________________
૧૨૪
પ્રબુધ જૈન
તા. ૩૧-૧૦
kg
રસ્તે જઈ નવો ને વિજય મેળવવા લાગ્યા. જતાં જતાં એ મહાબળીઓ જોવા અને બાલીદ્વીપ સુધી ગયા. ત્યાંની સમૃદ્ધિ, ત્યાંની આબોહવા અને ત્યાંનું પ્રાકૃતિક સૌન્દર્ય જોયા પછી પાછો આવવાનું મન જ કોણ કરે ? પછી તો ઘેઘાનો વર આને પશ્ચિમ કિનારે ઓળંગી, લંકાની લાડીને પરણે એ લગભગ નિયમ થઈ પડયે. ' આ બાજુ બંગાળના નદીપુત્રો નદીમુખેન સમુદ્રમાં પ્રવેશ કરવા લાગ્યા. જે બંદરથી ઉપડી તામ્રદીપ જવાતું, તે બંદરનું નામ તેમણે તાત્રદિપ્તિ પાયું. આમ તાપ્રદીપ-લંકામાં બંગાળીઓ અને ગુજરાતીઓ ભેગા થયા. મદ્રાસ તરફના દ્રવિણે તે ત્યાં કયારના પહોંચી ગયા હતા. આ રીતે અ ના આમંત્રણથી લંકામાં પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારત એક થયું.
બુદ્ધ ભગવાને નિર્વાણુને રસ્તે શેધી કાઢયે અને પિતાના શિષ્યોને આદેશ આપ્યો કે “આ અષ્ટાંગિક ધર્મતત્વને દશે દિશ ફેલાવે કરે ” એમણે પોતે ઉત્તર ભારતમાં ચાલીસ વર્ષ સુધી પ્રચારકાર્ય કર્યું. આસેતુહિમાચલ પિતાનું રાજ ફેલાવ્યા પછી સમ્રાટ અશોકને દિગ્વિજય છોડી ધર્મવિજય કરવાનું સૂઝયું. ધર્મવિજય એટલે ધર્મને નામે દેશદેશાંતરની પ્રજાને જીતી, ગુલામ કરી, એમને વટલાવવાનું કામ નહિ, પણ લોકોને કલ્યાણને માર્ગ બતાવી પિતાનું જીવન કૃતાર્થ કરવાને અષ્ટાંગિક માર્ગ બતાવ. જે બુધ્ધ ભગવાન પોતે અકુભા થઈને જંગલોમાં ફરતા, તેમના સાહસિક શિષ્ય અર્ણવનું આમંત્રણ સાંભળી દેશદેશાંતરમાં જવા લાગ્યા. કેટલાક પૂર્વ તરફ ગયા, કેટલાક પશ્ચિમ તરફ. આજે પણ પૂર્વ અને પશ્ચિમ સમુદ્રને કિનારે એ સાધુઓનાં થાણુઓ પહાડમાં કરેલાં જડે છે. સોપારા, કાવેરી, ઘારાપુરી વગેરે સ્થળે બૌદ્ધ મિશનરીઓની પરદેશ યાત્રાનાં સૂચક છે. ખડગિરિ અને ઉદયગિરિની ગુફાઓ પણ એ જ સાક્ષી પૂરે છે.
આજ બૌદ્ધધર્મી પ્રચારકો પાસેથી પ્રેરણા લઈ, પ્રાચીનકાળના ખ્રીસ્તીઓ પણ અર્ણવ માર્ગે ચાલ્યા અને એમણે અનેક દેશોમાં ભગવદ્ભક્ત બ્રહ્મચારી ઈશુને સંદેશો ફેલાવ્યું.
જેઓ સ્વાર્થવશ સમુદ્રયાત્રા કરે છે, તેમને પણ અર્ણવ સહાય તે આપે છે. પણ વરૂણ કહે છે “સ્વાર્થી લોકોને મારી અટક છે. એમને માટે નિષેધ છે. પણ જેઓ ધર્મપ્રચારને અર્થે નીકળશે, તેમને તો મારા આશીર્વાદ જ છે. પછી એ મહિન્દ અને સંઘમિત્તા હોય કે સ્વામી વિવેકાનંદ હોય, સેન્ટ ફાન્સિસ ઝેવિયર હોય કે એને ગુરૂ ઈગ્નેશિઅસ લેાયેલા હોય.”
હવે અર્ણવની મદદ લેતા સ્વાર્થી લોકોના હાલ તપાસીએ. બરાની બચિસ્તાનના દક્ષિણે રહી, પશ્ચિમ સાગરને કિનારે ખેડતા. એટલે હિંદુસ્તાનને વેપાર તેમના જ હાથમાં હતા અને ઝનુનપૂર્વક તેઓ તે પોતાના જ કબજામાં રાખતા. એટલે એક વરૂણપુત્રને થયું કે આપણે સીધે રસ્તે શોધી કાઢવો જોઈએ. વરૂણે એને કહ્યું કે અમુક મહિનામાં અરબસ્તાનથી તમારું વહાણ તમે ભરદરિયે હંકારો તે સીધા કેલીકટ તરફ આવી પહોંચશે. એક બે મહિના તમે હિંદુસ્થાનમાં વેપાર કરીને પાછો જવા તૈયાર થાઓ એટલે હું તમને મારા પવન ઉલટા ચલાવી, આવ્યા એજ રસ્તે પાછા સ્વદેશ પહોંચાડીશ. આ વાત ઈ. સ. ૫૦ પૂર્વેની છે. '
દૂર દૂર પશ્ચિમે પ્રાચીન કાળમાં વાઇકિંગ કરીને ચાંચીયા લોકો રહેતા હતા. વરૂણના એ વ્હાલા હતા. ગ્રીનલેંડ, આઈસલેંડ, બ્રિટન અને ડૅન્ડીનેવી વચ્ચેના ડા અને તેની સમુદ્રને તેઓ ખેડતા. તેમના જ વંશજો તે આજના અંગ્રેજો છે. નેવે
બ્રિટન, ફ્રાન્સ, સ્પેન, પેટુંગાલ એ દરીયાને કિનારે વસતા રાષ્ટ્રોએ વારા ફરતી દરિયો ખેડે. એ બધાને હિંદુસ્તાન આવવું હતું, વચમાં પૂર્વ તરફ મુસલમાની રાજ્ય હતાં. એમને વટાવી, અથવા ટાળી, હિંદુસ્થાનને રસ્તો શોધ હતા. બધાએ વરૂણદેવની ઉપાસના શરૂ કરી અને અર્ણવને રસ્તે ચાલ્યા. કેઈ ગયા ઉત્તર ધ્રુવ તરફ, કોઈ ગયા અમેરિકા તરફ. કેટલાકએ આફ્રિકાની અવળી પ્રદક્ષિણા કરી અને તે બધા હિંદુસ્તાન પહોંચ્યા ખરા. સમુદ્ર એટલે લક્ષ્મીને પિતા. એને જે ખેડે એ લક્ષ્મી કૃપાપાત્ર થવાને જ. એ બધાઓએ નવા નવા દેશ જીત્યા, ધન દૌલત ભેગી કરી, પણ વરુણ દેવનું ન્યાયશાસન તેઓ ભૂલ્યા. વરૂણ દેવ ન્યાયને દેવ છે. એની પાસે ધીરજ પણ છે અને પુણ્યપ્રકોપ પણ છે. જ્યારે એણે જોયું કે મેં એમને સમુદ્રનું રાજ્ય આપ્યું, પણ એ લેકેએ રાજાને શોભે એ ન્યાય ધર્મ ન પાળે ત્યારે વરૂણ રાજાએ પિતાને આશીર્વાદ પાછા ખેંચી લીધે અને બધાને જાદરની સજા કરી. હવે એ રાષ્ટ્રો હિંદુસ્થાન અને આફ્રિકા બને ખડમાંથી જે કાંઈ સંપત્તિ મેળવી હતી તે અંદર અંદર લઢવા માટે વાપરવા લાગ્યા છે અને પિતાના પ્રાણુ સાથે એ બધી સંપત્તિ જળના ઉદરમાં પહોંચાડી દે છે, સમુદ્રયાન હોય કે આકાશયાન હોય, અંતે એણે સમુદ્રની જળના ઉદરમાં પહોંચવાનું જ છે. હવે વરૂણરાજા કોગે છે. સાગરની સેવા લેનારાઓમાં જે સાત્ત્વિકતા ન હોય તે તો દુનિયામાં ઉત્પાત મચાવનારા છે એની એને ખાત્રી થઈ ગઈ! છે. અત્યાર સુધી એણે વિજ્ઞાનશાસ્ત્રીઓને તેમજ જ્યોતિષશાસ્ત્રીઓને, વિદ્યાર્થીઓને તેમજ લોકસેવકોને દરિયાની મુસાફરીની પ્રેરણા આપી. હવે એ હિંદુસ્થાનને એક નવી જ પ્રેરણા આપવા માગે છે. હિંદુસ્તાન આગલ એક નવું મિશન ખેલવા માંગે છે. આપણે એ સાંભળવા તૈયાર છીએ ?
પશ્ચિમ સમુદ્ર કિનારે આપણે વસીએ છીએ. દિવસ રાત્ર પશ્ચિમ સાગરનું " આમંત્રણ સાંભળીએ છીએ. અત્યાર સુધી આપણે બહેરા હતા. એ સંદેશો આપણે કાને પડતા ન હતા. હવે એ સ્થિતિ રહી નથી. યુરોપની મહા પ્રજાઓએ આપણા પર રાજ્ય જમાવી આપણને મોહિનીમાં નાંખ્યા હતા. હવે એ મોહિની ઉતરી છે, હવે આપણાં કાન ખુલ્યાં છે. દુનિયાના નકશા તરફ આપણે નવી આંખે જોવા લાગ્યા છીએ. મહાસાગર ભૂમિખંડાને તેડતા નથી પણ જોડે છે એ આપણે હવે સમજતા થયા છીએ. આફ્રિકાને આખે પૂર્વ કિનારો અને કલકત્તાથી માંડીને સિંગાપુર અને આલ્બની (ઍસ્ટ્રેલિયા) સુધીને પૂર્વ તરફનો પશ્ચિમ કિનારા આપણને આમંત્રણ આપે છે કે 'ઈશ્વર તમને જે જ્ઞાન, ચારિત્ર્ય અને વૈભવ આપ્યો હોય, તેનો લાભ અહિંની કેમેને આપે. જાવા છે, બાલી છે, એસ્કૂલેશિઆ છે, ટાસમાનિઆ છે અને પ્રશાન્ત મહાસાગરના અસંખ્ય ટાપુઓ છે, એ બધા અર્ણવની વાણીથી આપણને બેલાવે છે. એ બધે ઠેકાણે સાગરના પ્રેર્યા અનેક મિશનરી ગયા હતા, પણ બધે તેઓ પોતાની સાથે શરાબ લઈ ગયા, ઉચ્ચ નીચ ભાવ લઈ ગયા, ઇશુખ્રિસ્તને ભૂલી જઈ એમનું બાઈબલ લઈ ગયા. અને એ બાઈબલની ઓથે એમણે પોતપોતાના દેશને વેપાર ચલાવ્યું. "અર્ણવ એમને લઈ ગયે, પણ વરૂણ એમના પર નારાજ થયા
# આપણા આ પાડોસીને આપણે અરબી સમુદ્ર તરીકે ઓળખીએ "છીએ એ વિચિત્ર છે. વિલાયતથી આવતા ગેરાએ એને “ અરબી સમદ્ર' ભલે કહે. આપણે એ મુંબઈ સમુદ્ર છે અથવા પામસાગર છે. એ જ નામ આપણે ચલાવવું જોઇએ.