________________
તા. ૩૧-૧૦-૪૦
છે. આપણે ભારતવાસીઓ પ્રાચીન કાળમાં ચીન તરફ ગયા, યવન દેશ ગ્રીસ તરફ ગયા, જાવા અને ખાલી તરફ ગયા. આપણે ‘સર્વે સન્તુ નિરામયઃ ।' વાળી સંસ્કૃતિના વિસ્તાર કર્યાં, પણ આપણે તે તે ઠેકાણે આપણાં સામ્રાજ્ય સ્થાપવાની દુર્ભુદ્ધિ ન સેવી. ખીજાઓના પ્રમાણમાં આપણા હાથ સાફ છે એટલે વરૂણને આદેશ થયો છેઅણુવ આપણુને આમંત્રે છે અને કહે છે “ ખીજાએ વિજયપતાકા લને ચાલ્યા; તમે અહિંસાધર્મની અભયપતાકા લને ઉપડા અને જ્યાં જાગ્મે ત્યાં સેવાની સુવાસ ફેલાવો. શોષણ માટે નહિ, પણ પછાતાના પોષણ માટે અને શિક્ષણ માટે ચાલે. આફ્રિકાના શાલીગ્રામ વર્ષોંના તમારા ભાંડુ તમને ખેલાવે છે. પૂર્વ તરફના સુવર્ણ વર્ણના તમારા ભાંડુ તમારી રાહ જુએ છે. એ બધાની સેવાએ ઉપડા અને બધાને કહેા કે અહિંસા · એ જ પરમ ધર્મ છે. ઉચ્ચનીચ ભાવ, અભિમાન, અહંકાર, આવી હીન વૃત્તિને આ ધર્મમાં સ્થાન ન હેાય. બાગ અને ઐશ્વર્ય એ બન્ને જીવનના કાટ છે, સંયમ અને સેવા, ત્યાગ અને બલિદાન, એજ જીવનની કૃતાર્થતા છે. એ ધર્મ જેએ સમજ્યા હાય, તે બધા ઉપડે! પૂર્વ સાગર અને પશ્ચિમ સાગર વચ્ચે હજાર હજાર માઇલને કિનારો તૈયાર કરી હિંદુસ્તાનને હિંદી મહાસાગરમાં જે સ્થાન અપાયું છે તે સમુદ્રવિમુખ થવાને માટે નથી. એ તે અહિંસાના વિશ્વધર્મ પરિચય આખા વિશ્વને કરાવવા માટે છે.”
યુરોપના મહાયુને અંતે દુનિયાનુ રૂપ જેમ ફરવાનુ હશે તેમ કરશે, પણ અસંખ્ય ભારતી અર્ણવતું આમંત્રણ સાંભળી વણ્ પાસેથી દીક્ષા લઇ દેશદેશાંતરમાં ફેલાશે એ વિષે શંકા નથી. હું સાગરના પૃષ્ટ ઉપર એમનાં વહાણા ડાલતાં જોઉ છુ. એમની અભયપતાકાએ આકાશમાં પ્રતી જોઉ છું અને મારૂં હૈયુ ઉછળે છે. અર્યુંવનું આમંત્રણ હું જાતે સ્વીકારી ન શકું તાયે યુવાન હૈયાગ્યા સુધી એને પહોંચાડી શકું' છું એ જ ધન્યતા છે. વરૂણરાજાને નમન હજો ! ! ! કાકા કાલેલકર
સમાસ
યુદ્ધના આરંભ ઘરમાંથી.
ઘણી વાર માણસને જ્યારે રેગ આવે છે, જ્યારે તેના અનેક કારણોની શોધમાં આપણે પડીએ છીએ; અને રાતેાના ઉજાગરા, અતિશ્રમ, અનિયમિત કે અપથ્ય એવા ખારાક, અદ્રહજની વગેરે કારણામાંથી કોઇને કોઇ કારણો મળી આવે છે. આમ તપાસ કરતાં મોટામાં મોટા રેગની શરૂઆત આપણતે ઘણી નાની અને નવી માલુમ પડે છે; પણ રાગ થયા પછી એ નાની અને નવી લાગતી શરૂઆત પ્રત્યેની આપણી મેદરકારી આપણને સાલે છે. આવડી નાની ભૂલ અને તેનુ જ આવડુ પરિણામ ? એવુ દુખદ આશ્ચર્ય દુનિયામાં આવા પ્રસંગોએ કાને નથી થતુ ં ? કરાંચી અને સક્કર આગળ માઇલ દોઢ માલથી વધુ વિશાળ પટવાળી મદમસ્ત સિંધુનુ જો મુળ જોઈએ તે હિમાલયનું જ કાઇ નાનકડું ઝરણુંજ માલુમ પડશે. એ ઝરણુજ જોનાર જો સાકર આગળની સિંધુ જુએ તે તેને હિમાલયમાંથી નીળકતા ઝરણાનુજ આ વિરાટ સ્વરૂપ હશે એમ ભાગ્યેજ ખ્યાલ આવે, છતાં વાસ્તવિક કિકત ખાટી પુરતી નથી.
આજ દ્રષ્ટિએ યુરેપમાં અત્યારે ચાલતી ભીષણ યાદવાસ્થળીના મૂળની તપાસ કરીએ. તે। ? કઇ કહે છે કે વર્સેલ્સના કરારનું આ પરિણામ આવ્યું, કૈા કહેશે પ્રાસંધની નિર્ધા
બુદ્ધ જૈન
૧૨૫
નીતિનું આ પરિણામ છે. તે કોઇને આ માટે બ્રિટન અને બીજા દેશની શાહીવાદી નીતિ જવાબદાર લાગશે. કોઇ વાદપારંગત રસિયા આ યુધ્ધના કારણેાની તપાસમાં નાઝીવાદ, ફેસીસ્ટવાદ અને સમાજવાદના આખા ઇતિહાસમાં આપણને લઇ જવા પ્રયત્ન કરશે. આમ અનેકવિધ કારણાની હારમાળા આપણી સમક્ષ રજુ થશે; પરંતુ વાસ્તવમાં વિચારીએ તે આ બધાં કહેવાતાં કારણા એ યુધ્ધરૂપી મહારોગના કારણે। નથી. પણ ચિહ્નો છે એમ કહી શકાય. અલ્પ જીવનની ટુકી દૃષ્ટિથી આ પ્રશ્નને ન જોતાં સળંગ માનવજીવનના લાંબા અનુભવાની દૃષ્ટિએ જોઇએ તે આપણને લાગે છે કે યુદ્ધના રોગ એ માનવ જાતને જુના રાગ છે. વર્સેલ્સના કરાર નહાતા ત્યારે પણ મહાયુદ્ધો ખેલાયાં છે; એક પૃથ્વી રૂપી માતાના સંતાનો અરસ્પરસ જાનવરાથી પણ વધુ અરી રીતે લડયા છે; અને બાંધવને દુશ્મન નામે પુકારીને તેના લેહીથી પાતાની પ્યાસ બુઝાવી છે. માનવ જાતના હૈયામાં એવા કયા અણુમુઝાયેલા અગ્નિ છે કે જેમાંથી વિશ્વસહારના દાવાનળેા અવાર નવાર ફાટયા કરે છે? એવું કર્યુ અનર્થકારી મૂળ છે કે જેમાંથી દ્વેષના, હિંસાને, રકતપાતના દાવાનળ સૈકાં થયાં નિરંતર · સળગ્યાજ કરે છે ? કે!! બુદ્ધ, મહાવીર, સુખ્રિસ્ત કે ગાંધીની શિતળ પ્રેમવૃષ્ટિ પણ જેને બુઝવી નથી શકતી એવા આ હુતાશનનું મૂળ કયાં છે ?
ઉપર છલ્લી દ્રષ્ટિએ લાગે કે આ યુદ્ધ હિટલરે સળગાવ્યું, કૈંસરે સળગાવ્યું' અથવા તે શ્રીજી કોઈ જવાબદાર રાજારી વ્યકિતનું નામ ને છૂટી જવાની લોકાને ટેવ હાય છે અને આ માનવસહાર માટે સામાન્ય માણસેાની કાંઈ જવાદારી નથી એવા સતેષ માની લેવામાં આવે છે. ત્યારે ખરેખર શુ જવાબદારીના ટાપલો હિટલર કે કોઇ એક રાજદ્વારી ઉપર નાખી શકાય ? જરા વિચાર કરતાં લાગશે કે યુદ્ધ માટે જવાબદાર ગણાતી વ્યક્તિઓ તેા માત્ર નિમિત્ત હોય છે. પ્રજા અને જનસમાજમાં રહેલાં વ્યાપક હિંસા, દ્વેષ, ક્રોધ વગેરે તત્વો આ વ્યક્તિ દ્વારા વ્યકત થાય છે. જેમ વીજળીના પ્રવાહ સર્વત્ર ચાલુ હાય છે, પણ તેને વ્યકત કરવા માટે બટન જેઇએ છે, સ્વરના આંદેલના હવામાં સર્વત્ર હોય છે, પણ તેને ઝીલવા અને વ્યકત કરવા માટે રેડીયા જોઇએ છે, તેમ માનવ સમાજમાં કુટુમ્બેમાં અને વ્યક્તિમાં રહેલી વ્યાપક હિંસા યુદ્ઘના અકસ્માત દ્વારા ફાટી નીકળે છે અને આખા શરીરના લોહીનેા બગાડ જેમ ગુમડાં વાટે રસીના રૂપમાં ઝર્યાં કરે છે તેમ આપણા સૌમાં રહેલી હિંસા યુદ્ધના ભીષણ સ્વરૂપે પ્રગટ થાય છે; અને વખતે વખત માનવજાત ઉન્માદની અવસ્થામાં આત્મઘાતને પંથે પળે છે.
માનવજાતના આત્મઘાતના આ મહારાગને અટકાવવા માટે અવારનવાર ઘણા ઉપચારા સૂચવવામાં આવે છે. કોઇ કહે છે કે જગતમાં શસ્ત્રસંન્યાસ સ્થાપા, કાઇ કહે છે કે સર્વત્ર સમાજવાદ સ્થાપે. એટલે યુદ્ધનો અંત આવશે. કેાઈ વળી યુદ્ધારા યુદ્ધના નાશની. પણ હિમાયત કરે છે. તે રાગ - માત્ર ઉપરછલ્લા હોત તે। આ બાહ્ય મલમપટ્ટી કે ઉપચારોથી આરામ થઇ જાત. દુનિયાએ આ ઉપાયો અજમાવી જોયા, પણ પરિણામ કાંઇ આશસ્પદ જોયું નથી. સમાજવાદ સ્થાપવામાં પણ કટ્ટર સમાજવાદી ગણાતા સ્ટેલીન અને ટ્રાટસ્ટી વસટેસટથી લડયા હતા. આમ વિચાર કરતાં જણાય છે કે રાગનું મૂળ આવા બાહ્ય ઉપચારો પ્હોંચી ન શકે તેટલું ઉંડુ અને ઝીણું છે અને આ મૂળ શાવતાં શોધતાં આપણે એક રાષ્ટ્રના ખીજા રાષ્ટ્ર પ્રત્યેના વ્યવહારથી શરૂ કરીને એક સમાજના ખીજા સમાજ પ્રત્યેના વ્યવહાર અને એક વ્યક્તિને બીજી વ્યક્તિ પ્રત્યેના