________________
તા. ૩૧-૧૦-૪૦
પ્રબુધ્ધ જૈન
વર્ષની આખરે.
સમય ચક્રમાં આજ સુધી અનેક વર્ષો જુના થઇને યાદીમાંથી ભૂંસાયાં છે. અનેક વર્ષોને નવા કલ્પી, વરસ આખરે જુના જાણી આપણે વિસર્યાં છીએ. સેંકડા વર્ષોં થયાં પ્રજાએ અરસપસ આશીર્વચન ઉચ્ચારી, મુબારકબાદી આપી, આબાદી અને ઉન્નતિ ઇચ્છી છે, છતાં દર વષૅની આખરે હતા તેવાને તેવા અકે તેથીએ હીન દશામાં દેખાયા છીએ ! ત્યારે શું આશીર્વચના ખાટાં સમજવાં કે આપનારા ખોટા ? લક્ષ્મીપૂજા અને શારદાપૂજા સેકડા વર્ષો થયાં કરાય છે, છતાં લક્ષ્મીજીનાં રૂસણુાં કેમ અટકતાં નથી ? શા માટે આશીર્વાદ પામેલા હજારો માનવીએ નાદારીની કામાં અને દીવાળીઆના લીસ્ટમાં દેખાય છે ! શા માટે દેશભરમાં ગરીબી હૃદયદ્રાવક થઇ પડી છે? શા માટે પ્રજાના માટે ભાગ રોટલાના સાંસા ભોગવી રહ્યો છે ? શારદાપૂજા કરવા છતાં પ્રજામાં રૃò વ્યવહાર, અસત્ય વાતા અને જૂઠાણામય જીવનદશા ક્રમ ચાલી રહી છે?
અસંખ્ય દીવાઓની રાશનીએ આંખને આંજી નાંખવા ઉપરાંત બીજી કરાશની આપણા સમાજ વનમાં, રાષ્ટ્ર ધ્વનમાં, ધાર્મિક જીવનમાં અરે ! માનવ જીવનમાં આણી ? આપણા દિલની આંધી કેટલી દૂર થઇ? કહેર અવાજ કરતા ફટાકડાએ પૈસા ખાવરાવી, કાનના પડદા ફેાડવા ઉપરાંત રાષ્ટ્રની, સમાજની કે ધર્મની સાચી દિશામાં આપણને કદિ પ્રેર્યાં ખરા ? જેવા આપણા હૃદયવિહાણા ભાવ, ભાવવિહાણા પર્વો તેવાજ આશીર્વાદ અને કુળ ?
નૂતન વર્ષે આપણા જીવનમાં કેટલી નૂતનતા આવી ? કેટલી નૂતન ભાવના જીવનમાં સંગઠિત થઇ ? - કેટલી નૂતન કાર્ય દિશા રાષ્ટ્રિય પ્રાણમાં દાખલ કરી તેનું સરવૈયું કેટલાએ કાઢયુ ? કેટલાએ વર્ષની આખરે નૂતનતા લાવવા નિશ્ચયો કર્યો ? જે દિવસે કંઇ પણ નૂતનતા (નવીન સર્જન) ન આવે તે દિવસને નૂતન દિવસ કૅમ કહેવા ? જે દિવસે આત્માના અંધારા વભાઇ ન જાય અને તેજના અંબાર ન પ્રકટે તે દિવસને દીપાવલીના દિવસ કેમ કહેવો ? જે દિવસે સમાજના, રાષ્ટ્રના દિ' ત વળે દિપલા ન થાય) તેને દિવાળી એટલે દિ વાળવાંવાળી કેમ કહેવી ? જે દિવસે બધુ પ્રકાશિત થઈ સ્પષ્ટ થઇ જવું જોઇએ, જે દિવસે વર્ષ આખાના વેપારના, કાર્યના સરવૈયા કાઢી નાટાના આંકડા મંડાઇ–ભવિષ્યમાં તેાટાથી બચવાના ભાગનું શોધન થયું જોઇએ, તેને બદલે બધું ભીને ભીનું સંકેલાયા કરે અને દિવાળા જ દેવાયા કરે તેને પાવનકારી, જ્યોતિકારી દીપાવલી કેમ કહીએ ? સમયના વહેનની દરેકેદરેક પળ શું નૂતન નથી ? છતાં અમુક પળને જ નૂતન કહીએ છઇએ તેનુ કારણ જીવનની નૂતનતા ઉપરથી જ ! જો આ નૂતનતા ન આવે તે જુનાં અને નવાં, અંધારા અને પ્રકાશ, દિવાળાં અને દિવાળીમાં શા ભેદ ? ભારત કહેજે ! બસે વર્ષમાં તે આ ભેદ દિ પ્રમાણ્યો છે ? ભારતના વ્યાપારી ! તે સાચી લક્ષ્મી અને શારદા પૂજા કરી છે ?
સમાજ ! આજ સુધી તે ભૂલ્યે. હવે ચેકખા આંકડા માંડ ! અને જ્યાં ભૂલ હેાય ત્યાં સુધારવાના મનસુબા કર !
