SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૧-૪ પ્રભુપ્ત જૈન ચિતાડગઢ અને કેશરિયાજી. ઘણા સમયથી વીરભૂમી મેવાડમાં આવેલ ચિતેડગઢ, કેશરીયાજી વિગેરે સ્થળે જોવાની અને યાત્રા કરવાની ઇચ્છાથી અા ચાર જણની ભડળી એમ્બે સેન્ટ્રલથી મેલમાં વડાદરા થઇ પોહ ફાટતાં જ રતલામ પહેાંચી ત્યાં તે ચીતેાડની ગાડી તૈયાર જ હતી એટલે રતલામ જોવાની લાલચમાં ન પડતાં બપોરના ચિતડ પહોંચ્યા. સરકારી ધર્મશાળામાં સામાન મુકી ગઢ તરફ ઉપડયા. ચિત્તે ડગઢ, રતલામ ને અજમેરની વચમાં ચિતેડગઢ જંકશન સ્ટેશન છે. ત્યાંથી એક ગાડી મેવાડ રાજ્યની વર્તમાન રાજધાની ઉદેપુર, નાથદ્વારા, કાંકરાલી તરફ્ જાય છે ત્યારે બીજી ગાડી અજમેરરતલામ વચ્ચે દોડે છે. સ્ટેશન પર વેટીંગ રૂમ ને સરકારી ધર્મશાળા પણ છે તે ધર્મશાળાથી થોડે છેટે ગેારા ને સરકારી મહેમાનો માટે એક બંગલો છે. સ્ટેશને ઉતરી ગઢ તરફ જતાં ગામના પાદરે જ ગંભીરા ' નામની નદી આવે છે. તેના ઉપરનો પહેલો પૂલ ઇ. સ. ૧૩૦૦ માં અલાઉદ્દીન ખીલજીએ ચીતેડ પર ચડાઈ કરી ત્યારે બધાયલો. પાછળથી તેનુ અનેકવાર સમારકામ થયેલું. ચાલુ ચાનાસામાં આવેલ પુરના લીધે પૂલ જોખમાવાથી સમારકામ ચાલુ જ હતું. છતાં વાહન વહેવાર ખુલ્લા હતા. ગઢની તળેટીમાં આવેલ ચીતાડ ગામની લગભગ બે હજાર ભાણસની વસ્તી છે. તેના બજારમાં થઇને જ ચીતેાગઢની પહેલી પાળ પાડન પાળ' પાસે આવી પહોચતાં સરકારી કચેરીમાં વગર દામે તેમજ વગર મુશ્કેલીએ પાસ કઢાવી પાળમાં દાખલ થઇ શકાય છે. આપણે પાળમાં દાખલ થઇએ તે પહેલાં આ ગઢને ભૌગોલિક દૃષ્ટિએ સમજી લઇએ. રાજપુતાનાના મુખ્ય ધામ અજમેરની દક્ષિણે ૧૨૦ માઇલ તે ઉદેપુરની પૂર્વે ૭૨ માઇલ પર આ ગઢ આવેલા છે. એની ઉંચાઈ દરીયાઈ સપાટીથી ૧૮૫૦ રીટ છે. તેની લંબાઈ ઉત્તર દક્ષિણ ૪ માઇલ અને પુર્વ પશ્ચિમ પહેળાઇ ૬ માલ લગભગ, છે. ૧૯૩૧ ની વસ્તીગણુત્રી મુજબ ત્યાં ૧૨૮૩ માણસાની વસ્તી છે. એને ઘેરાવો ૭ માધ્ધને છે. જલાશયેાની સંખ્યા ૮૦ લગભગ છે તેમાં ૨૦ જલાશયેામાં કાયમી પાણી રહે છે. ‘પાડન પાળ' ની બહાર એક મેાટા ચબુતરા ઉપર ‘વાઘજી રાવતના પાળીયા છે. સોળમી સદીમાં ગુજરાતને બાદશાહ ખાહાદુરશાહ ચઢી આવ્યો ત્યારે સ્વદેશની રક્ષામાટે શત્રુસૈન્ય સામે વીરતાથી લડતાં લડતાં આજ સ્થળે આ રાવત સરદાર શહીદ થયેલા. પાડનપાળમાં દાખલ થતાંજ પેાલીસ થાણાને પાસ દેખાડી આગળ વધી શકાય છે. આગળ વધતાં ડાબી બાજુ મજબુત દીવાલ તે જમણી બાજુ ડુંગર ઉપરની મજબુત દીવાલની વચમાં સીધી સડ જવુ પડે છે. આ રસ્તા લગભગ ૧૪ ફીટ પહોળા છે. ડાબી બાજુની દીવાલ કરતાં જમણી બાનુની દીવાલ ૩૦ ઝીટ ઉંચી જાય છે. આ દીવાલના સાત દરવાજા વટાવીને જ દેશ ઉપર જઇ શકાય છે. ૧૩૩ પડયુ છે. આ પેાળ તુટી પડવાથી સંવત ૧૯૪૯ માં રાજ્યતરફથી તદ્ન નવે! દરવાજો બંધાવવામાં આવ્યા છે. ભૈરાંપાળથી થોડેક આગળ વધતાં આરસની એ છત્રીઓ આવે છે. પહેલી ચાર સ્થંભની તે ખીજી છ સ્થંભની, પહેલી કલાજીની ને ખીજી બદનૌરના દ્વાર વીવર જયમલજીની. બીજો દરવાજો ભાંપાળના ' નામે ઓળખાય છે. મું. સ. ૧૫૩૭ માં બાદશાહ અકબરે ચઢાઇ કરી ત્યારે માતૃભૂમિની રક્ષાખાતર ખાંડાના ખેલ ખેલતાં આજ સ્થળે બરાંદાસ સાલજી પડેલા. તેથી આ દરવાજાનું નામ ભૈરાંપાળ ’ આ જયમલજી ને કલાજી વિષે એવી કથા છે કે જ્યારે બાદશાહ અકબરે ચીતાડને ઘેરા ધાલ્યા અને શાશાદીયા કુળક લક કાયર ઉદયસિંહ ચિતાડ છોડી પલાયન થઇ ગયા ત્યારે વહાલા વતનની રક્ષા ખાતર સાગર જેવા શત્રુ સૈન્ય સામે વીરતા ભરેલા સામના કરી તે બન્ને દેશખાતર ખપી ગયેલા. ભરાંપાળ પછી ઉત્તરોત્તર હનુમાનપાળ, ગણેશપાળ, જોડાલા પોળ, અને લક્ષ્મણ પાળમાં થઈને રામપાળ નામના છેલ્લા દરવાજા પાસે અમે પહેાંચ્યા, રામપેળમાં પેસતાંજ કેલવાડાના ઠાકાર ‘પત્તા’તુ સ્મારક આવે છે. બાદશાહ અકબરે ચિતાડને ઘેરા ધાલ્યા. બીકણુ ઉદયસિંહ નાસી છુટયા, વાઘસિંહ કલાજી, અને જયમલ જેવા વીરા કામ આવી ગયા, ત્યારે જેના હાથે મીઢળ પણ છુટયાં નહેાતાં તેવા સેાળ વર્ષના બાળ પત્તાને ૮૦૦૦ રજપુત સેના સહિત વિશાળ શત્રુસેના સામે આ પાળ પાસે જ મુકાબલો કરી શત્રુસેનાને હંકાવતા અને અનેક સૈનિકોના સહાર કરતા જોઇને અકબર જેવા બાદશાહે ધીરજ ગુમાવી, અને એક મોમન્ત ગજરાજને ચકચુર અનાવી પત્તાપર છેડયા. આખરે પત્તાછ અને ગજરાજતી વચમાં સંગ્રામ જામ્યો. ગજરાજ ખૂબ ઘવાયો છતાં આખરે માતૃભૂમિની રક્ષા કરતાં પત્તાછ’ સ્વર્ગે સીધાવ્યા. આવા વીરત્ત્વને અંગે તે અલ્બુલક્જલને કહેવુ પડયુ કે “ હિંદુ સ્વદેશની રક્ષા અર્થે અલૌકિક વીરત્વ દર્શાવી શકે છે, તે ચિતાડના ઘેરામાં સિધ્ધ થયું.” જયમલ તથા પત્તાના વીરત્વથી મુગ્ધ થઇ બાદશાહ એકખરે આગ્રાના કીલ્લાના સિંહદ્રારની બન્ને બાજુએ હાથીએ કારાવી તે ઉપર આ વીરાના બાવલાં કરાવી મુકયાં હતાં, જે પાછળથી શાહજહાંને દીલ્લીના સિંદ્ધારે ગળ્યાં હતાં. આ અંગે અકબરના મૃત્યુ પછી ચોવીસ વર્ષ બાદ બનાવેલા રાસમાં કવિ રૂષભદાસ કહે છે. “ જયમલ પત્તાના ગુણુ મન ધરે, કે હાથી પથ્થરના કરે; જયમલ પત્તા બેસાર્યા તાંહિ, ઐસા શૂર નહિ જગમાંય.” રામપાળથી આગળ વધી આખા ગઢ ને તેની અંદરના મહેલા, મંદિર, જલાશા, કીર્તિ સ્થંભા, વિગેરે જોવાલાયક સ્થળા પાછળ એછામાં એછા દબાર કલાક ગાળીએ ત્યારે જ જોઇ શકાય. આ સર્વેમાં ખાસ નોંધ લેવાલાયક નીચેનાં સ્થળે છે, ભામાશાની હવેલી-આલા કાબરા નામના વૈશ્યની હવેલીની બાજુમાં પ્રાતઃસ્મરણીય ભામાશાહનો હવેલી તદૃન ખંડેર હાલતમાં ઉભી છે. શૃંગારચાકી-રાણા કુંભાના ખજાનચી ભંડારી મેલાએ આ ભવ્ય જૈન મંદિર બનાવેલું, ખડેર અવસ્થામાં છે, થાંબલાપર પ્રતિષ્ટાના લેખ છે. * સાત વીસ દેવરીયાં-આ જૈન મંદિર અગીયારમી શતાબ્દિમાં અગરવાલ જૈને બંધાવેલું તેનું સમારકામ ચાલુ છે. જૈન મંદિર-ગૌમુખ કુંડની બાજુમાં નાનકડું મંદિર છે, એક ઉભી સ્મૃતિ અને બે ખેડી મૂર્તિઓ છે. મહાવીર સ્વામીનું મંદિર-જૈન કીર્તિસ્થંભની બાજુમાં ભવ્ય દેવાય છે. પદરમી શતાબ્દિમાં એસવાળ મહાજન ગુણરાજે ણું ઉધ્ધાર કરેલો. હાલ હું અવસ્થામાં પડયું છે.
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy