________________
પ્રબુધ્ધ જૈન
૧૨૬
શરૂઆત
વ્યવહાર તપાસીએ તા જણાશે કે યુધ્ધનુ સાચું મૂળ તે આપણા ધરમાં છે. તેની શરૂઆત વ્યક્તિના વ્યવહારથી થાય છે. એક વ્યકિત બીજી વ્યક્તિને છેતરીને જીવી શકે છે, બીજાની કાંધ ઉપર મેસીને તાગડધીન્ના કરી શકે છે અથવા બીજાના શાષણ ઉપર પોતાના ઐશ્વર્યના મિનારા બાંધી શકે છે એમ જ્યાં શિખવવામાં આવે છે ત્યાં યુધ્ધના ખીજની થાય છે. પોતાને માટે એક કાયદો અને ખીજાને માટે બીજે કાયદો એ ધેારણે જ્યાં આચરણ થાય છે, ત્યાં યુદ્ધના ખીજ રોપાય છે. હશિયારી કે ચાલાકીના અર્થ અન્યના ભાગે પાતાનુ હિત સાધવાની કુશળતા એમ જ્યાં થાય છે, ત્યાં યુધ્ધના બીજ રાષાય છે. વ્યકિત વ્યકિત વચ્ચેના વ્યવહારમાં રાજના જીવનમાં જે હિંસા કે અન્યાય થાય છે, તે પ્રચંડ સ્વરૂપે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના વ્યવહારમાં પ્રગટ થાય છે; ત્યારે આપણે તેને યુદ્ધના મહાસંહાર રૂપે ભાળીએ છીએ અને આ સંહારને પ્રેમની શિતળ અમીવૃષ્ટિ દ્વારા નિહ પણ આપણી સૌની અંદર રહેલા હિંસા અને દ્વેષના તણખાને મિટાવ્યા વગર તેને ખુઝવવા દોડીએ છીએ; પણ તે મુઝવાને બદલે વધુ પ્રજ્વલિત થાય છે. કેમકે સળગતા ભડકાની પાસે આપણે હૈયામાં સ્પીરીટને ગ્રુપ લઇને જઇએ છીએ.
આમ જ્યાં સુધી યુદ્ધના મુળને એલવવાનું આપણને નહિ શિખવવામાં આવે, વ્યકિત વ્યકિત વચ્ચેના વ્યવહારનુ ધેારણ બદલવાનું નહિ શિખવવામાં આવે ત્યાં સુધી યુધ્ધને અંત કદી આવવાનો નથી. કેમકે યુધ્ધના રોગના જંતુઓ આપણા ઘરમાં પડયા હોય છે. એટલે વખતેાવખત સંહારના પ્લેગ તેમાંથી ફાટી નીકળે છે. એક વ્યક્તિ તરફથી ખીજી વ્યક્તિને થતા નાનકડા અન્યાય એ યુદ્ધનુ બીજ રાખે છે. આ અન્યાયની પરંપરામાં જીવનારા માણુસાએ એવી સમાજરચના ઉભી કરી છે કે જેમાં યુધ્ધ અનિવાર્ય બને, એટલે નવી સમાજરચના કરવી હશે કે જેમાં યુદ્ધ ન હોય, હિંસા ન હાય તે માનવ માનવ પ્રત્યેના વ્યવહારનુ આખુંધારણ બહુલવુ પડશે.
આ કાંઈ માટી પીલ્સરી કે નીતિની દુષ્કર વાત નથી; પણ એકને એક એ જેવી વ્યવહારૂ વાત છે; જેને પરમાર્થ કહેવામાં આવે છે તેમાં ઉચ્ચતમ સ્વાર્થ સધાય છે; જે સ્વાર્થ અન્યનું અહિત કરતાં શિખવે તેમાં આખરે સ્વાર્થ નથી સરતા, પણ સ્વનાશની પ્રાપ્તિ થાય છે. આ બાબત માત્ર સંતવાણી નથી પણ નકર અને વ્યવહારૂ સત્ય છે. લેકા જ્યારે જ્યારે સંસ્કૃતિની હલકી પાયરી ઉપર હાય છે ત્યારે ત્યારે સુકૃત્ય કરવા માટે તેમના મનને પારસ ચડાવવા પડે છે, ખીને મહ્દ કરવામાં તે બહા પારમાર્થિક અને લોકહિતકારી કામ કરી રહ્યા છે એવી શાબ્દિક મેટા! તેમને આપવી પડે છે. પણ ખરી હકીકત એ છે કે ખીજાને મદદ કરવામાં માણસ પેાતાનેજ મદદ કરે છે; પાત્તેજ કાયદો મેળવે છે. ઉંચામાં ઉંચી થ્રીપ્સુરી, નીતિશાસ્ત્ર અને ઉચ્ચત્તમ વ્યવહાર બધા એ જ વસ્તુ શિખવે છે.
આજ સુધી જેને આદર્શની વાત ગણવામાં આવતી હતી તે હવે વ્યવહારસિદ્ધ થઇ ચુકી છે કે જે સરકાર કેળવણી પાછળ પૂરતે ખર્ચ નથી કરતી તેને પોલીસ અને જેલાના ખર્ચ વધે છે. જે મ્યુનીસીપાલીટી શહેરીઓની સુખ સગવડ અને સફાઈ પાછળ ખર્ચ કરવામાં કંજુસાઇ કરે છે તેને હાસ્પીટલા પાછળ વધુ નાણાં ખર્ચવા પડે છે. જર્મની અને બ્રિટનની આજે જે પ્રચંડ શક્તિએ પરસ્પર સહારમાં રાકાયેલી છે, એ શક્તિ સહકારથી ઇચ્છે તે આખા જગતમાં નંદનવન
તા. ૩૧-૧૦
ઉભું કરી શકે. યુદ્ધમાં એક પક્ષ વિજેતા થઇને પણ જે સુખ સગવડ પોતાની પ્રજાને ન આપી શકે તે સુખ સગવડા બન્ને પ્રજાના સહકારથી ઉભી થઇ શકે, સંહારમાં વપરાતી શક્તિઓને જો રચનાત્મક કાર્યમાં ઉપયોગ થાય તે આખા જગતની શકલ બદલી જાય. અર્થશાસ્ત્રીઓ કહે છે કે યુદ્ધમાં ખર્ચાતા દ્રવ્ય અને શકિતને જો બીજે માર્ગે વાળવામાં આવે તે દુનિયાના એકે એક માણસને ઉધાનવાળુ ધર મળી શકે, પણ આ નવરચના કરવાને ઉદ્યકત થાય એવું માનસ કયાં ? ખુદમાં જે ગુણ ન હેાય તે હેાજમાં કયાંથી આવે ? વ્યકિત વ્યકિત વચ્ચેના વ્યવહારનુ ધારણ બદલવામાં આવે તેજ યુધ્ધના આખરી વિનાશ થાય. આ નવીન માનસ કેળવવાનું સારામાં સારૂં ક્ષેત્ર ધર સિવાય બીજું કયું હાઇ શકે ? યુદ્ધના આરંભ જેમ ઘરમાંથી શાય છે, તેમ તેને અંત પણ ઘરમાંથી થ શકશે.
જગન્નાથ દેસાઇ.
હિંદનેા હૈયાઠારણ.
એ...ભારતના એ જોગી ઝુઝે સાગર કાંઠે, સામ્બર પાળે એ....
જીવન નૈયા ઝુલાવતા (૨) એ...આલમને એ અવધૂત યોગી ભારત કા ભેખ સાધી
માત કાજે મૃત્યુ માગી એ... માનવ હૈયા ડેલાવતા (૨)
એ...બજાવી એણે બંસરી
ભારતીનાં Ε ભરી
હિંદુ મૈયાનું હાર્દ પૂરી એ... કલિયુગના કૃષ્ણએ (૨)
એ....એક એના દિવ્ય મેલે, એક એના સ્વર્ગીય સ્તરે.
હીદીએ ભર ઉંધ ત્યાગી, આત્મસભર્પણુનાં યોગ સાધી, એ...આઝાદી યનું ખપી ગયા, જેલના મહેલ માણી ગયા. એ...દયા ક્ષમાનો અવતાર ગાંધી, સત્ય અહિંસાના સરદાર ગાંધી. ત્યકતાના તારણહાર ગાંધી, પતિતાને પાવનકાર ગાંધી, એ....અદ્ભૂત અનાથેનાં નાથ, એ દીન દલિતાનાં પ્રાણ એ. એ . . પૂતળીબાઇ દિપક, કબા ગાંધી કુલ દિ, • હિંદને હૈયા ઠારણ ' ગાંધી, પાંત્રીસ કોટિના તારણુ ગાંધી. એ...આ યુગને અવતારી, એ વિશ્વને વિશ્વવધ એ. એ...ગુજરાતનું એ ગૌરવ ગાંધી, સૌરાષ્ટ્રના શિરતાજ ગાંધી,
ચેતનને ચિનગારી ગાંધી, ભારતનુ એ ભાગ્ય ગાંધી, એ... સુદામાપુરીને સંત એ, ભનુકુલના મહંત એ. એ...જોગીડા હારા ભેખ ભવ્ય, યોગીડ: ત્હારા આદર્શ દિવ્ય.
યુગ યુગ જીવી યુગ અજવાળી, વિશ્વબંધુત્વનાં અમૃત પાઇ, એ... હા સદા જીવત તુ, બધુ ' દિલે મૂર્તિમંત તુ,
એ....એજ અમારી ઝંખના !
એ...એજ અમારી વદના !
'મતી મેઘાણી,