગ ખંચકાયા. ફ્રાન્સિસના હૃદયમાં રહેલી સાત્વિક વૃત્તિઓ બળવાન બની. રકતપિત્ત ગમે તે ચેપી અને ભયંકર રોગ હોય પણ રોગીની અવગણના ઈશુમય ક્વન જીવવાની ઇચ્છા સેવનારથી કેમ થાય ? સેવાનું વ્રત લેનાર કસોટીમાં કાપ નિવડે તે તે વ્રતને અર્થ શું? ક્રિયાશૂન્ય વ્રત એ જગતને આંજવાને દંભ છે. કાન્સિસ આવો દંભી ન હતે. ઈશુના ઉપદેશને અક્ષરશઃ
ધ્વનમાં ઉતારવાના તેના મને રથ હતા. તેને પિતાનું કર્તવ્ય સમજાયું, તે પાછો ફર્યો, રેગીને ભેટયે, આશ્વાસન આપ્યું અને થોડું દાન કર્યું. આ બધું ક્ષણિક આવેશનું પરિણામ ન હતું પણ તેના જીવનમર્મ સાથે જોડાયેલું એક તત્વ હતું અને તે સિદ્ધ કર્યા તેણે આવા દર્દીઓની ઇસ્પિતાલની મુલાકાત લીધી અને દરેક દર્દીને આશ્વાસન આપ્યું.