SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૧-૪૦ 3 પ્રબુદ્ધ જૈન ૧૩૧ એક વાર એક સજ્જને અમુક પ્રસંગે નિર્ણય ન કરી શકવાથી ચિઠ્ઠીઓ નાખી. ચિઠ્ઠીને જવાબ એ જ ઈશ્વરની પ્રેરણા એમ માનવાને એમને રિવાજ હતે. ચિઠ્ઠીને જવાબ મળે. તે નિર્ણય પ્રમાણે ચાલવાની તૈયારી કરી, એટલામાં એક મુર ખીને કાગળ આવ્યું. એમાં આવેલી વિગતે અને સલાહ પ્રમાણે ચિઠ્ઠીથી કરેલ નિર્ણય ફેર પડે ! ! અહીં એમ કહેવામાં આવે કે : “કલાક પહેલાં ચિઠ્ઠીને નિર્ણય બરાબર હતું; હવે વધુ વિગતો ને સલાહ મળી ગઈ છે. એટલે ત્રિકાળદર્શી સર્વજ્ઞ ઇશ્વરે પહેલે નિર્ણય રદ કર્યો છે.” તે તે કહેવું હાસ્યાસ્પદ જ ગણાય. કેટલાક એમ માને છે કે ઢબુ એમ ને એમ ઉછાળીએ તે ભૌતિકશાસ્ત્રના નિયમ પ્રમાણે એ ગુલાંટ ખાઈને અચૂક શાસ્ત્રસિદ્ધ રીતે જ ઉધે કે ચત્તે જમીન પર પડવાને. ઉછાળવામાં આવેલી મૂળ પ્રેરણા, હવાને વેગ વગેરે એકસ કારણોને પરિણામે અમુક જ બાજુ ઉપર પડવાની. અનિશ્ચિતપણું મુખ્યત્વે ટબુ ઉછાળતી વખતે વપરાયેલી શકિતનું માપ અને દિશા એમાં જ રહે છે. પણ જ્યારે વિશેષ સંકલ્પપૂર્ણ શરણાગત થઈને માણસ ઢબુ ઉછાળે છે ત્યારે કંઇક દૈવી શકિત વચમાં પડીને આંગળીને વિશેષ પ્રેરણા આપે છે. ભોળા લોકેને પિતાની વાત માનવી જ છે. એટલે બુધ્ધિ પર અત્યાચાર કરી આવી દલીલો કરવાનું સુઝે છે. બે ભાઈઓને અમુક ગામ જવું છે. બન્ને સાથે જાય તે જ બને એમ છે. બેમાંથી એક જણ જાય એ કામનું નથી. એવે પ્રસંગે બન્ને જણ એકબીજાને કહ્યા વગર સ્વતંત્ર રીતે પિતાની ઓરડીમાં જાય છે અને ઈશ્વરને શરણું જઈ ચિઠ્ઠી નાખે છે અને પૂછે છે કે જવું કે ન જવું? એકને જવાબ મળે છે કે જવું અને બીજાને મળે છે કે ન જવું. હવે પેલી દૈવી કે રાક્ષસી ગૂઢ શકિત ક્યાં ગઈ? ભોળા લોકે જવાબ આપશે કે “ઈશ્વરે ઈરાદાપૂર્વક તેમને મૂંઝવણમાં નાખ્યા હતા; ઈશ્વર ઈચ્છતા હતા કે બંને ભેગા થઈને એક જ ચિઠ્ઠી નાખે ને પિતાને નિર્ણય મેળવે” “થિત સંન્નિના' એટલે ગમે તે વસ્તુને દલીલના ટાંટિયા ઉપર ઉભી કરી શકાય. પણ આવી દલીલે બુદ્ધિ અને આસ્તિકતાનું દેવાળું સૂચવે છે. પિતાના હૃદય પર વિશ્વાસ ન રાખીને ઈશ્વર ઉપર વિશ્વાસ ન જ કેળવી શકાય. મુહૂર્ત વિચાર કરી અને સમય ન હોય તે પળવાર બુધ્ધિ અને હૃદય ગયુક્ત કરી નિશ્ચય મેળવવો અને તે પ્રમાણે સુરવટુ કુવા આચરણ કરવું, અને જાણવું કે - સાચું ફળ બાહ્ય વસ્તુમાં નથી, પણ હૃદયના વિકાસમાં અને - બુધ્ધિના વાપરમાં છે; એમાં જ મનુષ્યજીવનનું સાર્થક છે. ચિઠ્ઠી નાખવાને ઉપયોગ નથી જ એમ નથી. જ્યાં બને પક્ષ અથવા કટિ સરખાં જ મહત્વ વિનાનાં હોય, અને કંઈક નિર્ણય તે આપવાનો જ હોય, અને કોઈ એક પક્ષને સુકા બીજો સ્વીકારે નહિ, ત્યારે ચિઠ્ઠી નખાય. દાખલા તરીકે રમતમાં યે પણ પહેલી શરૂઆત કરે એ નક્કી કરવા માટે ચિઠ્ઠી નખાય કે ઢબુ ઉછાળાય, એટલે પક્ષપાતને વહેમ ન આવે અને રમત શરૂ થાય. બે સરખી ચોપડીમાં એકનું પૂરું લાલ છે અને બીઝનું લીલું છે. બે છોકરા એમાં પસંદગી કરી શકતા નથી અને કાંઈ પણ નિર્ણય પર આવવા માગતા નથી. એવે વખતે કોઈ પણ માણસ આંખ મીંચીને બે પડીએ હાથમાં