તારા ગૃહજીવનમાં, સાંસારિક વનમાં, નરનારીના વનમાં, જ્યાં જ્યાં અંધારૂં છે તે કાઢવા સાચા પ્રકાશ સમાજમાં લાવ એટલે સમાજની સાચી દીવાળી થશે. વ્યાપારી ! તારી લક્ષ્મી અને શારદાની પૂજા હવે વગર સમજ્યે ન કર ! આજ સુધીમાં તે ભારતનું સાચું દ્રવ્ય કેટલું વધાર્યું કે ઘટાડયું તેને હિસાબ કરી ! ભારતની તંગીમાં તારા કેટલેા હાથ છે તે વિચાર અને સાચી સમજના દિવા આત્માંમાં પ્રગટાવી ભાર
૧૨૭
તમાં સાચી સમૃધ્ધિના ચળકાટ ભર્ એટલે તારી દિવાળી સફળ થઇ જાણું ! અધિકારીએ અને ધનિકા ! જરા ઉંડા ઉત રીને જોજો કે દેશનુ સાચુ દ્રવ્ય “ માનવજીવન ” ઘડવામાં કે ફોડવામાં તમે કેટલા કારણભૂત છે? કેટલાં જીવનધન તમારે હાથે નીચેાવાઇ રહેલાં છે? કેટલાની લોહીની લક્ષ્મી આજે તમે અભડાવી છે અને કેટલાનું જીવનધન તમારા હાથે, તમારા કારણે તવાઇ રહેલું છે અને કેટલા વિકાસ અટકયા છે તે સૌ તપાસી તમારા આત્માને પ્રકાશિત થવા દો એટલે તમારી લક્ષ્મી અને શારદાની પૂજા સાચી ક્ળશે !
ભારત સમસ્તનું સરવૈયું ભયંકર ખેટ અને દીવાળું જ દેખાડે છે. ભારતનુ ધન, ધાન્ય, જાનમાલ, પશુ અને પક્ષી રૂપી ધન અને નૈતિક પરમ ધન આજે કેટલું નાશ પામ્યું છે તે ભારતવાસીઓના જીવન ઉપરથી સ્પષ્ટ દેખાય છે. આપણી નીતિ અને સાચાનો ધ્વંસ કર્યાં હવે અજાણ્યા છે ! ભારતનાં અને પુજન ખાટાં હતાં. હવે ભારત સાચી લક્ષ્મીની અને શારદાની પૂજા કરે એટલે કુદરતનાં તેને આશીર્વચન છે.
ભારત ! હવે સાચી દિવાળી અને સાચુ નૂતન વર્ષ ઉજવ એટલે ભારતીય સ્વરાજ હારૂ પેાતાનું છે. બાકી આશીર્વાદ લેનારની જ્યાં સુધી ખાટા હશે ત્યાં સુધી આશિષ શી ? અને તેનાં મૂળ શાં ? કારણુ કે “ અમે આશિષ શુ ઈએ, ક્ળે છે કર્મ જ્યાં તારો ? ” જ્યાં હારા પોતાનાં જ કર્મ ફળવાનાં છે ત્યાં અમે શું આશીર્વાદ આપીએ ! તને તારાં પેાતાનાં જ આશિષ હા ! વૃજલાલ ધ. મેઘાણી. સ’ઘનું સાજનિક પુસ્તકાલય તથા વાંચનાલય. શ્રી મુંબઇ જૈન યુવક સંઘના પુસ્તકાલયને આજ સુધીમાં નીચે પ્રમાણે પુસ્તકે ભેટ મળ્યાં છે,
૧૩૩૬ તા. ૩૦-૬-૪૦ ના ‘પ્રમુધ્ધ જૈન’માં પ્રગટ થયેલા લીસ્ટ મુજબ ૧ શ્રી. વેલચ'દ ઉમેદચંદ વકીલ તરથી
1
હરિલાલ દ્વારકાદાસ સંઘવી
૫૭
પ્રવીણચદ્ર હેમચંદ
૫
ચંદુલાલ ટી. શાહ
૩૨
કેશવલાલ નગીનદાસ
પ
૧૫
ર
૨૬
૩૦
૩
e
રે
1
૩
૧૨
૩
૨૫
.
,,
,,
,,
93
''
-
J
23
''
..
دو
31
دو
,,
પદમશી ઘેલાભાઇ
અમીચંદ ખેમચંદ શાહ
રમણુલાલ ચંદુલાલ શાહ
ચીમનલાલ પી. શાહ
દુર્લભજી ઉમેદચંદ પરીખ
શાંતિલાલ એમ. ઝવેરી
પંડિત બેચરદાસ જ્વરાજ દોશી
ગીરધરભાઈ સિંગભાઇ
રતની વીરચંદ લાલન
સુરત સાહિત્ય કુંડ
દીપચંદ કેસરીદ
હીરાલાલ સ્વરૂપચંદ નાનાવટી શાંતિલાલ ખી. ઝવેરી
"
..
.
..
33
33
33
'
,
..
૧૬૩૫ કુલ ભેટ પુસ્ત
ઉપર મુજબ પુસ્તક આપનારાઓના આભાર માનવામાં આવે છે. વાંચનાલયનો ચાલુ લાભ સરેરાશ ૪૫થી ૫૦ માણસા લે છે અને તે સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે.
અમીચંદ ખેમચંદ શાહુ મંત્રી, પુસ્તકાલય વાંચનાલય.