લે, અને છોકરાઓને આંખ મીચીને પોતાની પાસે ચોપડીઓ લઈ આવવાનું કહે અને એ રીતે પડીઓ વહેંચાય એ મજાનું છે. રંગ સાથે ચેપડીને લેવા દેવા કશી નથી અને કરાઓને ઝઘડે પ. પણ જ્યાં નિર્ણયને જરા પણ મહત્વ છે ત્યાં બુદ્ધિ અને હૃદય વાપરવાં અને જેને અધિકાર હોય તેણે જ જવાબદારીપૂર્વક નિર્ણય કર એમાં મનુષ્ય જીવનની મહત્તા, અને બુધ્ધિદાયક અંતર્યામી પ્રત્યેની નિષ્ઠા રહેલી છે. કાકા કાલેલકર કેટલાક સમાચાર અને નોંધ. ગાંધી જયંતી અને ખાદી વેચાણ, અખિલ ભારત ચરખા સંઘની મુંબઈ શાખા તરફથી બહાર પડેલા નિવેદન મુજબ ગાંધી જયન્તી દરમિયાન મુંબઈમાં ખાદી હુંડીનું વેચાણ રૂ. ૧૧૫૦૦૦ નું અને રોકડેથી ખાદીનું વેચાણ રૂ. ૬૮૫૫૪-૮-૬ નું એટલે કુલ વેચાણ રૂા. ૧૮૩૫૫૪-૮-૬ નું થયું છે. ગયે જ વર્ષે આ પ્રસંગે ખાદી હુંડીનું રૂા. ૮૦૦૦૦ નું અને રોકડેથી ખાદીનું રૂ. ૫૮૦૪૪-૮-૬ નું એટલે કે કુલ વેચાણ રૂા. ૧૩૪૦૪૪-૮-૬ નું થયું હતું. આ રીતે આ વર્ષે ખાદી હુંડી તેમજ ખાદીનું વેચાણ બહુ સારા પ્રમાણમાં વધ્યું છે એ ખરેખર સતેષજનક અને પ્રોત્સાહક છે. સંઘદ્વારા ખાદી હુંડી વેચાણ:-શ્રી મુંબઈ જૈન યુવક સાથે ગાંધી જયતી દરમિયાન ખાદી હુંડી વેચવાનું કાર્ય માથે લીધેલું તેના પરિણામે કુલ રૂ. ૩૦૦) ની ખાદી હુંડીનું વેચાણ થયું હતું. જુદા જુદા સભ્યએ કરેલા વેચાણની વિગત નીચે મુજબ છે. '૬૦૦ સૌ. જસુમતી મનુભાઈ કાપડીઆ ૪૨૫ શ્રી. વ્રજલાલ ધરમચંદ મેઘાણી ૪૧૦ શ્રી. મણિલાલ મેકમચંદ શાહ ૩૮૭ શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીઆ ૩૨૫ સૌ વેણીહેન વિનયચંદ કાપડીઆ ૨૨૫ શ્રી. ચંદુલાલ વર્ધમાન ૧૮૫ શ્રી તારાચંદ લક્ષ્મીચંદ કટારી ૧૬૩ શ્રી. રતિલાલ ચીમનલાલ કોઠારી ૧૦૫ સૌ. વિજયા પરમાનંદ કાપડીઆ ૭૫ શ્રી. રમણલાલ ચંદુલાલ ૨૫ સૌ. મણિબહેન અમીચંદ શાહ ૨૫ શ્રી. વલ્લભદાસ ફુલચંદ મહેતા ૨૫ શ્રી. નાનચંદ શામજી ૨૫ શ્રી. હુકમચંદ શાહ ગયે વર્ષે સંઘના સભ્યો તરફથી રૂ. ૨૦૦૦ લગભગની ખાદી હુંડી વેચવામાં આવી હતી તેના પ્રમાણમાં આ વર્ષનું વેચાણ વધારે સંતોષજનક છે. મફત ઔષધાલયનું ઉદ્દઘાટન :-- તા. ૨૪-૧૦-૬૦ ના રોજ ગોધાવી મુકામે સ્વ. ત્રીભવનદાસ છગનલાલના પુણ્યસ્મરણમાં તેમના પુત્ર શ્રી. દલસુખભાઈ ત્રીભવનદાસે ઉપસ્થિત કરેલ મફત ઔષધાલયનું ઉદ્દઘાટન મુંબઈની શેરબજારના જાણીતા દલાલ શ્રી. ગીરધરલાલ જેસંગભાઈ ઝવેરીને ના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ તેમ જ મુંબઈથી સારી સંખ્યામાં આવેલા મહેમાનોએ હાજરી આપી હતી. આવા પરોપકારી કાર્ય માટે શ્રી દલસુખભાઈને ધન્યવાદ ઘટે છે. શ્રી. છોટાલાલ ત્રીકમદાસ પારેખ–પ્રમુખસ્થાને ડીસેંબર માસમાં નિગાળા ખાતે ભરાનાર જન ગ્લૅ. મુ. કોન્ફરન્સના અધિવેશનના પ્રમુખસ્થાને અમદાવાદવાળા શ્રી. છોટાલાલ ત્રીકમદાસ પારેખ નિયુકત થયા છે. તે માટે તેમને અભિનન્દન ઘટે છે. શ્રી. છેટલાલભાઈ મૂળ વિરમગામના અને વિરમગામમાં જ તેમણે શરૂઆતનાં કેટલાંક વર્ષો વકીલાત કરેલી, પણ હલ કેટલાક સમયથી તેઓ અમદાવાદમાં વકીલાત કરે છે. વીરમગામની (અનુસંધાન ૧૩૫)
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy